ગુજરાતની સરહદ નજીક આવેલો ભારતનો સૌથી ગરીબ જિલ્લો અલીરાજપુર જે ‘અચ્છે દિન’ની રાહ જોઈ રહ્યો છે – ગ્રાઉન્ડ રિપોર્ટ

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU/BBC

ઇમેજ કૅપ્શન, બજરી, જેના પરિવારની શોધમાં બીબીસી સંવાદદાતા અલીરાજપુર પહોંચ્યા
    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા, અલીરાજપુરથી

બજરીની ઉંમર 23 વર્ષની આસપાસ હશે. જોકે કોઈને તેમની ખરેખર ઉંમર વિશે જાણ નથી. કેટલાક ગામવાળાનું અનુમાન છે કે તેઓ 20 વર્ષથી વધુના નહીં હોય.

આટલી નાની વયે તેઓ ત્રણ દીકરીઓનાં માતા બન્યાં છે અને એ વાતની પણ નવાઈ નથી કે તેમની ત્રણેય દીકરીઓનો જન્મ તેમના જ સુદૂર ગામની તૂટેલી-ફૂટેલી ઝૂંપડીમાં થયો છે.

બજરી અને તેમની દીકરીઓ ભાગ્યશાળી હતાં કે તેઓ બચી ગયાં, નહીં તો આ વિસ્તારમાં સુવાવડ દરમિયાન મૃત્યુ થવું સામાન્ય બાબત છે. અહીં દૂર-દૂર સુધી દવાખાનાની કોઈ વ્યવસ્થા નથી.

તેમના પતિ કેરા જણાવે છે કે મહિલાઓને સુવાવડ માટે હોડીથી કે પછી પલંગ ઉપર સુવડાવી કકરાના લઈ જવા પડે છે અને પછી ત્યાંથી સોંડવા તાલુકો. આ 35 કિમીની મુસાફરી છે.

બજરી, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના એ વિસ્તારમાં રહે છે, જ્યાં પહોંચવું જ એક મુશ્કેલ કામ છે.

નબળી શારીરિક સ્થિતિ ધરાવનાર તો અહીં પહોંચતા પહોંચતા હેરાન થઈ જાય છે. આ વિસ્તાર અન્ય જિલ્લા કરતા સંપૂર્ણ રીતે સંપર્કવિહોણો છે.

બીબીસી ગુજરાતી

અલીરાજપુરના આ ગામો સુધી પહોંચવું અનહદ મુશ્કેલ

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU/BBC

ઇમેજ કૅપ્શન, બજરી પોતાના પતિ અને બાળકો સાથે

બિપરજોય વાવાઝોડું આવ્યું એ સમયે અહીં ગાંડો પવન ફૂંકાયો હતો અને થોડી થોડી વારે વરસાદ વરસી રહ્યો હતો.

એવામાં નર્મદા નદીને પેલે પાર જવા માટે કોઈ ‘મોટર-બોટ’ મળવી અશક્ય હતું.

ગાડીથી કકરાના પંચાયત સુધી જ જઈ શકાય એમ હતું. પછી નદી કિનારા સુધીની પગપાળા યાત્રા.

નદીની પેલે પાર ઘણાં ગામો છે, જેમકે પેરિયાતર, ઝંડાના, સુગટ, બેરખેડી, નદિસિરખડી, આંજનબારા, ડૂબખેડા, બડા આમ્બા, જલ સિંધી, સિલકદા, રોલીગાંવ. પણ આ ગામ, ઉત્તર કે પૂર્વ ભારતની જેમ નથી જ્યાં ઘણાં મકાન એક સાથે હોય છે.

આને અહીં ‘ફલિયા’ કહેવામાં આવે છે એટલે કે એક જગ્યાએ બધાં જ ઘર નથી હોતા. બે ઘર જો એક ટેકરી ઉપર છે તો બે-ત્રણ ઘર બીજી ટેકરી ઉપર. આ વિખેરાયેલાં ઘરોને જ અહીં લોકો ‘ફલિયા’ કહે છે.

લગભગ પોણા કલાકની મુસાફરી પછી અમે પેરિયાતર ‘ફલિયા’માં પહોંચ્યા. અલગ-અલગ પર્વતો ઉપર એક બે મકાન દેખાઈ રહ્યાં હતાં. ચઢીને અમે બજરીની ઝૂપડીમાં પહોંચ્યા.

અહીં તેઓ એક ઝૂપડીમાં પોતાના પતિ અને બાળકો સાથે રહે છે જ્યારે તેમના 70 વર્ષના સસરા એક બીજી ઝૂપડીમાં રહે છે.

માટીમાં આળોટતા બજરીના ત્રણેય બાળકોમાંથી એક, નાની દીકરી ઘોડિયામાં છે જે છત ઉપર લાગેલી લાકડીઓ સાથે બાંધેલું છે. બાળક નબળું છે અને કુપોષિત છે. બજરી પણ તેવાં જ છે. ઘરમાં ન તો ખાવાની વ્યવસ્થા છે ન કપડાંની.

બીબીસી ગુજરાતી

બજરીની ઇચ્છાઓ એવી કે સાંભળીને આંખો પાણીથી ભરાઈ જાય

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU/BBC

ઇમેજ કૅપ્શન, બજરી પોતાનાં બાળકો સાથે

આમ તો બજરી વધુ નથી બોલતાં, પણ બાળકોનાં કપડાં વિશે પૂછવા ઉપર તેઓ સળંગ બોલવાં લાગે છે.

"કપડાં, કપડાં ખરીદીએ કે બજારમાંથી કરિયાણું લઈને આવીએ? કપડાં ખરીદી લેશું તો બજારમાંથી કરિયાણું નહીં ખરીદી શકીએ."

"જો બજારમાંથી કરિયાણું ખરીદી લઈએ તો પછી કપડાં નહીં ખરીદી શકીએ. મસાલો લઈએ તો મરચું ન ખરીદી શકીએ. મરચું ખરીદીએ તો પછી હળદર અને મસાલા ન ખીરીદી શકીએ."

તેઓ જણાવે છે કે તેમના પરિવાર સાથે એવું પણ વારંવાર થાય છે કે જ્યારે કશું જ નથી મળી શકતું અને બાળકો ભૂખ્યા જ રહી જાય છે.

"કશું જ ન મળે તો શું કરી શકીએ? ભૂખ્યા જ રહીશું ને. બે-બે દિવસ સુધી ભૂખ્યા જ રહીએ છીએ. કોઈ લઈને તો આપતું નથી. શું ખાઈએ?"

સામાન્ય ગૃહિણીઓની જેમ તો નથી પણ બજરીને પોતાના પરિવાર માટે દરરોજની જરૂરિયાતો માટે પોતાની નાની-નાની ઇચ્છાઓ છે જેને સાંભળી અમારી સાથે આવેલા તલાટી યોગેશ ધાકરેની આંખો ભરાઈ ગઈ.

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર
ઇમેજ કૅપ્શન, તલાટી યોગેશ ધાકરે

બજરીએ પોતાની ઇચ્છાઓની નાનકડી યાદી સંભળાવી,"મીઠું જોઈએ છીએ, મરચું પણ, હળદર, મસાલા, દાળ, કડાઈ જોઈએ છીએ, વાસણ જોઈએ છીએ, કડછી જોઈએ છીએ, કોથળીઓ જોઈએ છીએ, કપડાં જાઈએ છીએ, તેલ, મસાલા, કશું જ નથી."

બજરી અને ‘ફલિયોં’માં રહેનારી એમના જેવી મહિલાઓની પાસે, વાળ ઓળવા માટે કાંસકી સુદ્ધા નથી. ન તો તૈયાર થવા માટે અન્ય વસ્તુઓ. જેમકે અરીસો.

મેં સવાલ પૂછ્યો તો તે પોતાની જાતને રોકી ન શક્યા. એક મહિલાનું દુ:ખ છલકાઈ ગયું, "કાંસકી પણ નથી, વાળમાં નાખવા તેલ નથી, પાઉડર પણ નથી. કાનમાં બુટ્ટી પણ નથી. નાકની વાળી પણ નથી. વાળ બાંધવા માટે પણ કશું જ નથી. ગળામાં પહેરવા પણ કશું જ નથી."

બીબીસી ગુજરાતી

દરરોજ એક નવો સંઘર્ષ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ARVIND SAHU/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અલીરાજપુર આદિવાસી બહુમત ધરાવતું ક્ષેત્ર છે. અહીંની વસ્તીમાં લગભગ 90 ટકા આદિવાસી જ છે.

અન્ય વિસ્તારોની સરખામણીએ પેરિયાતર અને એના જેવા આસપાસના ‘ફલિયો’માં રહેનારા આદિવાસીઓના જીવનમાં કોઈ ઉત્સાહ નથી. તેમની સામે દરેક દિવસ એક નવો સંઘર્ષ લઈને આવે છે.

અહીં રહેનારી બહુ મોટી વસ્તીની પાસે રૅશનકાર્ડ પણ નથી, જેનાથી તેઓ હોડીથી કકરાના સ્થિત સરકારી રૅશનની દુકાનથી ખાવા માટે કશુંક લઈ શકે.

બજરી જણાવે છે કે સ્થાનિક સરપંચ પાસેથી અનેક વાર વિનંતી કરવા છતાં પણ તેમના પરિવારનું રૅશનકાર્ડ નથી બની શક્યું.

પેરિયાતરમાં જ્યાં બજરીનું ઘર છે ત્યાં નજીકના જ ‘ફલિયા’માં એક લગ્ન થઈ રહ્યાં છે એટલે આજનો દિવસ બજરી અને તેમના પરિવાર માટે ખાસ છે. આજે તેમનાં બાળકોને દાળ અને ભાત ખાવા મળશે. આવું ઘણાં દિવસે બન્યું છે.

વર્ષ 2021માં આવેલા નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સમગ્ર ભારતમાં અલીરાજપુર જ એ જિલ્લો છે જ્યાં સૌથી વધુ ગરીબી છે. આવું પહેલીવાર હતું જ્યારે નીતિ આયોગે ‘મલ્ટી ડાઇમેંશનલ પૉવર્ટી ઇન્ડેક્સ’ એટલે કે ‘બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક’ બહાર પાડ્યો હતો.

આ રિપોર્ટ વર્ષ 2019 અને 2020ની વચ્ચે થયેલા ‘રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ’ના આંકડાના આધારે તૈયાર થયો હતો.

બીબીસી ગુજરાતી

અલીરાજપુર-એક નજરમાં

  • કુલ વસ્તી – 7 લાખ 28 હજાર
  • સાક્ષરતા દર – 36 ટકા
  • અતિ નિર્ધન લોકો – 71 ટકા
  • કુલ ક્ષેત્રફળ – 3182 વર્ગ કિલોમિટર
  • શહેરની વસ્તી – 8 ટકા
  • ગામની વસ્તી – 92 ટકા

(સ્રોત – ઓપીએચઆઈનું સર્વેક્ષણ)

બીબીસી ગુજરાતી

ઓપીએચઆઈના રિપોર્ટમાં અલીરાજપુર દુનિયામાં ગરીબીથી સૌથી વધુ પ્રભાવિત

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU/BBC

નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે આ ‘બહુપરિમાણીય ગરીબી સર્વેક્ષણ’ અથવા દેશમાં ગરીબીનું આંકલન ‘ઑક્સફર્ડ પૉવર્ટી ઍન્ડ હ્યુમન ડેવલપમૅન્ટ ઇનિશિએટિવ(ઓપીએચઆઈ)’ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ(યૂએનડીપી)એ જે કાર્યપ્રણાલી વિકસિત કરી હતી, એજ આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

જોકે વર્ષ 2018માં ‘ઑક્સફર્ડ પૉવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમૅન્ટ ઇનિશિએટિવ(ઓપીએચઆઈ)’એ જો સમગ્ર દુનિયામાં ગરીબીનું આંકલન કરનારા પોતાના સર્વેક્ષણનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેમાં મધ્ય પ્રદેશના અલીરાજપુરને વિશ્વના સૌથી વધુ ગીરીબીથી પ્રભાવિત વિસ્તારના રૂપમાં ચિહ્નિત કરવામાં આવ્યું હતું.

‘ઑક્સફર્ડ પૉવર્ટી ઍન્ડ હ્યુમન ડેવલપમૅન્ટ ઇનિશિએટિવ(ઓપીએચઆઈ)’ના 2018ના સર્વેક્ષણ પ્રમાણે અલીરાજપુરમાં રહેનારા 76.5 ટકા લોકો ગરીબ ચિહ્નિત કરવામાં આવ્યા છે.

બીબીસી ગુજરાતી

ભૂખ, ગરીબી અને પલાયનની કહાણી

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU

તો નીતિ આયોગના વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં જાહેર થયેલા ‘બહુપરિમાણીય ગરીબી સર્વેક્ષણ’માં જણાવવામાં આવ્યું હતું કે આ જિલ્લામાં કુલ આબાદીના 71.3 ટકા લોકો ગરીબ તો છે જ, સાથે, આ જિલ્લામાં સાક્ષરતાનો દર પણ ભારતમાં સૌથી ઓછો છે.

બજરીના પતિ કેરા જણાવેેે છે કે દેશના આ ભાગમાં રહેનારા લોકોનું જીવન કેટલી મુશ્કેલીઓથી ભરેલું છે. તેઓ કહે છે કે નદીની પેલે પાર વિસ્તારોમાં કોઈ જ પ્રકારની માળખાગત સુવિધાઓ નથી. ન રસ્તાઓ છે, ન વીજળી અને ન તો કોઈ શાળા.

તેઓ મજૂરી માટે પોતાના પરિવારને લઈને ગુજરાત જતા રહે છે. પછી અમુક પૈસા જમા થાય છે તો પાછા આવી જાય છે.

તેમનું કહેવું હતું કે, "ખેતરોમાં મજૂરી કરવા માટે ગુજરાત જતા રહે છે. ત્યાં એકથી બે મહિના રહીને ફરી ઘરે પરત આવી જાય છે. અહીં તો મજૂરી મળતી નથી. બાળકોને પણ સાથે લઈને જવું પડે છે. ઘરમાં વૃદ્ધ પિતાને એકલા મૂકીને."

બીબીસી ગુજરાતી

‘રોજગાર શું મળશે અહીં?’

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU/BBC

અલીરાજપુરમાં રોજગારના અવસર ખૂબ જ ઓછા અથવા નહિવત્ છે એ કારણે આ વિસ્તાર મોટા પાયે થઈ રહેલા પલાયનનો સાક્ષી બન્યો છે.

કેરા કહે છે કે, "રાજગાર અહીં શું મળવાનો? નર્મદા જઈએ તો માછલી પકડીને લઈ આવે છે. આનાથી ધંધો કઈ રીતે ચાલશે? આના સિવાય કોઈ અન્ય ઉપાય નથી. સરકાર તરફથી કોઈ મદદ નથી મળી રહી”

કેરાના પિતા તૂરસિંહની ઢળતી ઉંમર છે. પહેલાં તેઓ પણ મજૂરી કરવા ગુજરાત જતા રહેતા. પણ હવે તેમનું શરીર નબળું પડી રહ્યું છે. હવે તેઓ બીમાર જ રહે છે. તેમની સૌથી મોટી ચિંતા વિસ્તારમાં સ્વાસ્થ્યના સંસાધનોનું ન હોવું છે.

વાતચીતમાં તેઓ જણાવે છે કે, "જો બીમાર થઈ જઈએ તો શું કરીએ? સરકારી દવાખાને લઈને જવું પડશે. વિસ્તારમાં કોઈ દવાખાનું નથી."

"દવાખાનામાં બોલવું પડે છે કે ગામથી આવ્યા છીએ. બીમારને પલંગમાં ઉપાડી લઈ જવા પડે છે."

"વધુ બીમાર થઈ ગયા તો ગામમાં ઝાડ-ફૂંક કરનારાને બોલાવીએ છીએ અને દર્દી મરી જાય તો તેમને દફનાવી દઈએ છીએ. ક્યાં લઈ જઈએ એમને?"

તૂરસિંહ કહે છે કે તેમના ‘ફલિયા’ સુધી આવવા જવા માટે હોડી જ એકમાત્ર સહારો છે. પરંતુ તે બધું સમયસર મળતું નથી. તેમના પ્રમાણે હોડીથી અવરજવરમાં એક વ્યક્તિના સો રૂપિયા લાગે છે અને એટલા પૈસા કોઈની પાસે નથી.

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, બજરીના પતિ

એટલે ગંભીર રૂપે બીમાર થયેલા લોકોની સારવાર માટે લઈ જવાનો બીજો ઉપાય છે પલંગ, જેના ઉપર સુવડાવી પર્વતોને પાર કરી કેટલાય કલાકોની મુસાફરી કર્યા બાદ કકરાના પંચાયત પહોંચી શકાય છે.

પછી ત્યાંથી નાનાં વાહનો મારફતે સોંડવા તાલુકા, પરંતુ સોંડવામાં પણ સ્વાસ્થ્યની એટલી સારી સુવિધા ન હોવાના કારણે વારંવાર દર્દીઓને ગુજરાત જ લઈ જવામાં આવે છે.

અમારી સાથે આ ગામની મુલાકાત કરવા આવેલા મધ્ય પ્રદેશ સરકારમાં તલાટીના પદ ઉપર કાર્યરત યોગેશ ધાકરે જણાવે છે કે ઘણાં લોકોના આધાર કાર્ડ એટલા માટે નથી બની શક્યા કારણ કે લોકોની આંગળીની છાપ ભૂંસાઈ ગઈ છે. ખાસ કરીને વૃદ્ધોની.

તેઓ માને છે કે આ વિસ્તાર સંપૂર્ણ રીતે સંપર્કવિહોણો છે જેના કારણે કોઈ પણ પ્રકારના વિકાસ અહીં સુધી નથી પહોંચી શક્યો. તેઓ જણાવે છે કે મનરેગા હેઠળ મજૂરી માટે અહીંના લોકો માનતા નથી.

તેઓ કહે છે કે, "મનરેગામાં કામ એટલા માટે નથી કરવા માગતા અહીંના ગ્રામીણો કારણ કે એક તો તેમને લાગે છે કે મજૂરીની દર ઓછી છે અને બીજું કે પૈસા મળવામાં બે-ત્રણ મહિના લાગી જાય છે. જ્યારે ગુજરાતમાં મજૂરી કરવા જો આ લોકો જાય છે તો તેમને દર અઠવાડિયે મજૂરી મળી જાય છે. આખો પરિવાર કામ કરે છે તો કેટલાક પૈસા જમા પણ થઈ જાય છે."

બીબીસી ગુજરાતી

બે વર્ષમાં અલીરાજપુરની તસવીર બદલવાનો દાવો

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર
ઇમેજ કૅપ્શન, અલીરાજપુરના ડીએમ રાઘવેન્દ્રસિંહ

અલીરાજપુરમાં જિલ્લા અધિકારી, રાઘવેન્દ્રસિંહ સાથે જ્યારે બીબીસીએ આ વિશે પૂછ્યું તો તેમણે સ્વીકાર કર્યો કે જિલ્લામાં રોજગારનાં સંસાધનો ઓછાં છે જેના કારણે પલાયન થાય છે. જિલ્લા અધિકારી જણાવે છે કે સમગ્ર જિલ્લામાં ઉદ્યોગ ના બરાબર જ છે.

આના સિવાય તેઓ એમ પણ જણાવે છે કે અલીરાજપુરની જમીન એટલી ફળદ્રુપ પણ નથી કે જેના કારણે કૃષિથી લોકોને વધુ ફાયદો નથી થઈ રહ્યો. તેઓ એમ પણ જણાવે છે કે સાક્ષરતા દરમાં પણ જિલ્લો સરખામણીની દ્રષ્ટીએ પાછો પડે છે.

પરંતુ રાઘવેન્દ્રસિંહ કહે છે કે આવનારાં બે વર્ષોમાં અંદર અલીરાજપુરની તસવીર બદલાય જશે જ્યારે નર્મદા નદીથી પાણીનો સપ્લાઈ લોકો સુધી પહોંચશે.

બીબીસી સાથે વાત કરતી વખતે સિંહ કહે છે કે, "અત્યારે સૌથી વધુ ઉપલબ્ધિ અમારી છે કે સિંચાઈ માટે નર્મદાનું પાણી ખેતરોમાં ‘પાઇપલાઇન’ મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે."

"વર્ષ 2025 સુધી નર્મદાનું પાણી પણ લોકો સુધી ‘પાઇપલાઇન’ મારફતે પહોંચી જશે. આ યોજનાની શરૂઆત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાને કરી હતી."

બીબીસી ગુજરાતી

સુવિધાઓ પહોંચાડવામાં શું છે મુશ્કેલી?

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર
ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા સલમાન રાવી પેરિયાતર પહોંચાવાની રાહમાં

અલીરાજપુરના જિલ્લા અધિકારીનું કહેવું છે કે માત્ર એ વિસ્તારોમાં સમસ્યા વધુ છે જે નર્મદાના ડૂબ ક્ષેત્રમાં આવે છે અને જ્યાં પહોંચવું મુશ્કેલ છે.

એમનું કહેવું છે કે, "જો તમે ઉત્તર ભારતનાં ગામોની સંરચના જુઓ તો અહીંથી બિલકુલ અલગ છે. અહીં ગામોમાં એકસાથે ઘણાં ઘરો નહીં મળે. આજ કારણ છે કે સરકારી અમલીકરણ માટે એક-એક ઘર સુધી સુવિધા પહોંચાડવી મુશ્કેલ છે કારણ કે બે ઘર ક્યાંક છે તો અન્ય બે ઘર ઘણાં દૂર ક્યાંક બીજે છે."

આના સિવાય, તેઓ કહે છે કે, બીજા વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે જેની ઝલક જિલ્લા મુખ્યાલયથી લઈને ગામડાં સુધી જોઈ શકાય છે જ્યાં નવા રસ્તાઓ બનીને તૈયાર થઈ ગયા છે.

એમનું કહેવું હતું કે શિક્ષણના ક્ષેત્રમાં પણ અલીરાજપુર હવે પહેલાંથી સારું કરી રહ્યું છે જેની ઝલક 10માં અને 12માંના બોર્ડની પરીક્ષાઓના પરિણામોમાં જોવા મળે છે.

બીબીસી ગુજરાતી

અલીરાજપુરના ગામ કેમ ખાલી છે?

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

ઇમેજ સ્રોત, ARVIND SAHU

ઇમેજ કૅપ્શન, આદિવાસી કાર્યકર્તા નિલેશ અલાવા

આદિવાસી કાર્યકર્તા નિતેશ અલાવાનો દાવો છે કે અલીરાજપુર જિલ્લો ઘણાં માપદંડોમાં દેશના અન્ય ભાગો કરતા ઘણો જ નબળો છે.

તે આના માટે જનપ્રતિનિધિઓના વર્તનને જવાબદાર ગણે છે. નિતેશ અલાવા કહે છે કે વર્ષના મોટાભાગના મહિનાઓમાં અલીરાજપુરના ગામ ખાલી મળે છે જ્યાં માત્ર વૃદ્ધો જ જોવા મળે છે.

બીબીસી ગુજરાતી

શું અલીરાજપુરનું નસીબ બદલાશે?

મધ્ય પ્રદેશ અને અલીરાજપુર

તેઓ કહે છે કે, "સમગ્ર ગામ ખાલી થઈ જાય છે. લોકો મજૂરી માટે પરિવાર સાથે પલાયન કરી જાય છે. આ લોકો માત્ર બે વાર જ પોતાના ગામે પાછા ફરે છે."

"કોઈ પારિવારના પ્રસંગમાં કે પછી દિવાળી ઉપર. ચોમાસું પાકની લલણી સાથે જ અહીંના ગામવાસીઓનું જવાનું શરૂ થઈ જાય છે."

અલાવા પ્રમાણે બે અલીરાજપુર છે, એક એ જે મુખ્યાલય અને આસપાસનો વિસ્તાર છે જે સારો દેખાય છે અને બીજો એ જ્યાં લોકો પાસે પહેરવા માટે કપડાં, મકાન અને અન્ય જરૂરી સુવિધાઓ સુદ્ધાં નથી.

‘ઑક્સફર્ડ પૉવર્ટી ઍન્ડ હ્યુમન ડેવલપમૅન્ટ ઇનિશિએટિવ(ઓપીએચઆઈ)’ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યૂએનડીપી)નો ‘વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સર્વેક્ષણ’નો રિપોર્ટ વર્ષ 2018માં આવ્યો, એટલે કે એ વર્ષે જ્યારે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને પછી વર્ષ 2019માં સામાન્ય ચૂંટણી થઈ.

નીતિ આયોગના સર્વેક્ષણનો રિપોર્ટ વર્ષ 2021માં આવી. હવે મધ્ય પ્રદેશમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી દસ્તક દઈ રહી છે.

પાછલાં પાંચ વર્ષોમાં પ્રદેશમાં પહેલાં 15 મહિના કમલનાથના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર રહી અને ફરી શિવરાજસિંહ ચૌહાનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બની ગઈ.

પરંતુ અહીં રહેનારા આદિવાસી કાર્યકર્તાઓ અને સામાજિક કાર્યકર્તાઓને લાગે છે કે આ ચૂંટણીનું અલીરાજપુરના લોકો માટે કોઈ ખાસ મહત્ત્વ નથી એટલા માટે કારણ કે ક્ષેત્રના મોટા વિસ્તારોમાં નેતા મત માગવા પણ નથી આવતા.

પેરિયાતર જ્યાં સ્થિત છે, ત્યાં લોકોને યાદ પણ નતી કે તેમણે કોઈ પ્રતિનિધિને છેલ્લી વાર ક્યારે જોયા હતા.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી