અક્ષર પટેલનો એ કૅચ જેણે ઑસ્ટ્રેલિયા સામેની મૅચનું પાસું પલટી નાખ્યું

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.
ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને પહેલી બેટિંગ આપી હતી. ભારતીય ટીમે આક્રમક બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયા સામે 206 રનનો લક્ષ્યાંક રાખ્યો.
ભારત તરફથી કૅપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરતા 41 બૉલમાં 92 રન ફટકાર્યા હતા. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે 16 બૉલમાં 31 અને હાર્દિક પંડ્યાએ 17 બૉલમાં 27 રન કર્યા હતા.
ઑસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને સ્ટૉયનિસને બે-બે વિકેટો મળી હતી. જોકે, ઑસ્ટ્રેલિયાના જૉસ હેઝલવુડે પોતાની ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
ભારતના લક્ષ્યાંકનો જવાબ આપવા માટે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને ડેવિડ વૉર્નરના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. જોકે, કૅપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરી હતી.
જોકે, ભારતે આપેલા 206 રનના લક્ષ્યાંક સામે ઑસ્ટ્રેલિયા 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 181 રન જ કરી શક્યું.
આ સાથે જ ભારતે ટી-20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 27 જૂને ભારત ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ રમશે.
રોહિતની આક્રમક ફટકાબાજી

ઇમેજ સ્રોત, ANI
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચેલ માર્શે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો. ભારતની ટીમે પહેલાં બેટિંગ કરીને પાંચ વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમની શરૂઆત સારી ન રહી અને વિરાટ કોહલી શૂન્ય રન પર હેઝલવુડનો શિકાર બન્યા.
જોકે, રોહિત શર્મા બીજા છેડે એકદમ આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યા હતા. તેમણે મિચેલ સ્ટાર્કની એક જ ઓવરમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને 29 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ માત્ર 19 બૉલમાં જ પોતાની અડધી સદી ફટકારી હતી. આ રોહિતના ટી-20 કરિયરની સૌથી ઝડપી અડધી સદી હતી.
રોહિતની આક્રમક બેટિંગને કારણે ભારતે નવ ઓવરમાં 100નો આંકડો પાર કરી લીધો હતો. રોહિત શર્માની 41 બૉલમાં 92 રનની ઇનિંગમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા.
રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે 16 બૉલમાં 31 અને હાર્દિક પંડ્યાએ 17 બૉલમાં 27 રન કર્યા હતા.
ઑસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને સ્ટૉયનિસને બે-બે વિકેટો મળી હતી. જોકે, ઑસ્ટ્રેલિયાના જૉસ હેઝલવુડે પોતાની ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલના કૅચે પલટી બાજી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના લક્ષ્યાંકનો જવાબ આપવા માટે ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમને ડેવિડ વૉર્નરના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. જોકે, કૅપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરી હતી.
બંને બૅટ્સમૅનો મૅચની છેલ્લે સુધી લઈ જવાના મૂડમાં દેખાઈ રહ્યા હતા. આઠ ઓવરનાં અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટના નુકસાન પર 83 રન હતો.
જોકે, કૅપ્ટન મિચેલ માર્શ નવમી ઓવરમાં કુલદીપ યાદવનો શિકાર બન્યા હતા. કુલદીપના એક બૉલને બાઉન્ડ્રીની પાર પહોંચડાવાની લાલચમાં ડીપ સ્કવેયર લેગ પર હવામાં શૉટ ફટકાર્યો હતો. જોકે, બાઉન્ડ્રી પર અક્ષર પટેલે હવામાં ડાઇવ લગાવીને એક હાથે શાનદાર કૅચ કરીને ભારતની મૅચમાં વાપસી કરાવી હતી.
આ કૅચ ઉપરાંત અક્ષર પટેલે પોતાની બૉલિંગ વડે પણ લોકોને પ્રભાવિત કર્યા હતા. અક્ષરે ત્રણ ઓવરમાં માત્ર 21 રન આપીને ઑસ્ટ્રેલિયાના આક્રમક ઑલ-રાઉન્ડર માર્કસ સ્ટૉયનિસની વિકેટ પણ ઝડપી હતી.
માર્શની વિકેટ બાદ સમયાંતરે ઑસ્ટ્રેલિયાની વિકેટો પડતી રહી. જોકે, ઑસ્ટ્રેલિયાના આક્રમક બૅટ્સમૅન ટ્રેવિસ હેડ બીજે છેડે આક્રમક બેટિંગ કરી રહ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ઇનિંગની 17મી ઓવરમાં ટ્રેવિસ હેડ બુમરાહનો શિકાર બન્યા અને ત્યારબાદ મૅચ પર ભારતની પકડ મજબૂત બની હતી.
ભારત તરફથી અર્શદીપસિંહે સૌથી વધારે ત્રણ વિકેટો ઝડપી હતી. કુલદીપ યાદવે પણ બે સફળતા મેળવી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.
અફઘાનિસ્તાને મંગળવારે રમાયેલી મૅચમાં બાંગ્લાદેશ સામે આઠ રનથી જીત મેળવી હતી. આ સાથે જ ઑસ્ટ્રેલિયાની ટીમ આ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.
મૅન ઑફ ધી મૅચ રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images
રોહિત શર્માએ પોતાની આક્રમક બેટિંગ થકી ઑસ્ટ્રેલિયા સામે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. તેમની આ ઇનિંગ માટે રોહિને મૅન ઑફ ધી મૅચ પણ જાહેર કરવામા આવ્યા હતા.
મૅચ પછી રોહિત શર્માએ કહ્યું, “આ જીત ઘણી સંતોષજનક છે. અમે ઑસ્ટ્રેલિયા અને તેના ખતરનાક અંદાજથી પરિચિત છીએ. એક ટીમ તરીકે અમે સારૂ પ્રદર્શન કર્યું. આ જીતથી એક ટીમ તરીકે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે.”
તેમણે ઉમેર્યું, “મારા માટે 50 કે 100ના આંકડાનું મહત્ત્વ નથી. ઑસ્ટ્રેલિયાના બૉલરો પર સતત દબાણ રાખવું જરૂરી હતું. મેં ગ્રાઉન્ડની દરેક બાજુ મારવાની કોશિશ કરી હતી, માત્ર એક જ સાઇડ નહીં.”












