'...અને મેં સેક્સવર્કર પાસે જવાનું શરૂ કરી દીધું' - #HisChoice

એ બહુ યાદગાર રાત હતી કારણકે 28 વર્ષમાં પહેલી વખત કોઈ મહિલાને સ્પર્શ કર્યો હતો.
તે મારી પત્ની નહીં પણ સેક્સવર્કર હતી અને એનાથી કોઈ ફર્ક નહોતો પડતો. મારી ઇચ્છાઓ પૂરી થઈ રહી હતી અને એટલે હું બહુ ખુશ હતો.
એ અનુભવ એક સપ્તાહ સુધી મારા મનમાં જીવંત રહ્યો.
મને લાગતું હતું કે હું કોઈ અલગ જ દુનિયામાં છું અને એવો અનુભવ કેમ ન થાય?
હજુ મારું લગ્ન નથી થયું. ગુજરાતના જે શહેરમાંથી હું આવું છું ત્યાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. અને આ ખાઈએ મારા જેવા તમામ યુવકોને લગ્નથી વંચિત રાખ્યા છે.
મારા માતાપિતાને ઘણું સાંભળવું પડે છે. જેમ કે, તમારો દીકરો સરકારી નોકરી કરતો હોત તો વાત જુદી હતી, ખાનગી કંપનીની નોકરીનો શું ભરોસો? અને તમારી પાસે તો વધારે જમીન પણ તો નથી.
એ વખતે હું મહિને 8 હજાર રૂપિયા કમાઈ લેતો. હું ઘરનો મોટો દીકરો હતો અને ક્યાંય પણ લગ્ન નક્કી નહોતા થતા.
મને એવું થતું કે ક્યાંક લગ્ન નક્કી થઈ જાય તો સમાજમાં ઇજ્જત બચી જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
હદ તો ત્યારે થઈ જ્યારે મારા મિત્ર નીરજનું લગ્ન થઈ ગયું, તે મારા કરતાં ઓછું કમાતો હતો અને તો પણ એનું લગ્ન થઈ ગયું. કારણ કે નીરજના પિતા 20 એકર જમીનના માલિક હતા.
અમે ચાર મિત્રો હતા અને મોટાભાગે દારુ પીવા માટે પાસેના શહેરમાં જતા હતા.
કદાચ એ દિવસે મારા મિત્રો મારી સમસ્યા સમજી ગયા હતા.
ગ્લાસમાં બિયર નાંખતા તેમણે કહ્યું, "અરે આટલો હેરાન કેમ થાય છે? ચલ મારી સાથે! તું લગ્ન કરીશ તો પણ આવી મજા નહીં આવે."
"જો દુનિયા કેટલી રંગીન છે. એની મજા લે યાર! ચાલ મારી સાથે."
હું આ વિચારથી જ હેરાન હતો. પણ મારો મિત્ર મને મનાવીને રહ્યો. આખરે અમે એક હોટલમાં ગયા.
મેં ઘણી બ્લૂ ફિલ્મો જોઈ હતી, પણ વાસ્તવિક જીવનમાં પહેલી વખત હું કોઈ મહિલા સાથે હતો.
પછી શું, હોટલોમાં જવું મારી આદત થઈ ગઈ.
પાંચ વર્ષ સુધી આ ઘટનાક્રમ ચાલુ જ રહ્યો. સુકૂન માટે આ શ્રેષ્ઠ ઉપાય હતો.

પણ એક દિવસે મારા આ રહસ્ય વિશે મારા પિતાજીને જાણ થઈ ગઈ. તેમનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો.
હાથ ઉગામી નહોતા શકતા એટલે ઘાંટા પાડીને પોતાનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કરતા હતા.
"તને આવું કરતા શરમ ન આવી? તારી મા અને બહેન વિશે તો એક વખત વિચાર કર્યો હોત. સમાજમાં એ લોકો મોઢું કેવી રીતે બતાવશે?"
મા અને બહેન અલગથી રડી રહી હતી.
બહેનની સાસરીમાં પણ આ વાતની ખબર પડી ગઈ હતી.
મેં સ્પષ્ટતા કરી કે મિત્રોએ મને દારુ પીવડાવ્યો હતો અને હોટલમાં લઈ ગયા હતા.
હું નશામાં હતો એટલે મને ખ્યાલ ન આવ્યો કે શું થઈ ગયું. પછી મેં માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ છે.
"તો પછી આટલાં વર્ષો સુધી એક જ ભૂલનું પુનરાવર્તન કેમ કર્યું?"
પિતાજીના આ પ્રશ્નનો ઉત્તર મારી પાસે નહોતો.
બહેન અને બનેવી પણ મને ધમકાવતાં હતાં. વાતો સાંભળીને એવું લાગતું હતું કે મેં કોઈ મોટો ગુનો કરી દીધો હોય, જાણે કોઈની હત્યા કરી નાખી હોય.
ત્રણ દિવસ સુધી પિતાજીએ મારી સાથે વાત ન કરી અને ત્રીજા દિવસે કહ્યું, "તારા માટે એક વિધવાનું સગપણ આવ્યું છે. એને પાંચ વર્ષનો દીકરો છે પણ છોકરી સારા ઘરની છે."

"છોકરીના પિતાજીને તારી આ પ્રકારની હરકતો વિશે ખબર છે, છતાં તેઓ લગ્ન માટે તૈયાર છે."
"બેટા તારી પણ ઉંમર થઈ રહી છે. તું 31 વર્ષનો થઈ ગયો છે. તું લગ્ન માટે હા કહી દે."
"હવે સારું કમાય છે, ઘર વસાવી લે, અમે પણ ખુશ રહી શકીશું."
પણ મને તો બીજું ગમતું હતું, હું જ્યાં સેક્સ વર્કર્સ માટે જતો હતો એ જ હોટલમાં એ કામ કરતી હતી. તે હાઉસ-કિપિંગનું કામ કરતી હતી, ઓછા પૈસા કમાતી હતી, પણ એની વાત જ કંઈક અલગ હતી.
જ્યારે હસતી ત્યારે ખૂબ જ સુંદર લાગતી હતી.
જોકે, એ પણ મારી કરતૂત નારાજ હતી. તેણે મારી સાથએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે એણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધું ત્યારે હું આઘાતમાં સરી પડ્યો.
મને ઓછપ અનુભવાઈ. ઓછપ કોઈના સાથની હતી.
એવી વ્યક્તિની કે જે મારી લાગીઓને સમજી શકે અને આજીવન સાથે રહે. લગ્નજીવનની ઊણપ હવે મને ખૂંચતી હતી.
પરિવારજનોને પણ સમાજમાં હળવામળવામાં પરેશાની થતી હતી. એટલે મેં ઘર છોડી દીધું.
પણ બે સપ્તાહ પછી માતાપિતાના આગ્રહથી પાછો આવી ગયો.
મારા લગ્નનો પ્રશ્ન યથાવત હતો અને પરિવાર એના કારણે પરેશાન રહેતો હતો.
સમાજ એવો જ છે. તમને સૌથી વધુ દુઃખ પહોંચાડે એવા પ્રશ્નો પૂછવામાં જ લોકોને મજા આવે છે.
એટલે આ વખતે મેં હંમેશાં માટે ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો.
નવું શહેર, નવા લોકો પણ મારી આદતો જૂની જ હતી.
ક્યારેક પાડોશની મહિલા સાથે તો ક્યારેક શહેરોમાં જઈને હૃદયને સાંત્વના આપી લેતો.

ઘણી વખત તો મારા બૉસ પણ સાથે આવતા હતા. તેમને મારા પર ઘણો વિશ્વાસ હતો.
આજે હું 39 વર્ષનો થઈ ગયો છું પણ એકલતા નથી અનુભવાતી.
લગ્નનાં જે સ્વપ્નો જોયાં હતાં, તે પત્ની સાથે નહીં તો અન્ય મહિલાઓ સાથે પૂરા થઈ ચૂક્યાં છે.
ચાલે, જિંદગી છે.
હવે તો પરિવારજનોએ પણ સમાધાન કરી લીધું છે. અને નાના ભાઈએ આદિવાસી મહિલા સાથે પ્રેમલગ્ન કરી લીધું છે.
હવે હું આઝાદ પક્ષી છું.
લગ્નનો વિચાર છોડી દીધો છે કારણકે આ જિંદગી હવે મને ફાવી ગઈ છે.
આજે મારી માસિક આવક 40 હજાર રૂપિયા છે.
થોડા પૈસા ઉપરથી કમાવી લઉં છું. કોઈ જ ચીજની ખોટ નથી એટલે મનમાં કોઈ અણગમો પણ નથી.
જો પરણ્યો હોત તો જિંદગી કેવી હોત એ મને ખબર નથી, પણ આજે સમાજના મહેણાંઓથી દૂર મારું આઝાદ જીવન ઘણું સારું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

















