પૃથ્વી જેવી બીજી દુનિયા શોધવા વૈજ્ઞાનિકો નીકળ્યા ત્યારે શું થયું?

બાહ્યા ગ્રહ, પૃથ્વી જેવડો ગ્રહ, વિજ્ઞાનીઓ શોધવા માટે શું મળ્યું, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, NASA ESA CSA/STScI/Joseph Olmsted

ઇમેજ કૅપ્શન, ઍક્સોપ્લાનેટ ટ્રાપિસ્ટ-1ઈ નું કલ્પનાચિત્ર
    • લેેખક, ક્રિસ્ટૉફર વૉટસન અને ઍનિલિસ મૉર્ટિયર
    • પદ, બીબીસી ફ્યૂચર

ઇટાલીના ફ્લૉરેન્સમાં 1995ની છઠ્ઠી ઑક્ટોબરે યોજાયેલી એક વિજ્ઞાન બેઠકમાં બે સ્વિસ ખગોળશાસ્ત્રીઓએ, આપણા સૌરમંડળની બહારના બ્રહ્માંડ વિશેની આપણે સમજને બદલી નાખે એવી એક જાહેરાત કરી હતી.

જીનિવા યુનિવર્સિટીના મિશેલ મેયર અને તેમના ડૉક્ટરલ વિદ્યાર્થી ડિડિયર ક્વેલોઝે સૂર્ય સિવાયના તારાની પરિક્રમા કરતો ગ્રહ શોધ્યાની જાહેરાત કરી હતી.

અહીં જે સ્ટારની વાત છે તે '51 પેગાસી' નામનો સ્ટાર લગભગ 50 પ્રકાશ વર્ષ દૂર પેગાસસ નક્ષત્રમાં સ્થિત છે.

તેના સાથીને '51 પેગાસી બી' નામ આપવામાં આવ્યું છે. તે પાઠ્યપુસ્તકોમાં વર્ણિત ગ્રહો જેવો દેખાતો ન હતો. તે આપણા મતે ગ્રહો કેવા દેખાય છે તેવો પણ દેખાતો ન હતો.

તે એક ગૅસ જાયન્ટ હતો. તેનું કદ ગુરુથી અડધું હતું, જે ફક્ત ચાર દિવસમાં તેના સ્ટારની પરિક્રમા કરતો હતો. એ સ્ટારની એટલો નજીક હતો કે તેનું વાતાવરણ ગરમાગરમ ભઠ્ઠી જેવું હશે અને તાપમાન 1,000 સે. કરતાં વધુ હશે.

તેની શોધ એલોડી નામના સાધન વડે કરવામાં આવી હતી. એ સાધન દક્ષિણ ફ્રાન્સની હાઇ પ્રોવેન્સ ઑબ્ઝર્વેટરીમાં બે વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલું સ્પેક્ટોગ્રાફ હતું.

ફ્રૅન્કો-સ્વિસ ટીમે ડિઝાઇન કરેલા એલોડીએ સ્ટારલાઇટને વિવિધ રંગોના સ્પેક્ટ્રમમાં વિભાજિત કરી હતી, જે બારીક કાળી રેખાઓ સાથેના મેઘધનુષ્યને દર્શાવે છે. એ રેખાઓને "તારાઓનો બારકોડ" ગણી શકાય, જે અન્ય તારાઓની રચના વિશેની વિગત પૂરી પાડે છે.

મેયર અને ક્વેલોઝે જે શોધી કાઢ્યું હતું તે 51 પેગાસીનો બારકોડ હતો, જે દર 4.23 દિવસે આ સ્પેક્ટ્રમમાં લયબદ્ધ રીતે આગળ-પાછળ સરકતો હતો. તે સંકેત હતો કે તારાના ઝગમગાટને કારણે એ કોઈ અદૃશ્ય સાથીના ગુરુત્વાકર્ષણના ખેંચાણથી ધ્રૂજી રહ્યો હતો.

અન્ય સ્પષ્ટતાઓને કાળજીપૂર્વક નકારી કાઢ્યા પછી ખગોળશાસ્ત્રીઓએ આખરે નિર્ણય કર્યો હતો કે એ ભિન્નતા નજીકની ભ્રમણકક્ષામાંના ગૅસ જાયન્ટને કારણે હતી.

નૅચર જર્નલમાં તેમનો લેખ પ્રકાશિત થયો હતો. તેનું શીર્ષક હતું- પેગાસસમાં એક ગ્રહ છે?

આ શોધે વિજ્ઞાનીઓને મૂંઝવણમાં મૂકી દીધા હતા અને નેચર જર્નલના મુખપૃષ્ઠ પરના પ્રશ્નાર્થ ચિહ્ને પ્રારંભિક શંકાને પ્રતિબિંબિત કરી હતી.

તેના અને તેના સ્ટારની બાજુમાં એક કથિત વિશાળ ગ્રહ હતો, પરંતુ આવા ગરમાગરમ વાતાવરણમાં આ પ્રકારની રચનાની કોઈ જાણીતી પદ્ધતિ ન હતી.

હજારો, લાખો અને કરોડો

બાહ્યા ગ્રહ, પૃથ્વી જેવડો ગ્રહ, વિજ્ઞાનીઓ શોધવા માટે શું મળ્યું, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, ESA/Hubble/NASA

ઇમેજ કૅપ્શન, હૉટ જ્યુપિટર અલગ-અલગ કદ અને રંગના હોય છે, સૌરમંડળમાં સૌથી નાનાનું કદ પણ ગુરુ ગ્રહ જેવડું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, અન્ય ટીમો દ્વારા એક જ સપ્તાહમાં સંકેતની પુષ્ટિ કરવામાં આવી હતી. તેના કારણ સંબંધી શંકા લગભગ ત્રણ વર્ષ સુધી પ્રવર્તતી રહી હતી. બાદમાં તેને દૃઢતાપૂર્વક નકારી કાઢવામાં આવી હતી.

51 પેગાસી બી આપણા સૌરમંડળની બહાર સૂર્ય જેવા સ્ટાર્સની પરિક્રમા કરતો હોય તેવો શોધાયેલો પહેલો ગ્રહ જ ન હતો, પરંતુ તે સંપૂર્ણપણે નવા પ્રકારના ગ્રહનું પ્રતિનિધિત્વ પણ કરતો હતો.

આ ગ્રહોનું વર્ણન કરવા માટે પાછળથી "હૉટ જ્યુપિટર" શબ્દ બનાવવામાં આવ્યો હતો.

આ શોધ દરવાજામાંની તિરાડ સમાન હતી અને દરવાજો ખોલવાથી પૂર આવવાનું કારણ બનવાની હતી.

એ પછીનાં 30 વર્ષોમાં 6,000થી વધુ ઍક્સોપ્લાનેટ્સ (આપણા સૌરમંડળની બહારના ગ્રહો) અને ઍક્સોપ્લાનેટ્સ હોઈ શકે તેવા ગ્રહો તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

તેની વિવિધતા આશ્ચર્યજનક છે. માત્ર હૉટ જ્યુપિટર્સ જ નહીં, પરંતુ અલ્ટ્રા-હૉટ ગ્રહો, જેની ભ્રમણકક્ષા એક દિવસ કરતા ઓછી હોય છે; સ્ટાર વૉર્સના ટેટૂઇન જેવા એક નહીં પણ બે તારાઓની પરિક્રમા કરતી દુનિયા; ગુરુ કરતાં મોટા, પરંતુ બહુ ઓછો માસ ધરાવતા વિચિત્ર સુપર-ઇનફ્લૅટેડ ગૅસ જાયન્ટ્સ, નાના ખડકાળ ગ્રહોની શ્રેણી, આ બધા ચુસ્ત ભ્રમણકક્ષામાં ખડકાયેલા છે.

51 પેગાસી બીની શોધથી એક ક્રાંતિ થઈ અને 2019માં મેયર અને ક્વેલોઝને નોબલ પુરસ્કાર મળ્યો.

મોટાભાગના સ્ટાર્સમાં ગ્રહ પ્રણાલીઓ હોય છે, એવું અનુમાન આપણે હવે કરી શકીએ છીએ. જોકે, મળી આવેલા હજારો ઍક્સોપ્લાનેટ્સમાંથી આપણને આપણા પોતાના જેવી કોઈ ગ્રહ પ્રણાલી હજુ સુધી મળી નથી.

પૃથ્વીના જોડિયાની શોધ આધુનિક સંશોધકોને વધુ ઍક્સોપ્લાનેટ્સ શોધવા માટે પ્રેરિત કરે છે.

આપણાં શોધ અભિયાનો આપણને ભૂતકાળના પૃથ્વી સંશોધકોની માફક પડકારજનક પ્રવાસ ભલે ન કરાવતા હોય, પરંતુ આપણે પર્વતોની ટોચ પર સુંદર વેધશાળાઓની મુલાકાત લઈ શકીએ છીએ. એ ઘણીવાર વિશ્વના અંતરિયાળ વિસ્તારોમાં સ્થિત હોય છે.

અમે પ્લાનેટ હંટર્સના આંતરરાષ્ટ્રીય સંઘના સભ્યો છીએ જેમણે લા પાલ્માના સુંદર કેનેરી ટાપુ પર ગેલેલિયો નૅશનલ ટેલિસ્કોપ સ્થાપિત હાર્પ્સ-એન સ્પેક્ટ્રોગ્રાફ બનાવ્યો છે, તેનું સંચાલન કર્યું છે અને જાળવણી કરી છે.

આ અત્યાધુનિક સાધન આપણને સ્ટારલાઇટની યાત્રાને અચાનક વિક્ષેપિત કરવાની સુવિધા આપે છે.

એ સ્ટારલાઇટ દાયકાઓ અથવા સહસ્રાબ્દીઓ સુધી 1.08 અબજ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અવિરત યાત્રા કરતા રહ્યા હશે.

આપણા જેવી ગ્રહ પ્રણાલી કેટલી સામાન્ય હોઈ શકે કે ન હોઈ શકે તે સમજાવવાની ક્ષમતા દરેક નવા સંકેતમાં હોય છે.

એક દિવસ આપણે પૃથ્વી જેવા બીજા ગ્રહને શોધી કાઢીશું એવી શક્યતા પણ છે.

ઍક્ઝોપ્લાનેટના અભ્યાસનો આરંભ

બાહ્યા ગ્રહ, પૃથ્વી જેવડો ગ્રહ, વિજ્ઞાનીઓ શોધવા માટે શું મળ્યું, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપણી આકાશગંગા અખિલ બ્રહ્યાંડની 100 અબજ આકાશગંગામાંથી એક છે

આપણું સૌરમંડળ 1990ના દાયકાના મધ્યભાગ સુધી માનવજાત માટે જાણીતા ગ્રહોનો એકમાત્ર સમૂહ હતું.

ગ્રહોની રચના અને ઉત્ક્રાંતિ વિશેના બધા સિદ્ધાંતો આ નવ અતિ સૂક્ષ્મ ડેટા પૉઇન્ટ્સ પર આધારિત હતા. (ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉમિકલ યુનિયન ગ્રહની નવી વ્યાખ્યા સાથે સમંત થયું પછી પ્લુટોને 2006માં બૅકગ્રાઉન્ડમાં ધકેલી દેવાયા બાદ તેની સંખ્યા ઘટીને આઠ થઈ ગઈ હતી)

લગભગ 100 અબજ તારાઓમાંથી એક જ તારાની આસપાસ ફરતા આ બધા ગ્રહો વડે આપણી આકાશગંગા બને છે.

બ્રહ્માંડમાં ઓછામાં ઓછા 100 અબજ તારાવિશ્વો છે. આ હકીકત આપણા અજ્ઞાનને વધુ ઉજાગર કરે છે.

ઍલિયન્સ એક જ ઘરમાં સાથે રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ કરીને માનવ સ્વભાવ અને વર્તનને જાણવાનો પ્રયાસ કરતા હોય એવું લાગે છે.

અલબત, તેનાથી ઇતિહાસના કેટલાક તેજસ્વી સંશોધકો આગળ શું છે તેના વિશે અનુમાન કરતા અટક્યા નથી.

મહાન ફિલૉસૉફર ઍપિક્યુરસે (ઈસવીપૂર્વે 341-270) હેરોડૉટ્સને લખેલા પત્રમાં જણાવ્યું હતું, "અનંત સંખ્યામાં વિશ્વો છે. કેટલાંક આનાં જેવાં છે, કેટલાંક અલગ છે."

તેમનો તર્ક કોઈ ખગોળશાસ્ત્રીય અવલોકન પર આધારિત ન હતો, પરંતુ તેમની ઍટોમિસ્ટિક થિયરી ઑફ ફિલૉસૉફી પર આધારિત હતો. તેમણે તર્ક આપ્યો હતો કે બ્રહ્માંડ અનંત અણુઓથી બનેલું હોય તો અન્ય ગ્રહોનું અસ્તિત્વ ન હોય તે શક્ય નથી.

જીવનના અન્યત્ર વિકાસની સંભાવનાના સંદર્ભમાં તેનો અર્થ શું હોઈ શકે એ પણ તેઓ સ્પષ્ટ રીતે સમજ્યા હતા. તેમણે કહેલું, "વિવિધ વિશ્વોનું સ્વરૂપ સમાન હોય એવું આપણે ન ધારવું જોઈએ."

"એક પ્રકારની દુનિયામાં એવાં બીજ હોઈ શકે છે જેમાંથી પ્રાણીઓ, છોડવાઓ અને બાકીનું બધું આપણે નિહાળીએ છીએ, તે ઉત્પન્ન થતાં હોય, પરંતુ બીજી દુનિયામાં તેનું અસ્તિત્વ ન હોય તે શક્ય છે."

આનાથી વિપરીત, લગભગ એ જ સમયે તેમના સાથી ગ્રીક ફિલૉસૉફર ઍરિસ્ટોટલે (ઈસવી પૂર્વે 382-322) બ્રહ્માંડના એવા જિયોસેન્ટ્રિક મૉડલ વાત માંડી હતી, જેની ચોતરફ ચંદ્ર, સૂર્ય અને જ્ઞાત ગ્રહો પરિક્રમા કરતા હતા.

ટૂંકમાં ઍરિસ્ટોટલે જેની કલ્પના કરી હતી તે સંપૂર્ણ બ્રહ્માંડ હતું. 'ઑન ધ હેવન્સ' (ઈસવી પૂર્વે 350) માં તેમણે એવી દલીલ કરી હતી, "આના પરથી એવું તારણ નીકળે છે કે એકથી વધુ ગ્રહ હોઈ શકે નહીં."

બ્રહ્માંડમાં પૃથ્વી દુર્લભ ગ્રહ છે, એવો વિચાર 2,000 વર્ષ સુધી સ્થાયી રહ્યો હતો.

દુનિયાના અગ્રણી ગણિતશાસ્ત્રીઓ પૈકીના એક અને વીસમી સદીની પ્રારંભિક સમયગાળાના પ્રભાવશાળી ભૌતિક વિજ્ઞાની તથા ખગોળશાસ્ત્રી સર જૅમ્સ જીન્સે ગ્રહોના નિર્માણ વિશેની પોતાની ટાઇડલ હાઇપોથેસિસ 1916માં તૈયાર કરી હતી.

એ થિયરી મુજબ, બે સ્ટાર્સ એટલા નજીક આવે કે તેમની વચ્ચે ટકરાવને કારણે તેમાંથી ગૅસની ધારાઓ અંતરિક્ષમાં વહી જાય અને બાદમાં સંઘનિત થઈને ગ્રહમાં પરિવર્તિત થઈ જાય ત્યારે ગ્રહનું નિર્માણ થતું હોય છે.

અવકાશની વિશાળતામાંના આટલા નજીકના દુર્લભ કૉસ્મિક ટકરાવે સર જૅમ્સ જીન્સને ખાતરી કરાવી હતી કે ગ્રહો અતિ દુર્લભ હશે પછી તેમના મૃત્યુલેખમાં જણાવવામાં આવ્યું છે તેમ "સૌરમંડળ બ્રહ્માંડમાં અદ્વિતીય પણ હોઈ શકે છે."

જોકે, ત્યાં સુધીમાં બ્રહ્માંડની વ્યાપકતાની સમજ ધીમે-ધીમે બદલાઈ રહી હતી.

વૉશિંગ્ટન ડીસીના સ્મિથસોનિયન મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટ્રીમાં 1920માં યોજવામાં આવેલી ગ્રૅટ ડિબેટમાં અમેરિકન ખગોળશાસ્ત્રી હાર્લો શેપલી અને હેબર કર્ટિસ, આકાશગંગા સંપૂર્ણ બ્રહ્માંડ છે કે અનેક તારાવિશ્વો પૈકીનું એક છે, એ વાતે અસહમત હતા.

બ્રહ્માંડમાં ફક્ત અબજો તારાઓ જ નહીં, પરંતુ અબજો તારાવિશ્વો પણ છે અને એ દરેકમાં અબજો તારાઓ છે એવું સમજાયા પછી ગ્રહોના વ્યાપ વિશે સૌથી નિરાશાવાદી આગાહી કરનારાઓને પણ અસર થવા લાગી હતી.

1940ના દાયકામાં બે પરિબળોએ વૈજ્ઞાનિક સર્વસંમતિમાં ધરમૂળથી પરિવર્તન કર્યું હતું.

સૌપ્રથમ તો સર જીન્સનો ટાઇડલ હિપ્નોથીસિસ વૈજ્ઞાનિક ચકાસણીમાંથી પાર ઊતરી શક્યો ન હતો.

પ્રવર્તમાન સિદ્ધાંતોમાં ગ્રહની રચનાને તારાની કુદરતી બાયપ્રોડક્ટ ગણવામાં આવતી હતી. તેનાથી બધા તારા ગ્રહોને હોસ્ટ કરી શકે તેવી શક્યતા ખુલી હતી.

1943માં નરી આંખે દેખાતા બે પ્રમાણમાં નજીકની સ્ટાર સિસ્ટમ્સ – 70 ઑફિયુચસ અને 61 સિગ્ની સીની પરિક્રમા ગ્રહો કરતા હોવાના દાવા કરવામાં આવ્યા હતા.

પાછળથી એવું દર્શાવવામાં આવ્યું હતું કે તે સમયે શક્ય ટેલિસ્કોપિક અવલોકનોમાંની મર્યાદાને કારણે કદાચ એ બન્ને ખોટા હતા.

જોકે, ગ્રહો સંબંધી વિચારસરણી પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. આકાશગંગામાં અબજો ગ્રહોના અસ્તિત્વને અચાનક એક વાસ્તવિક વૈજ્ઞાનિક શક્યતા માનવામાં આવી હતી.

પ્રભાવશાળી અમેરિકન ખગોળશાસ્ત્રી હેનરી નોરિસ રસેલે જુલાઈ 1943માં સાયન્ટિફિક અમેરિકન સામયિક માટે લખેલા લેખ કરતાં માનસિકતામાં આ પરિવર્તનને વધુ સારી રીતે બીજું કોઈ દર્શાવતું નથી.

રસેલે બે દાયકા પહેલાં આગાહી કરી હતી કે ગ્રહો "તારાઓની વચ્ચે દુર્લભ હોવા જોઈએ." તેમના લેખનું શીર્ષક હતું - 'માનવ-કેન્દ્રિતતાનું પતન' એ લેખનું પહેલું વાક્ય હતું, "આપણી ગૅલેક્સીમાં વસતિ ધરાવતા હજારો ગ્રહો હોવાની સંભાવના નવી શોધો દર્શાવે છે."

આશ્ચર્યની વાત એ હતી કે રસેલ કોઈ પ્રાચીન ગ્રહ વિશે નહીં, પરંતુ વસતિ ધરાવતા ગ્રહો વિશે આગાહી કરી રહ્યા હતા.

પાયાનો સવાલ એ હતોઃ તેઓ ક્યાં હતા? તેનો જવાબ મેળવવા વધુ 50 વર્ષ થવાનાં હતાં.

ઍક્સોપ્લાનેટ કેવી રીતે શોધવો?

બાહ્યા ગ્રહ, પૃથ્વી જેવડો ગ્રહ, વિજ્ઞાનીઓ શોધવા માટે શું મળ્યું, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, IT/ M. Kornmesser/ Nick Risinger

ઇમેજ કૅપ્શન, ઍક્સોપ્લાનેટ 51 પીગાસી બી એ આપણાં સૌરમંડળની બહારનો પહેલો ઍક્સોપ્લાનેટ છે

લા પાલ્મા પર ગેલેલિયો ટેલિસ્કોપ દ્વારા અસંખ્ય તારાઓનું અવલોકન કરતાં એ વિચારીને આશ્ચર્ય થાય છે કે મેયર અને ક્વેલોઝે 1995માં 51 પેગાસી બીની શોધની જાહેરાત કરી ત્યાર પછી આપણે કેટલા આગળ વધ્યા છીએ.

આજે આપણે ફક્ત ગુરુ જેવા ગ્રહોને જ નહીં, પરંતુ હજારો પ્રકાશવર્ષ દૂરના નાના ગ્રહોના કદને પણ અસરકારક રીતે માપી શકીએ છીએ. હાર્પ્સ-એન કોલોબરેશનના ભાગરૂપે અમે 2012થી નાના ઍક્સોપ્લાનેટ સાયન્સમાં મોખરે છીએ.

આ કથામાં બીજો એક માઇલસ્ટોન 51 પેગાસી બીની શોધના ચાર વર્ષ પછી સર્જાયો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીના કૅનેડિયન ડૉક્ટરલ વિદ્યાર્થી ડેવિડ ચાર્બોનેઉએ એક જાણીતા ઍક્સોપ્લાનેટના સંક્રમણને શોધી કાઢ્યું હતું. HD209458b નામે ઓળખાતો બીજો ધગધગતો ગુરુ પણ પૃથ્વીથી લગભગ 150 પ્રકાશવર્ષ દૂર પેગાસસ નક્ષત્રમાં સ્થિત છે.

એક નિરીક્ષકના દૃષ્ટિકોણથી આ સંક્રમણ તેના તારાની સામેથી ગ્રહના પસાર થવાનું વર્ણન કરે છે. તેના કારણે તારો ક્ષણિક રીતે ઝાંખો દેખાય છે.

આ ટ્રાન્ઝિટ ટેકનિક વડે ઍક્સોપ્લાનેટ શોધવા ઉપરાંત તારાની બહુવિધ તેજસ્વીતા અને ગ્રહ પસાર થાય ત્યારે તેના ઝાંખા થવાની રાહ જોતાં ગ્રહની ત્રિજ્યા માપી શકાય છે. તારાઓના પ્રકાશના અવરોધની તીવ્રતાનો આધાર ગ્રહની ત્રિજ્યા પર હોય છે.

બાહ્યા ગ્રહ, પૃથ્વી જેવડો ગ્રહ, વિજ્ઞાનીઓ શોધવા માટે શું મળ્યું, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, CFA

ઇમેજ કૅપ્શન, લા પાલ્મા પર ગેલેલિયો ટેલિસ્કોપ

દાખલા તરીકે, બહારની દુનિયાના નિરીક્ષકોને ગુરુ સૂર્યને માત્ર એક ટકા ઝાંખો દેખાડી શકશે, જ્યારે પૃથ્વી માટે તેની અસર સો ગણી નબળી હશે.

આ ટ્રાન્ઝિટ ટેકનિકનો ઉપયોગ કરીને, રેડિયલ વેલોસિટી તરીકે ઓળખાતી 'બારકોડ' ટેકનિકની સરખામણીએ ચાર ગણા વધુ ઍક્સોપ્લાનેટ શોધવામાં આવ્યા છે. સ્વિસ ખગોળશાસ્ત્રીઓએ તેનો ઉપયોગ 30 વર્ષ પહેલાં તેમનો સૌપ્રથમ ઍક્સોપ્લાનેટ શોધવા માટે કર્યો હતો.

આજે પણ આ ટેકનિકનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનિક વડે કોઈ પણ ગ્રહને શોધી શકાય છે અને તેના દ્રવ્યમાનને પણ માપી શકાય છે.

અમે જે અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તે ઍન્જિનિયરિંગની વાસ્તવિક સિદ્ધી છે. અલબત, એ પૃથ્વીના વાસ્તવિક સહોદરને શોધવા જેટલી સંવેદનશીલ નથી.

રેડિયલ વેલોસિટી ટેકનિક હાલમાં જમીન પરની વેધશાળાઓ પૂરતી મર્યાદિત છે અને તેના વડે એક સમયે ફક્ત એક જ તારાનું નિરીક્ષણ કરી શકાય છે, જ્યારે ટ્રાન્ઝિટ ટેકનિકનો ઉપયોગ ફ્રેન્ચ મિશન કૉરોન્ટ (2004-14) અને કેપ્લર (2009-18) તેમજ નાસાના ટેસ (2018થી અત્યાર સુધી) જેવા હાલના સ્પેસ ટેલિસ્કોપ્સમાં થઈ શકે છે.

આ બન્નેએ મળીને અંતરિક્ષ અને એક સાથે અનેક તારાઓની ચમક માપવાની આસાનીનો લાભ લઈને હજારો ઍક્સોપ્લાનેટ્સ શોધી કાઢ્યા છે.

બન્ને ટેકનિકને વિકસાવવાનું કામ આજે પણ ચાલી રહ્યું છે. તેના ઉપયોગથી વિજ્ઞાનીઓ ગ્રહની ત્રિજ્યા અને દ્રવ્યમાન માપી શકે છે. તેથી તેની સંરચનાના અભ્યાસના અનેક માર્ગો ખૂલે છે.

એ દિશામાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ બ્રહ્માંડ આપણે વિવિધ રીતે લાડ લડાવી રહ્યું છે.

આપણે ભૂતકાળમાં થયેલી ટક્કરના સંકેત આપતા ફાટેલા ખડકાળ ગ્રહો અને અજબ ગ્રહ વ્યવસ્થાના પુરાવા જોયા છે. આપણી આકાશગંગામાં દરેક જગ્યાએ ગ્રહો મળી આવ્યા છે. તેના મધ્ય ક્ષેત્રમાં સ્થિત સ્વીપ્સ-11 બીથી (જે લગભગ 28,000 પ્રકાશ વર્ષ દૂર આવેલો અત્યાર સુધી શોધવામાં આવેલા દૂરના ગ્રહો પૈકીનો એક છે) માંડીને આપણા નિકટતમ સ્ટેલર પાડોશી પ્રોક્સિમા સેટોરીની પરિક્રમા કરતા ગ્રહો, જે "કેવળ" 4.2 પ્રકાશવર્ષ દૂર છે.

સંશોધકો માટે સુવર્ણ તક

બાહ્યા ગ્રહ, પૃથ્વી જેવડો ગ્રહ, વિજ્ઞાનીઓ શોધવા માટે શું મળ્યું, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, David A. Aguilar/ CfA

ઇમેજ કૅપ્શન, કૅપ્લર 78 બી (જમણે) પૃથ્વી કરતાં ખૂબ મોટો, પરંતુ ગરમ છે

ત્રણ દાયકા સુધીના અવલોકન પછી મોટી સંખ્યામાં ગ્રહો ઊભરી આવ્યા છે.

પહેલાં શોધવામાં આવેલા કેટલાક ડઝન ઍક્સોપ્લાનેટ્સ હૉટ જ્યુપિટર્સ હતા, જ્યારે એ વાસ્તવમાં બહુ દુર્લભ છે એ આપણને હવે ખબર પડી છે.

આપણે ગ્રહોના એક નવા વર્ગની શોધ કરી છે, જેનો આકાર અને દ્રવ્યમાન પૃથ્વી તથા નેપ્ચ્યૂનની વચ્ચે છે. અલબત, પૃથ્વી જેવા નહીં, પરંતુ વાસ્તવમાં સૌરમંડળ જેવા જ હોય તેવો એકપણ ગ્રહ હજુ સુધી આપણને મળ્યો નથી.

તેનો અર્થ એવો થાય કે આપણે એક અનોખી સિસ્ટમમાં અનોખો ગ્રહ છીએ. આવું તારણ કાઢવાની લાલચ થાય. તે સાચું હોઈ શકે છે, પરંતુ તેની શક્યતા ઓછી છે.

બાહ્યા ગ્રહ, પૃથ્વી જેવડો ગ્રહ, વિજ્ઞાનીઓ શોધવા માટે શું મળ્યું, બીબીસી ગુજરાતી સાથે સમજો

ઇમેજ સ્રોત, Nasa/ JPL-Caltech

ઇમેજ કૅપ્શન, અખિલ બ્રહ્યાંડમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઍક્સોપ્લાનેટ છે

સૌથી યોગ્ય વ્યાખ્યા એ છે કે આપણી પાસે તમામ સ્ટેલર ટેકનૉલૉજી હોવા છતાં બ્રહ્માંડમાં પૃથ્વી જેવા ગ્રહોને શોધવાની આપણી ક્ષમતા બહુ મર્યાદિત છે.

અમારા સહિતના અનેક ઍક્સોપ્લાનેટ શોધકર્તાઓ માટે પૃથ્વીનો સાચો સહોદર શોધવા એ જ સૌથી મોટો પડકાર છેઃ એક એવો ગ્રહ જેનું દ્રવ્યમાન અને ત્રિજ્યા પૃથ્વી સમાન હોય અને જે સૂર્ય જેવા તારાની પરિક્રમા સૂર્ય આપણાથી જેટલો દૂર છે તેટલા જ અંતરથી કરી રહ્યો હોય.

બ્રહ્માંડમાં પ્રચૂર વૈવિધ્ય હોય અને તે આપણા ગ્રહથી અલગ અનેક ગ્રહોને આશ્રય આપતું હોય તો પણ પૃથ્વીના સાચા સહોદરની શોધ જીવનની શોધ માટે સૌથી સારી શરૂઆત હશે એ આપણે જાણીએ છીએ.

નોબલ પુરસ્કાર વિજેતા શોધનાં 30 વર્ષ પછી અગ્રણી ગ્રહ શોધક ડિડિઅર ક્વેલોઝે પૃથ્વીના સહોદરની શોધ માટેના સૌપ્રથમ રેડિયલ વેલોસિટી અભિયાનનો કાર્યભાર સંભાળ્યો છે.

મોટા આંતરરાષ્ટ્રીય સહયોગ વડે હાર્પ્સ3 નામના એક વિશિષ્ટ ઉપકરણનું નિર્માણ ચાલી રહ્યું છે. એ ઉપકરણને આ વર્ષના અંત સુધીમાં લા પાલ્મામાં આઇઝેક ન્યૂટન ટેલિસ્કોપ પર સ્થાપવામાં આવશે.

તેની ક્ષમતાને ધ્યાનમાં લેતાં અમારું માનવું છે કે પૃથ્વીના પહેલા સહોદરને શોધવા માટે એક દાયકાનો ડેટા પૂરતો હોવો જોઈએ.

સિવાય કે આપણે અનન્ય હોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન