વીજળી વિના પણ મોબાઈલ ચાર્જ કરી શકાય છે

માની લો કે સવારે ઉઠીને તમારે ક્યાંક જવું છે અને તમારા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ છે. તમે મોબાઈલ ચાર્જ પર લગાવો છો, પરંતુ વીજળી પણ નથી. તેવી સ્થિતીમાં તમે પોતાના પર કે વીજળી વિભાગ પર ગુસ્સો કર્યાં સિવાય બીજું શું કરશો?

અથવા તો પહાડો પર તમે સૌદર્યથી ભરપૂર દ્રશ્યો નિહાળી રહ્યાં છો અને આ દ્રશ્યોના તમે ફોટા પાડવાનું વિચારી રહ્યાં છો ત્યારે તમારા મોબાઈલની બેટરી જોતાં તમને આઘાત લાગે છે કે બેટરી તો પૂર્ણ થવાના આરે છે. આવી સ્થિતીમાં પણ તમને પોતાની જાત પર જ ગુસ્સો આવશે.

તો ચાલો અમે તમને જણાવીએ કે માત્ર ત્રણ સરળ સ્ટેપ્સમાં તમે વીજળી વિના કઈ રીતે ફોન ચાર્જ કરી શકો?

જરૂરી વસ્તુઓ

એક કાર યૂએસબી અડેપ્ટર(કાર સિગરેટ લાઈટર), ફોનને ચાર્જ કરવાનો વાયર(યૂએસબી કેબલ), 9 વોલ્ટની બેટરી, ધાતુની એક ચિપ અને એક પેન સ્પ્રિંગ કે સ્ક્રૂ ટાઈટ કરવાના પાનાની જરૂરીયાત રહેશે.

હવે તમારે બેટરીથી વીજળી પેદા કરીને મોબાઈલ સુધી પહોંચાડવાની છે. તેના માટે તમારે એક ઓછી તિવ્રતા વાળું ઈલેક્ટ્રિકલ ફીલ્ડ તૈયાર કરવાનું રહેશે, જેની મદદથી મોબાઈલ ચાર્જ થઈ શકશે.

પ્રથમ પગલું : મેટલ ચિપને ખોલી બેટરીના એક પોલ પર લગાવો

બધી જ બેટરીમાં બે ટર્મિનલ હોય છે. એક બાજુ પોઝિટિવ અને બીજી તરફ નેગેટિવ પોલ. જ્યારે આ બંને પોલને તાર વડે જોડવામાં આવે છે તો તેની વચ્ચે ઝડપથી ઈલેક્ટ્રોન્સનો પ્રવાહ પસાર થાય છે.

આપણે સૌ પ્રથમ બેટરીના નેગેટિવ પોલ તરફ ચિપને જોડવાની છે.

બીજું પગલું : કાર અડેપ્ટરને બેટરીના પોઝિટિવ પોલ પર લગાવો

કાર અડેપ્ટરને બેટરીના બીજા ટર્મિનલ એટલે પોઝિટિવ પોલ તરફ લગાવો. હવે આપણે ઈલેક્ટ્રિક ફીલ્ડ બનાવી શકીએ છીએ.

ત્રીજું પગલું : અડેપ્ટરના ધાતુવાળા ભાગ તરફ ચિપના એક છેડાને દબાવો

હવે આપણે ચિપના અંતે અને અડેપ્ટરના ધાતુવાળા ભાગનો એકબીજા સાથે સંપર્ક કરાવાનો છે. આવું કરવાથી બેટરીની અંદર ઈલેક્ટ્રોન્સમાં ઝડપથી પ્રવાહ વહેવા લાગશે, જેથી વિજળી ઉત્પન્ન થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

બધી જ બેટરીઓમાં ઈલેક્ટ્રોલાઈટ અને રાસાયણિક તત્વ હોય છે. તેઓની વચ્ચે પ્રતિક્રિયા થતાં ઈલેકટ્રોન્સમાં ઝડપી પ્રવાહ વહે છે જેનાથી તેમાં વિજળી વહેવા લાગે છે.

હવે તમારું વિજળી વગરનું ચાર્જર તૈયાર છે, માત્ર તમારે તમારા મોબાઈલને યૂએસબી સોકેટ સાથે જોડવાનો છે અને આવું કર્યાં બાદ તમે તમારા ફોનને ઈમરજન્સીની સ્થિતીમાં ચાર્જ કરી શકો છો.