You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન મોદીની સરકારે ખરેખર કેટલા લોકોને રોજગારી આપી?
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી
નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે ચૂંટાયા બાદ તેમણે દેશભરમાં રોજગારીની તકો ઊભી કરવાની વાત કહી હતી.
જોકે, ભારતમાં જ્યાં કરોડો લોકો વસવાટ કરે છે ત્યાં રોજગારી સતત પેદા કરવી એ પણ એક પ્રશ્ન મોટો છે.
દર વર્ષે લગભગ 60થી 80 લાખ લોકોને રોજગારી આપવાની જરૂરિયાત ઊભી થાય છે.
તેની સામે માત્ર અમૂક લાખ લોકોને જ રોજગારી મળી શકે છે.
આ રીતે જોઈએ તો મોદીએ દેશના યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું તે તેઓ ખરેખર નિભાવી શક્યા ખરા?
શું છે રોજગારીની વાસ્તવિકતા?
ચૂંટણી પ્રચાર દરમિયાન એ વાત ઘણીવાર સામે આવી કે વડા પ્રધાન મોદીએ દેશના યુવાનોને આશાસ્પદ સપનાં બતાવ્યાં હતાં.
યુવાનો માટે બતાવવામાં આવેલું સૌથી મોટું સપનું એ હતું કે મોદી સરકાર દર વર્ષે એક કરોડ રોજગારની તકો ઊભી કરશે.
આ પ્રકારનો દાવો માત્ર ભારતના મીડિયા નહીં પરંતુ વિશ્વભરના મીડિયાએ સમાચારોની હેડલાઇનમાં ચમકાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, જ્યારે અમે તપાસ કરી તો ખબર પડી કે આવો દાવો વડા પ્રધાન મોદીએ ક્યારેય કર્યો જ નથી.
એક ન્યૂઝ એજન્સી દ્વારા તેમના દાવાને ખોટી રીતે રજૂ કરાયો હતો.
જોકે, વડા પ્રધાન મોદીએ રોજગારીને લઈને વચન તો આપ્યું જ હતું પરંતુ તે એક કરોડ નોકરીઓનું ન હતું.
લાખો લોકોને નોકરીની જરૂરિયાત
ભારતમાં જે રીતે વસતિ દિવસેને દિવસે વધી રહી છે તે જોતાં લાખો લોકોને નોકરીઓની જરૂરિયાત છે.
આગામી આવનારી 2019ની ચૂંટણીને જોતાં રોજગારી હવે એક જટીલ મુદ્દો બનવા જઈ રહી છે.
કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે દરરોજ 30,000 યુવાનો નોકરી માટે બજારમાં આવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "તેમાંથી 450 લોકોને નોકરી મળે છે, હું હજી બે રોજગારીની તો વાત જ નથી કરતો."
મોદીએ આ મામલે કહ્યું કે હાલમાં કોને રોજગારી મળી તે ચકાસવાનો કોઈ ખરો માપદંડ નથી.
તેમણે કહ્યું કે સરકાર આ મામલે ડેટા મેળવવા માટે નવી પદ્ધતિ અપનાવી રહી છે.
રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનાં નિવેદનોને જોતાં લાગે કે ખરેખર શું ચાલી રહ્યું છે?
રોજગારીના કોઈ ડેટા જ નથી?
દર વર્ષે ભારતમાં નોકરી ઇચ્છુક લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
લોકો રોજગારીની નવી તકોની શોધમાં માર્કેટ્સમાં આવે છે.
જોકે, એવા કોઈ ડેટા નથી મળી શક્યા કે જેને લઈને કહી શકાય કે ભારતના અર્થતંત્રમાં કેટલી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે.
આ મામલે બીબીસી સાથે વાત કરતાં અર્થશાસ્ત્રી રાધિકા કપૂર કહે છે કે સામાન્ય રીતે મુદ્દો એ નથી કે આપણે ડેટા એકત્ર કરી શકતાં નથી. મુશ્કેલીએ છે કે આ ડેટાને જાહેર કરવામાં સમય લાગી રહ્યો છે.
તેમણે કહ્યું, "આપણી પાસે રોજગારી કે બેરોજગારીના કોઈ સાચો ડેટા જ નથી. વસતિ ગણતરી પણ 2011-12થી થઈ જ નથી."
રોજગારીનો આંકડો સરકાર પણ નહીં આપી શકે?
ભારતની અર્થવ્યવસ્થા સંગઠિત અને અસંગઠિત એમ બે ક્ષેત્રોમાં વહેંચાયેલી છે.
અધિકારીક ગણતરીમાં અસંગઠિત ક્ષેત્રોને આવરી લેવાં એ લગભગ અશક્ય જેવું કામ છે.
આ ક્ષેત્ર સંગઠિત વિસ્તાર કરતાં ઘણું જ વિશાળ છે અને કોઈ નથી જાણતું કે તેમાં કેટલા લોકોને રોજગારી મળી રહી છે.
એક અંદાજ પ્રમાણે અસંગઠિત ક્ષેત્ર અર્થવ્યવસ્થાના 80 ટકા જેટલું મોટું છે.
આ તમામ પાસાંને તપાસ્યા બાદ એ કહેવું મુશ્કેલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં કેટલા લોકોને નોકરીઓ મળી.
એક વાત તો નક્કી છે કે કોઈ પૂરવાર કરી શકતું નથી કે મોદી સરકારે ગત સરકાર કરતાં વધારે નોકરીઓ પેદા કરી છે.
નરેન્દ્ર મોદી પણ આ બાબતે કંઈ જ નહીં કહી શકે કે તેમણે ખરેખર વધારે નોકરીઓ પેદા કરી છે.
આવનારી ચૂંટણી એ વાત પર નિર્ભર હશે કે ત્યાંના લોકોને શું લાગે છે કે તેઓ પોતાના વચનને પૂર્ણ કરી શક્યા કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો