કયું તેલ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક અને હૃદયની બીમારી ઘટાડી શકે?

ઇમેજ સ્રોત, Science Photo Library

- તેલ વગર ભોજન રાંધવાની કલ્પના પણ હાલ થઈ શકતી નથી
- પરંતુ કયું તેલ સ્વાસ્થ્યપ્રદ અને કયું નહીં તે અંગે અવારનવાર ચર્ચા થતી હોય છે
- ઑલિવ ઑઇલ એ સ્વાસ્થ્યપ્રદ તેલ હોવાનું મનાય છે, પરંતુ કેટલા પ્રમાણમાં તે લેવું યોગ્ય છે

સરસવનું તેલ, કનોલા ઑઇલ, નારિયેળનું તેલ, એવેકાડો ઑઇલ, મગફળીનું તેલ, ઑલિવ ઑઇલ, પામોલીન તેલ....
લિસ્ટ લાંબું છે. ભોજન રાંધવા માટેના તેલના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ કયું તેલ સ્વાસ્થ્ય માટે સૌથી સારું છે.
ભોજન અને સ્વાસ્થ્યને લઈને ફિકરમંદ લોકોનાં મનમાં અવારનવાર આ પ્રશ્ન ઊઠે છે.
ભોજન રાંધવા માટે જે તેલનો ઉપયોગ થાય છે તે અમુક ફળ, છોડ કે બીમાંથી મેળવાય છે.
જે-તે વસ્તુને કચડીને, દબાવીને કે પ્રૉસેસ કરીને તેલ મેળવાય છે.

પૉલીઅનસૅચુરેટેડ ફૅટી એસિડ

તેલની સૌથી મોટી ખૂબ એ જ હોય છે કે તેમાં ફૅટની માત્રા ભારે પ્રમાણમાં હોય છે.
તેમાં સૅચુરેટેડ ફૅટ, મોનોસૅચુરેટેડ ફૅટ અને પૉલીઅનસૅચુરેટેડ ફૅટી એસિડ સામેલ હોય છે.
અમુક વર્ષો પહેલાં સુધી નારિયેળનું તેલ સ્વાસ્થ્ય માટે સૌથી સારું હોવાનું મનાતું હતું. ઘણા લોકોએ તો તેને સુપરફૂડ પણ જાહેર કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા લોકોનો દાવો હતો કે આ તેલ ફૅટ સ્વરૂપે શરીરમાં જમા થાય એ વાતની સંભાવના અત્યંત ઓછી છે.
પરંતુ, હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચે નારિયેળ તેલને ‘વિશુદ્ધ ઝેર’ ઠેરવી દીધું.

સ્વાસ્થ્યની સમસ્યાઓ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આનું કારણ એ છે કે માણસનું શરીર ખૂબ વધારે ફૅટને પચાવી નથી શકતું અને વધારાનું ફૅટ આપણા શરીરમાં જમા થવા લાગે છે.
જે દિલની બીમારી અને બ્લડપ્રેશર જેવી સ્વાસ્થ્યની સમસ્યાઓ પેદા કરે છે.
બ્રિટનમાં સરકારની ગાઇડલાઇન જણાવે છે કે પુરુષે સમગ્ર દિવસ દરમિયાન 30 ગ્રામ અને મહિલાએ 20 ગ્રામ કરતાં વધુ તેલ ન ખાવું જોઈએ.
આનું કારણ પણ સમજો. તેલમાં જે ફૅટ હોય છે, તે ફૅટી એસિડના કણો સાથે મળીને બને છે.
તે ફૅટી એસિડ કાં તો સિંગલ બૉન્ડથી જોડાયેલા હોય છે, જેને સૅચુરેટેડ ફૅટ કહે છે.
તે ડબલ બૉન્ડ વડે જોડાયેલા હોય છે, જેને અનસૅચુરેટેડ ફૅટ કહે છે. જે ફૅટી એસિડ નાની શૃંખલામાં બંધાયેલા હોય છે, તે રક્તમાં સીધા ભળી જાય છે.
અને શરીરની ઊર્જાની જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ, લાંબી ચેઇનવાળા ફૅટી એસિડ સીધા લીવરમાં જાય છે.
આનાથી આપણા રક્તમાં કૉલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
નારિયેળના તેલને લઈને થયેલ સંશોધન જણાવે છે કે તેનાથી આપણા શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL)ની માત્રા વધી જાય છે.
LDLનો સીધો સંબંધ હૃદયરોગના હુમલા સાથે જોવા મળ્યો છે.
જોકે નારિયેળના તેલમાં હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) પણ મળે છે. જે રક્તમાંથી LDLને બહાર ખેંચી લે છે.

ફૅટી એસિડ અને વિટામિન

ઇમેજ સ્રોત, Getty Images
વર્જિનિયાની જૉર્જ મૅસન યુનિવર્સિટીના પ્રોફેસર ટેલર વૉલેસ જણાવે છે કે, “HDLમાં લૉરિક એસિડ નામનું કેમિકલ હોય છે., જેને C12 ફૅટી એસિડ કહેવાય છે. આ લૉન્ગ ચેઇનવાળો ફૅટી એસિડ હોય છે. જે લિવરમાં જમા થઈ જાય છે. આનાથી સ્વાસ્થ્યસંબંધી પરેશાનીઓ પેદા થાય છે.”
તેથી, જાણકારો કહે છે કે જે તેલમાં સૅચુરેટેડ ફૅટની માત્રા ઓચી હોય તે ખાવું સારું રહે છે. જોકે તેનું સેવન પણ ઓછી માત્રામાં જ થવું જોઈએ.
પૉલીઅનસૅચુરેટેડ ફૅટ અને ઓમેગા – 3, 6 ફૅટવાળાં તેલ ખાવાં બહેતર હોય છે. તેનાથી રક્તમાં કૉલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
અને શરીરને જરૂરી ફૅટી એસિડ અને વિટામિન મળી જાય છે.

હૃદયની બીમારીની આશંકા

ઇમેજ સ્રોત, JESUS MERIDA/SOPA IMAGES/LIGHTROCKET/GETTY IMAGES
પૉલીઅનસૅચુરેટેડ અને મોનોસૅચુરેટેડ ફૅટવાળા ફૅટી એસિડ ઘણાં તેલમાં મળી આવી છે. તેનું પ્રમાણ છોડ અને તેલને કાઢવાની પ્રક્રિયા પર આધારિત હોય છે.
એક સર્વેમાં સામે આવ્યું છે કે ઑલિવ ઑઇલનો ઉપયોગ હૃદયની બીમારીઓની આશંકા પાંચથી સાત ટકા ઘટાડી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના ટીએન ચૅન સ્કૂલ ઑફ બિઝનેસ હેલ્થનાં વૈજ્ઞાનિક માર્ટા ગૉશ ફેરેએ 24 વર્ષ સુધી એક લાખ લોકો પર અભ્યાસ કર્યો.
તેમને જાણવા મળ્યું કે જેઓ દરેક પ્રકારનાં ઑલિવ ઑઇલનો ઉપયોગ વધુ કરે છે, તેઓમાં હૃદયની બીમારીઓની આશંકા 15 ટકા ઓછી થઈ જાય છે.

ઑલિવ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images
જેતૂનના તેલના ફાયદાના મોટાં કારણોમાં તેમાં મળી આવતા મોનોસૅચુરેટેડ ફૅટી એસિડ છે.
જેમાં વિટામિન, મિનરલો, પૉલીફેનૉલ અને છોડમાં મળી આવતા બીજા માઇક્રોન્યૂટ્રિઍન્ટ હોય છે.
માર્ટા જણાવે છે કે ઑલિવ ઑઇલનો ઉપયોગ કરવાથી આપણા ભોજન સાથે જોડાયેલ અન્ય નુકસાનકારક ફૅટી એસિડથી પણ છુટકારો મળે છે.
જેતૂનને ફોડીને તેના અંદરના ભાગમાંથી ઑલિવ ઑઇલ કાઢવામાં આવે છે. તેને સૌથી સ્વાસ્થ્યપ્રદ તેલ કહેવાય છે.
જે આપણા પેટમાં મળી આવતા બૅક્ટેરિયા માટે પણ સારું હોય છે. આનાથી હૃદયની બીમારીઓ થવાની બીક ઓછી થઈ જાય છે.
ઑલિવ ઑઇલના સેવનથી કૅન્સર અને ડાયાબિટીસથી બચાવનો દાવો પણ કરાય છે.

મેડિટેરિનિયન ડાઇટનો અતૂટ ભાગ

ઇમેજ સ્રોત, FOTOGRAFIABASICA/GETTY IMAGES
સ્પેનની વૅલેંશિયા યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાંસિસ્કો બાર્બા કહે છે, “જેતૂન (ઑલિવ)ના તેલમાં મળી આવતા ફૅટી એસિડ અને બીજાં તત્ત્વ આપણને બિનચેપી બીમારીઓથી પણ બચાવે છે. કારણ કે તેમાં એવાં તત્ત્વો હોય છે, જેની આપણા શરીરને જરૂરિયાત હોય છે.”
ભૂમધ્ય સાગરની આસપાસ રહેતા લોકો ઑલિવ ઑઇલનો ભરપૂર ઉપયોગ કરે છે. તેને મેડિટેરેનિયન ડાઇટનો અતૂટ ભાગ કહેવાય છે.
અને મેડિટેરેનિયન ડાઇટને વિશ્વની સૌથી સ્વાસ્થ્યપ્રદ ડાઇટ માનવામાં આવે છે.
કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ડાઇટનું સૌથી સ્વાસ્થ્યપ્રદ હોવાનું સૌથી મોટું કારણ, જેતૂનનું તેલ જ છે.
પરંતુ, માર્ટાનું કહેવું છે કે, “વિશ્વના બીજા વિસ્તારોની સરખામણીએ ભૂમધ્ય સાગરની આસપાસ ખાવાપીવાની વસ્તુઓમાં નટ છે, ફળ છે અને શાકભાજીનું પ્રમાણ પણ વધુ હોય છે.”
તો, હેલ્થનાં પરિમાણો પર મેડિટેરેનિયન ડાઇટ સારી સાબિત થવા પાછળ માત્ર ઑલિવ ઑઇલ જ નહીં, પરંતુ ખાવાપીવાની સમગ્ર વસ્તુઓ છે.

તેલ ઓછી માત્રામાં ખાવું જ યોગ્ય છે

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોને જાણવા મળ્યું છે કે અન્ય ક્ષેત્રોની સરખામણીએ, ભૂમધ્ય સાગર ક્ષેત્રની ડાઇટ લેવાથી રક્તમાં ગ્લુકોઝનું લેવલ ઓછું હોય છે.
અમુક લોકો એવો દાવો કરે છે કે એક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલ લેવું એ વધુ સ્વાસ્થ્યપ્રદ છે.
પરંતુ, હેલ્થ ઍક્સપર્ટ કહે છે કે ભલે તેમાં ઍન્ટિ ઑક્સિડેન્ટ અને વિટામિન ઈનું પ્રમાણ વધુ હોય. પરંતુ, તે ખૂબ જ ઓછા તાપમાને ગરમ થાય છે. આનાથી આ તેલનાં ઘણાં પોષક તત્ત્વ ગરમ થવાના કારણે નષ્ટ થઈ જાય છે. તો, તેનું કાચું સેવન કરવાથી જ સ્વાસ્થ્ય સુધરશે.
વર્ષ 2011માં યુરોપિયન ફૂડ સેફ્ટી ઑથૉરિટીએ ઑલિવ ઑઇલ બનાવનારાને એ વાતની મંજૂરી આપી દીધી હતી કે આ તેલથી ઑક્સિડેટિવ તાણ ઓછું કરવાનો દાવો કરી શકે છે. આવી જ રીતે ઍક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલને પણ ઓછા તાપમાને પકવવા માટે ઉપયોગ કરી શકાય છે.
જોકે, તેલ ભલે ગમે તે હોય, પરંતુ ઓછી માત્રામાં ખાવું જ ઠીક રહેશે.
આ સ્ટોરીમાં વેસ્ટર્ન ડાઇટ અને જ્યાંનાં ખાનપાનના રિસર્ચ પર જ આધાર રખાયો છે. ભારતમાં લોકો સરસવના તેલથી માંડીને મગફળીના તેલ સુધી, ભોજન રાંધવા માટે ઘણા પ્રકારનાં તેલનો ઉપયોગ કરે છે.
નિષ્કર્ષ એ છે કે તમે ભલે ગમે તે તેલનું સેવન કરો એને વધુ ગરમ ન કરશો. અને સંયમિત પ્રકારે તેલનો ઉપયોગ કરો. આ સ્વાસ્થ્ય માટે સારું રહેશે.














