આ અંધ મહિલા કેવી રીતે છ-છ મેરેથૉન દોડી ગયાં?

વીડિયો કૅપ્શન,
આ અંધ મહિલા કેવી રીતે છ-છ મેરેથૉન દોડી ગયાં?

ઇતિં ફૂ અને તેમના પતિ ક્રિસ લૉ દોડવીર જોડી છે. ઇતિં અંધ છે. જ્યારે તેઓ રેસમાં દોડે છે ત્યારે ક્રિસ તેમના ગાઇડ બને છે.

હૉંગકૉંગનાં આ યુગલે છ મુખ્ય મેરેથૉન દોડી છે. ન્યૂયૉર્ક, બૉસ્ટન, શિકાગો, બર્લિન, ટોકિયો.

તેમના મતે અન્ય કોચ અને ગાઇડ ઘણી વાર કહેતા હોય છે કે જોઈ ન શકતા રનર માટે યોગ્ય પોસ્ચર મેળવવું ઘણું અઘરું હોય છે.

ઇતિં અને ક્રિસ વર્ષો પહેલાં ઑફિસમાં મળ્યાં હતાં. ઇતિંની દૃષ્ટિ ઘટી રહી હતી એટલે તેમણે ક્રિસ સાથે બ્રૅકઅપ કરી દીધું હતું.

આટલી હિંમત તેઓ કેવી રીતે એકઠી કરી શક્યાં, જાણો વીડિયો અહેવાલમાં.

મહિલા દોડવીર
બીબીસી