ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું? હવે સૌથી વધારે વરસાદ ક્યાં પડવાની આગાહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં વરસાદની આાગહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ કે ચાર દિવસમાં ચોમાસું ગુજરાતના વધારે વિસ્તારોને આવરી લે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે.
ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધશે.
આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
તેનો મતલબ એ છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ શરૂ થઈ જશે.
તો જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ?
ચોમાસું ક્યાં પહોંચ્યું છે?

ઇમેજ સ્રોત, IMD
હાલમાં સમુદ્રનું ચોમાસું પશ્ચિમ ભારતમાં ખૂબ જ મજબૂત છે. મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, કર્ણાટકમાં મજબૂત સ્થિતિમાં છે. કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે વહેલી સવારે અમદાવાથી લઈ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે. સૌથી વધારે વાદળો અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ, અને નવસારી જેવા વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અને રાજકોટમાં પુષ્કળ વાદળો છે.
આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
2 જુલાઈ સુધીમાં ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે.
ગુજરાતમાં ગઈકાલ 66 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પડ્યો હતો. જૂનાગઢના કેશોદ અને મેંદરડાના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે.
ગઈકાલે નવસારીથી આગળ વધીને વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને રાજપીપળા સુધી આગળ વધ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદની ઍન્ટ્રી થઈ ગઈ છે.
હવામાન વિભાગની તમામ પરિસ્થિતિઓ એ દર્શાવે છે કે હજી ચોમાસું આગળ વધશે અને અમદાવાદ સુધી આવશે.
આજે ક્યાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગનું મોડેલ દર્શાવે છે કે, સોમવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થશે. અહીંના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.
કોઈક નાના વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે.
અત્યારે જે વરસાદ આવશે તે પહેલાં ખૂબ પવન ફૂંકાશે અને તે પવનની ગતિ 40થી 45 અને 45થી 55 કિલોમીટરની ઝડપે રહી શકે છે. પરંતુ તે વાવાઝોડા અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ નહીં બનાવી શકે.
આ સાથે જ, આગાહી પ્રમાણે ગાજવીજ સાથે ખૂબ વીજળી પણ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરામાં સારો વરસાદ પાડવાની શક્યતા છે.
આ સિવાય પૂર્વ ગુજરાતમાં પણ છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને અમદાવાદના વિસ્તારમાં સારો વરસાદ પાડવાની શક્યતા છે.
ત્યાર બાદ આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ વરસાદ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા, સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદ થશે.
આ વિસ્તારમાં એકાદ નાના સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે અને મોટા ભાગના વિસ્તારમાં મધ્યમ પ્રકારનો વરસાદ રહેશે.
ઉપરાંત, કચ્છમાં મુન્દ્રા અને ખાવડાના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આજે કચ્છના વિસ્તારમાં વરસાદના પ્રમાણમાં થોડો વધારો થઈ શકે છે.
અત્યારે જે હવામાન વિભાગના મોડેલો દર્શાવે છે તે પ્રમાણે આ ભારેથી અતિભારેની સ્થિતિ 26 અને 27 જૂન સુધી ચાલશે. ત્યારબાદ આ વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાશે.
પરંતુ ફરી 28 જૂન બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વરસાદમાં વધારો જોવા મળશે. આ સિવાય 30 જૂન પછી સૌરથ્રામાં વરસાદનું જોર વધવાની શરૂઆત થશે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 30 જૂન બાદ વરસાદ વધવાની શક્યતા છે.












