પ્રેસ રિવ્યૂ : સ્ટીફન હૉકિંગ અંગે કેદ્રિય મંત્રી હર્ષ વર્ધનનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર શુક્રવારના રોજ ભારત સરકારના સાયન્ય અને ટેક્નોલોજી પ્રધાન હર્ષ વર્ધને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
હર્ષ વર્ધને કહ્યું કે તાજેતરમાં જ મૃત્યુ પામેલા વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગે વેદની થિયરી આલ્બર્ટ આઇનસ્ટાઇનના સૂત્ર E=mc2 કરતા વધુ ચઢિયાતી એવું કહ્યું હતું.
ઇમ્ફાલમાં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના 150મા અધિવેશનના ઉદઘાટન સત્રમાં તેમણે આવો દાવો કર્યો હતો.
બાદમાં તેમણે ટ્વીટ પણ કર્યું હતું, "હિંદુત્વનો રિવાજ રીતિ-રિવાજમાં સાયન્સની ભૂમિકા છે. ભારતની દરેક આધુનિક ઉપલબ્ધિ પ્રાચીન વિજ્ઞાનની ઉપલબ્ધિનું સાતત્ય છે."
જોકે, રસપ્રદ વાત એ છે કે હર્ષ વર્ધનના દરેક ટ્વીટને તેમનું સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગ રીટ્વીટ કરતું હોય છે.
પણ આ ટ્વીટને રીટ્વીટ નહીં કર્યું. વળી મંત્રાલયની પ્રેસનોટમાં પણ તેનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો.

દાવાની તપાસ
દરમિયાન ઓલ્ટ ન્યૂઝ વેબસાઇટ અનુસાર હર્ષ વર્ધનના દાવાને સાચો પુરવાર કરતો કોઈ પણ સંદર્ભ ઉપલબ્ધ નથી.
જેમાં સ્ટીફન હૉકિંગે આવું કહ્યું હોય તેવું કોઈ પણ પુરાવો ઉપલબ્ધ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તેમને જ્યારે આ મામલે કોઈ સંદર્ભ આપવા પ્રશ્ન પૂછાયો ત્યારે તેઓ જવાબ નહોતા આપી શક્યા.
તમને આ પણ વાંચવું ગમશે
વળી ઓલ્ટ ન્યૂઝે કરેલી તપાસમાં એ પણ જાણવા મળ્યું કે 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ વેદાસ'નામની વેબસાઇડ પર એક આર્ટિકલ હતો.
જેમાં સ્ટીફન હૉકિંગનો વેદમાં સાયન્સ પર અભિપ્રાય પ્રકાશિત કરાયો હતો. પણ ખરેખર આ અહેવાલનો સ્ત્રોત સ્ટીફન હૉકિંગ નામનું ફેસબુક પેજ હતું.
જેનું સાચું હેન્ડલ @hari.scientist હતું. આમ તે હૉકિંગનું સત્તાવાર પેજ ન હતું.
અને તેમના વતી લખવામાં આવેલા અભિપ્રાયની કોઈ સત્યતા પુરવાર નથી થઈ.

'બૅન્કોએ નિયમ વિરુદ્ધ માલ્યાને લોન આપી'

ઇમેજ સ્રોત, Getty Images
'ધ ક્વિંટ' વેબસાઇટના અહેવાલ અનુસાર લોન ડિફોલ્ટર વિજય મલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી કરી રહેલા બ્રિટિશ ન્યાયમૂર્તિએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિજય માલ્યાને લોન આપતી વખતે ભારતીય બૅન્કોએ બેદરકારી દાખવી હતી.
તેમણે કહ્યું કે કિંગફિશર ઍરલાઇનને કેટલીક લોન મંજૂર કરતી વખતે બૅન્કોએ નિયમો નેવે મૂક્યા હતા.
આ મામલે લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં પ્રત્યાર્પણની સુનાવણી ચાલી રહી છે.
ન્યાયમૂર્તિ એમ્મા એર્બુથનોટે ક્રાઉન પ્રોસિક્યુશનને નિર્દેશ આપ્યા કે કેસમાં રજૂ કરવામાં આવેલા ઇમેલ અને દસ્તાવેજો ક્યાંથી આવ્યા? તેનો સ્રોત શું છે?
તેમણે કહ્યું, "બૅન્કોએ તેમના નિર્ધારિત નિયમોની વિરુદ્ધમાં જઈને કેટલીક લોન આપી હોવાના સ્પષ્ટ સંકેત જણાય છે."

મુકેશ અંબાણીએ જિયો કંપની કેમ શરૂ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
'બિઝનેસ ટુડે' વેબસાઇટના અહેવાલ મુજબ ભારતમાં ઝડપથી વિકસી રહેલી મોબાઇલ બ્રોડબેન્ડ ડેટા કંપની 'જિયો' શરૂ કરવાનો આઇડિયા મુકેશ અંબાણીને તેમની દીકરી ઇશા અંબાણીએ આપ્યો હતો.
આ ખુલાસો મુકેશ અંબાણીએ જાતે જ કર્યો છે. ખરેખર તેમને જિયો શરૂ કરવાનો આઇડિયા તેમની દીકરી ઇશાની એક સમસ્યાને પગલે મળ્યો હતો.
તેમણે તે દિવસને યાદ કરતા કહ્યું કે ઇશા જ્યારે યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે તેમને એક કોર્સવર્ક સબમિટ કરવાનું હતું.
પણ ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોવાને કારણે તે પરેશાન થઈ ગઈ હતી.
તેમણે વધુમાં કહ્યું કે ઇશાએ મને આ સમસ્યા જણાવતા મને ત્યારે જ જિયોનો આઇડિયા આવ્યો.
વળી એટલું જ નહીં પણ મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર આ સમસ્યા સાંભળ્યા પછી તેમના પુત્ર આકાશે તેમને આગામી સમય ડિજિટલનો હશે એવી વાત કહી પિતાને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા કહ્યું હતું.

સાસંદને ટ્રેનમાં અપાયો સડેલો નાસ્તો

ઇમેજ સ્રોત, Getty Images
'દિવ્ય ભાસ્કર' દૈનિકના અહેવાલ અનુસાર છોટાઉદેપુરના સાંસદ રામસિંગ રાઠવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાને દિલ્હીથી પરત આવતી વેળા ટ્રેનમાં સડેલો નાસ્તો આપવામાં આવ્યો હતો.
તેઓ લોકસભાનું સત્ર પતાવીને અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસમાં વડોદરા આવી રહ્યા હતા.
તેમને આપવામાં આવેલા ડ્રાયફ્રુટ નાસ્તાના પેકિંગમાંથી 12 જેટલી બદામ તેમણે ખાવા માટે કાઢી હતી.
જે તમામ સડેલી નીકળી હતી. આથી તત્કાલ બન્ને કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલને ફરિયાદ કરી હતી.
ટ્રેનમાં લાખ્ખો મુસાફરો યાત્રા કરતા હોય છે આમ જો સાંસદ કક્ષાના વ્યક્તિને આવો નાસ્તો મળતો હોય તે સામાન્ય નાગરિકને કેવો નાસ્તો અપાશો હશે તેના પર સવાલ સર્જાયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












