મારા વીર્યથી કોઈ માતા બની શકે એ વાતથી હું ખુશ હતો

"'વિક્કી ડૉનર' ફિલ્મમાં તો આયુષ્યમાનને સ્પર્મ માટે ઍડલ્ટ તસવીરો બતાવવમાં આવી હતી પરંતુ હું જે સેન્ટરમાં છું ત્યાં તો એક વૉશરૂમ, કમોડ, નળ અને વૉશબેસિન હતા."
હું ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો. પોતાનાં ઘરે બેસીને પોતાના વિચારોમાં ડૂબીને હસ્તમૈથુન કરવું અને એક વૉશરૂમમાં કરવું થોડું મુશ્કેલ હતું.
વૉશરૂમમાં એક પ્લાસ્ટિક કન્ટેનર પર પડ્યું હતું જેમાં મારું નામ લખ્યું હતું. મેં હસ્તમૈથુન કર્યા બાદ તેને ત્યાં જ છોડી દીધું. આ માટે મને 400 રૂપિયા આપવામાં આવ્યા.
મારી ઉંમર 22 વર્ષની છે અને હું એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું.
મારી ઉંમરમાં ગર્લફ્રેન્ડની ઇચ્છા અને કોઈ પ્રત્યે જાતિય આકર્ષણ હોવું સામાન્ય બાબત છે.
પરંતુ આનો મતલબ એવો નથી કે તમે કોઈની પણ સાથે શારીરિક સંબંધ બાંધી લો.
હું જે નાનાં શહેરથી આવું છું ત્યાં લગ્ન પહેલાં સંબંધ બાંધવો સહેલો નથી. મને લાગે છે કે યુવતીઓની પણ આવી જ સ્થિતિ હોય છે.
એવામાં યુવકો માટે હસ્તમૈથુન એક વિકલ્પ બને છે. પ્રથમ દિવસે મને સ્પર્મ સેન્ટરના વૉશરૂમમાં થોડું અસહજ લાગ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્પર્મ ડોનેશન અંગે મેં સમાચાર પત્રમાં વાંચ્યું હતુ. આ પહેલાં મેં રક્તદાન વિશે સાંભળ્યું હતું, પરંતુ સ્પર્મ ડોનેશન શબ્દ પ્રથમવાર સાંભળ્યો હતો.
મારી જિજ્ઞાસા વધી અને એ સમાચાર મેં પૂરા વાંચ્યા.
સમાચારમાં માલૂમ થયું કે આપણા દેશમાં એવાં લાખો દંપતી છે જે સ્પર્મની હલકી ગુણવત્તાને લઈને બાળક પેદા નથી કરી શકતાં.
એટલા માટે સ્પર્મ ડૉનેશનનો વિસ્તાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
મને માલૂમ થયું કે દિલ્હીના જે વિસ્તારમાં હું રહું છું ત્યાં નજીક જ સ્પર્મ ડૉનેશન સેન્ટર છે. મને વિચાર આવ્યો કે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ.
મારો રંગ ગોરો છે અને ઊંચાઈ પણ ઠીક છે અને હું બાસ્કેટબૉલ પણ રમું છું.
મેં જ્યારે સ્પર્મ કલેક્શન સેન્ટર પર જઈને સ્પર્મ આપવાની વાત કરી, તો ત્યાં બેસેલાં ડૉક્ટર મારી સામે જોઈને હસ્યાં.
તેઓ મારી પર્સનાલિટીથી ખુશ દેખાયા અને તેમની આ પ્રતિક્રિયા જોઈને હું પણ ઉત્સાહમાં આવી ગયો.
પંરતુ આ મામલો મારા દેખાવનો નહોતો. મારે સાબિત કરવાનું હતું કે બાહરથી હું જેટલો મજબૂત છું, અંદરથી તેટલો જ તંદુરસ્ત પણ છું.
ડૉક્ટરે મને કહ્યું કે મારે અમુક મેડિકલ તપાસથી પસાર થવું પડશે.


મારું બ્લ્ડ સૅમ્પલ લેવામાં આવ્યું. તેની મારફતે એચઆઈવી, ડાયાબિટીસ અને અન્ય પ્રકારની બીમારીઓની તપાસ કરવામાં આવી.
બધી તપાસમાં પાસ થતા મને ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે બોલાવવામાં આવ્યો. મને એક ફોર્મ ભરાવવામાં આવ્યું જેમાં ગોપનીયતાની તમામ શરતો હતી.
ત્યારબાદ મને પ્લાસ્ટિકનું એક નાનું કન્ટેનર આપવામાં આવ્યું અને વૉશરૂમનો રસ્તો ચિંધવામાં આવ્યો.
હવે આ સિલસિલો શરૂ થઈ ગયો હતો. હું મારું નામ લખેલું પ્લાસ્ટિકનું કન્ટેનર વૉશરૂમમાં મૂકતો અને પૈસા લઈને નીકળી પડતો.
હું એ વાતથી ખુશ હતો કે મારા સ્પર્મ ડૉનેટ કરવાથી કોઈ મા બની શકતું હતું.
મને એવું પણ કહેવામાં આવ્યું કે સ્પર્મ ડૉનેટ કરવા માટે ત્રણ દિવસનો સમયગાળો હોવા જોઈએ.
મતલબ કે એક વખત સ્પર્મ ડોનેટ કર્યા બાદ ઓછામાં ઓછી 72 કલાક બાદ સ્પર્મ ડૉનેટ કરી શકાય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પરંતુ વધુ સમય વીતી જાય તો સ્પર્મ ડેડ થઈ જાય છે.
થોડા સમય બાદ મને વિચાર આવ્યો કે શું મને આ કામ માટે પૂરતાં પૈસા મળે છે?
'વિક્કી ડૉનર' ફિલ્મમાં તો હીરો આ કામ કરીને પૈસાદાર બની જાય છે અને મને એક વખત ડૉનેટ કરવાના માત્ર 400 રૂપિયા મળી રહ્યા છે.
મતલબ કે એક અઠવાડિયામાં બે વખત સ્પર્મ ડોનેટ કર્યું તો 800 રૂપિયા મળે અને મહિનામાં 3200 રૂપિયા. મારી સાથે ઠગાઈ થઈ હોય એવું મને લાગ્યું.
મેં સ્પર્મ સેન્ટર જઈને ફિલ્મનો હવાલો આપીને પૈસા અંગે વાત કરી.
પરંતુ મારી કદ-કાઠી અને ગોરા રંગનો ઘમંડ ત્યારે ચકનાચૂર થઈ ગયો જ્યારે મને સેન્ટરના કમ્પ્યુટરમાં સ્પર્મ વેચનાર લોકોના અઢળક મૅઇલ્સ બતાવવામાં આવ્યા.


આખરે મેં પણ મારી જાતને એવું કહીને સમજાવી કે હું કોઈ આયુષ્યમાન ખુરાના તો છું નહીં.
આટલા ઓછા પૈસાને કારણે જ અમારા જેવા લોકોને સૅલને બદલે ડૉનર કહેવામાં આવે છે.
ભલે પૈસા ઓછા હોય પરંતુ આ બાબતથી મારા જીવનમાં સકારાત્મક અસર પડી હતી. હવે લાગે છે કે સ્પર્મને આમ જ બર્બાદ ના કરવું જોઈએ.
બીજું એ કે પહેલાંની જેમ હવે ઘરે કાયમી હસ્તમૈથુન કરવાની આદત છૂટી ગઈ છે.
મને એ પણ ખ્યાલ છે કે હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો. પરંતુ હું આ અંગે કોઈને કહી પણ નથી શકતો.
એનો મતલબ એવો નથી કે હું કોઈથી ડરું છું. પરંતુ મને નથી લાગતું કે સમાજ એટલો પરિપક્વ છે કે તે એ વાતને સમજે. વળી લોકોને આ અંગે જાણ થશે તો તે કેવું-કેવું વિચારશે?
હું મારા ઘરમાં પણ આ અંગે કોઈને નથી કહી શકતો કારણ કે મારાં માતા-પિતાના જાણ થશે તો તેમન ઝટકો લાગશે.
જોકે, મિત્રો વચ્ચે આ બાબત અજીબ નથી. મુશ્કેલી પરિવાર અને સંબંધીઓ વચ્ચે છે.
મને મારી ગર્લફ્રેન્ડને જણાવવામાં પણ કોઈ મુશ્કેલી નથી.
જોકે, મારી કોઈ ગર્લફ્રૅન્ડ નથી. પહેલાં હતી પરંતુ હવે જે મારી ગર્લફ્રૅન્ડ હશે તે ભણેલી-ગણેલી હશે અને મને લાગે છે કે તે આ બાબતને સમજશે.
મને લાગે છે પત્નીઓ વધુ પઝેસિવ હોય છે અને તેઓ નહીં ઇચ્છે કે તેમનો પતિ કોઈને સ્પર્મ આપે. હું મારી પત્નીને આ વાત નહીં જણાવું.
એમ પણ સ્પર્મ ખરીદનાર લોકો અવિવાહિત યુવકોને પ્રાથમિકતા આપે છે અને 25 સુધની ઉંમરને જ લાયક માને છે.
મને ખબર છે કે સ્પર્મ ડૉનરની મારી ઓળખ આખી જિંદગી મારી સાથે નહીં રહે કારણ કે આખી જિંદગી સ્પર્મ પણ નહીં રહે.
મને ખબર છે કે આ ઓળખ મારી માતા માટે શરમજનક હશે અને આને કારણે કોઈપણ યુવતી લગ્ન માટે તૈયાર નહીં થાય.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















