ચીને વીડિયો ગેઇમ રમતાં બાળકો માટે સમયસીમા નક્કી કરી, નિર્ણય માટે આપ્યો આ તર્ક

ચીનમાં હવે 18 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકો નિશ્ચિત સમય અને દિવસ સુધી વીડિયો ગેઇમ રમી શકશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં હવે 18 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં ગેઇમરો નિશ્ચિત સમય અને દિવસ સુધી વીડિયો ગેઇમ રમી શકશે

ચીનમાં હવે 18 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકો નિશ્ચિત સમય અને દિવસ સુધી વીડિયો ગેઇમ રમી શકશે.

ચીનના વીડિયો ગેઇમ નિયામકે કહ્યું છે કે એવા ઑનલાઇન ગેઇમરો જેમની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે તેમને શુક્રવાર, વીકૅન્ડ અને રજાના દિવસે માત્ર એક કલાક સુધી જ વીડિયો ગેઇમ રમવાની અનુમતિ હશે.

નેશનલ પ્રેસ ઍન્ડ પબ્લિકેશન ઍડમિનિસ્ટ્રેશને સરકારી સમાચાર એજન્સી શિંહુઆને જણાવ્યું કે વીડિયો ગેઇમ રમવાની અનુમતિ માત્ર રાતના આઠથી રાતના નવ વાગ્યા વચ્ચેના સમય સુધી અપાશે.

ગેઇમિંગ કંપનીઓને પણ સૂચના અપાઈ છે કે આ સમયસીમા સિવાય બાળકોને વીડિયો ગેઇમ રમવાથી રોકવામાં આવે. આ મહિનાની શરૂઆતમાં સરકારી મીડિયા આઉટલેટે ઑનલાઇન ગેઇમને 'આધ્યાત્મિક અફીણ' ગણાવી હતી.

આ નિયમ લાગુ થવાની સાથે જ ઑનલાઇન ગેઇમિંગ કંપનીઓ પર નજર રાખવા માટેની વ્યવસ્થા પણ વધુ ચુસ્ત કરાશે. નિયામકે પોતાના આદેશમાં જણાવ્યું છે કે એ વાતની તપાસ કરાશે કે જે નિયમ લાગુ કરાયા છે, તેનું પાલન થઈ રહ્યુ છે કે નહીં.

આ પહેલાં બાળકો માટે પ્રતિ દિવસ 90 મિનિટ સુધી ઑનલાઇન ગેઇમિંગની અનુમતિ હતી. આ સાથે જ રજાના દિવસે ત્રણ કલાકની મર્યાદા નક્કી કરાઈ હતી.

line

ચિંતા કેમ?

નિયામકનું આ પગલું યુવાનો પર વધી રહેલા ગેઇમિંગના પ્રભાવના કારણે સર્જાયેલી ચિંતાને દર્શાવે છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, નિયામકનું આ પગલું યુવાનો પર વધી રહેલા ગેઇમિંગના પ્રભાવના કારણે સર્જાયેલી ચિંતાને દર્શાવે છે

નિયામકનું આ પગલું યુવાનો પર વધી રહેલા ગેઇમિંગના પ્રભાવના કારણે સર્જાયેલી ચિંતાને દર્શાવે છે.

સરકાર નિયંત્રિત 'ઇકૉનૉમિક ઇન્ફર્મેશન ડેઇલીટએ એક મહિના પહેલાં એક લેખમાં દાવો કર્યો હતો કે ઘણા કિશોરોને ઑનલાઇન ગેઇમિંગની ટેવ પડી ચૂકી છે અને તેની તેમના પર ખરાબ અસર પડી રહી છે.

આ લેખની અસર ચીનની કેટલીક સૌથી મોટી ઑનલાઇન ગેઇમિંગ ફર્મના શેરોનાં મૂલ્યો પર સ્પષ્ટ અસર જોવા મળી હતી.

જુલાઈ મહિનામાં ચીનની સૌથી મોટી ગેઇમિંગ કંપની Tencentએ જાહેરાત કરી હતી કે તેઓ રાતના દસ વાગ્યાથી માંડીને દિવસના આઠ વાગ્યા સુધી ગેઇમ રમતાં બાળકોને રોકવા માટે ફેશિયલ રિકગ્નિશન (ચહેરાની ઓળખ)ની વ્યવસ્થા શરૂ કરી રહી છે.

આ પગલું એવી આશંકા બાદ લેવાયું કે બાળકો નિયમોની અવગણના કરીને એડલ્ટ આઈડીનો ઉપયોગ કરી રહ્યાં છે.

ચીનના કરોડો યુવાનો માટે કદાચ આ સારા સમાચાર નથી.

ચીનના અધિકારી ઘણા સમયથી ગેઇમિંગની ટેવ અને અન્ય નુકસાનકારક ઑનલાઇન પ્રવૃત્તિઓ વિશે ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે.

ચીન મૂડી અને ટેકનૉલૉજીના પ્રસારની સાથોસાથ દેશની યુવાન પેઢી પર તેના સંભવિત પ્રતિકૂળ પ્રભાવને લઈને આશંકા વ્યક્ત કરતું રહ્યું છે.

અલીબાબા, દીદી અને ટેનસેંટ જેવી ચીનની દિગ્ગજ ટેક કંપનીઓ પર પણ આ વિષયને લઈને કાર્યવાહી કરાઈ છે. સાથે જ ગેઇમરો માટે નવા નિયમ લાગુ કરાયા છે.

line

વાલીઓની પ્રતિક્રિયા

ચીનની સરકારને આશા છે કે આ નવા નિયમોને લાગુ કરીને તેઓ યુવાનો વચ્ચે 'હકારાત્મક ઊર્જા'નો સંચાર અને 'યોગ્ય મૂલ્યો' વિશે તેમને શિક્ષિત કરી શકશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનની સરકારને આશા છે કે આ નવા નિયમોને લાગુ કરીને તેઓ યુવાનો વચ્ચે 'હકારાત્મક ઊર્જા'નો સંચાર અને 'યોગ્ય મૂલ્યો' વિશે તેમને શિક્ષિત કરી શકશે

ચીનની સરકારને આશા છે કે આ નવા નિયમોને લાગુ કરીને તે યુવાનો વચ્ચે 'હકારાત્મક ઊર્જા'નો સંચાર અને 'યોગ્ય મૂલ્યો' વિશે તેમને શિક્ષિત કરી શકશે.

એક તરફ જ્યાં ચીનનાં ઘણાં માતાપિતા ગેઇમિંગ પર લાદવામાં આવેલા પ્રતિબંધની પ્રશંસા કરી રહ્યાં છે તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ નિયમોને સરકારનો હસ્તક્ષેપ ગણાવીને તેમને 'અનુચિત' ગણાવ્યા છે.

એક વ્યંગ્યાત્મક ટિપ્પણીમાં કહેવાયું છે કે હું ક્યારે શૌચાલય જઉં, ક્યારે જમું અને ક્યારે ઊંઘવા માટે પથારી પર જઉં, એ બધું પણ કેમ નક્કી નથી કરી દેતા? આ બધી વાતોને લઈને પણ નિયમો કેમ નથી ઘડી નાખતા?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો