SACRED GAMES : 'અપુન આઝાદ હો ગયા હૈ, અપને કો નયા ધર્મ માંગતા હૈ'

નવાઝુદ્દીન

ઇમેજ સ્રોત, NETFLIX

    • લેેખક, વિકાસ ત્રિવેદી
    • પદ, બીબીસી સંવાદદાતા

"અતાપી અને વતાપિ બે દૈત્ય હતા. અતાપી સ્નેહ સાથે કોઈ પણ રાહદારીને પોતાના ઘરે બોલાવતો. કદાચ તમને ભૂખ લાગી હશે હું તમને સ્વાદિષ્ટ જમાડીશ.

"રાહદારી ખુશી ખુશી આવે છે અને એટલામાં વતાપી તેની માયાવી, રાક્ષસી શક્તિઓનો પ્રયોગ કરીને બકરાનું રૂપ ધારણ કરી લે છે. અતિથિ તે સ્વાદિષ્ટ બકરાનું ભોજન કરીને પ્રસન્ન થઈ જાય છે.એટલામાં જ અતાપિ કહે છે વતાપિ, વતાપિ બહાર આવ."

"અચાનક અતિથિનું પેટ ફાટી જાય છે અને એક માંસનો લોચો બહાર આવે છે અને અતિથિ પરલોક પહોંચી જાય છે. પછી બન્ને ભાઈ ખુશીથી નાચવા લાગે છે અને ઝૂમી ઉઠે છે. ધર્મોનું રૂપ આવું જ છે. રાહદારીને પ્રેમથી બોલાવો. આદર સાથે ભોજન કરાવો. પછી તેની આત્મા પર કબજો કરી લો."

"યહૂદી, મુસલમાન, ઈસાઈ-મુસલમાન. હિંદુ-મુસલમાન. બધા જ અતાપિ અને વતાપિ છે. "

નવાઝુદ્દીન

ઇમેજ સ્રોત, SACRED GAMES/FACEBOOK

'સેક્રેડ ગેમ્સ' એટલે કે પવિત્ર ખેલનો આ એક એવો કિસ્સો છે, જે લાંબા સમય સુધી આજ અને કાલના ભારતને વર્ણવે છે.

જે ઑનલાઇન સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સની પહેલી ઑરિજિનલ ભારતીય સિરીઝ છે. તે લેખક વિક્રમ ચંદ્રાની નૉવેલ પર આધારિત છે.

તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, પકંજ ત્રિપાઠી, વરુણ ગ્રોવર, અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની સહિતના કેટલાક આર્ટિસ્ટ છે.

આ લોકો ભેગા થઈને 'નાગિનનો બદલો', 'સાસ બહુના તમાચા'ના રિકૅપ અને જૂનું ઉધાર ચૂકવવાની અવેજમાં બનતી બાયૉપિકના સમયમાં 'સેક્રેડ ગેમ્સ'ના આઠ એપિસોડ લઈને આવ્યા.

આપને આ પણ વાંચવું ગમશે

આવા સમયે જ્યારે ચૂંટણીના મંચ અને અફવાઓના ગરમ બજારમાં હાથમાં કુહાડી લઈને તમામ ચર્ચાના નિચોડમાં ધર્મ લાવીને આગળ વધી રહી છે. દરેક પોતાનો ધર્મ સૌથી વધુ પવિત્ર હોવાનું જણાવે છે.

line

કયા મુદ્દાઓને વણી લેવાયા છે?

આવા માહોલમાં ઘણી વખત પરદા પર ક્રૂરતા દર્શાવતા અને દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ મામલે સંવેદનશીલ રહેલા અનુરાગ કશ્યપે 'સેક્રેડ ગેમ્સ' બનાવવાનો નિર્ણય કર્યો તે આશ્ચર્યની વાત નથી.

ટોળા દ્વારા નિર્દોષ વ્યક્તિને રહેંસી નાખવી, રામ મંદિર, કોંગ્રેસના 70 વર્ષના નિવેદન, કટોકટી, ગાય, જમવાના ટેબલ પર માંસ, મુસલમાન, હિંદુ અને આ તમામ સાથે મુંબઈની ચકાચૌંધ જેવી બાબતોને 'સેક્રેડ ગેસ્મ'માં વણી લેવામાં આવી છે.

આ વાત પર બોલ્યા અને પેલી વાત પર કેમ ન બોલ્યા? આવા સવાલોથી જો આજે કોઈ બચી શકે તેમ છે તો તે 'સેક્રેડ ગેમ્સ' જ છે.

આ સિરીઝે ઇમરજન્સીથી લઈને હાલના દિવસોમાં તમારા જમવાના ટેબલ પર ઘૂરતી આંખો પર કેમૅરાની મદદથી દૃષ્ટિકોણ પૂરો પાડ્યો છે.

'મંડલ' (પંચ) પર પણ અને રામ મંદિરની તરફ વધતા વિરાટ રથો તરફે પણ આવું જ કર્યું છે.

એક એવો રથ જેના સારથિ હવે માર્ગદર્શક બની ગયા છે. જેમણે લક્ષ્ય સુધી પહોંચવા માટે લપલપાતી જીભે તાલૂ સાથે તાલમેલ કરીને હુંકાર કર્યો હતો કે મંદિર તેઓ જ બનાવશે.

કોણે અભિનય કર્યો છે?

નવાઝુદ્દીન

ઇમેજ સ્રોત, SACRED GAMES/FACEBOOK

પોલીસ ઇન્સ્પેક્ટર સરતાજ સિંહ (સૈફ), મુંબઈના હિંદુ માફિયા ગણેશ ગાયતોંડે (નવાઝ) આ સિરીઝના મુખ્ય બે પાત્રો છે.

બન્નેને મુંબઈથી લગાવ છે, પરંતુ ગણેશનો પ્રેમ ઘાતકી છે અને તે મુંબઈને જખમ આપે છે, પરંતુ તેનો પ્રેમ બધું જ ખતમ નથી કરી દેતો અને બચવાની આશા છોડી દે છે.

ગણેશ ઇન્સ્પેક્ટર સરતાજને 25 દિવસ આપે છે અને કહે છે કે બચાવી લે તારા શહેરને. સિરીઝની પ્રથમ સિઝન આ 25માંથી 13 દિવસોની કહાણી છે.

મારફાડ, સેક્સ, ગાળોથી ભરેલો આપણો સમાજ, જ્યાં એક કિન્નરની માત્ર બે જ ઓળખ છે. એક તે બાળકો પેદા થતા તાળીઓ વગાડી શકે છે અને બીજું તેનું શરીર ભોગ માટે હોઈ શકે છે.

આ વાતને પણ 'સેક્રેડ ગેમ્સ'માં વણી લેવામાં આવી છે. આ એક એવી જ જગ્યા છે તમે અને હું ઓફિસમાં, સ્કૂલમાં અને રસ્તાઓ તથા પરિવારમાં જોતા હોઈએ છીએ.

આપણા સમાજને એક યુવતી ફિલ્ડમાં પુરુષની જેમ કામ કરે તે સ્વીકાર્ય નથી, તેમને કહેવમાં આવે છે કે તમારા ઓફિસનું ટેબલ જ તમારા માટે કામ કરવા માટે યોગ્ય છે.

'હું સમાજના કપડાં શું ઉતારવાનો, તે પહેલાથી જ નિર્વસ્ત્ર છે.' મંટોની આ લાઇન 'સેક્રેડ ગેમ્સ'ના મૂળમાં છે.

line

બધું સાફ દેખાય છે

પરંતુ આ કહાણીના એટલા બધા સ્તર છે અને તેમાં એટલા કલાકાર છે કે તમે ઇચ્છો તો તેમાં આખું ભારત જોઈ શકો છો.

ખાસ કરીને હાલનું ભારત જે એક દેશ કરતાં વધારે 'રાષ્ટ્ર' બની ગયું છે.

'બધા પોતાના કિસ્સા લઈને આવ્યા છે. મારું કામ છે તેને જોડવાનું.'

ગણેશ ગાયતોંડેના આ સંવાદની મદદથી 'સેક્રેડ ગેમ્સ' અને હાલના સમાજની કેટલીક ઝલક દર્શાવે છે.

તેમાં ઘણા કિસ્સા છે,જેને જોડવાનો પ્રયાસ કર્યો છે.

line

"ધર્મ શું છે. માતા કે પિતા?"

નવાઝુદ્દીન

ઇમેજ સ્રોત, NETFLIX

1 - ધર્મ

"ધર્મ શું છે. માતા કે પિતા?"

તમારા માટે ધર્મની પરિભાષા શું છે? શું તેમાં કોઈ બદવાલ આવ્યો છે? જો તમે તમારી આસપાસના ઘટનાઓની સમીક્ષા કરશો તો જવાબ હા આવશે.

ગણેશ ગાયતોંડેના ખાસ માણસને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે, જેનો બદલો કોઈ વ્યક્તિ નહીં પણ એક ધર્મ સામે લેવામાં આવે છે.

બાબરી, ગુજરાત, મુઝફ્ફરનગર, પશ્ચિમ બંગાળ અને બિહારના રમખાણો. તેમાં ભલે હિંદુ મરે કે મુસ્લિમ આખરમાં ઝંડો ધર્મનો જ બુલંદ રહેતો હોય છે.

માનવીના મૃત્યુ વિશે ઘણા વિલંબ બાદ વાત કરવામાં આવતી હોય છે. અથવા કદાચ થતી જ નથી.

line

સૌથી મોટો ધંધો ધર્મ

વિશ્વના બજારમાં સૌથી મોટો ધંધો ધર્મ છે. સ્કૂલની દીવાલ પર લખવામાં આવેલી આ લાઇન યાદ આવી જાય છે.

પણ આપણા સમાજમાં કર્મ પણ વહેંચાયેલું છે. જાતિ, રંગ, લિંગ, અમીર અને ગરીબના આધાર પર.

ગરીબો ડિસ્કો ક્લબ નથી જતાં. તેઓ ધારદાર હથિયારો અને રંગોથી હોળી રમીને માતમ મનાવે છે અથવા નાચતા હોય છે. ધર્મ જ રસ્તાઓને 'ડિસ્કો ક્લબ' બનાવી દે છે.

મૂડીવાદ અને સમાજવાદની ઉદાસીન પરિભાષાઓ એક ઝટકામાં ખતમ થઈ જાય છે. 'સેક્રેડ ગેમ્સ'ની સુભદ્રા પણ એ જ સમજાવે છે કે ધર્મ આઝાદી આપે છે.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવનારો સમય જ બતાવશે. હાલ જે કંઈ પણ ચાલી રહ્યું છે અને થઈ ચૂક્યું છે તે આનું પ્રમાણ છે. માત્ર આંખ કરતાં નજરનો ઉપયોગ કરવો પડશે.

2 - જાળીદાર સફેદ ટોપી

સેક્રેડ ગેમ્સ

ઇમેજ સ્રોત, NETFLIX

હવામાં લહેરાતી ઝડપથી મારવામાં આવેલી બોટલ સફેદ ટોપીને ચીરીને સીધી માથામાં વાગે છે. વાગતા જ તે મરી જાય છે અને સફેદ ટોપી ખતમ થઈ જાય છે.

'સેક્રેટ ગેમ્સ'નું પાત્ર બન્ટી મુસલમાનો સામે રોષે ભરાય જાય છે, પણ શું તે પરદા બહારનું કે અંદરનું પાત્ર છે તો જવાબ છે ના.

જુનૈદ, અફરાઝુલ, પહલુ ખાન, અખલાક, કાસિમની કબરો પરની માટી પણ કહેશે કે ના ક્યારેય નહીં. આ ટોપી જ તો છે જે પહેરવાથી નુકસાન થઈ શકે છે.

'સેક્રેડ ગેમ્સ'માં એક દૃશ્ય છે જેમાં બનાવટી એનકાઉન્ટરમાં માર્યા ગયેલા યુવકનો પરિવાર ન્યાય માગી રહ્યો છે.

સરતાજને સત્ય ખબર છે પણ તે મજબૂરીમાં કહી શકતો નથી. યાદ કરો ભૂતકાળમાં આવા કેટલા ટોપીવાળા પરિવારને તમે ન્યાય માગતા જોયા છે.

ન્યાય માગતી આ આંખોમાં એક દર્દ હોય છે અને તેની એક સિસ્ટમ હોય છે.

આ જ સિસ્ટમને કારણે ગાયતોંડે એક દિવસે પોતાની અંદરના હિંદુને જગાડે છે અને સફેદ ટોપીઓને ગરદન સાથે કાપી નાખે છે.

line

'મહિલાઓએ દાઉદને બંગડીઓ મોકલી હતી'

હુસૈન ઝૈદીએ તેમના પુસ્તક 'ડોંગરી ટુ દુબઈ'માં લખ્યું છે, "બાબરી ધ્વંસ પછી મુંબઈથી મહિલાઓએ દાઉદને બંગડીઓ મોકલી હતી, કેમ કે તેણે બાબરી બાદ થયેલા રમખાણોમાં પોતાના લોકોને કંઈ નહોતું કર્યું."

આ સફેદ ટોપી જ હશે જેના કારણે અચાનક જ દાઉદને તેનો અસ્તિત્વનો ખ્યાલ આવ્યો અને પછી મુંબઈ ધડાકાઓથી ધ્રૂજી ઉઠ્યું.

આ એ જ ટોપી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી વખતે ખૂંચી હતી. વળી તે જ ટોપી સીરિયામાં બાળકો પર રસાયણિક હુમલો કરાનારાઓને પણ ખૂંચી હતી.

સમગ્ર વિશ્વ તરફે નજર દોડાવો તો કેન્દ્રમાં આ જાળીદાર ટોપી જ છે, જેને નાના છિદ્રોમાંથી ધર્મના ઝંડા વિરાટ નજરે પડે છે.

3- મહિલા

નવાઝુદ્દીન

કવિ આલોકધન્વાની પંક્તિ છે - માત્ર જન્મ આપવાથી સ્ત્રી નથી બની જવાતું.

અંજલિ માથુર (રાધિકા આપ્ટે) RAW (રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ) એજન્ટ છે. બલૂચિસ્તાનથી મળેલા ઇનપુટ્સને નોંધતી ઓફિસના ટેબલ પર કામ કરતી ભારતીય એજન્ટ.

પરંતુ તેને મેદાનમાં ઉતરીને કામ કરવાની તક મળે છે. તેની સામે બે દુશ્મન હોય છે. એક જે મુંબઈને બરબાદ કરવા માગે છે અને બીજા તેની આસપાસ જ હોય છે.

આસપાસના એવા દુશ્મન જે મહિલાઓને પુરુષ સમોવડી નથી માનતા. અંજલિ આ બન્ને મોરચે લડાઈ લડે છે.

મહિલાઓને માત્ર ઘરમાં બેસાડી રાખવાનો વિચાર કેટલા લોકોનો પવિત્ર લાગ્યો?

line

'કરવા દે નહીં તો બધાને બતાવી દઈશ'

ઇતિહાસ અને તમારી આસપાસનું સત્ય જોઈ લો ધર્મ કોઈ પણ હોય કેટલાક લોકોને મહિલાઓ ઘરોમાં જ અને ઘરોમાં થોડા વધુ અંદર બિસ્તર પર જ સારી લાગે છે.

મુંબઈ જેવા શહેરમાં એકલી યુવતી કઈ રીતે અભિનેત્રી બની શકે છે. કોઈ તો ગોડફાધર હોય જ. જો તે એક માફિયા હોય તો તે શોષણની સંભવાનાઓને જન્માવે છે.

"કરવા દે નહીં તો બધાને બતાવી દઈશ" જેવી ક્રૂર સંભાવના.

'સેક્રેડ ગેમ્સ'માં બૉલિવુડની એ વાસ્તવિકતા પણ સમેટી લે છે જેના કારણે કેટલાય અખબાર અને વેબસાઇટ તથા ટીવી ચેનલોના કાર્યક્રમ ભરી પડેલા છે.

તેમાં આખરમાં પરિસ્થિતિની મજાક ઉડાવવામાં આવે છે અને કોઈ પણ તારણ વગર એક વાક્ય લખવામાં આવે છે કે, 'આ તો આવનારો સમય જ બતાવશે.'

4 - તાકત

રાધિકા આપ્ટે

ઇમેજ સ્રોત, NETFLIX

"તાકત એવી વસ્તુ છે જે આવે છે તો સંપૂર્ણ આવે છે અને જાય છે તો સંપૂર્ણ જાય છે."

તમને આ સવાલ ક્યારેક કોઈએ પૂછ્યો જ હશે. કોઈ યુવક/યુવતી પસંદ હોય તો જણાવો. યુવક/યુવતીને પ્રેમ કરતા હોવ તો જણાવો. 

એનો અર્થ કે પ્રેમ માત્ર યુવક કે યુવતી સાથે જ થઈ શકે, પણ સેક્રેડ ગેમ્સ જવાબ આપે છે કે ના આવું નથી.

આ અનુરાગ કશ્યપની જ બુદ્ધિ હોઈ શકે કે જેઓ કોઈ કિન્નર સાથે પ્રેમ દર્શાવી શકે છે.

કેમ કે વાત જ્યારે પ્રેમની આવે છે તો નૈતિકતાના પરિમાણની ભૂલ ન કરવી જોઈએ.

'સેક્રેડ ગેમ્સ'નો એક પ્રહાર આપણી સિસ્ટમ પર પણ છે, જેમાં સાચું બોલવાનો અવકાશ ઓછો હોય છે.

કેટલાક સત્ય જેને કહેવા માટે હિંમત જોઈએ, તે કહેવાથી તાકતો છીનવાઈ જવાનો પણ ભય હોય છે.

line

દેશભક્તિ ચોંકાવે પણ છે

નવાઝુદ્દીન

ઇમેજ સ્રોત, NETFLIX

પોલીસ અધિકારી સરતાજસિંઘ જે ઇમાનદારીથી મુંબઈમાં પોતાનું નામ બનાવાવ માગે છે. અંજલિ માથુર અને એ પોલીસકર્મી જેનું જીવન નાની ઓરડીમાં પસાર થયું તેને મૃત્યુના સમયે મોટા ખુલ્લા મેદાનમાં બંદૂકોની સલામી આપવામાં આવી.

પિતાના મૃતદેહ સામે ગોળીઓના અવાજથી ચોંકી જતાં બાળકોને જોઈને પહેલી વાર લાગે છે કે દેશભક્તિ ચોંકાવે પણ છે.

આપણ ક્યાંક ને ક્યાંકથી આવીને વસેલા પ્રવાસી છીએ. ગણેશ ગાયતોંડે પણ મુંબઈમાં રાજ કરવા માગે છે.

તેને તાકત જોઈએ છે. પછી આ તાકત કચરાના ઢગલા પર બેસીને મળે કે ભોંસલેની જેમ સત્તાની ખુરશી પર બેસીને મળે.

જનતા દરબારમાંથી કાઢી મુકવામાં આવેલી મહિલા. નેતાઓના ઊડતા હૅલિકૉપ્ટર અને તેની નીચે મીટ માંડીને જોતાં સામાન્ય લોકો.

ભૂખ વેઠી રહેલી બાળકી અને ધનવાનોના લગ્નમાં ઠુમકા લગાવતા અભિનેતા. 'હેલો ફ્રેન્ડ્સ ચાય પીલો' કહેતી મહિલાનો મજાક ઉડાવતા લોકો. આ તમામ લોકો તાકતનો ફર્ક જોવે છે.

line

'બડા આદમી બનના હૈ તો હિંમત દીખાઓ.'

હાલ આવી હિંમત ધર્મ આપે છે, જેની 'પવિત્રતાની મહોર' કેટલાક ઠેકેદારોએ લઈ લીધી છે.

આવા ઠેકેદારોને જવાબ આપવા માટે ગણેશ ગાયતોંડેની લાઇન ઉપયોગમાં લઈ શકાય છે.

'અપુન આઝાદ હૈ, અપને કો નયા ધર્મ માંગતા હૈ.'

માત્ર આટલું કહીને જ રોકાઈ જજો. ધર્મનું નામ લેશો તો પવિત્રતાવાળા પોતાના ઝંડા લઈને આવી જશે.

તમારી અને મારી આત્મા પર કબજો કરવા માટે આવી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો