ઇસ્લામ સાથે જર્મનીનો સંબંધ નથી: ગૃહમંત્રી

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીના ગૃહમંત્રીનું માનવું છે કે "ઇસ્લામનો સંબંધ" તેમના દેશ સાથે નથી.
હોર્સ્ટ ઝઇહોફામનું આ નિવેદન જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલની નીતિઓની વિરુદ્ધ છે.
તે લાંબા સમય સુધી એન્જેલા મર્કેલની શરણાર્થી નીતિઓના ટીકાકાર રહ્યા છે. જોકે, હવે તે મર્કેલ સાથે નવી યુતિની સરકારમાં મહત્ત્વનું પદ સંભાળી રહ્યા છે.
ઝઇહોફામનું આ નિવેદન ડાબેરી વિચારધારાના પક્ષ 'ઑલ્ટર્નેટિવ ફોર જર્મની'ના મતદારોને પોતાની તરફ ફરીથી આકર્ષવા માટેના પ્રયાસના ભાગરૂપે જોવાઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
એન્જેલા મર્કેલે તેમના આ નિવેદનથી વેગળા થઈ જવામાં જરાય વાર નહોતી લગાડી.
એક સ્થાનિક અખબાર 'બિલ્જ'ને આપેલા ઇન્ટર્વ્યૂમાં ઝઇહોફામે કહ્યું કે, "ખ્રિસ્તીપણાએ જર્મનીને આકાર" આપ્યો છે અને દેશે પોતાની સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ.
તેમણે કહ્યું, "ના. ઇસ્લામનો જર્મની સાથે કોઈ સંબંધ નથી. ખ્રિસ્તીપણાએ જર્મનીને આકાર આપ્યો છે."
તમને આ વાંચવું પણ ગમશે
ઇન્ટર્વ્યૂમાં તેમણે આગળ જણાવ્યું, "જે મુસ્લિમો આપણી વચ્ચે રહે છે એ સ્વાભાવિક રીતે જ જર્મનીના છે... પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણી સંસ્કૃતિ અને પોશાકને ત્યજી દેવાં જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "મુસ્લિમો અમારી સાથે રહે, પરંતુ ન અમારાથી ઊતરતાં પણ નહીં અને અમારી વિરુદ્ધ પણ નહીં."

યુતિની સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
ઝઇહોફામ એન્જેલા મર્કેલના બવેરિયા રાજ્યના સહયોગી પક્ષ ક્રિશ્ચિયન સોશિયલ યુનિયનના નેતા છે.
ચાન્સેલર એન્જેલા મર્કેલે વર્ષ 2015માં કહ્યું હતું કે ઇસ્લામ જર્મનીનો ભાગ છે. તેમણે આ નિવેદન સીરિયાના શરણાર્થી વિરુદ્ધ થઈ રહેલાં વિરોધ-પ્રદર્શનો સમયે આપ્યું હતું.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ક્રિશ્ચિયન વુલ્ફ પણ આ જ મતના હતા.
એન્જેલા મર્કેલે શુક્રવારે ધાર્મિક સૌહાર્દની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, "અમારા દેશમાં ખ્રિસ્તી ધર્મનો મોટો પ્રભાવ છે, પરંતુ અહીં 40 લાખ મુસ્લિમો પણ રહે છે."
"આ મુસ્લિમો ઇસ્લામને માને છે. તેઓ જર્મનીનાં છે અને તેમનો ધર્મ પણ. ઇસ્લામનો સંબંધ જર્મની સાથે છે."

કેમ આપ્યું આવું નિવેદન?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસનાં બર્લિન સંવાદદાતા જેની હિલ અનુસાર હોર્સ્ટ ઝઇહોફમ પહેલેથી જ એન્જેલા મર્કેલની શરણાર્થી નીતિઓના પ્રખર વિરોધી રહ્યા છે.
હવે એ કેબિનેટમાં શામેલ ચોક્કસ છે, પરંતુ ચાન્સેલરની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
જેની હિલ માને છે કે આગામી વર્ષે બવેરિયામાં પ્રાદેશિક ચૂંટણી થવાની છે અને ઝઇહોફમ તેની તૈયારીઓમાં લાગી ગયા છે.
આ રાજ્યમાં 'ઑલ્ટરનેટિવ ફોર જર્મની' પક્ષ તરફ મતદારો આકર્ષાયા છે. તેમનું આ નિવેદન મુસ્લિમ સંગઠનો પર થયેલા હુમલાઓના કેટલાક દિવસો બાદ આવ્યું છે. તેને મર્કેલની નવી સરકારની ખરાબ શરૂઆત માનવામાં આવે છે.
વર્ષ 2015માં સીરિયાઈ શરણાર્થીઓ માટે દેશના દરવાજા ખોલવાના એન્જેલા મર્કેલના નિર્ણય બાદ લગભગ 10 લાખ પ્રવાસીઓ જર્મની પહોંચ્યા છે.
એન્જેલા મર્કેલ બુધવારે ચોથી વખત જર્મનીના ચાન્સેલર બન્યાં છે.
તેમના પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન ઑફ જર્મની અને ઝઇહોફમના પક્ષ ક્રિશ્ચિયન સોશિયલ યુનિયનની યુતિને વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત 1949માં થયેલી ચૂંટણી બાદ સૌથી ઓછા મત મળ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












