ગેમ ઑફ થ્રોન્સ : એક અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા ચીનના ગેઇમ ટાયકૂનને ઝેર અપાયું

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ચીની ગેઇમ ટાઇકૂન જેમનું ક્રિસમસના દિવસે મૃત્યુ થયું હતું, તેમને ઝેર અપાયું હતું. ચીનની શંઘાઈ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.
39 વર્ષીય લિન ચી, યૂઝૂનામની ગેઇમ ડેવલેપર કંપનીના ચૅરમૅન અને ચીફ એક્ઝેક્યૂટિવ હતા. તેમણે ગેઇમ ઑફ થ્રોન્સ : વિંટર ઇઝ કમિંગ સ્ટ્રેટજી ગેઇમ બનાવવા માટે ઓળખવામાં આવતા હતા.
શંઘાઈ પોલીસે નિવેદન જારી કરીને લિન ચીના એક મહત્ત્વપૂર્ણ સહયોગીને મુખ્ય સંદિગ્ધ ગણાવ્યો છે.
જોકે પોલીસે તે વ્યક્તિનું નામ જાહેર નથી કર્યું અને તેમને માત્ર તેમના ઉપનામ જૂથી સંબોધિત કર્યા હતા.
હુરુન ચાઈના રિચ લિસ્ટ અનુસાર, લિનની કુલ સંપત્ત્ લગભગ 6.8 અબજ યુઆન એટલે કે લગભગ એક અબજ ડૉલર હતી.
શંઘાઈ પોલીસ પ્રમાણે ચીની કંપનીના ઘણા કર્મચારી અને પૂર્વ કર્મચારી શુક્રવારે શોક પ્રકટ કરવા માટે તેમની ઑફિસ બહાર એકઠા થયા હતા.
કંપનીએ પોતાના આધિકારિક વીબો માઇક્રોબ્લૉગ પર એક ભાવનાત્મક નિવેદન જારી કર્યું.
તેમણે લખ્યું, “અલવિદા યુવાન... આપણે એક સાથે રહીશું. દયાળુ બન્યા રહીશું, સારપ પર વિશ્વાસ કરતા રહીશું અને જે ખરાબ છે, તેની વિરુદ્ધ લડત જારી રાખીશું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોસ્ટ પર હજારો લોકોએ કૉમેન્ટ કર્યા અને તેને વીબો પર 29 કરોડ કરતાં વધુ વખત જોવામાં આવી.
ગેઇમ ઑફ થ્રોન્સ સાથે જોડાયેલી ગેઇમ સિવાય યૂઝૂએ બ્રૉલ સ્ટાર જેવી ઘણી સુપર હિટ ગેઇમ પણ બનાવી છે.

થ્રી- બૉડી પ્રૉબ્લમ

ઇમેજ સ્રોત, YOOZOO
કંપનીને ચાઇનીઝ સાઈ-ફાઈ ઉપન્યાસ થ્રી-બૉડી પ્રૉબ્લમ સાથે પોતાના કનેક્શન માટે ઓળખવામાં આવે છે અને તેની પર ફિલ્મ બનાવવાના અધિકાર પણ તેમની જ પાસે છે.
પરંતુ મોશન પિક્ચર ક્ષેત્રમાં કંપનીના બિઝનેસનો વિસ્તાર આશા મુજબ સફળ ન રહ્યો અને પુસ્તકને છ ફિલ્મોમાં ફેરવવાનો પ્રોજેક્ટ ક્યારેય શરૂ જ ન થઈ શક્યો.
સપ્ટેમ્બરમાં, કંપનીએ નેટફ્લિક્સને તેના પર ટીવી પ્રોગ્રામ બનાવવાનો અધિકાર આપી દીધો.
લેખક લિઉ સિક્સિનનું આ પુસ્તક રિમેબરેંસ ઑફ અર્થ્સ પાસ્ટ ટ્રાઇલૉજીનો પ્રથમ ભાગ છે. તેને ટીકાકારોની ઘણી સરાહના મળી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ પણ તેના પ્રશંસક છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












