You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પગ પર પગ ચઢાવીને બેસવું સ્વાસ્થ્ય માટે જોખમી કેમ છે?
- લેેખક, એડમ ટેલર
- પદ, ધ કનવર્ઝેશન
શું તમે આરામથી બેઠા છો? તમે કઈ રીતે બેઠા છો? તમારા પગ શું કરે છે?શું તમે પલાંઠીવાળીને બેઠા છો? શું તમે એ લોકોમાંથી એક છો જે ડાબી કે જમણી બાજુ પગ પર પગ ચઢાવીને બેસે છે?
62 ટકા લોકો તેમના પગ જમણી બાજુ તરફ વાળીને બેસે છે. 26 ટકા લોકો ડાબી બાજુ ક્રૉસ કરે છે. 12 ટકા લોકો જ્યારે પણ શક્ય હોય ત્યારે પગ ક્રૉસ કરીને બેસે છે.
સામાન્ય રીતે આપણે બંને પ્રકારની પ્રક્રિયામાં ખુરશી પર પગ ક્રૉસ કરીને બેસીએ છીએ. એક પ્રક્રિયામાં ઘૂંટણ ક્રૉસ કરીને તો બીજી પ્રક્રિયામાં ઘૂંટી ક્રૉસ કરીને બેસીએ છે.
જોકે પગ ક્રૉસ કરીને બેસવું આરામદાયક છે, શું તે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે? ચાલો આપણે જાણીએ કે સંશોધન તેના વિશે શું કહે છે?
શરૂઆતના અભ્યાસ પરથી જાણવા મળે છે કે પગ પર પગ ચઢાવીને બેસવાથી હિપ્સની ગોઠવણીમાં તફાવત જોવા મળે છે. તે એકબીજા કરતાં મોટા બને છે.
તેમજ પગ, ઘૂંટણ જેવા શરીરના નીચેના ભાગોમાં રક્તના વહનની ઝડપ ઘટી જાય છે. તે લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે.
કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ઘૂંટણવાળીને બેસવું એ પગની ઘૂંટીને ક્રૉસ કરીને બેસવા કરતાં વધુ જોખમી હોય છે.
આ રીતે બેસવાથી નસોમાં રક્તના પરિભ્રમણની ગતિ ઓછી થાય છે અને બ્લડપ્રેશર વધે છે. તેને દૂર કરવા માટે હૃદયે કામ કરવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરીર પર શું અસર થાય છે?
લાંબા સમય સુધી પલાંઠીવાળીને બેસવાથી માંસપેશીઓની લંબાઈ અને પેલ્વિક હાડકાની ગોઠવણીમાં લાંબા ગાળે ફેરફાર થઈ શકે છે.
આ ઉપરાંત એક અભ્યાસ દર્શાવે છે કે જે લોકો લાંબા સમય સુધી પલાંઠીવાળીને બેસે છે, તેમનું આખું શરીર આગળની તરફ ઝૂકી જાય છે. ગરદનના હાડકામાં અને માથાના ઍલાઇન્મેન્ટમાં પણ ફેરફાર થાય છે.
તેની ગરદન પર પણ અસર થાય છે કારણકે આવી રીતે બેસવાથી શરીરનો એક ભાગ બીજા ભાગની સરખામણીએ નબળો પડી જાય છે.
આ સાથે જ આપણે પેટના સ્નાયુઓ અને કરોડરજ્જુના નીચેના ભાગમાં ફેરફાર જોવા મળે છે. પલાંઠીવાળીને બેસવાથી આપણું પોસ્ચર બદલાઈ જાય છે.
નિતંબના સ્નાયુઓ પર લાંબા સમય સુધી ભારને કારણે પેટનો નીચેનો ભાગ પણ ફ્લૅક્સિબિલિટીનો ગુણધર્મ ગુમાવે છે અને નબળા બની જાય છે.
લાંબા સમય સુધી પલાંઠીવાળીને બેસવાથી કબજિયાત થઈ શકે છે. આ સાથે જ આપણા શરીરનાં અંગોનો આકાર અસામાન્ય થઈ જવાનો ભય રહે છે.
કલાકો સુધી પગ પર પગ ચઢાવીને બેસવાથી પેરોનિયલ ચેતાને નુકસાન થઈ શકે છે, જેને ફાઇબ્યુલર ચેતા તરીકે ઓળખવામાં આવે છે.
આ રોગથી પીડિત વ્યક્તિ પોતાના અંગૂઠા અને આગળના ભાગોને જાતે હલાવી શકતી નથી.
જોકે મોટાભાગના કિસ્સામાં આ માત્ર અલ્પજીવી હોય છે. થોડી વાર પછી તે સામાન્ય થઈ જાય છે.
શુક્રાણુઓને પણ અસર
પગ પર પગ ચઢાવીને બેસવાથી શુક્રાણુ બનવાની પ્રક્રિયાને પણ અસર થાય છે. અંડકોષનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ અને 6 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ.
બેસવાથી તેનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જોકે પલાંઠીવાળીને બેસવાથી આ અંડકોષોનું તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
અભ્યાસ પરથી જાણવા મળે છે કે અંડકોષમાં ઉચ્ચ તાપમાન શુક્રાણુનું ઉત્પાદન અને ગુણવત્તા ઘટાડે છે. જોકે યાદ રાખવું જોઈએ કે મહિલાઓ અને પુરુષોનાં શરીરની સંરચનામાં ફેરફારો છે.
પુરુષોની સરખામણીએ મહિલાઓ સરળતાથી પગ ક્રૉસ કરી શકે છે.
પલાંઠી વાળીને બેસવાના ફાયદા અને નુકસાન
જોકે અભ્યાસ દ્વારા એ પણ જાણવા મળે છે કે પગ પર પગ ચઢાવીને બેસવું કેટલાક લોકો માટે ફાયદાકારક પણ હોઈ શકે છે.
2016ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે લોકોનો એક પગ બીજા પગ કરતાં વધુ લાંબો છે, તેમની માટે પગ પર પગ ચઢાવીને બેસવાથી માત્ર પેટની બંને બાજુની લંબાઈમાં જ નહીં, પરંતુ સંરેખણમાં પણ સુધારો થાય છે.
આપણે જોઈ શકીએ છીએ કે પગ ક્રૉસ કરીને બેસવાથી અમુક સ્નાયુઓના વર્કલોડમાં ઘટાડો થાય છે. તે મહત્ત્વપૂર્ણ સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે.
અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે કરોડરજ્જુ અને પગ વચ્ચે વજન વહન કરતાં સેક્રોઇલિયાક સાંધાની સ્થિરતામાં સુધારો કરે છે.
જોકે યોગ અથવા પ્રાણાયમ કરતી વખતે લોકોએ સામાન્ય રીતે પલાંઠીવાળીને જમીન પર બેસવું પડે છે.
શું ખુરશી પર પલાંઠીવાળીને લાંબા સમય સુધી બેસવાથી કેટલીક સમસ્યાઓ થાય છે? તેના પર બહુ ઓછો ડેટા છે.
જે લોકો પહેલાંથી જ સાંધાના દુખાવાથી પીડાય છે, તેમના માટે યોગના ઘણા બધા ફાયદા છે.
જોકે, શક્ય હોય તો પગ પર પગ ચઢાવીને ન બેસવું, એ જ વધારે સારું છે.
અભ્યાસો દ્વારા જાણવા મળે છે કે પલાંઠીવાળીને બેસવાથી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે બેઠાડું જીવન જીવવાને કારણે મેદસ્વીતા વધે છે.
તેને ધ્યાનમાં રાખતા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવું જોઈએ. હંમેશાં સક્રિય રહેવું જોઈએ.
(આ લેખ સૌપ્રથમ બીબીસી મુંડો પર પ્રકાશિત થયો હતો)