કૉન્ડોમનો ઉપયોગ યુવાનોમાં કેમ ઘટી રહ્યો છે, પોર્નોગ્રાફી તેનું કારણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેની રીસ
- પદ, સ્વાસ્થ્ય સંવાદદાતા, બીબીસી વેલ્સ ન્યૂઝ
પોર્નોગ્રાફી, ઓન્લીફેન્સ ( માત્ર ચાહકો માટે ) અને કહેવાતી કુદરતી કુટુંબનિયોજનની ટેકનિકના કારણે તરુણોમાં શું કૉન્ડોમના ઉપયોગમાં ઘટાડો થયો છે ?
વાયએમસીએના સેક્સ સ્વાસ્થ્ય અંગેનું શિક્ષણ આપતાં સારાહ પીર્ટ કહે છે કે કેટલાક છોકરા કૉન્ડોમનો ઉપયોગ કરવા માંગતા નથી, કારણ કે તેઓ પોર્નોગ્રાફીમાં તેનો ઉપયોગ જોતા નથી.
તેઓ કહે છે કે, "અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા માટે હોર્મોન ફ્રી, પિરિયડ ટ્રૅકિંગ ઍપ્સની વકીલાત કરનારા લોકો દ્વારા સોશિયલ મીડિયા ઘણી વાર યુવતીઓને નિશાન બનાવવામાં આવતી.
યુવાઓ એમ પણ કહે છે કે વિવાદાસ્પદ ઓન્લીફેન્સ એડલ્ટ કન્ટેન્ટ ક્રીએટરો નબળું ઉદાહરણ પુરું પાડે છે. તેઓ એક દિવસમાં જ ઘણા યુવાનો સાથે સેક્સ માણવાની વાતનો ગર્વ લઈને સમાચારોમાં છવાઈ જાય છે.
ઑન્લીફેન્સ એ સેલેબ્રિટિઝ, મૉડલ અને સેક્સવર્કરો દ્વારા તેમની કામવાસનાવાળી તસવીરો અને અન્ય કન્ટેન્ટ મૂકવા માટેનું પ્લૅટફૉર્મ છે, જે સબસ્ક્રાઇબરો દ્વારા ચુકવણી કરીને જોઈ શકાય છે. જોકે, આ માત્ર આવા જ પ્રકારનું કન્ટેન્ટ પીરસતું પ્લૅટફૉર્મ નથી, કારણ કે તેના પર લેખકો, કલાકારો, ફિટનેસ ટ્રેનરો, સંગીતકારો સહિતના અન્ય લોકો પણ પોતાનું કન્ટેન્ટ મૂકતા હોય છે.
એવા ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં એક ઓન્લીફેન્સ બનાવનાર યુવતીએ કહ્યું હતું કે તેમણે મુખમૈથુન (ઓરલ સેક્સ) વખતે કૉન્ડોમનો ઉપયોગ નહોતો કર્યો અને એચઆઇવીના ચેપનું જોખમ લીધું હતું.
પીર્ટ કહે છે કે ઘણા યુવાનોએ અમને એમ પણ કહ્યું કે કુદરતી કુટુંબનિયોજન એ જ તેમની મુખ્ય ગર્ભનિરોધકની યોજના છે. તેઓ ઉમેરે છે કે સેક્સનું શિક્ષણ આપતા લોકો સામે હકારાત્મક દાખલારૂપ આદર્શ વ્યક્તિઓ અને ઇન્ફ્લુઅન્સરોની કમી એ મોટો પડકાર છે.
'કૉન્ડોમની ખરીદીથી શરમ'

ઇમેજ સ્રોત, SARAH PEART
વાયએમસીએના શાળા, કૉલેજના વર્ગોમાં તેઓ ખોટી ધારણાઓને ખંડિત કરવાનું અને તંદુરસ્ત સબંધો જાળવવા માટે સંવાદ કરતા હોય છે. આ ઉપરાંત તેઓ એક વાત વારંવાર કહેતા હોય છે કે ગર્ભ રહી જવો એ એકમાત્ર જોખમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવાનોને એ સમજાવવું ઘણું કઠિન થઈ જાય છે કે માત્ર કુટુંબનિયોજન કારગત નથી. તમારે તમારી જાતને એસટીડીથી (સંભોગથી ફેલાતા રોગ ) પણ બચાવવાની છે.
તે કહે છે કે, અમે યુવાનોને એ પણ સમજાવીએ છીએ કે કુદરતી કુટુંબનિયોજન એ ભરોસાપાત્ર નથી. અને એ પણ એવા સમયે જ્યારે માસિકસ્રાવ અનિયમિત હોય અને યુવાનો આ સમયને નોંધી યાદ રાખવામાં એટલા બધા સાવચેત નથી.
અમે વર્ગમાં પોર્નોગ્રાફી અને ઓન્લીફેન્સની પણ ચર્ચા કરીએ છીએ.
અમે યુવાઓને શિક્ષિત કરવા માંગીએ છીએ જેનાથી તેઓ આરોગ્યપ્રદ પસંદ બનાવી શકે, અને ઓન્લીફેન્સ એકાઉન્ટ ના બનાવે. જોકે, અમે તો માત્ર શિક્ષણ જ આપી શકીએ.
જ્યારે બીબીસી વેલ્સે યુવાનોના વિચાર જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમાના ઘણા આ બાબતે જાહેરમાં વાત કરવામાં તકલીફ અનુભવતા હતા. અને મોટાભાગનાએ કહ્યું કે કૉન્ડોમની ખરીદી કરવી એ ખૂબ જ શરમજનક છે.
શાળાઓમાં મર્યાદિત જાતીય શિક્ષણ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લેન્ડિસુલનાં 20 વર્ષીય લિઝ વિએરાએ જણાવ્યું કે, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા કૉન્ડોમના ઉપયોગમાં ઘટાડાના અહેવાલથી તેમને કોઈ આશ્ચર્ય નથી થયું. તેઓ પણ આ માટે એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર અને જાતીય રોગ બાબતે તેમની બેદરકારીને જવાબદાર માને છે.
તેઓ ઉમેરે છે કે આમ થવાના કારણે એક એવો સંદેશો જાય છે કે મહિલાઓનો ઉપયોગ જેમ કરવો હોય તેમ કરી શકાય. અને મારા મત અનુસાર એ વાત યોગ્ય નથી.
કાર્ડિફના મેસન ડાઉન અને ડીલન સ્ટીગલ્સ કહે છે કે શાળામાં જાતીય શિક્ષણ આમ પણ મર્યાદિત જ હતું.
18 વર્ષના ડીલન કહે છે કે શાળામાં માત્ર બે દિવસ આ શિક્ષણ આપવામાં આવતું. અને એ પણ કલાક બે કલાકનું જ રહેતું.
મેસન જણાવે છે કે, હવે ઑનલાઇન પોર્ન આસાનીથી ઉપલબ્ધ છે અને યુવાવસ્થામાં તમે એ જોઈ પણ લો છો અને તેની જ અસર યુવાઓ અને તેમના કૉન્ડોમ અંગેના વિચારો પર થાય છે.
વાયએમસીએ દ્વારા લેવાતા વર્ગોમાં સી કાર્ડ યોજનાની અંગેની માહિતી પણ યુવાનોને આપવામાં આવે છે. જે આખા ઇંગ્લૅન્ડમાં જાતીય શિક્ષણ અંગેની જાગૃતિ અને તાલીમનું કામ કરે છે. આ ઉપરાંત તેઓ મફત કૉન્ડોમ, લુબ્રિકેશન્સ અને ડેન્ટલ ડેમ્સ પૂરા પાડે છે.
પીર્ટ કહે છે કે, કૉન્ડોમ ખરેખર ખૂબ મોંઘા છે. લોકોને એ પૂરા પાડવા એ ઉત્તમ કામ છે. પરંતુ તેને કોઈ વિચિત્ર ખૂણામાં મૂતરડી કે તેની પાસે ન સંતાડીને રાખો. તેનો સ્વીકાર થાય તેમ મૂકો.
તેઓ જાણે છે કે આ યોજનાનું એક જોખમ એ પણ છે કે તે યુવાનોને ઓછી ઉંમરે જાતીય સબંધો બાંધવા માટે પ્રોત્સાહન પુરું પાડશે. પરંતુ તેઓ એમ પણ કહે છે કે સર્વે કહે છે કે આ ઉંમરે જાતીય શિક્ષણ આપવાથી તેઓ સબંધ મોડેથી બાંધે છે.
અમે તેમને સમજાવીએ છીએ કે 16 વર્ષ સુધી રાહ જુઓ અને તેમ છતાં તેઓ રાહ જોવા તૈયાર ના હોચ તો સુરક્ષિત રીત અપનાવે.
તરુણોમાં જાતીય રોગો વધ્યા

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વેલ્સની 15 વર્ષની 56 ટકા છોકરીઓ અને 49 ટકા છોકરાઓએ તેમના છેલ્લા સંભોગ દરમિયાન કૉન્ડોમનો ઉપયોગ નહોતો કર્યો.
જેના લીધે છેલ્લા એક વર્ષમાં એસટીડીમાં વધારો થયો. વધારાના આંકડા આ મુજબ છે. 127 ટકા ગોનોરિયા, 14 ટકા સિફિલિસ અને 22 ટકા ક્લેમીડિયા.
કાર્ડિફનાં 21 વર્ષીય એલી વ્હેલન અને મેગન ગ્રિમલીએ જણાવ્યું કે, "કૉન્ડોમથી દૂર થવાની વાતથી અમને આશ્ચર્ય થયું. અમારા સાથીઓ ગર્ભનિરોધક ગોળીથી પણ ઉપયોગ નહોતા કરતા."
લાંબા સમય સુધી કાર્યરત રહેતા ગર્ભનિરોધક, જેમ કે ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસ અથવા તો હોર્મોનલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ છેલ્લા પાંચ વર્ષમાં 22 ટકા ઘટ્યો છે.
મેગન કહે છે કે, "મને લાગે છે કે ખોટી માહિતી, ખરાબ અનુભવો અને લોકો સાથે આ બાબતે વાત કરવાથી લાગતો ડર મુખ્યત્વે કારણભૂત છે."
કેવી રીતે ખબર પડે કે મને એસટીઆઇ છે ?

ઇમેજ સ્રોત, Getty Images
તમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે કે નહીં તે માટે તપાસ એ શ્રેષ્ઠ રસ્તો છે.
સેક્સ્યુઅલ હેલ્થ વેલ્સ સેવા 16 વર્ષથી વધુ વયના લોકો માટે મફત ટેસ્ટ કીટ ઑફર કરે છે. જેને પોસ્ટ દ્વારા લઈ અને પરત કરી શકાય છે. એ કૉમ્યુનિટી સેન્ટરોથી પણ પ્રાપ્ત કરી શકાય છે.
સમગ્ર વેલ્સના જાતીય સ્વાસ્થ્ય ક્લિનિક્સ પણ આ પરીક્ષણ અને સહાય પૂરી પાડે છે.
સંપર્કનાં ઘણાં અઠવાડિયા પછી ટેસ્ટમાં ચેપ દેખાઈ શકે છે.
એચઆઇવીને શોધવામાં સાત અઠવાડિયાં લાગે છે, હેપેટાઇટિસ સી અને બીને 12 અઠવાડિયાં કે તેથી વધુ સમય લાગી શકે છે. ક્લેમીડિયા અને ગોનોરિયા પખવાડિયામાં દેખાઈ શકે છે.
પરંતુ આ ફક્ત વયસ્કોની જ સમસ્યા નથી. પિયર્ટે જણાવ્યું હતું કે વાયએમસીએ સત્ર દરમિયાન ઉપલબ્ધ ગર્ભનિરોધકની વિવિધ રીતો સમજાવે છે. જેની નોંધ વર્ગખંડોની પાછળ ઊભો રહેલો શિક્ષક પણ લેતો હોય છે, કારણ કે આ અંગેની જાણકારીનો અભાવ 'રાષ્ટ્રીય અને સામાજિક સ્તરે' જોવા મળે છે.
પબ્લિક હેલ્થ વેલ્સના ઝો કુઝેન્સના જણાવ્યા મુજબ લોકો છૂટાછેડા અથવા પાર્નરનાં ના રહ્યા પછી નવા સંબંધોમાં પ્રવેશ કરે છે. આના કારણે 40થી વધુ વયના લોકોમાં પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપમાં વધારો જોવા મળે છે.
તેમણે ઉમેર્યું કે, "આ રોગ પર હું ઉંમરનો બાધ નથી લગાવી રહી. અમારી પાસે એક દર્દી 72 વર્ષનાં છે જેમને ય ક્લેમીડિયા છે"
"આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આ સંદેશ તમામ વયજૂથોમાં જાય.
"પરંતુ મહિલાઓ માટે ખાસ કરીને મુદ્દો એ છે કે હવે ગર્ભાવસ્થા એ ચિંતાનો વિષય નથી. તેથી તેઓ હવે એટલી સાવચેતી રાખતા નથી. આ પણ એક જૂથ છે જેને શિક્ષિત કરવાની જરૂર છે."
કેસોમાં વધારો એ વધેલા પરીક્ષણનું પરિણામ છે. કારણ કે પબ્લિક હેલ્થ વેલ્સ દ્વારા મફત "ટેસ્ટ અને પોસ્ટ" સેવાએ તેને વધુ સુલભ બનાવી છે.
"વેલ્સમાં ક્લેમીડિયા સૌથી સામાન્ય રોગ છે, ત્યાર બાદ ગોનોરિયા આવે છે. આ રોગની સારવાર ઍન્ટિબાયોટિક્સથી કરી શકાય છે. જ્યારે ગોનોરિયા એ એક એવું જીવાણુ છે કે જે ઍન્ટિબાયોટિક્સ સામે પ્રતિકાર વિકસાવી રહ્યું છે.
"20 વર્ષ પહેલાં વેલ્સમાં અમારી સામે સિફિલિસના માત્ર બે કેસ હતા - ગયા વર્ષે તેની સંખ્યા 507 થઇ હતી.
"આનો ચેપ ખૂબ જ સાયલન્ટ હોય છે. પરંતુ તે ન્યુરો સિફિલિસમાં પરીવર્તિત થઈ શકે અને હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે."
આ રોગોનો ઉપચાર સરળતાથી થાય છે તેવી ધારણાનો પણ વ્યવસાયિકો સામે પડકાર છે.
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કેવી રીતે થઇ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ક્લેમીડિયા અસુરક્ષિત મૌખિક, યોનિ અથવા ગુદામૈથુનથી થાય છે. તે સેક્સ ટોયના સહિયારા ઉપયોગથી અથવા જનનાંગથી જનનેન્દ્રિય સંપર્ક દ્વારા ફેલાય છે
ગોનોરિયા કૉન્ડોમ વિના મૌખિક, યોનિમાર્ગ અથવા ગુદામૈથુન દ્વારા અથવા સહિયારા સેક્સ ટૉયના ઉપયોગથી ફેલાય છે.
એચઆઇવી ચેપગ્રસ્ત શરીરના પ્રવાહી જેવા કે વીર્ય, યોનિમાર્ગ અથવા ગુદામાર્ગના સ્રાવ, લોહી અને સ્તનનાં દૂધથી ફેલાઈ છે. પરંતુ સૌથી વધારે તે કૉન્ડોમ વિનાના સેક્સ અને ડ્રગનાં સાધનોનાં સહિયારા ઉપયોગથી ફેલાય છે.
સિફિલિસ અસુરક્ષિત મૌખિક, યોનિમાર્ગ અથવા ગુદામૈથુન દરમિયાન અથવા સેક્સ ટૉયના આદાનપ્રદાન દ્વારા ફેલાય છે.
હર્પીસ અત્યંત ચેપી છે અને યોનિમાર્ગ, ગુદા અથવા મુખમૈથુન, સેક્સ ટૉય શૅર કરવા અથવા શરદી હોય તેવી વ્યક્તિ સાથે મુખમૈથુન જેવા ચામડીથી ચામડીનાં સંપર્કથી ફેલાઈ છે.
ગુપ્તાંગના મસા ચામડીના સંપર્ક દ્વારા ફેલાય છે. જેમાં યોનિમાર્ગ અથવા ગુદામૈથુન અને સેક્સ ટૉય શૅર વગેરે સામેલ છે.
એસટીઆઈનાં લક્ષણો શું છે?
ક્લેમીડિયા: મોટા ભાગના લોકોમાં સ્પષ્ટ ચિહ્નો ન હોવાને કારણે તે સાયલન્ટ ઇન્ફેક્શન તરીકે ઓળખાય છે. લક્ષણોમાં પેશાબ કરતી વખતે દુખાવો, યોનિ, શિશ્ન અથવા ગુદામાર્ગમાંથી અસામાન્ય સ્રાવ મુખ્ય છે. સ્ત્રીઓને પેટમાં દુખાવો થઈ શકે છે. સેક્સ દરમિયાન અથવા પછી અને પિરિયડ્સ વચ્ચે રક્તસ્રાવ થતો હોય. જ્યારે પુરુષોને અંડકોષમાં દુખાવો અને સોજા જેવાં લક્ષણો દેખાય છે.
ગોનોરિયા: કેટલાક લોકોમાં આ રોગનાં કોઈ લક્ષણો હોતાં નથી. પરંતુ પીળો અથવા લીલો સ્રાવ એક હોઇ શકે. મૂત્રત્યાગ વખતે પેટમાં સામાન્ય દુખાવો પણ આનું લક્ષણ હોઈ શકે.
સિફિલિસ: ઘણા લોકોમાં આનાં લક્ષણો જોવા મળતાં નથી. પરંતુ જેમનામાં દેખાય તેમાં મોં અથવા ગુપ્તાંગોમાં નાના, પીડારહિત ફોલ્લા જોવા મળે છે. જો સારવાર ન કરવામાં આવે તો આ ચેપ અંધાપો ડિમેન્શિયા અને મૃત્યુમાં પરિણમી શકે છે. ગર્ભાવસ્થામાં તે કસૂવાવડ અને બાળમૃત્યુ તરફ દોરી જઈ શકે છે.
હર્પીસ: કેટલાક લોકોમાં આ રોગનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. પરંતુ તેમાં નાના ફોલ્લાઓનો સમાવેશ થાય છે. જે ગુપ્તાંગો, ગુદામાર્ગ, જાંઘ અને નિતંબની આસપાસ લાલ, ખુલ્લા ચાંદા સ્વરૂપે દેખાય છે. ગર્ભાશયના ડોક પર પણ થઈ શકે છે. તે યોનિમાર્ગ સ્રાવનું પણ કારણ બની શકે છે. મૂત્રવિર્સજન વખતે દુખાવો અને સામાન્ય ફલુ જેવાં લક્ષણો દેખાય.
ગુપ્તાંગમાં મસા: સ્ત્રીઓમાં એ નાના, તીક્ષ્ણ ગાંઠ માફક જેમ દેખાય છે. જે બાદમાં મોટા થાય છે. પુરુષોમાં મસા કડક અને ખરબચડા હોય. આ સમૂહમાં અને એકલદોકલ પણ હોઈ શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












