You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માનવ મળમાંથી બનેલી ગોળીઓથી કઈ બીમારીનો ઇલાજ થશે, ડૉકટરો કરી રહ્યા છે પરીક્ષણ
- લેેખક, જેમ્સ ગૈલાઘર
- પદ, બીબીસી, વિજ્ઞાન સંવાદદાતા
જ્યારે બૅકટેરિયા, પૅથોજેન અથવા વાઇરસ ઍન્ટીબાયોટિક્સ અને અન્ય ઍન્ટીમાઇક્રોબાયલ દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા બનાવી લે છે ત્યારે એ સુપરબગ બની જાય છે. આ જર્મ્સ પર દવાઓની કોઈ અસર થતી નથી અને સારવાર મુશ્કેલ બની જાય છે.
બ્રિટનમાં ડૉકટર માનવ મળમાંથી બનેલી ગોળીઓ સુપરબગના સંક્રમણ સામે ઉપચાર તરીકે વિકસાવી રહી છે.
આ માટે સ્વસ્થ વ્યક્તિના મળના નમૂના કે જેમાં સારા બૅકટેરિયા હોય એને એકત્રિત કરવામાં આવે છે.
આ પ્રયોગ એ સંક્રમણના ઇલાજ માટે કરવામાં આવે છે કે જે ઍન્ટીબાયોટિક દવાઓ પ્રત્યે પ્રતિરોધી છે.
આ સંક્રમણને કારણે દર વર્ષે દસ લાખ દર્દીઓનાં મોત થાય છે.
ડૉકટર બ્લેયર મેરિક, જે સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં ગોળીઓનું પરીક્ષણ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે તેઓ પેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે માનવશરીરનો સૌથી મોટો ભાગ છે અને ઍન્ટી બાયોટિક દવાઓ પ્રત્યે પ્રતિરોધી છે.
નવો અભ્યાસ એ રોગીઓ પર કેન્દ્રિત હતો જે પાછલા છ મહિનામાં દવા પ્રતિરોધી બૅકટેરિયાથી સંક્રમિત થયા હતા.
આ ગોળીઓ ડોનર્સ પાસેથી મળ એકત્રિત કરીને બનાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રત્યેક મળના નમૂનાની સાવચેતીપૂર્વક તપાસ કરવામાં આવી હતી જેને કારણે એમાં કોઈ હાનિકારક કીટાણુ ન હોય. અને પછી એને સૂકવીને ચૂર્ણ બનાવવામાં આવ્યું.
આ ચૂર્ણને એક ગોળીની અંદર નાખવામાં આવ્યું. આ ગોળી પેટમાં જાય છે અને મળનું ચૂર્ણ બહાર આવી જાય છે.
આ પ્રયોગ મોટા પાયે લંડનની ગાઈઝ અને સેન્ટ થૉમસ હૉસ્પિટલોમાં 41 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો.
ડૉ. મેરિકના કહેવા પ્રમાણે આ ગોળીઓ સુપરબગ સામે લડવા માટે અસરકારક છે.
મેરિકે કહ્યું, "આ ગોળીઓ સુપરબગ્સને સમાપ્ત કરી નાખે છે અને તેમની સંખ્યાને ઓછી કરી નાખે છે."
આ અભ્યાસથી ખ્યાલ આવે છે કે આ થૅરેપી બાદ પેટના જીવાણુ સમુદાયમાં વિવિધતા આવે છે.
મળમાંથી બનેલી ગોળીઓ સુપરબગ સામે લડશે
સંશોધકો માને છે કે જો મળની ગોળીઓ સુપરબગ સામે લડવામાં ઉપયોગી સાબિત થાય છે, તો તેનો ઉપયોગ સારવાર અને ચેપ અટકાવવા માટે થઈ શકે છે.
કૅન્સર થૅરેપી અને અંગ પ્રત્યારોપણ જેવી તબીબી સારવાર જે રોગપ્રતિકારક શક્તિને દબાવી દે છે અને તે આપણા શરીરને વધુ સંવેદનશીલ બનાવે છે.
યુકે ડ્રગ્સ રેગ્યુલેટર, મેડિસિન ઍન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) કહે છે કે હાલમાં 450 થી વધુ માઇક્રોબાયોમ દવાઓ પર કામ ચાલુ છે.
MHRA ખાતે માઇક્રોબાયોમ સંશોધનનાં વડાં ડૉ. ક્રિસી સેર્ગાકીએ જણાવ્યું હતું કે આમાંથી કેટલાક સફળ થશે અને ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
એવી આશા છે કે ભવિષ્યમાં, ઍન્ટિબાયોટિક્સને બદલે માઇક્રોબાયોમ થૅરેપીનો પ્રયોગ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન