ઑનલાઇન ગેમની લતમાં આવી રીતે ફસાઈ છે યુવાનો, શું છે બહાર નીકળવાનો રસ્તો?

ઑનલાઇન ગેમની બાળકો પર શું અસર થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગણેશ પોલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારો દીકરો એક પણ રૂપિયો ખર્ચ કરતા પહેલાં અમારી સલાહ લેતો હતો, પરંતુ છેલ્લા છ મહિનાથી તેને તેના મિત્રોના કારણે એક અજીબ લત લાગી ગઈ છે. તે તેના પગારના બધા રૂપિયા એમાં જ ખર્ચ કરી નાખે છે. હવે તે ઘરે એક પણ રૂપિયો આપતો નથી."

"એટલું જ નહીં, પરંતુ તેણે તેના પિતા અને પોતાના નામ પર ડોઢ લાખ રૂપિયાની લૉન પણ લીધી છે અને તે તેને પણ વાપરી ચૂક્યો છે. તેનાથી થાકી જઈને અમે તેને પોલીસ પાસે લઈ ગયા, જ્યાં તેમણે તેનું કાઉન્સિલિંગ કર્યું."

પૂણેમાં રહેતા અરાધના (નામ બદલ્યું છે) તેમના પુત્રની કહાણી બતાવી રહ્યા હતા.

કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમનો દીકરો એક પાર્ટટાઇમ નોકરી કરી રહ્યો હતો, પરંતુ એ દરમિયાન તેને ઑનલાઇન જુગારની લત લાગી ગઈ હતી.

મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઘણા યુવાનો આ નવા ચલણ તરફ આકર્ષિત થઈ રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લત હવે એક મહામારી તરફ ફેલાઈ રહી છે.

તમે સેલિબ્રિટી ક્રિકેટરો અને ફિલ્મી દુનિયાના સ્ટાર્સને ઑનલાઇન જુગારની એપનો પ્રચાર કરતા જરૂર જોયા હશે.

એટલે સુધી કે ઇન્ડિયન પ્રીમિર લીગ (આઈપીએલ)ની ટીમોની જર્સી પર પણ તમે તેનો પ્રચાર જોયો હશે.

આવા ભારેભરખમ અને અસરદાર પ્રચાર દ્વારા ઑનલાઇન ગેમિંગની લોકપ્રિયતા વધી રહી છે.

તમે એવી જાહેરાત જરૂર જોઈ હશે, જેમાં આ પ્રચાર કરવામાં આવે છે, "ઘરે બેઠા લાખો, કરોડો રૂપિયા કમાઓ."

ઑનલાઇન ગેમ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે જાણકારો અનુસાર, આવી જાહેરાતની મંશા તેના પ્રચારથી બિલકુલ અલગ હોય છે.

જાણકારોનું કહેવું છે કે આ એપ તેમના ગ્રાહકોને લાખો રૂપિયાનો ચૂનો તો લગાડે છે, પરંતુ તેમને ઑનલાઇન જુગારની લત પણ લગાવી દે છે.

તેઓ કહે છે કે આજે ઓછી કિંમતે મોબાઇલ ફોન અને કનેક્ટિવિટી મળી રહે છે અને તેના કારણે ઑનલાઇન જુગારની લોકપ્રિયતા દુનિયાભરમાં ફેલાઈ રહી છે, જેથી આ એક ચિંતાનો વિષય બની ગયો છે.

ઇન્ટરનેટના માધ્યમથી થતો ઑનલાઇન જુગાર ઘણા રૂપમાં જોવા મળે છે.

જ્યારે તમે શરૂઆતમાં આ પ્રકારના ઑનલાઇન જુગારમાં જોડાવ છો, ત્યારે પૈસા કમાઇ પણ શકો છો, જે તમને પૈસા કમાવવાનો એક સરળ રસ્તો પણ લાગવા લાગે છે.

ત્યારપછી તમે તેની પર વધુ પૈસા ખર્ચ કરવા લાગો છો, પરંતુ ત્યારે તમને કંઈ જ મળતું નથી.

ઘણા યુવાનો ફરીથી પૈસા જીતવાની આશાથી ઑનલાઇન જુગારમાં પોતાનો હાથ અજમાવે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોને નિરાશા જ મળે છે.

તેનાથી તેમને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માનસિક તણાવમાંથી પણ પસાર થવું પડે છે.

કેટલાક કેસમાં ઑનલાઇન જુગારમાં હારવાને કારણે લોકોએ આત્મહત્યા પણ કરી છે.

ચાલો જાણીએ આખરે ઑનલાઇન જુગાર શું છે અને કોઈને તેની લગ લાગી છે એવું કેવી રીતે ખબર પડે છે? તેની પર સંપૂર્ણપણે કેમ પ્રતિબંધ લગાવવામાં આવતો નથી?

બીબીસી ગુજરાતી

ઑનલાઇન જુગારની લત

યુવા પેઢી ઑનલાઇન ગેમનો વધુ ઉપયોગ કરી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે કોઈ ઇન્ટરનેટ લિંક, વેબસાઇટ કે મોબાઇલ ઍપ દ્વારા પૈસા દાવ પર લગાવવામાં આવે છે, ત્યારે તેને ઑનલાઇન ગૅમ્બલિંગ કે ઑનલાઇન જુગાર કહે છે.

જેમાં પોકર, બ્લૅકમૅલ, સ્લૉટ મશીન અને અન્ય ઘણા પ્રકરાના સટ્ટેબાજ પણ સામેલ છે.

જ્યારે કોઈ ઑનલાઇન જુગાર રમે છે, ત્યારે તમારી સામે એક કમ્પ્યુટર પ્રોગ્રામ કે એક વ્યક્તિ હોઈ શકે છે.

નવા યૂઝર્સને ઑનલાઇન જુગાર તરફ આકર્ષિત કરવા માટે શરૂઆતમાં તેમને મફત ગેમ રમવાની રજૂઆત કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવે છે.

આ ઍપ એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવે છે કે જુગાર રમવાવાળા લોકો લાંબા સમય સુધી રમતા રહે છે. તેઓ ખેલ દરમિયાન તેની સાથે સંપૂર્ણપણે ચોંટેલા રહે છે.

જ્યારે ફ્રી ક્રેડિટ પૂરી થઈ જાય છે, ત્યારે તેમાં પોતાના પૈસા લગાવવા પડે છે. જ્યારે તમે પહેલીવાર જુગાર રમો છો, તો ત્યારબાદ તમને તેની સાથે જોડાયેલી જાહેરાત મળવા લાગે છે, જે તમને પાછા ગેમિંગ વેબસાઇટ પર આવવા માટે આકર્ષિત કરે છે.

બીબીસી ગુજરાતી

ઍક્સપર્ટનું શું કહેવું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડિજિટલ ઍક્સપર્ટનું કહેવું છે કે, યુવાનો પેઢી પારંપારિક જુગારની સરખામણીએ ઑનલાઇન જુગાર તરફ ખૂબ ઝડપથી આકર્ષવા લાગે છે.

યુવાનો પેઢી પાસે જે પ્રકારની ડિજિટલ દુનિયાની માહિતી છે, તેઓ આ પ્રકારની ગેમ્સમાં સરળતાથી જોડાઈ જાય છે, જેની જાણ તેમનાં માતા-પિતાને પણ થતી નથી.

એક ઑનલાઇન જુગાર સાથે જોડાવા માટે તમારે ઘરની બહાર પગ મૂકવાની જરૂર પણ પડતી નથી, જોકે જ્યારે તમે ઑનલાઇન જુગાર રમો છો, ત્યારે તમને કોઈ જોતું નથી.

જોકે આ સંપૂર્ણપણે ઑનલાઇન જુગાર છે, ત્યારે તેમાં પૈસા પણ ઑનલાઇન લગાવવા પડે છે.

બીબીસી ગુજરાતી

ઑનલાઇન જુગારની લતની અસર

ઑનલાઇન ગેમ

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા લોકો માત્ર તેમના મનોરંજન માટે ઑનલાઇન જુગાર રમવાનું શરૂ કરે છે, પરંતુ ઝડપથી તેમને તેની લત લાગી જાય છે.

ધીરે-ધીરે તેની અસર તેમના જીવન પર પણ પડવા લાગે છે અને કેટલાક લોકો પર તેની પ્રતિકૂળ અસર એટલી થાય છે કે તેઓ કંગાળ પણ થઈ જાય છે.

તેઓ તેમની જમા થયેલી પૂંજી જ નહીં, પરંતુ પોતાનું સંપૂર્ણ જીવન પણ ગુમાવી બેસે છે, કારણ કે ઘણા લોકોએ તેનાથી હેરાન થઈને પોતાની જિંદગી ખતમ કરી નાખી છે.

બીજી બાજુ એક સંશોધન અનુસાર, જેમ-જેમ લોકો માટે મોબાઇલ ફોન રાખવું સરળ થઈ રહ્યું છે, તેમ- તેમ તેઓ ઇન્ટરનેટનો પણ ખૂબ ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે.

જે લોકો ઑનલાઇન જુગારમાં લાગેલા છે, તેઓ તેમની માહિતી વગર કોઈને આપે એવું કરી રહ્યા હોય છે. ખાસ કરીને જ્યારે તેની ખરાબ અસર તેની પર પડે છે, ત્યારે તેઓ અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર પણ કરતા નથી.

બીબીસી ગુજરાતી

ઑનલાઇન જાહેરાતોનું પૂર

ઑનલાઇન ગેમ

ઇમેજ સ્રોત, Getty Images

ટેકનીક અને મનોવિજ્ઞાન ક્ષેત્રના એક્સપર્ટ મુક્તા ચૈતન્ય કહે છે કે, “ઑનલાઇન જુગાર રમવાવાળા પર નકારાત્મક અસર પડે છે. તેનાથી અરસપરસના સંબંધો બગડવા લાગે છે અને પારિવારિક જીવન બોજ લાગવા લાગે છે. સમયની સાથે-સાથે દેવું પણ વધવા લાગે છે.”

“જે વ્યક્તિ તેના દ્વારા તેમના પૈસા ગુમાવે છે, તેઓ એ આશાદમાં આગળ રમવાનું ચાલુ રાખે છે કે તેઓ હારેલા પૈસા પણ પાછા લઈ આવશે.”

મુક્તા ચૈતન્યના જણાવ્યા અનુસાર, “જ્યારે તમને ઑનલાઇન જુગારની લત લાગી જાય છે, ત્યારે તેને રમ્યા વગર તમે ચિંતા, તણાવ અને અવસાદથી પીડાવા લાગો છો.”

“જેને આની લત લાગી જાય છે, તેમને રાતની ચિંતા રહેતી નથી. તેમના મગજમાં હંમેશાં જુગારનો જ વિચાર આવ્યા કરે છે.”

તેઓ કહે છે કે, “જુગારથી કેટલાક લોકોને માનસિક તણાવ દ્વારા અસ્થાયી રાહત પણ મળી શકે છે. તેઓ તેને એક સારો ટાઇમપાસ અને મનોરંજનના રૂપમાં જોવે છે. પરંતુ આવા વિચારો લાંબા સમય સુધી રહેતા નથી.”

આજે સમગ્ર મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ઑનલાઇન રમી જાહેરાતોનું પૂર આવ્યું છે. એ વાતથી ચિંતા એટલી વધી ગઈ છે કે તેની જાહેરાત રમત અને ફિલ્મોની જાણીતી હસ્તીઓ કરી રહી છે.

તાજેતરમાં જ ઑનલાઇન રમી સાથે જોડાયેલા એક સમાચાર આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આવા જ કોઈ ઑનલાઇન જુગારમાં થયેલા નુકસાનના કારણે તામિલનાડુમાં 42 લોકોએ આત્મહત્યા કરી લીધી.

આવા ઑનલાઇન જુગારના વધતા જોખમને જોતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આવી જાહેરાતો ન કરવાની અપીલ કરી છે.

બીબીસી ગુજરાતી

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેના નિયમો

ઑનલાઇન ગેમ

ઇમેજ સ્રોત, Getty Images

સાઇબર કાનૂન વિશ્લેષક અને સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે, દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં ટેક કંપનીઓ સામે તેમના વિવાદ બાદ ડિજિટલ જગતમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે અનેક આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

કે.એન.ગોવિન્દાચાર્ય કેસમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં રાજીનામું આપીને કહ્યું હતું કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયામાં સામેલ થઈ શકતા નથી.

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માતા-પિતા અને વાલીઓના સંરક્ષણમાં જ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ શકે છે.

તેથી ગેમિંગ કંપનીઓ 18 વર્ષથી ઓથી ઉંમરના બાળકો સાથે કારોબાર કરે એ ખોટું અને ગેરકાયદેસર છે.

ગેમિંગ સાથે જોડાયેલા કેસમાં ઘણા પહલૂ સંવિધાન અનુસાર, રાજ્ય સરકારોના વિસ્તારમાં આવે છે.

તામિલનાડુ સરકારે મદ્રાસ હાઇકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી, જેના રિપોર્ટ અનુસાર, ઑનલાઇન ગેમ અને ગૅમ્બલિંગે લાખો પરિવારોને તબાહ કરવાની સાથે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ છે.

સમિતિની ભલામણ અનુસાર, રાજ્ય સરકારે એક આદેશ જારી કર્યો હતો.

તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન, આસામ અને છત્તીસગઢમાં પણ ઑનલાઇન ગેમિંગના કહેરને રોકવા માટે સખત કાયદો બનાવવની શરૂઆત થઈ હતી.

જોકે કેન્દ્ર સરકારે ગયા વર્ષે એપ્રિલમાં ઑનલાઇન ગેમિંગ વિશે એક બિલ રજૂ કર્યું હતું, પરંતુ તેની પર હજુ સુધી ચોક્કસ કાયદો બન્યો નથી.

તેના બદલે ગાઇડલાઇન્સ અને ઇન્ડસ્ટ્રીના સ્વનિયમન પર ભાર મૂકવાથી આ કંપનીઓ મોટા પાયે ટૅક્સ ચોરી કરી રહી છે.

ઓનલાઇન ગેમ રમતા બાળકો અને પુખ્ત વયના લોકો સાથે છેતરપિંડી કરવા માટે ભારતમાં આ કંપનીઓ પાસે ફરિયાદ નિવારણ તંત્ર નથી.

કરોડો લોકો ઑનલાઇન ગેમ રમે છે, તેમ છતાં ભારત સરકારે આ બાબતે પ્રભાવી નિયામક બનાવ્યા નથી.

બંધારણ મુજબ પોલીસનો મામલો રાજ્યો હેઠળ આવે છે, પરંતુ ત્યાં ફરિયાદ નોંધાવવા પર લોકોને કોઈ પણ રાહત મળતી નથી. જીએસટી ઓછું કરવા અંગે આપવામાં આવી રહેલા તર્ક ‘વાહિયાત અને અપૂરતા છે.’

ભારતમાં ગૅમ્બલિંગ અને જુગારની તમામ પ્રકારની ઑનલાઇન ગેમ ગેરકાયદેસર છે.

માત્ર કૌશલ્ય ધરાવતી રમતોને જ કાનૂની મંજૂરી મળી શકે છે, તેથી આવી તમામ રમતો પર એકસમાન 28 ટકા જીએસટી વસૂલવો જોઈએ.

બીબીસી ગુજરાતી

કયા રાજ્યોમાં કાયદા બન્યા છે?

તામિલનાડુ પ્રોહિબિશન ઑફ ઑનલાઇન ગૅમ્બલિંગ એન્ડ રેગ્યુલેશન ઑફ ઑનલાઇન ગેમ્સ એક્ટ 2022માં તામિલનાડુ ઑનલાઇન ગૅમ્બલિંગ ઓથૉરિટી બનાવવાનો પ્રસ્તાવ છે, તેના પ્રમુખ સેવાનિવૃત્ત અધિકારી હશે.

આ કાયદો આ ઓથૉરિટીને તમામ ઑનલાઇન ગેમમાં સમય, પૈસા અને ઉંમરની સીમા નક્કી કરવાનો અધિકાર છે.

તેમાં ગેરકાયદેસર ગૅમ્બલિંગ સર્વિસમાં સામેલ લોકોને ત્રણ વર્ષની સજા અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.

આંધ્રપ્રદેશમાં આ કાયદો ઑનલાઇન ગેમિંગ અને જુગાર પર પ્રતિબંધ લગાવે છે. જેમાં સટ્ટો રમવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સિક્કીમ, નાગાલૅન્ડ અને મેઘાલયમાં લાઇસન્સ પછી જ આવા પ્રકારની ગેમ રમવાની પરવાનગી છે.

1996માં સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ઑનલાઇન રમી અને પોકર રમતોને કૌશલ્યની રમતો ગણાવી હતી, તેથી તેની પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવો મુશ્કેલ છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી