'મારા પર ઉપકાર કરતા હોય એ રીતે મને સેક્સની ઑફર કરે છે, કેમ કે હું વિકલાંગ છું'

- લેેખક, ગેમ્મા ડસ્ટન
- પદ, બીબીસી સંવાદદાતા
હૉલી માત્ર 16 વર્ષનાં હતાં જ્યારે તેમને કોઈએ પૂછ્યું કે શું તેઓ સેક્સ કરી શકે છે? કારણ કે તેઓ વિકલાંગ હતાં.
વર્ષો સુધી તેમને એ પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા કે શું તેઓ ‘રફ સેક્સ’ કરી શકે છે કે નહીં, અને જરૂર પડે તો વ્હીલચૅર પર.
તેઓ કહે છે, “લોકોને એવું લાગે છે કે, તેઓ એક બલિદાન કરતાં હોય તેવી રીતે તમને મદદ કરી રહ્યા છે. પરંતુ સૌથી ખરાબ વાત એ છે કે હવે હું તેનાથી અપમાનિત મહેસૂસ નથી કરતી.”
હૉલી હવે 26 વર્ષનાં છે. તેઓ ક્રૉનિક પેઇન અને હાઇપરમોબિલિટી સિન્ડ્રૉમથી પીડિત છે. તેઓ એ વિકલાંગ મહિલાઓમાંથી એક છે જેમણે ડેટિંગ અને રિલેશનશિપના મામલામાં રૂઢિવાદી વિચારો અને નકારાત્મક છબીને પડકારવા માટે પડકાર આપવા માટે અવાજ ઉઠાવ્યો છે.
હૉલી ગ્રેડરનું કહેવું છે કે એ જરૂરી છે કે વિકલાંગ લોકો માટે ખુશહાલ સંબંધોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે.

ઇમેજ સ્રોત, RAM PHOTOGRAPHY & FILM
જ્યારે તેઓ કિશોરાવસ્થામાં હતાં ત્યારે તેમણે જૅમ્સને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું અને હવે તેઓ જ તેમના પતિ છે. નવ વર્ષ સુધી જૅમ્સ સાથે રહ્યા બાદ તેમણે આ વર્ષની શરૂઆતમાં જ લગ્ન કરી લીધાં હતાં.
તેઓ કહે છે, "મીડિયામાં ઘણી વાર એવું બતાવવામાં આવે છે કે વિકલાંગ લોકોનું જીવન દુ:ખથી ભરેલું હોય છે, અમે માત્ર એક દુઃખદ વાર્તા છીએ."
તેઓ આગળ કહે છે કે, “તેમણે હંમેશાં તેમના પતિનો સાથ અનુભવ્યો છે પરંતુ અન્ય લોકો વિચારસરણી સમાન જ રહી છે અને પહેલાં જેવી જ તેમની ધારણા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "જ્યારે અમે પહેલી વાર સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે લોકોએ મને કહ્યું કે જ્યારે મારી તબિયત બગડવા લાગશે તો તેઓ મને બોજ સમજીને મને છોડી દેશે."

તેઓ કહે છે કે, “લોકોએ શાળામાં પણ મારા વિરુદ્ધ ધારણાઓ કરી હતી. કેટલાક લોકોએ તો એ ધારણાઓ વિશે આવીને મને પૂછ્યું પણ હતું.”
"જ્યારે વ્હીલચૅરનો ઉપયોગ કરતા લોકોની વાત આવે છે, ત્યારે કોઈ શંકા વિના પ્રથમ પ્રશ્ન મોટા ભાગના લોકો એવું જ પૂછે છે કે, શું આ વ્યક્તિ સેક્સ કરી શકે છે?"
તેઓ કહે છે કે શાળામાં તેના વર્ગના છોકરાઓ તેને અંગત પ્રશ્નો પૂછતા હતા જેનો તેઓ જવાબ આપવા માગતાં ન હતાં.
તેઓ કહે છે, "મને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે માત્ર વ્હીલચૅરમાં જ સેક્સ કરી શકો છો? શું તમારા સાંધા ઉપર-નીચે ખસી જશે? જો હું તમારી સાથે 'રફ સેક્સ' કરવા માગું તો શું હું એ કરી શકીશ?"
હૉલીએ કહ્યું કે લોકો તેને સોશિયલ મીડિયા પર સેક્સ વિશેના મૅસેજ પણ મોકલતા હતા. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ એક એવી ઑફર છે જેના માટે તેમણે પોતાને 'ભાગ્યશાળી' ગણવા જોઈએ.
હૉલીએ મીડિયામાં એક વધુ સારી સકારાત્મક વસ્તુ થતા જોઈ છે. તેમણે કહ્યું કે, સેક્સ ઍજ્યુકેશન પ્રોગ્રામમાં આઇઝેક ગુડવિનનું પાત્ર એકમાત્ર સારું ઉદાહરણ હતું જેના વિશે તેમને હાલમાં જ જાણવા મળ્યું હતું.

ઇમેજ સ્રોત, NICOLA THOMAS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ જ રીતે કૅરફિલીનાં 38 વર્ષીય નિકોલા થૉમસ અંધ છે.
તેઓ કહે છે, "મોટા ભાગના લોકો એક કૉમન સવાલ પૂછશે કે, તમે સેક્સ કેવી રીતે કરો છો? તે એવો આક્રમક અને વ્યક્તિગત પ્રશ્ન હોય છે કે તે આશ્ચર્યજનક છે."
નિકોલા એ ન્યુરોમેલિટિસ ઑપ્ટિકા (ઓટોઇમ્યુન રોગ)થી પીડાય છે. તેમણે 15 વર્ષ પહેલાં એક આંખ અને 5 વર્ષ પહેલાં બીજી આંખની દૃષ્ટિ ગુમાવી હતી.
તેઓ કહે છે, "ઘણા લોકો હું અંધ હોવાને કારણે મને થતી અડચણોને જુએ છે અને હું ચોક્કસપણે તે અવરોધોને તોડીશ."
નિકોલાને બૉટિંગ, પેડલબૉર્ડિંગ અને મુસાફરીનો શોખ છે, તેમની આગામી સફર હૉંગકૉંગની છે.
જ્યારે નિકોલાએ તેમની દૃષ્ટિ ગુમાવી દીધી, ત્યારે તેમનો એક બૉયફ્રેન્ડ હતો પરંતુ તેમના સંબંધો તૂટી ગયા.
તેઓ કહે છે, "મારી સાથે એવું વર્તન કરવામાં આવ્યું જાણે કે હું એક બોજ છું, લોકોએ કહ્યું કે તમે તેની સંભાળ ન રાખી શકો. પરંતુ મને કોઈ મારી સંભાળ રાખી શકે એવી વ્યક્તિની જરૂર ન હતી."
હવે તેમનો એક બૉયફ્રેન્ડ છે જે અંધ છે.
તેઓ કહે છે, "અમે બંને અંધ હોવા છતાં, અમે શહેરમાં રસ્તો શોધીને બહાર ફરવા જઈશું અથવા તો એકલા ડેટ પર જઈશું. અમને કંઈ પણ રોકી શકશે નહીં."
નિકોલા એમ પણ કહે છે કે જ્યારે કોઈ તેનામાં રસ બતાવે છે, ત્યારે તેને તે રૂઢિચુસ્ત લાગે છે.
તેઓ કહે છે, "લોકો સોશિયલ મીડિયા પર ડેટ માગવા માટે મૅસેજ મોકલે છે, પરંતુ જ્યારે હું તેમને કહું કે હું જોઈ શકતી નથી, ત્યારે તેમનું વલણ બદલાય છે અથવા તેઓ અલગ વર્તન કરવા લાગે છે."
"તમારી સાથે ચોક્કસપણે એવું વર્તન કરવામાં આવશે કે જાણે તેઓ તમને સહારો આપતા હોય. પરંતુ આવી વાત તમને તરત જ નિરાશ કરે છે."
નિકોલા ઉમેરે છે, "લોકો આપણને સીમિત કરવા માગે છે. હું એ ધારણાને તોડવા માગું છું, મારી પાસે સુખી જીવન છે."

ડિસેબિલિટી વેલ્સના અધિકારી કૅટ વૅટકિન્સ કહે છે કે, “વિકલાંગ લોકોને તેમની જાતીય ઓળખની શોધ કરવાનો અધિકાર છે અને દરેકને સમાન અધિકારો છે.”
તેઓ કહે છે, "વિકલાંગ લોકો માટે સેક્સ અને સંબંધો પર આટલા બધા પ્રતિબંધો શા માટે છે? આપણા માટે ખોરાક અને ઘર સિવાય પણ જિંદગીમાં ઘણું છે."
તેમનું માનવું છે કે, "જીવવું અને આનંદ માણવો એ જીવનનો એક ભાગ છે પણ જ્યારે અપંગ લોકોની વાત આવે છે ત્યારે તેને યોગ્ય રીતે લેવામાં આવતું નથી."
કેટે કહ્યું કે લોકો વિકલાંગ મહિલાઓને કેવા મૅસેજ કરે છે. તેનાં ઉદાહરણો સાંભળવાં એ ‘કમનસીબે સામાન્ય’ બની ગયું છે.
તેમણે કહ્યું કે, સેક્સ ટૉય્ઝ અને અન્ય વસ્તુઓ લોકોને આત્મવિશ્વાસ અપાવવામાં મદદ કરી શકે છે અને તેમાં મુખ્યધારાની સેક્સ વેબસાઇટ્સ મદદ કરશે.
"તમારે તમારી જાત સાથે આરામદાયક રીતે રહેવું જોઈએ અને તમારા શરીરને સમજવું જોઈએ જેથી કરીને તમે લોકોને બતાવી શકો કે તમે કેવું અનુભવો છે. તમારી જાતને પ્રેમ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












