બેન્ચિંગ, બ્રેડક્રમ્બિંગ, કુશનિંગ જેવાં વિવિધ નામોથી આજકાલ કેવા સંબંધો ઊભરી રહ્યા છે?

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, પદ્મા મીનાક્ષી
    • પદ, બીબીસી માટે

'કૌન બનેગા કરોડપતિ'ની સિઝન 16ના એક એપિસોડમાં સ્પર્ધક રિતિકાસિંહે જનરેશન ઝેડની ડેટિંગ બાબતે કાર્યક્રમના સંચાલક અમિતાભ બચ્ચન સાથે વાત કરી હતી.

દિલ્હીની આ છોકરી પત્રકાર છે. તેમણે કાર્યક્રમમાં પોતાના શોખ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ફુરસદના સમયમાં તેમના દોસ્તોને રિલેશનશિપ સંબંધી સલાહ આપે છે.

રિતિકાએ અમિતાભ બચ્ચનને 'બ્રેડક્રમ્બિંગ' અને 'બેંચિંગ' શબ્દોનો પરિચય કરાવતાં કહ્યું હતું કે આજના યુવાઓએ માનવીય સંબંધોમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

"બ્રેડક્રમ્બિંગનો અર્થ રોટલી ખાવી એવો થાય? એવો સવાલ અમિતાભે કર્યો ત્યારે બધા હસી પડ્યા હતા. રિતિકાએ તેમને અર્થ સમજાવ્યો હતો.

મેં પણ આ શબ્દો પહેલી વાર સાંભળ્યા હતા. અત્યાર સુધી આપણે પ્રેમ, લગ્ન અને લિવ-ઇન વિશે સાંભળ્યું હતું, પરંતુ બ્રેડક્રમ્બિંગ તથા બેંચિંગ વિશે વધુ જાણકારી માટે ગૂગલ સર્ચ કર્યું. માત્ર આ બે શબ્દો જ નહીં, પરંતુ અનેક અન્ય શબ્દો પણ પ્રચલનમાં છે, જે બ્રાન્ડને એક નવી પરિભાષા આપી રહ્યા છે, એ સમજી શકાય તેમ છે.

અર્થ જાણીને એવું લાગ્યું કે જાણે સંબંધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.

ડેટિંગ, પ્રેમ, લગ્ન, લિવ-ઇન કે સિંગલ એ પછી સંબંધોએ લાંબો પંથ કાપ્યો છે અને વિવિધ રીતે બ્રેડક્રમ્બિંગ, બેંચિંગ અને સિચ્યુએશનશિપ બની ગયા છે. બંધનની પ્રકૃતિના આધારે નવા શબ્દોનો જન્મ થઈ રહ્યો છે. આવો, આવા કેટલાક શબ્દો પર નજર નાખીએ.

સિચ્યુએશનશિપ

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પરિસ્થિતિજન્ય સંબંધમાં નથી પ્રેમ હોતો કે નથી હોતી મિત્રતા. કોઈ બે વ્યક્તિ એક અનિશ્ચિત સંબંધમાં હોય ત્યારે સિચ્યુએશનશિપ હોય છે. આ સંબંધ માટે કોઈ સ્પષ્ટ નિયમ નથી. આ તો ડેટિંગ પણ નથી. બન્ને એકમેકની સંગતનો આનંદ લઈ રહ્યા છે. બસ આટલું જ.

આ સંબંધમાં તેઓ ભાવનાત્મક રીતે એકમેકની નજીક રહેવાના પ્રયાસ કરે છે. પ્રેમ, દોસ્તી, વિવાહ વગેરે એકેય સંબંધમાં તેઓ બંધાયેલા નથી. આપણો સંબંધ છે કે કેમ એ સ્પષ્ટ નથી, પરંતુ તેઓ એકમેકની નજીક છે.

જાહ્નવી કપૂરે એક વાર કહ્યું હતું કે આ એક અર્થહીન સંબંધ છે. તેઓ પારસ્પરિક ન હોય એવા સંબંધને સમજતા નથી. ઇન્ડિયા ટુડે સામયિકને 2024માં આપેલી એક મુલાકાતમાં જાહ્નવી કપૂરે તેમની ફિલ્મ સંદર્ભે કરી હતી. જાહ્નવીએ કહ્યું હતું કે પ્રેમ અને લગ્ન વચ્ચેનો કોઈ માર્ગ જ નથી.

સાન્યા મલ્હોત્રાએ જૂન, 2022માં ફિલ્મફેર સામયિકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સિચ્યુએશનશિપમાં છે. જોકે, થોડા દિવસના અનુભવ પછી તેમને સમજાયું હતું કે આ તેમના જેવા લોકો માટે યોગ્ય નથી.

સાન્યાએ સલાહ આપી હતી કે "તમને કોઈ ગમતું હોય તો તેની સાથે ડેટ પર જાઓ. તેની પાછળ ભાગો નહીં." પોતે આવી સ્થિતિમાં ક્યારેય નહીં હોય, એવી સ્પષ્ટતા પણ સાન્યાએ કરી હતી.

બ્રેડક્રમ્બિંગ

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કોઈમાં રસ દેખાડવો, મસ્તીભર્યા મૅસેજો મોકલવા તથા એવો વ્યવહાર કરવો જાણે કે તેઓ તેમને પસંદ કરતા હોય. આ બંધન માત્ર શબ્દો સુધી જ સીમિત છે. તેઓ કોઈ ગંભીર સંબંધમાં પડવા ઇચ્છતા નથી.

જે લોકો એકલા હોય અથવા તેમની ઉપસ્થિતિનો કોઈ સ્વીકાર કરે તેવું ઇચ્છતા હોય તેઓ આવા મૅસેજો મોકલે છે. ડિજિટલ સંચારમાં આવા કિસ્સા વધુ છે. કોકોલામાં એવાં અનેક ઉદાહરણ છે, જેમાં લોકો આ પ્રકારના મૅસેજ જોઈને છેતરાઈ જાય છે કે તેઓ પ્રેમમાં છે.

તેઓ ક્યાંકને ક્યાંક મળે છે કે પછી ઑનલાઇન મળે છે. તેઓ કહે છે કે હું તમારા વિશે વિચારી રહ્યો છું. ચાલો મળીએ એમ કહે છે, પરંતુ મળવા આવતા નથી. સંબંધને આગળ વધારવામાં તેમને કોઈ રસ નથી. આ પણ બ્રેડક્રમ્બિંગનું એક ઉદાહરણ છે.

બેંચિંગ એટલે શું?

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેટલીક કંપનીઓ કેટલાક કર્મચારીઓને બેન્ચ પર રાખે છે. તેનો અર્થ એ છે કે બેન્ચ પરના લોકોને નોકરી પર રાખી શકાય છે અથવા હઠાવી શકાય છે. કોઈ ખાસ કામ નથી.

અનેક કૉર્પોરેટ્સ ભવિષ્યમાં પ્રોજેક્ટ આગળ વધારવાના ઈરાદા સાથે ભરતીના સમયને ઘટાડવા આ દૃષ્ટિકોણ અપનાવી રહ્યા છે.

આ રીતે તેઓ એવો વ્યવહાર કરે છે કે તેઓ એ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે, જેમને તેઓ પ્રેમ કરે છે. હકીકતમાં આવું નથી હોતું. તેને બેંન્ચિંગ કહેવામાં આવે છે.

બીજી તરફ તેઓ બીજા સાથીની શોધમાં હોય છે. ડેટિંગ ઍપ્સ અને ટેકનૉલૉજી લોકોને એવું વિચારવા માટે મજબૂર કરી રહી છે કે તેઓ કંઈ બીજું જ છે.

જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફા સંબંધ બાબતે બહુ સ્પષ્ટ છે. વડીલો દેખાડે એવી કોઈ પણ વ્યક્તિ સાથે સહમત થવા ઇચ્છતા નથી. તેઓ પોતાના વ્યક્તિત્વને વધારે મહત્ત્વ આપે છે. તેમને કઠોર બંધનમાં બંધાવામાં રસ હોતો નથી.

રિલેશનશિપની આ નવી તરાહો વિશે મેં જનરેશન ઝેડની નિહારિકા વર્મા સાથે વાત કરી. નિહારિકા હૈદરાબાદમાં એક ખાનગી કંપનીમાં ઑડિટર તરીકે કામ કરે છે. 1997થી 2012 દરમિયાન જન્મેલા લોકો જેન ઝી કહેવામાં આવે છે. 2013થી 2024 વચ્ચે જન્મેલા લોકોને જેન આલ્ફા કહેવામાં આવે છે.

નિહારિકાએ કહ્યું, "સિચ્યુએશનશિપ અને બેન્ચિંગ જેવા શબ્દોના જન્મ પાછળ સંબંધનું જબરું દબાણ છે. મારો કોઈ બૉયફ્રેન્ડ નથી, પરંતુ મારા દોસ્તો અને રૂમમેટ્સ મને પૂછતા રહે છે કે હું સિંગલ શા માટે છું? સંબંધ કંઈ પ્રેમ નથી હોતો એ જાણ્યા વિના તેઓ તેમના દોસ્તોને દેખાડવા માટે કોઈની સાથે સંબંધ બાંધે છે."

"આ બહુ આસાન છે. તમે પ્રયાસ કેમ નથી કરતા? તમે બૉયફ્રેન્ડ શોધી શકો છો, એમ કહે છે, પરંતુ મને પ્રેમીની શોધ અને શોધનો આખો વિચાર જ સમજાતો નથી."

નિહારિકાએ કહ્યું, "આમ કરવું યોગ્ય છે કે અયોગ્ય એ હું કહી શકતી નથી, કારણ કે આ વ્યક્તિગત ખુશી અને પસંદનો મામલો છે. વય સાથે વિચારો પણ બદલાય છે. કિશોરાવસ્થામાં ઘરમાં બહુ બધાં દબાણ અને જવાબદારી સાથે આપણને એવું લાગે છે કે આપણી લાગણી શૅર કરવા માટે એક દોસ્ત, એક પ્રેમ કે એક સાથીની જરૂર છે, પરંતુ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણને લાગે છે કે આપણને એક સ્થિર સંબંધની જરૂર છે."

ઘણા લોકો આત્મપ્રેમ, ખુદને પ્રેમ, પોતાના કારકિર્દી, પોતાના શોખ, રુચિ અને વ્યક્તિગત લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટાઇમપાસના સંબંધને વધુ મહત્ત્વ આપતા નથી. તેઓ તેમની ઇચ્છા મોકળાશથી વ્યક્ત કરી છે અને પરસ્પર આદર ઇચ્છે છે.

પ્રેમના નિયમોને ફરી પરિભાષિત કરવામાં આવી રહ્યા છે. તેઓ તેમનું અસ્તિત્વ ખોઈ નાખવા નથી ઇચ્છતા. સંબંધ માત્ર રોમાન્સ માટે નથી હોતો. ભાવનાત્મક સલામતી, પારસ્પરિક આદર, મૂલ્યો અને એકમેકની પસંદના સ્વીકાર માટે પણ હોય છે.

ઑર્બેટિંગ એટલે શું?

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

કોઈની સાથેનો સંબંધ તોડ્યા પછી પણ બીજી વ્યક્તિ તમારા પર ધ્યાન આપશે. આ કામ ખાસ કરીને સોશિયલ મીડિયા મારફત કરવામાં આવે છે. તેઓ તમારી સ્ટોરીઝ જુએ છે અને સોશિયલ મીડિયા પર તમારી પોસ્ટ્સ લાઇક કરે છે, પરંતુ તેઓ વાત કરતા નથી.

તેઓ માત્ર એવો મૅસેજ મોકલે છે કે તેમને તમારામાં રસ છે. આવી વાત ક્યારેક બીજી વ્યક્તિ માટે બહુ ભ્રામક હોઈ શકે છે.

આ બાબતે વાત કરતાં લેખિકા એના લાવિન કહે છે, "તેઓ એકમેકની સંભાળ લેવા માટે બહુ નજીક હોય છે, પરંતુ વાતચીત કરવા માટે બહુ દૂર."

2018માં બેટર બાય ટુડે સામયિકમાં પ્રકાશિત ઑર્બેટિંગ વિશેના એક લેખમાં ટેલર ડેવિસે કહ્યું હતું, "આવું માત્ર પાર્ટનર્સ સાથે જ નથી થતું, દોસ્તો અને સગાં સાથે પણ થાય છે."

મનોવિજ્ઞાનીઓનું કહેવું છે, "બીજાના જીવનમાં ડોકિયાં કરવાં અને તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું એ માનવ સ્વભાવ છે. આ બાબતે આપણે કશું કરી ન શકીએ. આવું કરવું ક્યારેક માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત કરી શકે છે."

કુશનિંગ

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે અને કોઈ અન્યની સાથે એવી રીતે ફ્લર્ટ કરે છે કે જાણે તેને પ્રેમ કરતા હોય અને તેને પસંદ કરતા હોય. તેઓ કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યેના પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી.

કોઈની સાથે રિલેશનશિપમાં હોવા છતાં બીજી કોઈને પસંદ કરવા એ વ્યવહારને કુશનિંગ કહેવામાં આવે છે. હાલની રિલેશનશિપ તૂટી પડશે તો શું થશે, એવા ડરથી તેઓ કોઈ અન્યને પ્રેમ કરતા હોય તેવો વ્યવહાર કરે છે.

લવ બૉમ્બિંગ

આને ચરમ પ્રેમ કહી શકાય. આમાં ધોધમાર પ્રેમ, ઢગલાબંધ ગિફ્ટ્સ અને એકમેકની પાછળ સતત ભાગતા રહેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ભલે તે પ્રેમને કારણે હોય, ધ્યાન આકર્ષિત કરવા માટે હોય કે પછી બીજી વ્યક્તિને નિયંત્રણમાં રાખવા માટે હોય. લવ બૉમ્બિંગ શરૂઆતમાં તો સારું લાગે છે, પરંતુ થોડા દિવસો પછી ઝેરીલું બની જાય છે.

સિમર ડેટિંગ

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાંક શહેરોમાં અનેક યુવાઓ સિમર ડેટિંગ કરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે રિલેશનશિપમાં પ્રવેશવા માટે કોઈ પણ નિર્ણય અચાનક લેવામાં આવતો નથી.

સાથે સમય પસાર કરવાના, એકમેકને સમજવાના પ્રયાસ કરવામાં આવે છે. બંને વચ્ચે મનોવૈજ્ઞાનિક સંબંધ બંધાયા પછી તેઓ નક્કી કરે છે કે તેમની રિલેશનશિપને આગળ કઈ રીતે વધારવી છે.

આ પ્રકારની રિલેશનશિપમાં સ્થિરતા હોય છે, એવું અનેક લોકો માને છે.

સોશિયલ ડેટિંગ

આ પ્રકારની ડેટિંગમાં બે જણ સાથે મળીને ઘરનું કામ કરે છે અને ભોજન બનાવે છે. તેઓ સાથે શૉપિંગ કરવા જાય છે. તેઓ માત્ર રોમૅન્ટિક રિલેશનશિપમાં જ નહીં, પરંતુ ડેટિંગ રિલેશનશિપમાં પણ છે, જેમાં તેઓ જવાબદારીઓ અને રોજિંદા કામ શેર કરે છે.

નેનોશિપ

બીબીસી ગુજરાતી રોમાન્સ ડેટિંગ રિલેશનશિપ સોશિયલ મીડિયા યંગ જનરેશન

ઇમેજ સ્રોત, Getty Images

મોટા ભાગના લોકો રોમૅન્ટિક રિલેશનશિપમાં થોડા દિવસ સુધી જ ટકી શકે છે. તેઓ આવી રિલેશનશિપમાં હોય ત્યાં સુધી એકમેકમાંથી એક પ્રકારની માનસિક સ્થિરતા મેળવતા રહે છે. તેઓ વિચારે છે કે તું મારી પાસે છે અને હું તારી પાસે.

નિહારિકાએ તેના દોસ્તો અને પોતાની આસપાસના અનુભવને આધારે કહ્યું, "એક વાત તો સાચી છે. જેન ઝી અને જેન આલ્ફા 'સાચો પ્રેમ તો એક જ વાર થાય' અને 'પ્રેમ અમર હોય છે' એવી માનસિકતામાંથી બહાર આવી ગયા છે. રિલેશનશિપ તૂટી જાય તો એ જીવનનો અંત છે, એવું બહુ ઓછા લોકો વિચારે છે. સિંગલ રહેવામાં કશું ખોટું નથી."

ફૉર્ચ્યુન સામયિકમાં ફેબ્રુઆરી 2025માં પ્રકાશિત એક લેખમાં ધ ટાઇમ્સના એક સર્વેક્ષણને ટાંકીને જણાવાયું હતું કે જેન ઝી સ્થિર સંબંધને સર્વોચ્ચ અગ્રતા આપે છે.

ટેકનૉલૉજી, ડિજિટલ મીડિયા અને બદલાતી પરિસ્થિતિએ આવા શબ્દોને પ્રચલિત બનાવી દીધા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન