વીર્યની ઍલર્જી : કેટલીક મહિલાઓને વીર્યની ઍલર્જી કેમ હોય છે, તેનાં લક્ષણો શું છે?

વીર્ય, શુક્રાણુ, ઍલર્જી, મહિલા, પુરુષ, સેક્સ, બીબીસી, હેલ્થ, મહિલા પુરુષ સંબંધ, શારીરિક સંબંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલીક મહિલાઓને વીર્યની ઍલર્જી હોય છે. (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, ક્રિસ્ટીન રો

કેટલાક લોકોને બીજાઓથી ઍલર્જી હોય છે, પરંતુ આ ઍલર્જી કેવી રીતે થાય છે તેનું રહસ્ય ધીરેધીરે હવે બહાર આવી રહ્યું છે.

મૌરા (ગોપનીયતા જાળવવા નામ બદલવામાં આવ્યું છે) માને છે કે કૉન્ડોમને કારણે તેમનો જીવ બચ્યો.

હવે 43 વર્ષનાં અને અમેરિકાના ઓહાયોમાં રહેતાં મૌરા કહે છે કે તેમને આ સમસ્યા પહેલી વખત 20 વર્ષની ઉંમરના હતાં ત્યારે શરૂ થઈ હતી. તે ધીમે-ધીમે વધી હતી.

મૌરા યાદ કરે છે, "મેં જોયું કે અસુરક્ષિત સેક્સ પછી મારા ગુપ્તાંગમાં જોરદાર બળતરા થતી હતી."

મૌરાને આ વાત તેમના જીવનસાથીને જણાવવાનું યોગ્ય લાગતું ન હતું. તેથી તેઓ તેમના જીવનસાથીના રવાના થતાની રાહ જોતાં હતાં અને પછી યોનિમાર્ગ સારી રીતે સાફ કરતાં હતાં.

તેમણે સાબુથી માંડીને લુબ્રિકન્ટ સુધીની તમામ પર્સનલ કૅર પ્રોડક્ટ્સ વાપરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમસ્યા વકરી હતી.

સોજો આવતો હતો અને યોનિમાર્ગ રાતોચોળ થઈ જતો હતો. આવું વીર્યના સંપર્કમાં આવ્યા પછી જ બનતું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આખરે તેમણે એ પુરુષ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને કૉન્ડોમ વાપરવાના આગ્રહી પુરુષનો સંગાથ કરતાં થયાં.

મૌરા કહે છે, "એક રાતે અમે સેક્સ પછી પથારીમાં સૂતાં હતાં અને મારી જીભ અચાનક ફૂલવા લાગી હતી. ત્યાં સુધી કોઈ સમસ્યા ન હતી. મારા પાર્ટનરે જોયું કે શું થઈ રહ્યું છે? તેણે ચીસ પાડીને પૂછ્યું કે તને ગૂંગળામણનો અનુભવ થાય છે? મારું ઇન્હેલર પકડી લીધું. તેણે મારા ઇન્હેલરને મારા મોંના ખૂણામાં ભરાવ્યું અને તેને દબાવવાનું શરૂ કર્યું. સદભાગ્યે હું ફેફસામાં દવા ખેંચવા પૂરતો શ્વાસ લઈ શકતી હતી."

મૌરાને અસ્થમા અને બીજી ઘણી ઍલર્જી છે. તેઓ માને છે કે કૉન્ડોમ ફાટી ગયું હતું. હવે તેઓ અને તેમના પાર્ટનર કૉન્ડોમનો વધુ સાવચેતીપૂર્વક ઉપયોગ કરે છે.

મૌરા જણાવે છે કે એ ઘટના બની ન હતી ત્યાં સુધી તેમને ખબર ન હતી કે વીર્યથી પણ ઍલર્જી થઈ શકે.

જોકે, તે અત્યંત દુર્લભ છે. કેટલાક લોકો અન્ય માણસોના શરીર સંદર્ભે ગંભીર રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓથી પીડાતા હોય છે. આ સમસ્યા વિશે વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. તે ફક્ત સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ કામકાજ, સંબંધો અને કોઈ વ્યક્તિના આહારવિહારને પણ અસર કરે છે.

આ રિઍક્શન કેવી રીતે થાય છે, તેનું કારણ શું છે? એ મોટાભાગે રહસ્યમય રહે છે. શું તે ખરેખર ઍલર્જી છે કે બીજું કંઈક? વિજ્ઞાનીઓ વધુને વધુ સંકેતો મેળવી રહ્યા છે અને આ વિચિત્ર રિઍક્શનને કારણે આપણા શરીરનાં રસાયણશાત્ર અને માનવ રોગપ્રતિકારક તંત્રની વિચિત્રતાની આંતરદૃષ્ટિ ઉજાગર થઈ રહી છે.

ત્વચામાં ઍલર્જી

વીર્ય, શુક્રાણુ, ઍલર્જી, મહિલા, પુરુષ, સેક્સ, બીબીસી, હેલ્થ, મહિલા પુરુષ સંબંધ, શારીરિક સંબંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનવની ત્વચા સતત ધૂળના કણો અને વાયુઓ છોડે છે.

બીજી વ્યક્તિના શરીર પ્રત્યેની સેન્સિટિવિટી ઘણીવાર તે શરીર પર ઉપયોગમાં લેવાતી ઍક્સટર્નલ પ્રોડક્ટ્સ સંબંધીત હોય છે. દાખલા તરીકે, ત્વચા કૃત્રિમ સુગંધનું વહન કરે છે. તેમાં ડિઓડોરન્ટ્સ અને આફટર શેવ લોશનનો સમાવેશ થાય છે. 150થી વધુ સુગંધ ઍલર્જી સાથે સંકળાયેલી છે.

પ્રારંભિક કારણ કાયમ સ્પષ્ટ હોતું નથી. માસ્ટ સેલ ઍક્ટિવેશન સિન્ડ્રોમમાં ચેપ સામે લડતા કોષોમાં ખામી સર્જાય છે. આ રોગનાં ગંભીર લક્ષણો ધરાવતાં એક અમેરિકન મહિલાને તેમના પતિના શરીરની ગંધથી ઍલર્જીક રિએક્શન થવા લાગ્યું હતું.

ઑસ્ટ્રેલિયાની કૅપ્લર યુનિવર્સિટી હૉસ્પિટલના ડૉ. સબીન અલ્ટ્રિકટર કહે છે કે આ બન્ને વચ્ચે સંબંધ હોવાનું સાબિત થયું નથી, પરંતુ માસ્ટ સેલ ડિસૉર્ડર ધરાવતા કેટલાક દર્દીઓને શંકા છે કે તેઓ શરીરની કુદરતી ગંધ અથવા અન્ય લોકોની ત્વચા દ્વારા ઉત્સર્જિત રસાયણો પ્રત્યે સંવેદનશીલ છે.

ત્વચા ઘણાં સંયોજનો ઉત્સર્જિત કરે છે અને તે શરીરની ગંધમાં ફાળો આપે છે. એ ત્વચા વાયુઓમાં ટોલ્યુએન જેવાં રસાયણો શામેલ હોઈ શકે છે. ટોલ્યુઓન ક્રૂડ ઑઇલમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ પેઇન્ટ અને પ્લાસ્ટિક સહિતનાં ઉત્પાદનો બનાવવાં માટે કરવામાં આવે છે. લોકો જાણી જોઈને ટોલ્યુએનને શોષી લેતા હોય છે. ગુંદરની ગંધ શ્વાસમાં જાય ત્યારે તે વધુ ખરાબ થાય છે. લોકો કામકાજ દરમિયાન પણ તેના સંપર્કમાં આવે છે. ટોલ્યુએન તમાકુના ધુમાડામાં રહેલા અસંખ્ય કેમિકલ્સ પૈકીનું એક છે.

અન્ય માણસો પ્રત્યેની ઍલર્જી પર થોડો પ્રકાશ પીપલ ઍલર્જીક ટુ મી (પીએટીએમ) નામની રહસ્યમય બીમારીથી પીડાતા લોકોનું જૂથ પાડી શકે છે.

પીએટીએમ એક અસામાન્ય અને અલગ ઘટના છે, જ્યાં અન્ય લોકોમાં ખાંસી કે ગૂંગળામણ જેવાં ઍલર્જીક લક્ષણો જોવાં મળે છે.

ઍલર્જીની ઓળખ માટે ત્વચાનો અભ્યાસ

વીર્ય, શુક્રાણુ, ઍલર્જી, મહિલા, પુરુષ, સેક્સ, બીબીસી, હેલ્થ, મહિલા પુરુષ સંબંધ, શારીરિક સંબંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનની ટોકાઈ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રનાં પ્રોફેસર યોશિકા સેકીન અને તેમના સાથીઓએ પીએટીએમનાં લક્ષણો દર્શાવતાં તત્ત્વો દ્વારા ઉત્સર્જિત ત્વચાના વાયુઓની તપાસ 2023માં કરી હતી. આ ટીમે 75 ત્વચા વાયુઓનો અભ્યાસ કર્યો હતો અને તેમાં ટોલ્યુએન હાજર હોવાની શક્યતા હતી. પીએટીએમ જૂથના લોકો આ રસાયણનું, આ બીમારી ન હોય તેવા લોકો કરતાં સરેરાશ 39 ગણું વધુ ઉત્સર્જન કરતા હોય છે.

પ્રોફેસર સેકીન સમજાવે છે, "ટોલ્યુએન હવા મારફત શ્વાસમાં આવે છે. હાનિકારક સંયોજન તરીકે સામાન્ય રીતે તેનું ચયાપચય યકૃત દ્વારા થાય છે અને પેશાબમાં તેનું વિસર્જન થાય છે. જોકે, પીએટીએમના દર્દીઓમાં ટોલ્યુએનના વિસર્જનની ક્ષમતા ઓછી હોય છે. એ કારણે તેનો લોહીમાં સંચય થાય છે અને ત્યાર બાદ ત્વચા મારફત તે મુક્ત થાય છે."

પ્રોફેસર સેકીન નોંધે છે કે પીએટીએમની વિભાવના હજુ પણ વ્યાપકપણે સ્વીકાર્ય નથી અને તેના નિદાનના કોઈ માપદંડ પણ નથી.

પરસેવાની ઍલર્જીમાં સામાન્ય રીતે બીજાના બદલે પોતાના પરસેવા પ્રત્યેની સંવેદનશીલતા સામેલ હોય છે.

વાળની વાત કરીએ તો માનવ વાળ સંબંધી ઍલર્જી નોંધાયેલા દુર્લભ કિસ્સાઓમાં, રિઍક્શન વાળને કારણે નહીં પરંતુ તેના પર વપરાતા બાહ્ય ઉત્પાદનોને કારણે થાય છે.

શારીરિક પ્રવાહીમાંથી ઍલર્જી

વીર્ય, શુક્રાણુ, ઍલર્જી, મહિલા, પુરુષ, સેક્સ, બીબીસી, હેલ્થ, મહિલા પુરુષ સંબંધ, શારીરિક સંબંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચુંબન કરવાથી લાળ દ્વારા ઍલર્જી ફેલાય છે.

શારીરિક પ્રવાહીમાં વહન થયેલા ચોક્કસ ઍલર્જન દ્વારા પણ ઍલર્જીક રિઍક્શન થઈ શકે છે.

બ્રિટનના એક કિસ્સામાં બ્રાઝિલ નટ્સની ઍલર્જી ધરાવતી એક મહિલાએ, થોડા કલાકો પહેલાં જેણે મિક્સ નટ્સ ખાધા હતા એવા પુરુષ સાથે સેક્સ કર્યું હતું.

એ પછી મહિલાને શિળસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એ પુરુષે મિક્સ નટ ખાધા પછી દાંત, નખ અને ત્વચા સાફ કરી હોવા છતાં આવું થયું હતું.

ઍન્ટિબાયોટિક ઍલર્જી ધરાવતી સ્ત્રીઓમાં તેવી દવાઓ લીધી હોય તેવા પુરુષો સાથે સંભોગ અને (કદાચ) મુખમૈથુન પછી નકારાત્મક રિઍક્શન જોવા મળ્યું છે.

આ બાહ્ય ઍલર્જન ઉપરાંત ચોક્કસ શારીરિક પ્રવાહીમાં રહેલું પ્રોટીન પણ રિઍક્શન પેદા કરી શકે છે. કેટલાક ચિકિત્સકો તેનાથી પરિચિત છે, પણ જેના વિશે વ્યાપક જાગૃતિ નથી તે વીર્ય (સીમેન )છે.

સીમેન ઍલર્જી અથવા સેમિનલ પ્લાઝમા હાયપર સેન્સિવિટીમાં શારીરિક પ્રવાહીના સંપર્કમાં આવ્યા પછી ત્વચા પર ફોલ્લીઓ (શિળસ)થી માંડીને સંભવિત જીવલેણે ઍલર્જીક રિઍક્શન એનાફિલેક્સિસ જેવાં લક્ષણો વિકસવાનો સમાવેશ થાય છે.

તે આયુષ્યના 20 અને 30ના દાયકામાં હોય તેવા લોકોમાં નોંધાયું છે. જોકે, 2024ના એક અભ્યાસ પત્ર મુજબ, તેના એકંદર 100થી ઓછા ડોક્યુમેન્ટેડ કેસ નોંધાયા છે. આ સેન્સિવિટી સાથે સૌથી વધુ સંકળાયેલું ઍલર્જન પ્રોસ્ટેટ-સ્પેસિફિક ઍન્ટિજેન છે. તે એક એવો પદાર્થ છે, જે સેમિનલ પ્લાઝમામાં રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરી શકે છે. આ પ્રવાહી શુક્રાણુ સિવાય વીર્યનો મોટાભાગનો હિસ્સો બનાવે છે.

અન્ય માનવીઓ, રોગપ્રતિકારક પ્રતિક્રિયા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અન્ય માનવીઓ પ્રત્યે રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ દુઃખદાયક પરિણામો લાવી શકે છે.

અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીની કૉલેજ ઑફ મેડિસિનમાં ક્લિનિકલ મેડિસિનના પ્રોફેસર જોનાથન બર્નસ્ટેઇન ઍલર્જી અને ઇમ્યુનૉલૉજી પર ધ્યાન કેન્દ્રિત કરતાં સમજાવે છે કે સેમિનલ પ્લાઝમા હાઇપરસેન્સિટિવિટી ધરાવતા લોકોના શરીરમાંં ખરેખર શું થઈ રહ્યું છે તે સ્પષ્ટ નથી. સેમિનલ પ્લાઝમા હાઇપરસેન્સિટિવિટી માટે સારા ઍનિમલ મૉડલ નથી અથવા મોટા પાયે સંશોધન કરી શકાય એટલા, પૂરતા માનવીઓ પણ નથી.

સીમેન ઍલર્જીના કિસ્સાઓ સ્થાનિક અથવા પ્રણાલીગત હોઈ શકે છે. લક્ષણો લોકલ હોય છે અને સંપર્ક વિસ્તાર પૂરતાં મર્યાદિત હોય છે, જ્યારે તે સામાન્ય રીતે યોનિમાં અથવા તેની આસપાસ થતું હોવાનું નોંધાયું છે.

સ્પેનના એક કેસ રિપોર્ટ મુજબ, એક મહિલાએ યોનિમાર્ગ સંભોગ પછી ઍલર્જીક રિૅક્શનનો અનુભવ ક્યારેય કર્યો ન હતો, પરંતુ ગુદામૈથુન પછી તેનામાં એનાફિલેક્સિસનાં લક્ષણો જોવાં મળ્યાં હતાં અને અચેતન થઈ ગઈ હતી. એ મહિલા સેમિનલ પ્રવાહી પ્રત્યે હાઇપરસેન્સિટિવ હોવાનું નિદાન થયું હતું. અમેરિકાની એક મહિલાના કિસ્સામાં તેમની ત્વચા સ્ખલનના સંપર્કમાં આવી ત્યારે તેમને નૉન-સેક્સુઅલ પરિસ્થિતિમાં શરીરમાં સોજો ચડ્યો હતો અને ફોલ્લીઓ થઈ ગઈ હતી.

બર્નસ્ટેઇન કહે છે, સ્થાનિક લક્ષણોમાં સંભોગ પછી તરત જ તીવ્ર દુ:ખાવો અને બળતરા થઈ શકે છે. "તે (કથિત રીતે) ઍસિડ જેવું હોય છે." તેમના એક દર્દીએ તે પીડાનું વર્ણન "યોનિમાં હજારો સોય ભોંકાતી હોય" એવા શબ્દોમાં કર્યું હતું.

બર્નસ્ટેઇન નોંધે છે કે કોઈ વ્યક્તિ બહુવિધ પાર્ટનર્સ અથવા માત્ર એક જ વ્યક્તિના વીર્ય પ્રત્યે સંવેદનશીલ હોઈ શકે છે.

બર્નસ્ટેઇને તેમની પ્રેકટિસમાં ગર્ભવતી થવાનો પ્રયાસ કરતી મહિલાઓને એક જ પુરુષ સાથે સંબંધ હોવાનું જોયું છે. કેટલાક લોકો તેમની સલાહ લેવા માટે દૂરના અંતરેથી આવે છે, કારણ કે સીમેન ઍલર્જીના નિષ્ણાતોની સંખ્યા બહુ ઓછી છે.

બર્નસ્ટેઇનના કહેવા મુજબ, અનેક દર્દીઓની અવગણના કરવામાં આવે છે અથવા તો તેમના પર આક્રમક સ્ટેરોઇડ ઉપચાર શરૂ કરી દેવામાં આવે છે, કારણ કે એવા કિસ્સામાં શું કરવું તેની ખબર ડૉક્ટર્સને હોતી નથી.

જોકે, બર્નસ્ટેઇનનું કહેવું છે કે તેઓ સીમેન ઍલર્જીથી પીડિત લગભગ તમામ લોકોની મદદ કરી શક્યા છે.

પુરુષો સાથે જાતીય સંબંધ ધરાવતા પુરુષોમાં વીર્ય ઍલર્જીનું પ્રમાણ કેટલું છે તેની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

બર્નસ્ટેઇન જણાવે છે કે આવો કોઈ કિસ્સો તેમના ધ્યાનમાં આવ્યો નથી. જોકે, એવું શા માટે છે તે સ્પષ્ટ નથી. ઍલર્જીનાં લક્ષણોનું કારણ યોનિની અંદરની વિશેષ સ્થિતિ સંબંધી હોઈ શકે કે કેમ એ બાબતે તેઓ સ્પષ્ટ નથી. અલબત, એક પુરુષ અને એક મહિલાએ ગુદામૈથુન કર્યું હોય પછી ઍલર્જીની સમસ્યા સર્જાઈ હોઈ એવા કિસ્સાને તેઓ સમજાવી શકતા નથી.

ઉપચારના વિકલ્પ

વીર્ય, શુક્રાણુ, ઍલર્જી, મહિલા, પુરુષ, સેક્સ, બીબીસી, હેલ્થ, મહિલા પુરુષ સંબંધ, શારીરિક સંબંધ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બર્નસ્ટેઇને અગાઉના એક ઉપચાર પરીક્ષણમાં દર્દીને ડિસેન્સિટાઇઝ કરી રાખવા માટે ત્વચાની અંદર કે નીચે તેના પાર્ટનરના વીર્યનાં ઇન્જેક્શન આપ્યાં હતાં. તે પોસ્ટ ઑર્ગેસ્મિક ઇલનેસ સિન્ડ્રોમના ઉપચાર સમાન છે.

પોસ્ટ ઓર્ગેસ્મિક ઇલનેસ એક દુર્લભ અને દુર્બળ કરનારી સ્થિતિ છે, જેમાં પુરુષો તેમના પોતાના સ્ખલન પ્રત્યે સંવેદનશીલ હોય છે. એ ઉપચાર મોંઘો હતો. બર્નસ્ટેઇન કહે છે, "દર્દીઓએ તે માટે પૈસા ચૂકવવા પડતા હતા, કારણ કે સેમ્પલ્સ તૈયાર કરવા માટે ખાસ્સું લૅબોરેટરી વર્ક કરવું પડતું હતું."

બર્નસ્ટેઇન અને તેમના સાથીઓને જાણવા મળ્યું હતું કે લગભગ બે કલાકની તે વન-ટાઇમ પ્રોસિજર અસરકારક ઉપચાર સમાન હતી.

સૌથી પહેલાં તેમણે સ્પર્મને સેમિનલ પ્રવાહીમાંથી અલગ કર્યાં હતાં. પછી સેમિનલ પ્રવાહીના દસ લાખ કે એક કરોડ હિસ્સામાંથી એક ભાગને, દર્દીનું રિઍક્શન કેટલું ગંભીર છે તેના આધારે પાતળો કર્યો હતો. પછી 15 મિનિટ બાદ એ પ્રવાહી તેમણે દર્દીની યોનિમાં ઇન્જેક્ટ કર્યું હતું.

તેમણે પ્રવાહીની વધારે સાંદ્રતાનો ઉપયોગ કર્યો હતો, જેથી દર્દીમાં વધારે સહનશીલતા વિકસિત થઈ શકે. સમગ્ર સમય દરમિયાન તેમણે દર્દી પર ચાંપતી નજર રાખી હતી. બર્નસ્ટેઇન કહે છે, તેના પરિણામે "દર્દીઓમાં વધારે સિસ્ટેમિક રિઍક્શન થયું ન હતું અને પ્રક્રિયા પછી તેઓ તેમના પાર્ટનર સાથે અસલામત સંભોગ કરવામાં સક્ષમ થયાં હતાં."

સામાન્ય રીતે સેમિનલ પ્લાઝમાને ખોટી રીતે સમજવામાં આવે છે અને તેનું ખોટું નિદાન કરવામાં આવે છે. સેક્સ દરમિયાન ટ્રાન્સમિટ થતાં કેટલાંક અન્ય પ્રવાહીઓ બાબતે પણ બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

ગર્ભાશય ગ્રીવા અને યોનિની કોશિકાઓ દ્વારા સ્ત્રાવિત થતા તરલ પદાર્થને કારણે થતી ઍલર્જી બાબતે પણ કોઈ સંશોધન પ્રકાશિત થયું નથી.

એ તરલ પદાર્થ યોનિને ચિકાશ આપે છે અને રોગજનકો સામે થોડું રક્ષણ આપે છે.

જોકે, પોલૅન્ડની નિકોલસ કોપરનિક્સ યુનિવર્સિટીમાં ત્વચા વિજ્ઞાન અને વેનેરોલૉજીના સહાયક પ્રોફેસર મારેક જાનકોવસ્કી માને છે કે તેમણે આ સ્થિતિથી પીડાતી કમસે કમ એક વ્યક્તિને જોઈ છે.

તેમના કહેવા મુજબ, અન્ય અનેક ડૉક્ટરને દેખાડ્યા બાદ એક દર્દી તેમની પાસે આવ્યો હતો અને તેમણે તેનો ઇલાજ કર્યો હતો. દર્દીએ જણાવ્યું હતું કે યોનિ સંભોગની લગભગ 30 મિનિટ પછી તેનું જનનાંગ રાતુંચોળ થઈ જતું હતું અને ખંજવાળ આવતી હતી. સંભોગ પછી તેમના ચહેરા પર પણ ખંજવાળ આવતી હતી. દર્દીને પહેલાં તે ઍલર્જી જેવું લાગ્યું હતું, પરંતુ ડૉક્ટરોએ તે વિચારનો ઉપહાસ કર્યો હતો અને તેનો અસ્વીકાર કર્યો હતો.

જોકે, જાનકોવસ્કીએ કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના કામ કર્યું હતું અને સંભોગ દરમિયાન મહિલાની ગર્ભાશય ગ્રીવામાંથી સ્ત્રાવિત થતા પ્રવાહીના અન્ય કિસ્સાઓનો અભ્યાસ કર્યો હતો.

તેઓ કહે છે, "આખરે દર્દીએ ઍન્ટિહિસ્ટામાઇન ઉપચારનો સારો પ્રતિભાવ આપ્યો હતો."

આ કારણે જાનકોવસ્કી અને તેમના સાથીઓ એક અભ્યાસ કરવા પ્રેરાયા હતા. એ અભ્યાસનાં તારણો તેમણે 2017માં પ્રકાશિત કર્યાં હતાં. શોધકર્તાઓએ અન્ય ત્વચા નિષ્ણાતોની સાથે-સાથે એવા લોકોનું સર્વેક્ષણ પણ કર્યું હતું કે જેઓ આવી સ્થિતિનો અનુભવ કરતા હતા. આ અભ્યાસમાં હિસ્સેદાર બનેલા એક પંચમાંશ ત્વચા નિષ્ણાતોએ આવા કેસ તેમના ધ્યાનમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, જ્યારે અનેક ડૉક્ટર્સે આવી કોઈ સ્થિતિના અસ્તિત્વ બાબતે સંદેહ વ્યક્ત કર્યો હતો.

તે સંશોધન અનુસાર, પીડિતોએ કોન્ટેક્ટ પછી રતાશ, ખંજવાળ, બળતરા અને સોજાની ફરિયાદ કરી હતી.

તેમના રિપોર્ટના આધારે જાનકોવસ્કી અને તેમના સાથીઓએ એવું અનુમાન કર્યું હતું કે ગર્ભાશય ગ્રીવા દ્રવ્યથી થતી ઍલર્જી વીર્ય ઍલર્જી જેટલી સામાન્ય બાબત છે.

માત્ર અમેરિકામાં જ ઓછામાં ઓછા હજારો દર્દીઓ તેનાથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે.

જોકે, જાનકોવસ્કી કહે છે, "ગર્ભાશય ગ્રીવા દ્રવ્ય ઍલર્જી સંબંધી પુરાવા હાલ પરિસ્થિતિજન્ય છે અને આ દિશામાં વધુ સંશોધનની જરૂર છે."

વીર્ય વિરુદ્ધ ગર્ભાશય ગ્રીવા દ્રવ્યથી થતી ઍલર્જી વચ્ચે એક ફરક એ છે કે કૉન્ડોમથી કોઈ પણ ઍલર્જીનાં લક્ષણો દૂર કરવાની શક્યતા નથી, કારણ કે કૉન્ડોમ કમર અને અંડકોશને સંરક્ષણ આપી શકતું નથી. જોકે, જાનકોવસ્કી અને તેમના સહ-લેખકોનાં સર્વેક્ષણ તારણો અનુસાર, ઍન્ટિહિસ્ટામાઇન અને વારંવારનો સંપર્ક- આ બન્ને, આ સર્વેક્ષણના સહભાગીઓને ગર્ભાશય ગ્રીવા દ્રવ્યથી સર્જાતી ઍલર્જીમાં મદદ કરતા હતા.

જાનકોવસ્કી કહે છે, "મોટાભાગના કિસ્સા યૌનસંબંધની શરૂઆત કરી હોય તેવા યુવા વયસ્કો સંબંધી હતા. તેથી ઉત્કટતાની જ્વાળા અસુવિધાથી વધારે મજબૂત હતી અને ઍલર્જનના સંપર્કમાં વારંવાર આવવાને કારણે ડિસેન્સીટાઇઝેશન થયું હતું." આ સેમિનલ પ્લાઝમા હાઇપરસેન્સિટિવિટીથી અલગ છે, જે જાતે ઠીક થતી નથી.

જે લોકોને તેમના પાર્ટનરની કોઈ બાબતથી ઍલર્જી છે તેમના માટે પરિણામ ગંભીર હોઈ શકે છે.

મૌરા માને છે કે તેમની સીમેન સેન્સિટિવિટીએ તેમના તથા તેમના પાર્ટનરના સંતાન નહીં પેદા કરવાના નિર્ણયમાં ભૂમિકા ભજવી હતી, કારણ કે, વીર્યથી સંપર્કમાં બચવાનો કોઈ સક્ષમ ઉપાય શોધવાનું બહુ ખર્ચાળ હશે, એવું લૌરા માનતાં હતાં.

ભાવનાત્મક પ્રભાવ પીડિતો અને તેમના પાર્ટનર બન્ને માટે જટિલ હોઈ શકે છે.

મૌરાનો સંબંધ સલામત છે અને તેમના પાર્ટનર કૉન્ડોમના ઉપયોગથી ખુશ છે.

લૌરા કહે છે, "મને તેના વીર્યથી ઍલર્જી છે, આ વાતથી પોતે નારાજ હોવાનું મારા પાર્ટનરે મને જણાવ્યું હતું. એ માટે તે મને નહીં, પરંતુ ભગવાનને દોષિત ઠેરવે છે."

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન