ઝાકિર નાઇકને પરત નહીં મોકલીએ, મલેશિયાના PMની સ્પષ્ટ વાત

ઝાકિર નાઇક

ઇમેજ સ્રોત, FACEBOOK ZAKIR NAIK

મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદે કહ્યું છે કે તેઓ ઝાકિર નાઇકને ભારત પરત નહીં મોકલે. મલેશિયાની રાજધાની ખાતે એક પત્રકાર પરિષદમાં તેમણે આ વાત કહી હતી.

મહાતિરે કહ્યું, "જ્યાં સુધી ઝાકિર અહીં કોઈ સમસ્યા ઊભી નથી કરતા, ત્યાં સુધી અમે તેમને પરત નહીં મોકલીએ અને કાયમી નિવાસી તરીકેનો તેમનનો દરજ્જો યથાવત રહેશે.

ઝાકિર નાઇક ઇસ્લામિક વિદ્વાન છે અને ભારતમાં તેમની કટ્ટરપંથી વિચારધારાને કારણે વિવાદોમાં છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેમની ઉપર ગેરકાયદેસર રીતે નાણાંકીય હેરફેર તથા ઉગ્રપંથના આરોપ મૂક્યા છે.

તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે ઝાકિર નાઇક ભારત પરત ફરશે, પરંતુ ઝાકિરે કહ્યું હતું કે સરકાર પાસેથી નિષ્પક્ષ રીતે ન્યાય મળશે તેવી ખાતરી નહીં થાય, ત્યાં સુધી હું વતન પરત નહીં ફરું

ત્યારે કોણ છે ઝાકિર નાઇ, શું છે તેમની પૃષ્ઠભૂમિ, વાંચો અહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

કોણ છે ઝાકિર નાઇક?

ઝાકિર નાઇકનો જન્મ 1965માં ડોંગરીના મહોલ્લામાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ અહીં જ વીત્યું અને તેમનો અભ્યાસ પણ ત્યાં જ થયો.

તેમની ત્રણ બહેનો છે. તેમાં એક બહેન સલમા નાઇકની વિચારધારાથી સહમત નથી. તેમના લગ્ન એક શિયા મુસ્લિમ પરિવારમાં થયા છે.

નાઇકના પત્ની ફરહત નાઇક પણ તેમના કામકાજમાં મદદરૂપ થાય છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

લોકોનું કહેવું છે કે પુત્ર ફરીક નાઇક તેમના પિતાની જેમ જ ઇસ્મામનો પ્રચાર કરતા.

ઝાકિર નાઇક ડૉક્ટરોના પરિવારમાંથી આવે છે. તેમના પિતા અબ્દુલ કરીમ નાઇક પણ ડૉક્ટર હતા. તેમના મોટા ભાઈ મુહમ્મદ નાઇક પણ ડૉક્ટર છે.

ડોંગરી મુંબઈનો મુસ્લિમ બહુમતી વસતી ધરાવતો વિસ્તાર છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના જીવનમાં આ જગ્યાની મહત્ત્વની ભૂમિકા છે.

ઝાકિર નાઇકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની ઓફિસ અહીં જ આવેલી છે, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ના દરોડા બાદ તેને સીલ કરી દેવાઈ છે.

ઇસ્લામ ધર્મ પ્રચારક અહમદ દીદાતથી પ્રબાવિત

ઝાકિર નાઇક

ઇમેજ સ્રોત, facebook

મોટા ભાઈ મઝગાવમાં મોર્ડન ડાયગ્નૉસ્ટિક્સ સેન્ટરના માલિક છે. ઝાકિર નાઇક તબીબી અભ્યાસ કર્યા બાદ પિતાને પ્રૅક્ટિસમાં મદદ કરતા હતા.

તેમનો પરિવાર ડોંગરીની નજીક મઝગાંવમાં રોઝરી હાઉસ નામના એક એપાર્ટમેન્ટમાં રહેતા.

તેમના પિતા કોંકણના રત્નાગિરીથી મુંબઈ આવીને વસ્યા હતા. તેમના કેટલાક સંબંધીઓ ડોંગરી અથવા મઝગાંવમાં રહે છે.

કરોડો લોકોને પ્રભાવિત કરવાનો દાવો કરનારા ઝાકિર નાઇક દક્ષિણ આફ્રિકાના ગુજરાતી મૂળના ઇસ્લામ ધર્મ પ્રચારક અહમદ દીદાતથી પ્રભાવિત હતા.

આપને આ પણ વાંચવું ગમશે

તેમને મળ્યા પછી કેટલાક વર્ષો બાદ ઝાકિર નાઇકે તબીબી પ્રૅક્ટિસ છોડી દીધી અને ખુદ ઇસ્લામ ધર્મના પ્રચારક બની ગયા.

દીદાતે તેમની પ્રશંસા કરતા વર્ષ 2004માં કહ્યું હતું કે તેમણે પોતા ઇસ્લામના ધર્મના પ્રચારનું કામ 40 વર્ષમાં કર્યું તે ઝાકિર નાઇકે ચાર વર્ષોમાં કરી બતાવ્યું.

ઝાકિર નાઇકે ઇસ્લામના પ્રચાર માટે ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, તેનાં પર હાલ સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.

કેટલાક વર્ષો બાદ તેમણે પીસ ટીવી નામની એક ચેનલ પણ શરૂ કરી હતી. કહેવાય છે કે તેમની સભામાં દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. તેમાં બિન-મુસ્લિમ લોકો પણ સામેલ હતા.

line

સુન્ની મુસલમાનોના પોસ્ટરબૉય

ઝાકિર નાઇક

ઇમેજ સ્રોત, PEACE TV

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તેમની ચર્ચા દૂર-દૂર સુધી ફેલાવા લાગી હતી. તેમનું કદ પણ વધવા લાગ્યું. દરેક ચાહકને તેમના માટે સમય આપવાનું મુશ્કેલ થઈ ગયું.

નાઇક ભાષણો આપવા માટે ઘણા દેશોમાં જવા લાગ્યા. સાઉદી અરબ અને ખાડીના દેશોના અધિકારીઓએ તેમને પુસસ્કારથી નવાજ્યા. તેઓ સુન્ની મુસલમાનોના પોસ્ટરબૉય બની ગયા.

અત્રે નોંધવું રહ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ)એ ઝાકિર નાઇક સામે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કેસ દાખલ કર્યો છે.

તેમણે તેમની સામે લાગેલા તમામ આરોપોનો ઇન્કાર કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો