ટી-20 વર્લ્ડ કપ : અમેરિકન 'ડૉલર'ની ઍન્ટ્રીથી ક્રિકેટમાં ભારતનું પ્રભુત્વ ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સમી ચૌધરી
- પદ, ક્રિકેટ વિશ્લેષક
ટી-20 વર્લ્ડ કપ 2024ના મેજબાન અમેરિકાએ જે ઉત્સાહ સાથે ક્રિકેટનો પ્રચાર કર્યો તે આઈસીસી અને વિશ્વ ક્રિકેટ માટે સ્વાગત યોગ્ચ છે. જોકે, તે અમેરિકાના સ્ટેડિયમ ભરવા માટે પૂરતું નથી.
ક્રિકેટ અમેરિકા માટે કોઈ નવી રમત નથી. અમેરિકાની જમીન પર 300 વર્ષ પહેલાં પણ ક્રિકેટની રમત રમાતી હતી અને તેની લોકપ્રિયતા પણ ઓછી ન હતી.
ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમે પોતાના પ્રથમ ઑસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો.
જોકે, બૉસ્ટન ટી પાર્ટીએ અંગ્રેજી સંસ્કૃતિની વિરુદ્ધ બળવો કરીને અંગ્રેજી ચાને સાર્વજનિક રૂપે અસ્વીકાર કર્યો હતો. અને ક્રિકેટ સાથે પણ કદાચ આવું જ થયું.
આ અંગ્રેજી આત્મા ધરાવતી રમત અમેરિકાની નાપસંદગીનો નિશાનો બની અને ક્રિકેટની જગ્યાએ બેઝબૉલ વધારે લોકપ્રિય રમત બની હતી.
આઈસીસીએ છેલ્લા એક દાયકામાં ક્રિકેટનો પ્રચાર કરવા માટે જે ક્રાંતિકારી નિર્ણય લીધા તેને કારણે 90થી વધારે આંતરરાષ્ટ્રીય ટીમો ટી-20 ક્રિકેટ રમે છે.
એ વાતનો અંદાજો લગાવી શકાય નહીં કે આ ઇવેન્ટ પોતાની લોકપ્રિયતાને આધારે નવો રેકૉર્ડ બનાવશે કે આંતરારાષ્ટ્રીય વન-ડે વર્લ્ડ કપની જેમ “ફ્લૉપ” પુરવાર થશે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે આ ઇવેન્ટથી ક્રિકેટને નવા દર્શકો મળશે અને બીજી સૌથી મોટી બજાર મળશે જે આ રમત માટે ખુશીની વાત છે.
અમેરિકામાં ઑસ્ટ્રેલિયાની પિચ

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર અત્યારે ભારતીય બજારની જબરદસ્ત પકડ છે. ભારત સવા અરબથી વધારે વસ્તી ધરાવતું બજાર છે અને આઈસીસીને સૌથી વધારે આવક ભારતમાંથી મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનની હાલત પોતાની અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિને કારણે ખરાબ ન હોત તો કદાચ તે પણ ક્રિકેટનું બીજું કે ત્રીજુ સૌથી મોટી બજાર બની શક્યું હોત.
જોકે, અમેરિકાની ધરતી પર આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન થવાને કારણે એક આખો ખંડ ક્રિકેટની અર્થવ્યવસ્થાનો નવો ભાગ બની શકે છે. આ કારણે આવનારાં કેટલાંક વર્ષોમાં ક્રિકેટની અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે.
અમેરિકા પોતાના રાજકીય પ્રભાવને કારણે આઈસીસીમાં ભારતની સર્વોપરિતા પર ભારે પડી શકે છે. કારણ કે અમેરિકાની કરન્સી ડૉલર સામે કોણ ટક્કર લેશે?
આઈસીસી અને ક્રિકેટ દર્શકો માટે આ વર્લ્ડ કપ માટે ઉત્સાહિત છે. કારણ કે જે ટુર્નામેન્ટ પહેલાં 10-12 ટીમો જ ભાગ લેતી હતી તે ટુર્નામેન્ટમાં આ વખતે 20 ટીમો ભાગ લઈ રહી છે.
ક્રિકેટ બીજી સૌથી મોટી વૈશ્વિક રમત બનાવાના રસ્તે છે. જોકે, ક્રિકેટની લોકપ્રિયતા ફૂટબૉલ કરતા ઘણી ઓછી છે.
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં અનુમાન લગાવવા માટે ટીમોની ક્ષમતા ઉપરાંત મેજબાન જે સ્થળો પર મૅચનું આયોજન કરી રહી છે તેનો ડેટા મહત્ત્વપૂર્ણ છે. જોકે, કમનસીબે આ ડેટા આ વખતે ઉપલબ્ધ નથી.
અમેરિકાનાં કેટલાંક સ્થળો પર પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચોનું આયોજન થઈ રહ્યું છે. આ સ્થળો પર ઑસ્ટ્રેલિયાની ડ્રૉપ-ઇન પિચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ પિચો અમેરિકાના વાતાવરણમાં કેવું વર્તન કરશે તેના વિશે કોઈ પાસે જાણકારી નથી.

ઇમેજ સ્રોત, bbc
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
સ્પિનરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ક્રિકેટના દર્શકો કેરેબિયન ટાપુઓની પરિસ્થિતિથી અજાણ્યા નથી અને તેનો ડેટા પણ ઉપલબ્ધ છે, જે ટી-20 ક્રિકેટ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
જોકે, વૉર્મ અપ મૅચોમાં મોટો સ્કોર જેવા મળશે તે કહેવું અયોગ્ય રહેશે.
જો ભૂતકાળને ધ્યાનમાં રાખવામાં આવે તો કેરેબિયન ટાપુ પર જ મૅચો રમાશે તેમાં સ્પિનરોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત વપરાયેલી પિચો પર અંતિમ ઓવરોમાં રિવર્સ સ્વિંગ પણ જોવા મળી શકે છે, જે એશિયાની ટીમો માટે આશાના કિરણ સમાન છે.
પાકિસ્તાન સિવાયની બીજી મોટી ટીમના મોટાભાગના ખેલાડીઓને આઈપીએલમાં મૅચ પ્રેક્ટિસ કરવાનો મોકો મળ્યો હતો. જોકે, પાકિસ્તાને પોતાની તૈયારી માટે પીએસએલ પછી ત્રણ આંતરરાષ્ટ્રીય સિરિઝ રમી હતી. જોકે, તે પાકિસ્તાન માટે સકારાત્મક પરિણામો ન હતાં.
જોકે, ક્ષમતા અને અનુભવની દૃષ્ટીએ પાકિસ્તાન બીજી ટીમોથી પાછળ નથી.
જોકે, પાકિસ્તાની સ્પિનરોનું હાલમાં પ્રદર્શન સારું નથી રહ્યું, પરંતુ ટુર્નામેન્ટમાં જો પાકિસ્તાન પોતાની ટીમ માટે સારું સંતુલન બનાવવા માટે સફળ રહેશો તો સેમીફાઇનલમાં પહોંચવું તેમના માટે અશક્ય નથી.












