રાહુલ ગાંધી બનશે વિપક્ષ નેતા, INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઈ. આ બેઠકમાં રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાને લઈને વિચાર કરવામાં આવ્યો. સાથે જ તેમને વિપક્ષ નેતા બનાવવા માટે પ્રોટેમ સ્પીકરને એક પત્ર પણ લખવામાં આવ્યો.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે. સી. વેણુગોપાલે મંગળવારે રાત્રે ખડગેના ઘરે થયેલી બેઠકની જાણકારી આપતા જણાવ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષ બનાવવાને લઈને ચર્ચા થઈ અને આ અંગે એક પત્ર પણ પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબને પણ લખ્યો છે.
રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો નિર્ણય લોકસભા સ્પીકરની ચૂંટણીના એક દિવસ પહેલાં લેવામાં આવ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે વિપક્ષ સત્તા પક્ષ સામે આક્રમક વલણ અખત્યાર કરવા માગે છે.
હાલમાં થયેલી ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસને સંજીવની મળી છે. અટકળો છે કે વિપક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર અને તેમના નિર્ણયો સામે આક્રમક વલણ અપનાવશે.
કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત ન મળી, જામીન પર રોક યથાવત્

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દાર અનુસાર, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને કથિત શરાબનીતિ કૌભાંડ મામલે હાઈકોર્ટમાંથી રાહત નથી મળી.
દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની રાઉઝ ઍવન્યૂ કોર્ટના નિર્દેશને પલટીને અરવિંદ કેજરીવાલના જામીન રદ કર્યા છે.
20 જૂને દિલ્હીની રાઉઝ ઍવન્યૂ કોર્ટે અરવિંદ કેજરીવાલને આ મામલે જામીન આપ્યા હતા પરંતુ ઈડીની અરજી પર તે દિવસે હાઈકોર્ટે રાઉઝ ઍવન્યૂ કોર્ટના આ આદેશ પર રોક લગાવી દીધી હતી અને આ મામલાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ ઉપરાંત હાઈકોર્ટે એમ પણ કહ્યું કે મની લૉન્ડ્રિંગ મામલાના કાયદામાં નિર્ધારિત જામીનની શરતો પર ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશ દ્વારા ચર્ચા કરવામાં નથી આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરવિંદ કેજરીવાલે આ રોક સામે આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે હાઇકોર્ટને ચુકાદો આપવા માટે કહ્યું હતું. હવે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ કેજરીવાલની જામીન અરજી પર બુધવારે સુનાવણી કરશે.
મુખ્ય મંત્રી કેજરીવાલની આ વર્ષે 21મી માર્ચે ઈડીએ દિલ્હીની એક્સાઇઝ નીતિ મામલે થયેલા કથિત કૌભાંડ મામલે ધરપકડ કરી હતી.
સ્પીકરના પદ માટે એનડીએના ઉમેદવારને સમર્થન વિશે રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ સ્પીકરના પદ માટે એનડીએના ઉમેદવારનું સમર્થન કરવા માટે તૈયાર છે, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઈએ.
રાહુલ ગાંધીએ સમાચાર એજન્સી એએનઆઈએ કહ્યું, "રાજનાથસિંહે ખડગેજીને સોમવારે સાંજે ફોન કર્યો હતો. તેમણે અપીલ કરી હતી કે વિપક્ષ સ્પીકરના પદ માટે એનડીએના ઉમેદવારનું સમર્થન કરે."
"ખડગેજીએ સ્પષ્ટ કહ્યું હતું કે અમે એનડીએના ઉમેદવારનું સમર્થન કરવા માટે તૈયાર છીએ, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઈએ. રાજનાથસિંહે કહ્યું હતું કે તેઓ ફરીથી ફોન કરશે. જોકે, રાજનાથસિંહ હજુ સુધી ફોન કર્યો નથી."
રાહુલ ગાંધીએ કહ્યું કે "અમારા નેતાનું સન્માન કરવામાં આવતું નથી. તેમની નિયત સાફ નથી. પરંપરા છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષનું હોવું જોઈએ."
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે "લોકસભા ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઈએ."
અખિલેશ યાદવે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "ચિત્ર હમણાં જ સ્પષ્ટ થઈ જશે. વિપક્ષની માંગણી છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઈએ."

અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવીને ટી20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઈસીસી ટી20 વર્લ્ડકપના સુપર આઠ તબક્કામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને આઠ રનથી હરાવી દીધું છે.
આ જીતની સાથે જ અફઘાનિસ્તાન ટી20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ પ્રથમ અવસર છે જ્યારે અફઘાનિસ્તાન કોઈ આઈસીસી ટ્રોફી ઇવેન્ટના સેમિફાઇનલમાં પહોંચ્યું છે.
આ સાથે જ ઑસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું છે.
મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી સૌથી વધારે રાશિદ હોસેને ત્રણ વિકેટ લીધી.
વરસાદને કારણે બાંગ્લાદેશ માટે ડકવર્થ લ્યુઇસના હિસાબથી 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ નક્કી થયો. બાંગ્લાદેશની ટીમ 105 રનમાં જ સમેટાઈ ગઈ. અફગાનિસ્તાનના નવીન ઉલ હક અને રાશિદ ખાને ચાર-ચાર વિકેટ લીધી.
લિટન દાસ 54 રન બનાવીને નૉટ આઉટ રહ્યા પરંતુ તેમની ઇનિંગ ટીમને હારથી બચાવી ન શકી.
હવે 27 જૂનના બંને સેમિફાઇનલ મૅચ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મૅચમાં અફઘાનિસ્તાનની સામે દક્ષિણ આફ્રિકાની મૅચ રમશે. ત્યારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી મૅચ રમાશે.
29 જૂન બ્રિજટાઉનમાં આઈસીસી ટી20 વિશ્વકપની ફાઇનલ મૅચ રમાશે.
બ્રિટનની જેલમાં પાંચ વર્ષ વિતાવ્યાં પછી જુલિયન અસાંજ મુક્ત, અમેરિકા સાથે સમજૂતી

ઇમેજ સ્રોત, REUTERS
વર્ષો સુધી ચાલેલી કાયદાકીય લડાઈ પછી વિકિલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજ આજે બ્રિટનની જેલમાંથી મુક્ત થયા. અમેરિકાના પ્રશાસન સાથે સમજૂતી પછી જુલિયન અસાંજને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
52 વર્ષીય અસાંજ પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજોની ચોરી અને તેને સાર્વજનિક કરવાનો આરોપ હતો.
અમેરિકાની સરકારે આરોપ લગાવ્યો હતો કે ઇરાક અને અફઘાનિસ્તાને લગતી જે ફાઇલો વિકિલીક્સે સાર્વજનિક કરી હતી તેને કારણે કેટલાક લોકોની જીંદગી જોખમમાં મુકાઈ હતી.
જુલિયન અસાંજ છેલ્લાં પાંચ વર્ષથી બ્રિટનની જેલમાં બંધ હતા અને તેઓ જેલમાંથી જ અમેરિકામાં પ્રત્યર્પણનો કેસ લડી રહ્યા હતા. અમેરિકામાં બીબીસીના સહયોગી સીબીએ ન્યૂઝ પ્રમાણે, અસાંજ અમેરિકામાં કસ્ટડીમાં વધારે સમય પસાર કરશે નહીં.
ન્યાયલયની એક ચિઠ્ઠી પ્રમાણે, જુલિયન ઑસ્ટ્રેલિયા પાછા ફરશે.
વિકિલીક્સે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું, "જુલિયન અસાંજ સ્વતંત્ર છે. 1901 દિવસ જેલમાં રહ્યા પછી 24 જૂનની સવારે તેઓ બેલમાર્શ જેલની બહાર આવ્યા. લંડનની હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. જુલિયને સ્ટૅન્સ્ટેડ ઍરપોર્ટ પર મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને યુકે છોડ્યું."
વિકિલીક્સ પ્રમાણે, વિશ્વવ્યાપી અભિયાનો અને સંયુક્ત રાષ્ટ્રમાં અવાજ ઉઠાવનારા નેતાઓને કારણે જુલિયન અસાંજને મુક્તિ મળી છે. ત્યાર બાદ જ અમેરિકા સાથે સમજૂતી શક્ય બની. જોકે, આ સમજૂતીની વિગતો વિકિલીક્સ પાસે પણ નથી.
વિકિલીક્સે કહ્યું, "પાંચ વર્ષ સુધી જેલમાં 23 કલાકો વિતાવ્યા પછી જુલિયન તેમનાં પત્ની સ્ટેલા અસાંજ અને બાળકોને મળશે, જેમને જુલિયને જેલમાં જ જોયા છે."
જુલિયન અસાંજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી બ્રિટેન છોડી દીધું. અમેરિકા સાથે જુલિયન શું સમજૂતી કરી છે તેના વિશે જાણકારીઓ બહાર આવી નથી.
ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને ટી-20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. 27 જૂને ભારત ઇંગ્લેન્ડ સામે સેમી-ફાઇનલ રમશે.
ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને પહેલી બેટિંગ આપી હતી. ભારતીય ટીમે આક્રમક બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયા સામે 206 રનનો લક્ષ્યાંક રાખ્યો.
ભારત તરફથી કૅપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરતા 41 બૉલમાં 92 રન ફટકાર્યા હતા. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે 16 બૉલમાં 31 અને હાર્દિક પંડ્યાએ 17 બૉલમાં 27 રન કર્યા હતા.
ઑસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને સ્ટૉયનિસને બે-બે વિકેટો મળી હતી. જોકે, ઑસ્ટ્રેલિયાના જૉસ હેઝલવુડે પોતાની ચાર ઑવરમાં માત્ર 14 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
ભારતના લક્ષ્યાંકનો જવાબ આપવા માટે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને ડેવિડ વૉર્નરના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. જોકે, કૅપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરી હતી.
કૅપ્ટન મિચેલ માર્શ નવમી ઑવરમાં કુલદીપ યાદવનો શિકાર બન્યા હતા. ત્યારબાદ સમયાંતરે ઑસ્ટ્રેલિયાની વિકેટો પડતી રહી. જોકે, ઑસ્ટ્રેલિયાના આક્રમક બૅટ્સમૅન ટ્રેવિસ હેડ બીજે છેડે આક્રમક બેટિંગ કરી રહ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ઇનિંગની 17મી ઓવરમાં ટ્રેવિસ હેડ બુમરાહનો શિકાર બન્યા અને ત્યારબાદ મૅચ પર ભારતની પકડ મજબૂત બની હતી. ભારતે આપેલા 206 રનના લક્ષ્યાંક સામે ઑસ્ટ્રેલિયા 20 ઓવરનાં અંતે સાત વિકેટ ગુમાવીને 181 રન જ કરી શક્યું.
ભારત તરફથી અર્શદીપસિંહે સૌથી વધારે ત્રણ વિકેટો ઝડપી હતી. કુલદીપ યાદવે પણ બે સફળતા મેળવી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.
આ સાથે જ ભારતે ટી-20 વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં પ્રવેશની આશા બાંગ્લાદેશ પર નિર્ભર છે. બાંગ્લાદેશ જો મંગળવારે અફધાનિસ્તાન સામેની મૅચ જીતશે તો ઑસ્ટ્રેલિયા સેમી ફાઇનલમાં આવશે. અફધાનિસ્તાન જો બાંગ્લાદેશ સામે મૅચ જીતશે તો પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપના સેમી-ફાઇનલમાં પહોંચશે.
ટીઆરપી ગેમ ઝોનની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કૉંગ્રેસનું રાજકોટ બંધનું એલાન

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
ગયા મહિને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ગુજરાત કૉંગ્રેસે મંગળવારે આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે રાજકોટ બંધનું એલાન કર્યું છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું, "મોરબીની ઘટના, તક્ષશિલા કાંડ, વડોદરા ના હરણીકાંડમાં આજ દિન સુધી લોકોને ન્યાય મળેલ નથી. રાજકોટમાં ગેમઝોનની ઘટનામાં પણ પરિવારોને ન્યાય મળશે કે કેમ તે શંકા છે. 25મી મેના દિવસે થયેલી આ ઘટનાને એક મહિનો થયો. માસિક પુણ્યતિથિએ રાજકોટ સ્વયંભૂ બંધ રહે તે માટે દુકાનદાર વેપારી એસોસિયેશન સંપૂર્ણપણે સાથ આપેલ છે."
કૉંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું, "સતત 26 દિવસથી રાજકોટના ખૂણે ખૂણે અમે લોકો ફરી રહ્યા છે પાનના ગલ્લે વેપારીઓને લોકોને મળ્યા છીએ ડોર ટુ ડોર 70 થી 80,000 લોકોનો સંપર્ક કર્યો છે સરકાર ભાજપના ભ્રષ્ટ નેતાઓની ધરપકડ કરવા માગતી નથી."
ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાનની ઘટનામાં જે 27 અપવૃત મૃત્યુ પામ્યા તેઓની આત્માને શાંતિ અને મુક્તિ અર્થે કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા સોમવારે રાત્રે જિલ્લા પંચાયત ચોક ખાતેથી કેન્ડલ માર્ચ યોજી હતી.
આ કેન્ડલ માર્ચ કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશન અને તેઓના 200 જેટલા વિદ્યાર્થીઓ રેસકોર્સ ખાતે જોડાયા હતા અને સદગુતોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Reuters
વર્ષો સુધી ચાલેલી કાયદાકીય લડાઈ પછી વિકિલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજે આજે બ્રિટનની જેલમાંથી મુક્ત થયા. અમેરિકાના પ્રશાસન સાથે સમજૂતી પછી જુલિયન અસાંજને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
52 વર્ષીય અસાંજે પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજોની ચોરી અને તેને સાર્વજનિક કરવાનો આરોપ હતો.
અમેરિકાની સરકારે આરોપ લગાવ્યો હતો કે ઇરાક અને અફધાનિસ્તાને લગતી જે ફાઇલો વિકિલીક્સે સાર્વજનિક કરી હતી તેને કારણે કેટલાક લોકોની જીંદગી જોખમમાં મુકાઈ હતી.
જુલિયન અસાંજે છેલ્લાં પાંચ વર્ષથી બ્રિટનની જેલમાં બંધ હતા અને તેઓ જેલમાંથી જ અમેરિકામાં પ્રત્યાર્પણનો કેસ લડી રહ્યા હતા. અમેરિકામાં બીબીસીના સહયોગી સીબીએ ન્યૂઝ પ્રમાણે, અસાંજે અમેરિકામાં કસ્ટડીમાં વધારે સમય પસાર કરશે નહીં.
ન્યાયલયની એક ચિઠ્ઠી પ્રમાણે, જુલિયન ઑસ્ટ્રેલિયા પાછા ફરશે.
વિકિલીક્સે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું, "જુલિયન અસાંજ સ્વતંત્ર છે. 1901 દિવસ જેલમાં રહ્યા પછી 24 જૂનની સવારે તેઓ બેલમાર્શ જેલની બહાર આવ્યા. લંડનની હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. જુલિયને સ્ટૅન્સ્ટેડ એરપોર્ટ પર મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને યુકે છોડ્યું."
વિકિલીક્સ પ્રમાણે, વિશ્વવ્યાપી અભિયાનો અને સંયુક્ત રાષ્ટ્રમાં અવાજ ઉઠાવનારા નેતાઓને કારણે જુલિયન અસાંજેને મુક્તિ મળી છે. ત્યાર બાદ જ અમેરિકા સાથે સમજૂતી શક્ય બની. જોકે, આ સમજૂતીની વિગતો વિકિલીક્સ પાસે પણ નથી.
વિકિલીક્સે કહ્યું, "પાંચ વર્ષ સુધી જેલમાં 23 કલાકો વિતાવ્યા પછી જુલિયન તેમના પત્ની સ્ટેલા અસાંજે અને બાળકોને મળશે, જેમને જુલિયસને જેલમાં જ જોયા છે."
જુલિયન અસાંજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી બ્રિટેન છોડી દીધું. અમેરિકા સાથે જુલિયન શું સમજૂતી કરી છે તેના વિશે જાણકારીઓ બહાર આવી નથી.












