મરચાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસિકા બ્રાઉન
- પદ, બીબીસી ફ્યૂચર

- મરચું ખાવાથી આરોગ્યને લગતા કોઈ લાભ થાય છે કે કેમ?
- મસાલા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થતો હોવાના ઘણા દાવા છે, પરંતુ સત્ય શું છે?
- શું હળદર, મરચાં જેવા મસાલાનો દવાની અવેજીમાં ઉપયોગ કરી શકાય?

સદીઓથી માણસો મસાલાનો ઉપયોગ કરતા આવ્યા છે. હળદર અને મરચા વગર તો ભારતમાં ભોજનની કલ્પના પણ ન કરી શકાય.
ઘણા એવા મસાલા છે જે એશિયામાંથી સમગ્ર વિશ્વ સુધી પહોંચ્યા છે. મસાલા ન માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ આપણા આરોગ્ય માટે પણ સારા મનાય છે. આ દાવાને લઈને દરેક પ્રકારના મસાલા અંગે સંશોધન પણ ઘણાં થયાં છે.
અત્યારના સમયમાં મસાલાને લઈને ઘણા પ્રકારના દાવા કરાઈ રહ્યા છે. જેમ કે લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવાથી વજન ઘટે છે. હળદરવાળું દૂધ પીવાથી ગમે તે પ્રકારના દુખાવામાં આરામ પડે છે. ગળું ખરાબ હોય ત્યારે આદુવાળી ચા તેનો રામબાણ ઇલાજ છે, વગેરે વગેરે.
એવું કહેવાય છે કે વર્ષ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિના ચૂંટણીપ્રચાર દરમિયાન હિલરી ક્લિંટન પોતાની જાતને બીમારીઓથી બચાવવા માટે દરરોજ એક લાલ મરચું ખાતાં.
હળદર, જે એશિયામાં સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે, હવે સુપરફૂડની શ્રેણીમાં આવી ચૂકી છે. સમગ્ર વિશ્વમાં કૉફી શૉપમાં ‘ગોલ્ડન લાતે’ નામની હળદરવાળી કૉફી પીરસાય છે.

ખરેખર મસાલાના કેટલા ફાયદા?

ઇમેજ સ્રોત, Getty Images
અત્યારના સમયમાં તો હળદરના ગુણોને લઈને એવા મૅસેજ વાઇરલ થઈ રહ્યા છે કે હળદર રોગપ્રતિકારક શક્તિ વધારવાનું સૌથી સારું માધ્યમ છે.
શું ખરેખર મસાલા આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથોસાથ આપણને બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે? કે અમુક મસાલા આપણા માટે નુકસાનકારક પણ હોય છે? મસાલમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે – લાલ મરચું. ઘણાં સંશોધનોમાં સ્વાસ્થ્યને થનાર ફાયદા અંગે પણ ચર્ચા થઈ છે. પરંતુ આનાં ફાયદા અને નુકસાન બંને છે.
લાલ મરચાંમાં સૌથી મહત્ત્વનું તત્ત્વ છે - કૅપસાઇસિન. જ્યારે આપણે મરચું ખાઈએ છીએ ત્યારે કૅપસાઇસિન શરીરમાં તાપમાનનું સંતુલન જાળવનારી કોશિકાઓના સંપર્કમાં આવે છે અને મગજને ગરમી મહસૂસ કરવાના સિગ્નલ આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમુક રિસર્ચમાં એવો દાવો કરાયો છે કે કૅપસાઇસિન માણસને લાંબા સમય સુધી જીવિત રાખવામાં સહાયક છે.

લાલ મરચાંના ફાયદા

2019માં ઇટાલીમાં થયેલ રિસર્ચ અનુસાર, જે લોકો અઠવાડિયામાં ચાર દિવસ, લાલ મરચામાં બનેલ ભોજન ખાય છે, તેમના માથે સમય પહેલાં મૃત્યુનો ખતરો ઓછો હોય છે.
આવા જ પ્રકારનું વધુ એક સંશોધન વર્ષ 2015માં ચીનમાં કરાયું હતું. આ સંશોધનમાં લાલ મરચાંનું સેવન કરનાર પાંચ લાખ સ્વસ્થ લોકોને સામેલ કરાયા હતા.
રિસર્ચમાં જાણવા મળ્યું કે જેઓ અઠવાડિયામાં એક દિવસ મરચું ખાય છે, તેમની સરખામણીએ દરરોજ મરચા ખાનાર વ્યક્તિની ઉંમર વધુ હોય છે. એટલે કે આવા લોકોમાં કૅન્સર, દિલની બીમારીઓ અને શ્વાસસંબંધી બીમારીઓ ઓછી જોવા મળે છે.
પરંતુ આ વાતનો અર્થ એવો બિલકુલ નથી કે સ્વાસ્થ્ય જાળવવા માટે વધુ પ્રમાણમાં મરચાંનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
કહેવાનો અર્થ એ છે કે મરચાવાળું ભોજન લેવાથી મેટાબૉલિક ઍક્ટિવિટ એટલે કે ભોજન પચાવાની ક્રિયા દુરસ્ત રહે છે. કૉલેસ્ટ્રૉલ નિયંત્રિત રહે છે જેનાથી હૃદયની બીમારીઓની આશંકા પણ ઘટે છે.
એક સંશોધનમાં એવું પણ કહેવાયું છે કે કૅપસાઇસિન શરીરમાં ઊર્જાનું સ્તર વધારે છે જેનો આપણું શરીર કોઈને કોઈ કામ દરમિયાન ઉપયોગ કરે છે. તે ભૂખ પણ ઘટાડે છે.

વધુ મરચું ખાવાનું પણ ટાળો

કતાર યુનિવર્સિટીમાં પ્રોફેસર જુમિન શી કહે છે કે મરચું સ્થૂળતાની સમસ્યા દૂર કરે છે અને હાઇ બ્લડપ્રેશરવાળા માટે પણ સહાયક છે. પરંતુ પ્રોફેસર જુમિન શી એવું પણ જણાવે છે કે જેઓ મરચાંનું સેાન વધુ પ્રમાણમાં કરે છે તેમનું મગજ વધુ ઝડપથી કામ નથી કરતું.
ખાસ કરીને યાદશક્તિ મામલે તો હાલત વધુ ખરાબ થઈ જાય છે. તેઓ કહે છે કે જેઓ દરરોજ 50 ગ્રામ મરચાં ખાય છે તેમના માટે ખતરો વધુ છે.
આ સિવાય મરચું ખાધા બાદ અવારનવાર લોકોને બળતરાની ફરિયાદ રહે છે. આ વાત પણ સંશોધકો માટે ઘણી રસપ્રદ છે. અમુક હદ સુધી બળતરા થવી એ સ્વાભાવિક છે.
જેમ કે આપણે કૅફીનના મામલામાં જોઈએ છીએ. કૅફીન સેવન કરવાની સાથે જ આપણું મેટાબૉલિઝ્મ વધારી દે છે, જેના કારણે આપણને લાગે છે કે આપણે કામ કરવા માટે ફરીથી તૈયાર થઈ ગયા છીએ.
વર્ષ 2014નો એક રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે જો આપણે મરચાં ખાવાનું પ્રમાણ ઘટાડી દઈએ તો તેનો આપણને કેટલો લાભ થાય છે.

હળદરના કેટલા ફાયદા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવી જ રીતે હળદરને સર્વગુણસંપન્ન ગણાવાય છે. હળદરમાં ક્યોરક્યૂમિન નામનું તત્ત્વ ભારે માત્રામાં મળી આવે છે. તેના નાના-નાના અણુ બળતરા, તણાવ, દુખાવો અને અન્ય ઘણા પ્રકારની તકલીફો દૂર કરવામાં ઘણું સહાયક હોય છે.
હળદરના અનેક ગુણો ગણાવામાં આવે છે. પરંતુ તેની સાથે સંબંધિત દાવામાં ઘણી ખામીઓ છે.
લૅબમાં કરાયેલ અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે ક્યોરક્યૂમિનમાં કૅન્સર જેવી ઘાતક બીમારી સામે લડવાની ક્ષમતા હોય છે. પરંતુ લૅબનું વાતાવરણ માનવશરીર કરતાં અલગ હોય છે.
ક્યોરક્યૂમિન પાણીમાં સરળતાથી મિશ્ર થતું નથી. તેનો અર્થ એ છે કે જેટલા પ્રમાણમાં આપણે હળદરનું સેવન કરીએ છીએ તેનો પૂરેપૂરો ફાયદો આપણા શરીરને નથી મળતો.
રિસર્ચર ફ્રીડમૅન પ્રમાણે લોકો એવું ભોજન પસંદ પડે છે જે ગરમ, ઠંડું, સૂકું અને આર્દ હોય છે. લોકો આ તમામ બાબતોમાં સંતુલન ઇચ્છે છે અને અહીં જ કામ લાગે છે હળદર.
ઉદાહરણ તરીકે માછલી ઠંડું અને આર્દ આહાર છે પરંતુ તેને ગરમ અને સૂકું બનાવાનું કામ કરે છે મસાલા.
આ સિવાય મસાલાનું આયુર્વેદિક મહત્ત્વ પણ છે. ભારતમાં તો હજારો વર્ષોથી મસાલાના આ મહત્ત્વને પ્રાથમિકતા અપાઈ છે. પશ્ચિમના દેશો માટે આ શોધો બિલકુલ નવી છે. તેથી તેઓ તેને નવા જમાનાની દવાઓ તરીકે જુએ છે.

દવાનો વિકલ્પ નથી મસાલા

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રીડમૅન કહે છે કે નવા સમાજનું મસાલા પ્રત્યે વધતું વલણ આપણને મધ્યકાળના એ સમયમાં લઈ જઈ રહ્યું છે જ્યાં આધુનિક દવાઓ અને પરંપરાગત દવાઓ વચ્ચે એક મોટી દીવાલ હતી. એ સમયે પોતાની જાતને આધુનિક ગણાવતા લોકો આયુર્વેદ અને ઘરેલુ ઉપચારોને અંધવિશ્વાસ માનતા હતા.
એક સમયે હળદરના ઔષધીય ગુણોને લઈને ઘણી વાતો થવા લાગી તો રિસર્ચર કૅથરિન નેલ્સને તેના પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં તેમને જાણવા મળ્યું કે જ્યારે હળદર ભોજનમાં અન્ય મસાલા સાથે રંધાય છે તો તેના રાસાયણિક ગુણો બદલાઈ જાય છે.
સાથે જ જો હળદરમાં ઔષધીય ગુણો હોય તો પણ ક્યોરક્યૂમિનના કારણે આવું નથી. હળદરનો વધુ પડતો ઉપયોગ કરવાથી નુકસાન નહીં થાય પરંતુ તેનો ઉપયોગ એક દવા તરીકે કરવાની સલાહ પણ તેઓ નથી આપતાં.
મરચું અને હળદરનાં ઔષધીય પાસાં પર જેટલાં સંશોધનો થયાં છે તે તમામ લૅબમાં થયાં છે. માનવશરીરમાં તેની અસર અલગ રીતે થાય છે. તેથી બંને વચ્ચેના સહસંબંધ અને કારણો વચ્ચે તાલુકમાં કોઈ સીધો સંબંધ શોધવો એ મુશ્કેલ છે. સાથે જ એવું જોવું પણ જરૂરી છે કે આપણે હળદર અને મરચાનો ઉપયોગ કયા સ્વરૂપે કરી રહ્યા છીએ.
ગમે તે મસાલાનો ઉપયોગ સ્વાદ અને ઇચ્છાનુસાર કરી શકાય છે. પરંતુ દવા તરીકે તેનો ઉપયોગ બિલકુલ ન કરો.














