You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍડિલેડ ટેસ્ટ : ભારતે ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર દસ વર્ષ બાદ હરાવ્યું
ઑસ્ટ્રલિયાના ઍડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 31 રનથી હરાવી ઐતિહાસિત જીત મેળવી છે. મૅચના અંતિમ દિવસે ઑસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ 291 રનના સ્કોર પર જ આઉટ થઈ ગયા હતા.
પ્રથમ દાવમાં 15 રનની નજીવી લીડ ઉપરાંત બીજા દાવમાં ભારતે 307 રન બનાવ્યા હતાં.
ગુજરાતના બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારાની પ્રથમ દાવમાં 246 બોલમાં 123 રન અને બીજા દાવમાં નિર્ણાયક 71 રન કર્યા હતા.
ચોથા દિવસે બીજા દાવમાં ઑસ્ટ્રેલિયાને 323 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પણ ભારતીય બૉલર્સે અસરકારક બૉલિંગ કરી ચાર વિકેટ પર 104 રન પર દિવસ પૂરો કર્યો હતો.
પાંચમે દિવસે ઑસ્ટ્રલિયાની રમત શરૂ થઈ ત્યારે મોહંમદ શામી અને ઇશાંત શર્માએ હેન્ડસ્કૉમ્બ અને ટ્રેવિસ હેડને 14-14 રનનાં સ્કોર પર આઉટ કરી દીધા.
બુમરાહે ઑસ્ટ્રલિયા માટે જીતની આશા બની રહેલા ટીમ પેઈનેને 41 રન પર આઉટ કરી દીધા.
આ મેચમાં રિષભ પંતે રેકોર્ડ કરીને 11 કેચ કર્યા હતાં.
ચેતેશ્વર પૂજારાને મેચ બાદ મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત ક્યારેય ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે પહેલી મૅચ નહોતું જીત્યું, આ વિજય સાથે એ રેકૉર્ડ પણ તૂટી ગયો.
ભારતીય બૉલર્સની પ્રભાવક બૉલિંગ સામે ભારે સંઘર્ષ કરવા ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ટકી શક્યા નહોતા અને ભારતની ઐતિહાસિક જીત થઈ હતી.
છેલ્લાં દસ વર્ષમાં પહેલીવાર ભારત ઑસ્ટ્રેલિયા સામે જીત્યું છે. કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ઑસ્ટ્રેલિયા સામે શ્રેણીની પ્રથમ મેચમાં પણ પહેલી જ વાર જીત મળી છે.
આ જીત બાદ ભારત બીજો એશિયન દેશ બની ગયો છે કે જેને ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં પ્રથમ મૅચ જીતી હોય, આ પહેલાં પાકિસ્તાન જ આવું કરી શક્યું હતું.
2003માં રાહુલ દ્રવિડ પછી વિરાટ કોહલીની કપ્તાનીમાં આ ઇતિહાસ રચાયો છે.
આ જીતમાં ભારતીય બૉલર્સના વખાણ થઈ રહ્યા છે. છેલ્લી ઇનિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી અને અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
પહેલી ઇનિંગમાં ભારતે 250 રન કર્યા હતા, જેની સામે ઑસ્ટ્રેલિયા 235 રન જ બનાવી શક્યું અને ભારતને 15 રનની બઢત મળી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો