કાવડ યાત્રા : મહિલા કાવડ યાત્રિકોને કેવી-કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે?

કાવડયાત્રા, લાવણ્યા, બીબીસી, ગુજરાતી, હરિદ્વાર, ગંગા, ભોલે, કાવડ, શ્રાવણ
ઇમેજ કૅપ્શન, કાવડ યાત્રા વિશે લાવણ્યાએ પોતાના અનુભવો વર્ણવ્યાં.
    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા

સેંકડો પુરુષ કાવડ યાત્રીઓ વચ્ચે ખુલ્લા વાળ અને ચશ્માવાળી એક યુવતી દિલ્હી-હરિદ્વાર હાઇવે પરથી પસાર થતા દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચી રહ્યાં છે.

16 વર્ષનાં લાવણ્યા તેમના ગામની કાવડ યાત્રા પર જનારાં પહેલાં મહિલાઓ પૈકીનાં એક છે.

તેઓ ગુરુગ્રામના ખેડકી દૌલાના રહેવાસી છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે.

અમે તેમને પૂછ્યું કે જ્યારે લોકો તેમની તરફ આ રીતે જુએ છે ત્યારે શું તેઓ અસહજતા નથી અનુભવતાં?

તેઓ કહે છે, "લોકો મને એવી રીતે જુએ છે જાણે તેમણે પહેલાં ક્યારેય કોઈ છોકરીને ચશ્મા પહેરેલી જોઈ ન હોય. પણ આપણે શું કરી શકીએ? જ્યારે લોકો ખૂબ જોવા લાગે છે, ત્યારે હું તેને ઉતારીને બાજુ પર રાખું છું."

લાવણ્યા તેમના ભાઈ, પિતા અને કાકા સાથે આ યાત્રા પર જઈ રહી છે. પરિવારને ચિંતા હતી કે તે કોઈ પણ મહિલા વિના આ યાત્રા કેવી રીતે પૂર્ણ કરશે.

તેઓ કહે છે, "તમે ઘણી બધી વાતો ફક્ત તમારી માતા સાથે જ શૅર કરી શકો છો, તેથી મારી માતાને ખાતરી નહોતી કે હું કેવી રીતે રહીશ. તેમને એ પણ ચિંતા હતી કે જો મને રસ્તામાં પિરિયડ્સ આવે તો હું કેવી રીતે જાતને સંભાળીશ. પણ પછી મને યાત્રા પહેલાં જ પિરિયડ્સ આવવાથી મારી માતાએ કાવડ યાત્રાની મંજૂરી આપી દીધી."

મહિલા કાવડ યાત્રીની મુશ્કેલી

કાવડયાત્રા, લાવણ્યા, બીબીસી, ગુજરાતી
કાવડયાત્રા, લાવણ્યા, બીબીસી, ગુજરાતી, હરિદ્વાર, ગંગા, ભોલે, કાવડ, શ્રાવણ

લાવણ્યા કાવડ યાત્રામાં ભાગ લઈ શકવાથી ખુશખુશાલ તો છે, પરંતુ ઘણી બધી બાબતો તેમને પરેશાન કરે છે. જેમ કે કેટલાક લોકો તેને જોઈ રહ્યા છે.

તેઓ કહે છે, "જ્યારે હું કાવડ યાત્રા માટે પૅકિંગ કરી રહી હતી, ત્યારે મારા ભાઈઓએ મને કહ્યું હતું કે એવાં કપડાં રાખજે કે રસ્તામાં કોઈ મારી સામે ખોટા ઇરાદાથી ન જુએ. મેં તે મુજબ કપડાં પસંદ કર્યાં, પરંતુ હજુ પણ કેટલાક લોકો એવા હોય જ છે જે ખોટા ઇરાદાથી જુએ છે. તેથી તેમના ઇરાદાઓ કળી શકાતા નથી!"

"તમે છોકરાઓને જુઓ છો, તેમનાં કપડાં જુઓ. મારો પોતાનો ભાઈ તેનાં અન્ડરવેર પહેરીને ફરે છે. તેથી મને પણ અસહજતા અનુભવાય છે. હું કોને સમજાવું? ધારો કે હું મારા ભાઈને સમજાવીશ, પણ બાકીના લોકોને કોણ સમજાવશે?"

સ્નાન કરવામાં અને કપડાં બદલવામાં સમસ્યા

કાવડયાત્રા, બીબીસી, ગુજરાતી
કાવડયાત્રા, લાવણ્યા, બીબીસી, ગુજરાતી, હરિદ્વાર, ગંગા, ભોલે, કાવડ, શ્રાવણ

ઇમેજ સ્રોત, BBC/Prabhat

ઇમેજ કૅપ્શન, દિલ્હી-હરિદ્વાર હાઇવે પર બનાવેલું એક શૌચાલય અને બાથરૂમ. આ હાઇવે પરના કેટલાક કૅમ્પમાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કાવડ યાત્રિકોની સંખ્યાની તુલનામાં આ પ્રકારની વ્યવસ્થા ઓછી છે.

લાવણ્યા કહે છે કે આ આખી સફર દરમિયાન, તેને કપડાં બદલવાં અને નાહવામાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

તેમના મતે, ઘણી જગ્યાએ પુરુષ અને સ્ત્રી ભક્તો માટે અલગ બાથરૂમની સુવિધા નથી. તેઓ શૌચાલયના અભાવને પણ એક મોટી સમસ્યા ગણાવે છે.

તેઓ કહે છે, "છોકરાઓ કંઈપણ ખાય છે અને ગમે ત્યાં સ્નાન કરે છે. પણ મારે વિચારવું પડે છે કારણ કે મુસાફરીના નિયમો કહે છે કે જમ્યા પછી તરત જ સ્નાન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, હું ખાઈ શકું છું, પરંતુ કપડાં બદલવાની સમસ્યા છે. તેથી જ મોટાભાગે હું યોગ્ય રીતે ખાઈ શકતી નથી."

સુરેશ દેવી, કાવડયાત્રા, બીબીસી, ગુજરાતી
કાવડયાત્રા, લાવણ્યા, બીબીસી, ગુજરાતી, હરિદ્વાર, ગંગા, ભોલે, કાવડ, શ્રાવણ

ઇમેજ સ્રોત, BBC/Prabhat

ઇમેજ કૅપ્શન, સુરેશદેવીની ઉંમર 66 વર્ષ છે અને અત્યાર સુધી એમણે 36 કાવડ યાત્રાઓ કરી છે.

એક દિવસ આખો મહિલા કાવડ યાત્રીઓ સાથે પસાર કર્યા બાદ અમારી મુલાકાત 66 વર્ષીય સુરેશદેવી સાથે થઈ. સુરેશદેવીના કહેવા પ્રમાણે આ એમની 36મી કાવડયાત્રા છે.

અમે એમની પાસેથી સમજવા માગતા હતા કે આટલાં વર્ષોમાં કાવડ યાત્રામાં કેટલો ફેરફાર આવ્યો છે? ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં યાત્રા કેવી બદલાઈ છે?

સુરેશદેવી કહે છે, ''પહેલાના સમયમાં સુવિધાઓ ભલે ઓછી હતી પણ ભીડ આટલી બધી ન હતી. ડીજેનો શોરબકોર ન હતો. તમે ભક્તિમાં લીન થઈને શાંતિથી યાત્રા કરી શકતા હતા. પણ હવે સુવિધાઓ વધી છે. ભીડ પણ વધી છે. ડીજેનું ચલણ એટલું વધ્યું છે કે હદયમાં ચોટ પહોંચે છે. ડીજેના શોરબકોરને કારણે હું ફોન લઈને પણ આવતી નથી''

જોકે સુરેશદેવીનાં સહેલી અને આ યાત્રામાં સામેલ એમનાં સહયાત્રી કુસુમદેવીને ડીજેથી કોઈ પરેશાની નથી. એમના પ્રમાણે ડીજેની ધૂનને કારણે ચાલવાની ઝડપ વધે છે અને તેમને આનંદની અનુભૂતિ કરાવે છે.

કાવડયાત્રા, ઉત્તર પ્રદેશ, સરકાર, બીબીસી, ગુજરાત
કાવડયાત્રા, લાવણ્યા, બીબીસી, ગુજરાતી, હરિદ્વાર, ગંગા, ભોલે, કાવડ, શ્રાવણ

ઇમેજ સ્રોત, BBC/Prabhat

ઇમેજ કૅપ્શન, આ વર્ષની કાવડ યાત્રા દરમિયાન કોઈપણ ડીજેનો અવાજ 75 ડેસિબલથી વધુ ન રાખવાનો યુપી સરકારે આદેશ આપ્યો છે.

ડીજેની બાબતમાં 16 વર્ષનાં લાવણ્યા કહે છે કે ડીજેના તાલે થતા અશ્લીલ ડાન્સને કારણે તેઓ અસહજ બની જાય છે.

તે કહે છે, કેટલાય લોકો ડીજેના તાલે ખોટી રીતે ડાન્સ કરે છે. એનાથી અસહજતા અનુભવાય છે. કેટલાય લોકો ચાલતા-ચાલતા કાવડને પણ ટક્કર મારે છે.

યુપી સરકારે આ વર્ષે કાવડ યાત્રા દરમિયાન ડીજેને લઈને ઘણા નિર્દેશો આપ્યા છે.

ડીજેની ઉંચાઈ, લંબાઈની સીમા અને અવાજની સીમા પણ નિર્ધારીત કરવામાં આવી છે. આમ છતાં પણ ઘણી જગ્યાએ 75 ડેસિબલથી વધુ અવાજ સાંભળવા મળે છે.

જોકે ડીજેની લંબાઈ અને પહોળાઈ મામલે પ્રશાસનનું કડક વલણ જોવા મળે છે.

મહિલાઓ, પિરિયડ્સ અને કાવડ યાત્રા

કાવડયાત્રા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Prabhat

જ્યાં સુધી નહાવાનો અને શૌચાલયનો તેમજ યાત્રા દરમિયાન મહિલાની સુરક્ષાનો સવાલ છે તો આ અંગે સુરેશદેવીનું કહેવું છે કે દરેક જગ્યાએ અલગ બાથરૂમની સુવિધા ન હોવાથી ઘણીવાર પુરુષોની વચ્ચે નહાવું પડે છે અને કપડાં બદલવાં પડે છે.

તેઓ કહે છે, ''બે-ચાર મહિલાઓ મળીને કપડાંથી એકને ઢાંકે છે અને પછી એક-એક કરીને અમે કપડાં બદલીએ છીએ. કોઈને રસ્તામાં પિરિયડ્સ આવે તો મુશ્કેલી વધી જાય છે. આ સ્થિતિમાં અમે તેમની મદદ કરીએ છીએ. એમને પેડ લાવીને આપીને છીએ અને એનું કાવડ પણ ઉઠાવીએ છીએ.''

રહી વાત સુરક્ષાની તો સુરેશદેવીનું માનવું છે કે ધાર્મિક યાત્રાઓમાં આવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળે છે. પોલીસ તંત્ર તહેનાત હોય છે.

તેઓ કહે છે, ''આમ છતાં આજકાલના છોકરાઓ કોઈ બકવાસ કરે તો હું બસ એને આંખો કાઢીને ડરાવી દઉં છું.''

બીજી તરફ કુસુમદેવીનું માનવું છે કે સ્થિતિમાં પહેલાં કરતાં ઘણો સુધાર આવ્યો છે. રાતના અગિયાર કલાકે મહિલાઓ યાત્રા કરે છે. સડકો પર સૂવે છે પણ કોઈ સમસ્યા સર્જાતી નથી.

શારીરિક તકલીફ

કાવડયાત્રા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Prabhat

મહિલાઓ સેંકડો કિલોમીટરની મુસાફરી કેવી રીતે કરે છે?

આ સવાલ અંગે કુસુમદેવી કહે છે, "ભોલે (પુરુષ કાવડ યાત્રીઓ) થાકી જાય છે, પણ ભોલીયાં (મહિલા કાવડ યાત્રીઓ) થાકતાં નથી."

બુલંદશહેરનાં રહેવાસી સુરેશદેવી કહે છે કે ઘરે તેમને શાકભાજી ખરીદવાં બહાર જવાની હિંમત નથી, પરંતુ અહીં તેઓ થાક્યાં વિના સેંકડો કિલોમીટર મુસાફરી કરે છે.

અને ખરેખર, 65-66 વર્ષની ઉંમરે સુરેશદેવી અને કુસુમદેવીની ઝડપ તમને આશ્ચર્યચકિત કરી દે છે.

રાત્રે સલામતી એક પડકાર

કાવડયાત્રા, લાવણ્યા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Prabhat

ઇમેજ કૅપ્શન, કાવડ યાત્રા પર ગયેલાં 16 વર્ષનાં લાવણ્યા કહે છે કે તેઓ રાત્રે ઑટોમાં જ સૂવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બધા પડકારો વચ્ચે, એક પડકાર સારી અને સલામત જગ્યા શોધીને સૂવાનો છે. કાવડ યાત્રા કવર કરતી વખતે, અમે દિલ્હી-હરિદ્વાર હાઇવે પર એક મહિલાને મળ્યાં.

તેઓ તેમની બે દીકરીઓ સાથે મુસાફરી કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, તેઓ આખી રાત જાગે છે જેથી તેમની દીકરીઓનું રક્ષણ કરી શકાય જેથી તેઓ કોઈ પણ ડર વગર સૂઈ શકે.

લાવણ્યા કહે છે કે આ કારણોસર તેમના પરિવારે ઑટોરિક્ષા પોતાની સાથે લેવાનું નક્કી કર્યું હતું.

જ્યારે સાંજ પડે છે અને સૂવાનો સમય થાય છે, ત્યારે તેમના ભાઈ, પિતા અને કાકા ઑટોને ઘેરી લે છે અને સૂઈ જાય છે, જ્યારે લાવણ્યા ઑટોની અંદર સૂઈ જાય છે.

લાવણ્યા કહે છે કે તેણે પોતે સૂવા માટે આ જગ્યા પસંદ કરી હતી.

તેઓ કહે છે કે ભવિષ્યમાં કાવડ યાત્રા દરમિયાન તેમના જેવી કોઈ છોકરીને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કંઈક કરવું જોઈએ.

લાવણ્યાના મતે, ''જો સરકાર અત્યારે કંઈ નહીં કરે, તો ભવિષ્યમાં જ્યારે પણ તે એવા તબક્કામાં પહોંચશે જ્યાં આ સમસ્યાઓનું નિરાકરણ શક્ય બનશે, ત્યારે તે ચોક્કસપણે તેનો ઉકેલ લાવશે જેથી અન્ય કોઈ લાવણ્યાને આ સમસ્યાઓનો સામનો ન કરવો પડે.''

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન