જગદીપ ધનખડ : ઉપરાષ્ટ્રપતિએ અચાનક રાજીનામું આપી દીધું, જાણો હવે આગળ શું થશે?

બીબીસી ગુજરાતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણીપંચ લોકસભા રાષ્ટ્રપતિ બંધારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જગદીપ ધનખડ (ફાઈલ ફોટો)

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તબિયતનું કારણ આપીને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા રાજીનામામાં તેમણે કહ્યું છે કે હવે તેઓ પોતાની તબિયતને પ્રાથમિકતા આપશે.

ધનખડે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું છે, "હું બંધારણના અનુચ્છેદ 67 (અ) હેઠળ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિના પદેથી રાજીનામું આપું છું."

74 વર્ષીય ધનખડે ઑગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 2027 સુધી ચાલવાનો હતો.

હવે સવાલ છે કે રાષ્ટ્રપતિ અચાનક રાજીનામું આપી દે તો તેમની જવાબદારી કોણ સંભાળી શકે છે?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે, બંધારણમાં આ અંગે કેવી જોગવાઈ છે?

ઉપરાષ્ટ્રપતિ બનવા માટે કઈ લાયકાત જોઈએ? ચૂંટણીપંચના નિયમો શું કહે છે?

ચાલો આ બધા સવાલોના જવાબ જાણીએ.

ભારતનું બંધારણ શું કહે છે?

બીબીસી ગુજરાતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણીપંચ લોકસભા રાષ્ટ્રપતિ બંધારણ

ઇમેજ સ્રોત, @VPIndia

ઇમેજ કૅપ્શન, જગદીપ ધનખડે રાષ્ટ્રપતિને મોકલેલો રાજીનામાનો પત્ર

ભારતમાં રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ બંધારણીય પદ હોય છે.

બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના અનુચ્છેદ 63થી 71 અને ઉપરાષ્ટ્રપતિ (ચૂંટણી) નિયમાવલી 1974 હેઠળ થાય છે.

હવે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી છે તેથી ચૂંટણીપંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની વ્યવસ્થા કરવાની રહેશે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા દિવસોમાં કરાવવાની રહેશે?

બીબીસી ગુજરાતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણીપંચ લોકસભા રાષ્ટ્રપતિ બંધારણ

ઇમેજ સ્રોત, Getty Images

બંધારણમાં કહેવાયું છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ વહેલી તકે ભરવાનું રહેશે. એટલે કે ચૂંટણી માટે શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા કરવાની રહેશે.

બંધારણના અનુચ્છેદ 68ના ખંડ 2 મુજબ ઉપરાષ્ટ્રપતિના નિધન, રાજીનામું કે પદ પરથી હટાવવાના કારણે, અથવા બીજા કોઈ કારણથી સ્થાન ખાલી પડે તો તેને ભરવા માટે ઝડપથી ચૂંટણી કરવાની જોગવાઈ છે.

ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ સામાન્ય પરિસ્થિતિમાં આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વર્તમાન ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળના સમાપનના 60 દિવસની અંદર કરવાની હોય છે.

ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ ખતમ થાય તે પહેલાં જ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે.

પરંતુ આ પદ ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા અથવા પદ પરથી હઠાવવાના લીધે કે બીજા કારણથી ખાલી પડે તો તેને ભરવા માટે શક્ય એટલી ઝડપથી ચૂંટણી કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે?

બીબીસી ગુજરાતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણીપંચ લોકસભા રાષ્ટ્રપતિ બંધારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જગદીપ ધનખડ તેમનાં પત્ની સુદેશ ધનખડ સાથે (ફાઈલ ફોટો)

બંધારણના અનુચ્છેદ 66 મુજબ સંસદના બંને ગૃહ (લોકસભા અને રાજ્યસભા)ના સભ્યોનું બનેલું ઇલેક્ટોરલ કૉલેજ ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે.

પ્રમાણસર પ્રતિનિધિત્વ મુજબ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા ચૂંટણી થાય છે. આ વોટિંગ ગુપ્ત મતદાન દ્વારા એટલે કે સિક્રેટ બેલેટ મારફત થાય છે.

ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા કેવી લાયકાત જોઈએ?

કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ત્યારે ચૂંટાઈ શકે જ્યારે

1. ભારતના નાગરિક હોય

2. ઓછામાં ઓછા 35 વર્ષની ઉંમર હોય

3. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતા હોય

ભારત સરકાર અથવા રાજ્ય સરકારને આધીન હોય એવી વ્યક્તિ, અથવા કોઈ સ્થાનિક ઑથૉરિટી આધીન કોઈ લાભના હોદ્દા પર હોય તેવી વ્યક્તિ આના માટે પાત્ર નહીં ગણાય.

ધનખડની ગેરહાજરીમાં તેમનું કામ કોણ સંભાળશે?

બીબીસી ગુજરાતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણીપંચ લોકસભા રાષ્ટ્રપતિ બંધારણ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાજ્યસભાના ઉપસભાપતિ ડૉ. હરિવંશ

બંધારણમાં એ વાત નથી જણાવાઈ કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય તે અગાઉ તેમનું નિધન થાય, રાજીનામું આપે, અથવા બીજા કોઈ કારણથી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કામ કરવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેમનું કામ કોણ સંભાળશે.

ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના સભાપતિ (સ્પીકર) હોય છે.

બંધારણમાં ઉપરાષ્ટ્રપતિને સંબંધિત માત્ર એક જોગવાઈ છે, જે રાજ્યસભાના સ્પીકરના સ્વરૂપમાં તેમના કાર્ય સાથે જોડાયેલ છે.

જો આ પદ ખાલી રહે તો તેમનું કામ રાજ્યસભાના ઉપસભાપતિ અથવા રાજ્યસભાના બીજા કોઈ સ્પીકર દ્વારા કરવામાં આવે છે, જેને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય.

ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા

બીબીસી ગુજરાતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણીપંચ લોકસભા રાષ્ટ્રપતિ બંધારણ

ઇમેજ સ્રોત, PUNJAB/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સાથે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (એકદમ ડાબે) - ફાઈલ ફોટો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં ઉપરાષ્ટ્રપતિ એ બીજા ક્રમે સૌથી ઊંચો બંધારણીય હોદ્દો ગણાય છે. તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે છે, પરંતુ કાર્યકાળ પૂરો થયા પછી પણ જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ પદભાર ન સંભાળે, ત્યાં સુધી જૂના ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દા પર રહે છે.

જોકે, ઉપરાષ્ટ્રપતિ સંસદ કે કોઈ ગૃહ અથવા વિધાનસભાના સભ્ય નથી હોતા.

બંધારણ મુજબ રાષ્ટ્રપતિના મૃત્યુ, પદત્યાગ, પદભ્રષ્ટ અથવા બીજા કોઈ કારણોથી રાષ્ટ્રપતિનું સ્થાન ખાલી પડે ત્યારથી લઈને નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય, ત્યાં સુથી ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિના રૂપમાં કામ કરવાનું હોય છે. રાષ્ટ્રપતિનું સ્થાન ખાલી પડે ત્યાર પછી છ મહિનાની અંદર નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવી ફરજિયાત છે.

જ્યારે રાષ્ટ્રપતિની ગેરહાજરી, બીમારી અથવા અન્ય કારણોથી પોતાની ફરજ બજાવવા માટે અસમર્થ હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ તેમની ફરજ બજાવે છે. આ સમયગાળા દરમિયાન ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિની તમામ શક્તિ અને વિશેષાધિકારો મળે છે.

ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના એક એવા સંકલ્પ દ્વારા પદ પરથી હટાવી શકાય છે, જેને રાજ્યસભાના તત્કાલીન સભ્યોના બહુમતથી પસાર કરવામાં આવે છે, જેની સાથે લોકસભા સહમત હોય.

જગદીપ ધનખડની રાજકીય સફર

બીબીસી ગુજરાતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણીપંચ લોકસભા રાષ્ટ્રપતિ બંધારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે જગદીપ ધનખડ (ફાઈલ ફોટો)

જગદીપ ધનખડનો જન્મ 18 મે, 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના કિઠાણા ગામે થયો હતો.

ગામની સરકારી પ્રાથમિક શાળામાં તેમણે ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો. ત્યાર પછી ઘરધાના સરકારી મિડલ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. 1962માં તેમણે સ્કૉલરશિપ મેળવીને ચિત્તોડગઢ સૈનિક સ્કૂલમાં ઍડમિશન લીધું હતું.

તેમણે જયપુરની મહારાજા કૉલેજમાંથઈ બીએસસી (ફિજિક્સ ઑનર્સ)ની ડિગ્રી મેળવી. ત્યાર પછી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એલએલબી (1978-79)નો અભ્યાસ પૂરો કર્યો.

નવેમ્બર 1979માં તેમણે રાજસ્થાન બાર કાઉન્સિલના સભ્ય તરીકે વકીલાત શરૂ કરી હતી.

માર્ચ 1990માં તેમને રાજસ્થાન હાઇકોર્ટના સિનિયર ઍડવૉકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જગદીપ ધનખડ 1990થી જ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા હતા.

1989માં તેઓ ભાજપના ટેકા સાથે જનતાદળની ટિકિટ પર ઝુંઝનુ લોકસભા બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા. આ સાથે તેમની રાજકીય સફર શરૂ થઈ.

1990-91 દરમિયાન તેઓ કેન્દ્રીય રાજ્યમંત્રી (સંસદાય બાબતોનું મંત્રાલય) રહ્યા. જનતાદળના વિભાજન પછી 1991માં ધનખડ કૉંગ્રેસમાં જોડાયા અને અજમેરથી કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા.

વર્ષ 2003માં ધનખડ ભાજપમાં સામેલ થયા. 1993-98 દરમિયાન તેઓ કિશનગઢ વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહ્યા.

લોકસભા અને વિધાનસભામાં પોતાના કાર્યકાળમાં તેઓ ઘણી સંસદીય સમિતિઓના સભ્ય પણ રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન