ગુજરાતમાં ફરી ચોમાસાની જમાવટ, એક ડઝનથી વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી ચોમાસાએ ફરી જમાવટ કરી છે અને જે જિલ્લામાં લગભગ આઠ-10 દિવસથી વરસાદ ઓછો થઈ ગયો હતો ત્યાં ફરી ભારે વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન અનુસાર બે દિવસ પછી રાજ્યના એક ડઝન કરતાં વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે અને યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર ચોવીસ કલાકમાં સાબરકાંઠા, નવસારી અને સંઘપ્રદેશ દમણમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલીક જગ્યાએ છુટોછવાયો વરસાદ પડ્યો છે.
હાલમાં ચોમાસાનો એક ટ્રૉફ રચાયો છે જે રાજસ્થાનના શ્રીગંગાનગરથી લઈને રોહતક, લખનૌ, વારાણસી, ડેલ્ટનગંજ, જમશેદપુર, કોન્ટાઈથી પસાર થઈને બંગાળની ખાડી સુધી જાય છે.
ગઈકાલે પશ્ચિમ રાજસ્થાન અને નજીકના પાકિસ્તાન પર ઉપરની હવાનું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સપાટીથી 3.1 કિલોમીટર સુધી ફેલાયેલું છે અને તે દક્ષિણ તરફ ઊંચાઈ સાથે ઝુકેલું છે, જે ઓછું સ્પષ્ટ છે.

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 23 જુલાઈ, બુધવારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છુટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 23 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને સંઘપ્રદેશ દીવમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24 જુલાઈએ પણ આ તમામ જિલ્લાઓમાં છુટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
25 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ જણાવે છે.
બાકીના વિસ્તારો એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, IMD
25 જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.
26 જુલાઈએ ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી આગાહી છે. આવા જિલ્લામાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર સામેલ છે. બાકીના જિલ્લામાં 26મીએ હળવો વરસાદ પડી શકે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.
27 જુલાઈએ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
છેલ્લા એક દિવસના આંકડા પ્રમાણે દાદરા નગર હવેલીમાં 21 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ 43 મીમી, સુરતમાં 18, તાપીમાં 24, વડોદરામાં 12 મીમી વરસાદ નોંધાયો છે.
ગુજરાતનાં જળાશયો કેટલાં છલકાયાં?

ઇમેજ સ્રોત, Sachin Pithwa
વરસાદ ચાલુ રહેવાના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. 23 જુલાઈના આંકડા પ્રમાણે ગુજરાતના 207માંથી 28 ડૅમ છલકાઈ ગયા છે. તેમાં ઉત્તર ગુજરાતના એક પણ ડૅમનો સમાવેશ નથી થતો, પરંતુ મધ્ય ગુજરાતના બે, સાઉથ ગુજરાતના પાંચ, કચ્છના પાંચ અને સૌરાષ્ટ્રના સૌથી વધુ 16 ડૅમ છલકાઈ ગયા છે.
ગુજરાતનાં જળાશયોમાં હાલમાં સરેરાશ 59 ટકા પાણી ભરાયું છે.
રાજ્યનો સૌથી મોટા ડૅમ સરદાર સરોવરના જળાશયમાં અત્યાર સુધીમાં 58 ટકાથી વધુ પાણી ભરાયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













