ગરમીનો વીમો, જેણે ઘરની બહાર કામ કરતી મહિલાઓને સહાય આપી
ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે પરંતુ હંસા ઘરની બહાર છે. તેઓ શહેરનો કચરો વીણે છે. તેમને હીટ સ્ટ્રૉક આવ્યો હતો અને છ દિવસ તેઓ કામ ન કરી શક્યાં, આવક અડધી થઈ ગઈ.
અતિશય તીવ્ર ગરમી લાખો ગરીબ લોકોને અસર કરી રહી છે. તેમણે નક્કી કરવાનું છે કે અસુરક્ષિત વાતાવરણમાં કામ કરવું છે કે ભૂખ્યા રહેવું છે.
સૌથી વધુ અવળી અસર મહિલાઓને થઈ રહી છે, ખાસ કરીને જે બહુ ઓછું કમાય છે, માંડ 3-4 હજાર મહિને. તે લોકો માટે ગરમીનો વીમો ખરેખર એક આશીર્વાદના રૂપમાં આવ્યો છે.
જે દિવસે નિયત નંબર્સ કરતા તાપમાનનો પારો ઉપર જાય ત્યારે અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ જાય છે, જે લોકો પાસે ગરમીનો વીમો છે તેમને દિવસના અંદાજે 300 રૂપિયા મળી જાય છે.
46,000 મહિલાઓ આ વીમા પ્રોગ્રામનો લાભ મેળવી ચૂકી છે. પરંતુ હીટ વેવની ખરાબ થઈ રહેલી પરિસ્થિતિને જોતા આ મામૂલી રકમ પૂરતી નથી.
જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images




