You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દરેક ગામડાં સુધી વીજળી પહોંચવાનો દાવો કર્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દરેક ગામડાં સુધી વીજળી પહોંચવાનો દાવો કર્યો છે.
આ સિદ્ધિ ભારતને શનિવારે ત્યારે મળી જ્યારે મણિપુરનું લેઇસાંગ ગામ ગ્રિડથી જોડાનારું છેલ્લું ગામ બન્યું. આ ગામમાં 2011ની જનગણના અનુસાર 19 પરિવાર રહે છે.
કોઈ પણ ગામને વીજળીની સુવિધાથી સજ્જ ત્યારે માનવામાં આવે છે કે જ્યારે તે ગામના 10 ટકા ઘર અને જાહેર મિલકતો ગ્રિડથી કનેક્ટેડ હોય.
વર્લ્ડ બૅન્કના આંકડા જણાવે છે કે ભારતમાં આશરે 20 કરોડ લોકો એવા છે કે જેઓ વીજળી વગર જીવન વિતાવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીનું કહેવું છે કે ભારતના તમામ 6 લાખ ગામડાંમાં વીજળી પહોંચી ગઈ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
નિષ્ણાતો કહે છે કે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર માટે આ સૌથી મોટી ઉપાધિ છે. જોકે, ટ્વિટર પર ઘણા લોકોએ કહ્યું કે સરકારના દાવા છતાં તેઓ હજી વીજળી વિહોણા છે.
ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું વીજ ઉત્પાદન કરનાર અને ઉપભોક્તા છે. પરંતુ યોગ્ય રીતે વીજળી આપવામાં ન આવતા સમસ્યા ઊભી થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓગસ્ટ 2015માં વડાપ્રધાન મોદીએ 1000 દિવસની અંદર દેશના અંધકારમાં ડૂબેલા ગામોમાં વીજળી પહોંચાડવાની ઘોષણા કરી હતી.
વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ ભારતના 5,97,464 ગામડાંઓમાં વીજળી પહોંચી ગઈ છે અને 5 લાખ કરતા વધારે ઘરો ગ્રિડ સાથે કનેક્ટ કરી દેવાયા છે.
ભારતમાં વીજળીથી સંચાલિત થવાની વ્યાખ્યા શું છે?
ભારત સરકાર ત્યારે એક ગામને વીજળીની સુવિધાથી સજ્જ માને છે જ્યારે તે ગામના 10 ટકા ઘરોમાં વીજળી હોય. અને ગામની શાળાઓ, દવાખાના, મેડિકલ, કમ્યુનિટી સેન્ટર જેવી જગ્યાઓએ વીજળી પહોંચી ગઈ હોય.
સરકારની વ્યાખ્યા પ્રમાણે ભારતના દરેક ગામડામાં વીજળી પહોંચી ગઈ છે.
પરંતુ સરકારનો જ આંકડો જણાવે છે કે દેશના દરેક ઘરમાં વીજળી હોય તેવું માત્ર છ રાજ્યોમાં છે- તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, પંજાબ, ગોવા અને ગુજરાત.
દરેક ઘરમાં વીજળી પહોંચવી કેમ મોટો પડકાર છે?
અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંઓમાં વીજળી પહોંચાડવું હંમેશાથી એક મોટો પડકાર સાબિત થયો છે.
કેટલાક ભારતીય ગામડાંમાં આજે વીજળી કનેક્શન છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ઘરો સુધી વીજળી પહોંચાડવી મોંઘી પડી શકે છે.
કેટલાક લોકો દર મહિને આવતા વીજળીના બિલથી ડરીને વીજળી વગર જ રહેવાનું પસંદ કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વારંવાર વીજળી જવાની મુશ્કેલીનો સામનો તેમણે કરવો પડતો હોય.
આ સિવાય રાજ્યોની પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દેવામાં ડૂબેલી છે અને તેમની પાસે વીજળીની માગ પણ ઓછી આવે છે. તેના કારણે ભારતના દરેક ઘર સુધી વીજળી પહોંચાડવી થોડી અઘરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો