ગુસ્સો આવે ત્યારે રડી પડો છો? શું આ નબળાઈ અને અસમર્થતાની નિશાની છે?

ગુસ્સો કેમ આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર
    • લેેખક, કલૈવની પનીરસેલ્વમ
    • પદ, બીબીસી તામિલ માટે

"હું ગુસ્સે થઉં તો શું કરવું તેની ખબર પડતી નથી. તેથી હું રડી પડું છું."

વિખ્યાત અભિનેતા કમલ હાસન સાથી લીલાવતી ફિલ્મમાં આવો રમૂજી સંવાદ બોલે છે.

આ દૃશ્ય ખરેખર હાસ્યજનક હોય છે, પરંતુ વાસ્તવમાં ઘણા લોકો ગુસ્સે થાય છે અને રડી પડે છે. એ પરિસ્થિતીમાં તેઓ શું ગુમાવે છે અને શું મેળવે છે તે જાણીએ.

સ્વાતિ સૉફ્ટવેર ઍન્જિનિયર છે. તેઓ સાથી લીલાવતી ફિલ્મમાંના કમલ હાસનના પાત્ર જેવાં છે. એક દિવસ તેઓ તેમના ઘરે બેસીને કામ કરી રહ્યાં હતાં. એક પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં વ્યસ્ત હતાં.

સ્વાતિ તેમના ઉપરી અધિકારીને ઈ-મેલ મોકલી રહ્યાં હતાં ત્યારે ડાઈનિંગ ટેબલ પર બેઠેલા તેમના પતિએ કહ્યું, "ઉઠો અન જમવાનું પીરસો." સ્વાતિએ કહ્યું, "તમે જાતે થાળી પીરસીને જમી લેશો? મારે અગત્યનું કામ છે."

"પતિને જમાડવાથી વધારે મહત્ત્વનું કયું કામ હોય?" એમ કહીને સ્વાતિના પતિ ઍઝિલે સ્વાતિનું ઑફિસ લૅપટૉપ ઊંચક્યું અને દિવાલ સાથે અફળાવીને તોડી નાખ્યું. લૅપટૉપનો દરેક હિસ્સો અલગ થઈ જવાની સાથે સ્વાતિ પણ પારાવાર ગુસ્સે થઈ ગયાં.

"તમે શું કર્યું એની તમને ખબર છે? તમે આવું જંગલી વર્તન કેમ કરો છો?" સ્વાતિનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. હૃદયના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યા. કહેવા જેવું ઘણું હતું, પરંતુ તેઓ અવાચક બેસી પડ્યાં અને તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

સાચું કહીએ તો સ્વાતિએ ગુસ્સો વ્યક્ત કરવો જોઈતો હતો, પણ તેઓ રડવા સિવાય બીજું કશું કરી શકતાં ન હતાં, કારણ કે તેમના પતિ ગુસ્સે થાય છે ત્યારે તે જંગલી પ્રાણી કરતાં પણ વધારે ખરાબ બની જાય છે. સ્વાતિ ગર્ભવતી હોવાં છતાં તેઓ તેમને કલાકો સુધી મારતા રહે છે. સ્વાતિ સારી રીતે જાણે છે કે તેઓ બૂમ પાડશે કે લડશે તો તેમના ગર્ભમાંના બાળક પર પણ અસર થશે.

અગાઉ ઘણી વખત બન્યું હતું તેમ ઍઝિલ સ્વાતિને તેમના હૃદયરોગી પિતાને બોલાવવાનું કહીને બ્લૅકમેઈલ કરે છે. તેઓ તેમને ધમકી આપે છે કે અહીં આવો અને તમારી દીકરીને લઈ જાઓ.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શું ગુસ્સામાં રડવું એ નબળાઈની નિશાની છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્વાતિએ નક્કી કર્યું હતું કે પોતે કરાટેમાં બ્લૅક બેલ્ટ ભલે મેળવ્યો હોય, પરંતુ આવા વાતાવરણને વશ થઈને રહેવાનું બહેતર છે. ક્રોધ વ્યક્ત કરી શકવાની અસમર્થતાને કારણે સ્વાતિ જાત પર ગુસ્સે થાય છે અને રડી પડે છે.

તમારા જીવનમાં પણ કંઈક આવી પરિસ્થિતિ હોઈ શકે. એ સમયે તમારી સાથે થયું તે અન્યાયી હોઈ શકે.

તમને અસ્વીકાર્ય હોય એવી પરિસ્થિતિમાં તમે અટવાયેલા રહ્યા હો એ શક્ય છે. તમારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ જાય અને શબ્દો ગળામાં અટવાઈ જાય ત્યારે રડી પડવું અન્યાય સામેનો તમારો એકમાત્ર પ્રતિસાદ હોઈ શકે. ઘણા લોકો જીવનમાં આવી લાગણીનો અનુભવ કરતા હોય છે.

કેટલાક લોકો માત્ર ઉદાસી, નુકસાન, શોક કે ચિંતાને કારણે જ નહીં, ગુસ્સાને કારણે પણ રડી પડતા હોય છે. તે ખુશીના આંસુની જેમ લાગણીની અભિવ્યક્તિનું એક સ્વરૂપ પણ છે.

જો કે, મનોવિજ્ઞાની ચિત્રા અરવિંદે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે લોકો ગુસ્સાને લીધે રડી પડે છે તેઓ કોઈ લડાઈ કે ચર્ચામાં ભાગ્યે જ જીતે છે.

તેમણે કહ્યું હતું, "રડી પડતા લોકો ખુદને શક્તિહીન માને છે, કારણ કે તેઓ ગુસ્સો વ્યક્ત કરી શકતા નથી. તેઓ પોતાની લાગણી બીજાની સામે વ્યક્ત કરી શકતા નથી."

"તેને અંગ્રેજીમાં પૅસિવ પર્સનાલિટી કહેવામાં આવે છે. તેઓ પીડા સહન કરે છે. તેમનો હેતુ બીજાને નુકસાન પહોંચાડવાનો હોતો નથી. દોસ્તી અને સંબંધ ગુમાવવાનું ટાળવા તેઓ ચર્ચા કરવાનું ટાળે છે."

બે પ્રકારનો ક્રોધ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

ડૉ. ચિત્રા અરવિંદે ગુસ્સાના પ્રકાર સમજાવતાં કહ્યું હતું, "કોઈ વ્યક્તિ અપમાનજનક શબ્દો સાંભળે અને તેનું અપમાન કરવામાં આવે ત્યારે પોતાની બાજુ રજૂ કરવાનો પ્રયાસ કરે એ વખતે જે ગુસ્સો આવે તેને પ્રાથમિક ગુસ્સો છે. તણાવ, જાહેરમાં અપમાન, અન્યાય અને ભૂખ તથા ડરમાંથી જન્મે તે બીજા પ્રકારનો ગુસ્સો હોય છે."

તમારી લાગણી વ્યક્ત ન કરી શકો ત્યારે તમે રડી પડો છો. "તમે જે કરી રહ્યા છો તે મને ગમતું નથી, તે ખોટું છે," એવું કહી શકતા નથી. મહિલાઓ અને બાળકો ગુસ્સે થાય ત્યારે સંબંધ જાળવી રાખવાના પ્રયાસમાં રડી પડતાં હોય છે.

ક્રોધને પગલે રડ્યાં પછી તેમનું હૈયું ખાલી થઈ જાય છે. પછી કશું બોલવાનું હોય તો પણ તેઓ ન્યાયધર્મ વિશે પોતાની જાત સાથે વાત કરે છે અને મગજ તથા મનમાં આંતરિક દલીલો કરે છે. દાખલા તરીકે, પતિ કોઈ જૂના મુદ્દે પત્ની પર બરાડતો તથા લડતો હોય તો કેટલીક મહિલાઓ કશું કહ્યાં વિના તેનો જવાબ આપી દેતી હોય છે.

ડૉ. ચિત્રાએ કહ્યું હતું, "મગજનો આગલો હિસ્સો ફ્રન્ટલ લોબ કપાળની પાછળ આવેલો હોય છે. તેમાં સ્મૃતિ સંગ્રહ, કશુંક સમજવાની પ્રક્રિયાની, નિર્ણય લેવાની, સમસ્યાઓના નિરાકરણની અને વિચારવાની ક્ષમતા હોય છે."

"વ્યક્તિ ગુસ્સે થાય ત્યારે મગજનો ઍમીગડાલા પ્રદેશ વધારે સક્રિય બને છે. એ પછી ફ્રન્ટલ લોબ અસ્થાયી રીતે નિષ્ક્રિય થઈ જાય છે. જાણે કે તેની કામગીરી બંધ થઈ જાય છે."

ક્રોધીઓ અને શાણપણ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ક્રોધ કરતો માણસ જ્ઞાની હોય છે, એવું કહેવાય છે. તેથી જ વડીલો આપણે ગુસ્સે થયા હોઈએ ત્યારે જ નહીં, પરંતુ ચરમ ભાવનાત્મક આવેગ અનુભવતા હોઈએ ત્યારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું મુલતવી રાખવાની સલાહ આપે છે. કેટલાક લોકો રડે ત્યારે પોતાનું માથું અફળાવતા હોય છે તેનું કારણ કદાચ આ હોઈ શકે.

ડૉ. ચિત્રાએ કહ્યું હતું, "કોઈ વિદ્યાર્થીએ પરીક્ષા માટે સારી રીતે તૈયારી કરી હોય, સવાલનો સારી રીતે અભ્યાસ કર્યો હોવા છતાં ડરને કારણે બધા જવાબ ભૂલી જાય છે."

કેટલાક લોકો કહે છે કે તેઓ ગુસ્સે થાય છે ત્યારે પરિણામની પરવા કરતા નથી અને મનફાવે તેમ બોલે છે. તેનું કારણ એ છે કે મગજનો આગળનો હિસ્સો ફિલ્ટર તરીકે કામ કરવામાં નિષ્ફળ જાય છે. વિચારવાની ક્ષમતા પર તાળું લાગી જાય છે અને "બેવકૂફીભરી વાતો કરવા" બદલ ફ્રન્ટલ લોબ દિલગીરીની મુદ્રામાં આવી જાય છે.

ક્રોધિત લોકો શા માટે વધારે પડતી વાતો કરે છે, નુકસાન કરે છે, મારામારી કરે છે, બધું વગર વિચાર્યે કરે છે અને નમ્ર લોકો શા માટે બોલી શકતા નથી તેનું કારણ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે એ સ્થિતિમાં કપાળની પાછળનો મગજનો હિસ્સો થોડા સમય માટે નિષ્ક્રિય થઈ જાય છે.

રડી લેવાથી મન શાંત થાય છે?

કોઈ વ્યક્તિ રડે ત્યારે ઍક્સીટોસિન અને પ્રોલેક્ટિન નામનાં બે રસાયણોનો સ્રાવ થાય છે. તેનાથી તેમના હૃદયના ધબકારાની વધેલી ગતિ ઘટાડવામાં, તણાવ દૂર કરવામાં અને હળવાશનો અનુભવ કરવામાં મદદ મળે છે. લોકો રડ્યા પછી આ કારણસર રાહત અનુભવતા હોય છે.

સામાજિક શાપ

આપણને શીખવાડવામાં આવે છે કે પુરુષોએ તો રડાય જ નહીં. બાળકોને કહેવામાં આવે છે કે આટલો ગુસ્સો સારો નથી. ગુસ્સો નકારાત્મક લાગણી છે.

તેથી લોકો ગુસ્સે થાય છે ત્યારે તેને દબાવવાના પ્રયાસ કરે છે અને વાસ્તવિકતાને સમજ્યા વિના રડી લે છે. મેડિકલ જર્નલ હૅલ્થલાઇનમાં પ્રકાશિત એક સંશોધનપત્રમાં જણાવ્યા મુજબ, મહિલાઓ અને બાળકો પુરુષો કરતાં ચારગણું વધારે રડે છે તેનું કારણ આ છે.

ક્રોધ દરમિયાન શરીરમાં શું થાય છે?

વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે તેના શરીરમાં નીચે મુજબની પરિસ્થિતિ સર્જાય છે.

  • મગજના ઍમીગડાલા, હાયપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથીના ભાગો વધારે પડતું કામ કરવા લાગે છે.
  • કૉર્ટિસોલ, ઍડ્રેનલિન, સ્ટ્રેસ હોર્મોનનો સ્રાવ વધી જાય છે.
  • બ્લડ પ્રેશર વધે છે.
  • શરીરમાં ગરમીનો અનુભવ થાય છે.
  • મોં સુકાઈ જાય છે.
  • હથેળીમાં પરસેવો વળી શકે છે.
  • દૃષ્ટિ સંકુચિત થઈ જાય છે.
  • ટુંકા ગાળાની યાદશક્તિમાં ઘટાડો થાય છે.

ગુસ્સામાં રડવાથી શું મળે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

ગુસ્સાને મૌખિક રીતે વ્યક્ત ન કરી શકતા લોકો રડી પડે છે. તેમનામાં કોઈ શારીરિક સમસ્યા હોતી નથી, પરંતુ તેમની વિવિધ સામાજિક તથા માનસિક સમસ્યાઓ હોઈ શકે.

  • સમાજ તેમને પાપી ગણે છે, પરંતુ વાસ્તવમાં વ્યક્તિ રડે તેને શરમજનક ગણવામાં આવે છે.
  • લડવા સુધી પહોંચી ગયેલી વ્યક્તિ પણ સામેની વ્યક્તિને રડતી જુએ તો જતી રહે તે શક્ય છે.
  • લડાઈ દરમિયાન કોઈ એક પક્ષે દલીલ કરવી એને સામેની વ્યક્તિ પ્રતિશોધ ગણે છે અને તેનાથી લડાઈ ઉગ્ર બને છે.
  • આપણે વિચાર્યું હતું તે બધું મળી ગયું છે અને મામલો સુલટાવી નાખ્યો છે, એમ કહેવાથી નિરાકરણ થતું નથી.
  • લડાઈ દરમિયાન વિરામ લેવાથી, શું ચાલી રહ્યું છે તે સમજવાની તક મગજને મળે છે.
  • ગુસ્સાને પરિણામે કોઈની હત્યા થઈ શકે, પરંતુ ગુસ્સાને કારણે રડતા લોકો કોઈની હત્યા કરે તેવી શક્યતા બહુ ઓછી હોય છે. શરૂઆતમાં જ સંયમ રાખવામાં આવે તો વાત વણસતી નથી.
  • ગુસ્સામાં રડી લઈએ તો આપણી લાગણી મોકળી થઈ જાય છે. તેનાથી શરીરને નુકસાન થતું નથી.
  • જે લોકો ગુસ્સો દબાવી રાખે છે અને મૌન રહે છે તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોક વગેરે જેવા કારણસર તેમનું મૃત્યુ થઈ શકે છે.

ગુસ્સામાં રડવાથી શું નુકસાન થાય?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પરિસ્થિતિને સંભાળવામાં અસમર્થ લોકો રડે છે ત્યારે તેઓ ઘણું બધું ગુમાવી શકે છે.

  • આત્મવિશ્વાસ ખોવાઈ જાય છે.
  • આત્મસન્માન ગુમાવવું પડે છે.
  • જાહેર સ્થળે પહેલાં ગુસ્સો અને પછી રુદન શરમનું કારણ બની શકે.
  • લોકો તમને ડરપોક, કાયર, પાપી અને દયાયાચક કહી શકે.
  • ચર્ચા કેવી રીતે કરવા એ કદાચ માત્ર મૂર્ખ જ જાણતો નથી.
  • દલીલો કેવી રીતે કરવી એ ન જાણતા હોવાથી તેમને સતત માર પડી શકે છે.
  • તેમની સાથેનો અન્યાય એક કથા બની જાય છે.
  • સંબંધ તૂટવાના ડરથી તમે કદાચ કશું બોલી શકતા નથી.
  • ક્રૂરતા સહન કરવા કે તેનો પ્રતિકાર કરવાની અનિચ્છાએ તમે એ સંબંધથી દૂર જઈ શકો.
  • નમ્ર, નબળા લોકો એવું વિચારે છે કે રડવાથી લાગણી મોકળી થઈ જશે.
  • માણસને રડવાની ભાષા સમજાતી નથી. અન્યાય સામેનો પ્રતિકાર તેમાંથી બહાર આવતો હોવાથી તેઓ એવું માને છે કે જેમની સાથે લડાઈ કરી તેમની સાથે તેઓ માનસિક સંવાદ કરી ચૂક્યા છે. સામાન્ય પરિસ્થિતિમાં પાછા આવ્યા પછી પણ તેઓ એ બાબતે વાત કરતા નથી.
  • તણાવ અને વધુ પડતા વિચારોને કારણે વિસ્મૃતિમાં વધારો થાય છે.

શું છે ઉકેલ?

રડવાને શરમ ન ગણો. તે એક કુદરતી લાગણી છે, જે વ્યક્ત ન કરવામાં આવે તો જોખમી બની જાય છે. બીજી તરફ જાહેરમાં ગુસ્સો આવે ત્યારે બધાની સામે રડવાથી ક્ષોભની લાગણી સર્જાય છે.

  • ગુસ્સાને ઉત્તેજિત કરતી પરિસ્થિતિને જાણો.
  • તમે ગુસ્સામાં રડ્યા હો તેવી પરિસ્થિતિની નોંધ ડાયરી અથવા તમારા ફોનમાં રાખો.
  • એ ગુસ્સાનો સંદર્ભ, ઉશ્કેરણીનું કારણ અને તે રુદનમાં પરિવર્તિત કઈ રીતે થયો તે પણ જાણવાનું છે.
  • આ રીતે નોંધ કરીને, તમે આગલી વખત ગુસ્સે થાઓ અને રડી પડો ત્યારે તમારી લાગણીને નિયંત્રિત રાખવાનો પ્રયાસ કરી શકો છો.

ગુસ્સાને કાબૂમાં કેવી રીતે રાખવો?

વધુ પડતો ગુસ્સો શરીર અને મન માટે સારી બાબત નથી. તેથી ગુસ્સો અનુભવાય ત્યારે તેને નિયંત્રિત કરવા માટે કેટલીક વસ્તુ કરી શકો.

  • ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ લો.
  • એ સ્થળેથી ઝડપથી રવાના થઈ જાઓ.
  • ગુસ્સાનું કારણ બનેલી વ્યક્તિથી થોડો સમય દૂર રહેવું હિતાવહ છે.
  • તમે એકથી સો અથવા એ ટુ ઝેડ સુધીની ગણતરી કરી શકો.
  • એક ગ્લાસ પાણી પી લો.
  • કોઈને ગાળ આપવી હોય તો તે એક કાગળમાં લખી લો અને પછી તે કાગળને બાળી નાખો.
  • ઓશિકાને ચહેરો સમજીને, તેના પર મુક્કા મારીને ગુસ્સો દૂર કરી શકાય.
  • કસરત કરો.
  • ફરીથી સ્નાન કરો.
  • બાળકો અને પાળેલાં પ્રાણીઓ સાથે સમય વિતાવો.
  • ભગવાનને વંદન કરવાથી, ધ્યાન કરવાથી પણ ગુસ્સો ઓછો થાય છે.
  • ધીમા ડગલે દૂર સુધી એકલા ચાલી શકાય.
  • મગજને શાંત કરવા માટે હળવું સંગીત સાંભળો.

ન્યાય માટે બોલવાનું કેવી રીતે શીખવું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઘણા લોકો તેમનો વાજબી ગુસ્સો વ્યક્ત કરી શકતા નથી એટલે રડી પડે છે. તમે કુદરતી રીતે તમારા મનની વાત કરી શકતા ન હો તો તમારે તે શીખવું જોઈએ.

  • શુભ દિવસોમાં તમારી જરૂરિયાતો અને તેના વાજબીપણાની નોંધ કરો.
  • તમારી સાથે ઝઘડો કર્યો હતો તે વ્યક્તિ સારા મૂડમાં હોય ત્યારે તેને કહેવું જોઈએ કે તે દિવસે તેણે જે કર્યું તે ખોટું હતું.
  • તમને પીડા થતી હોય ત્યારે તમારે એ જણાવતા શીખવું પડશે.
  • જૂથ ચર્ચામાં ભાગ લેવાની પ્રેક્ટિસ કરો.
  • લડાઈ અને દલીલો કરતી વખતે અન્ય લોકો કેવી રીતે બોલે છે તેનું અવલોકન કરવું જોઈએ.

મનોચિકિત્સકની સલાહ ક્યારે લેવી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે તે જાણવાના કેટલાક સંકેતો છે.

  • ગુસ્સો સંબંધને બગાડી નાખે એ બિંદુ પર પહોંચી જાય છે.
  • લાગણી પર નિયંત્રણ રહેતું નથી.
  • બધાની વચ્ચે પણ રડવાનું રોકી શકાતું નથી.
  • ગુસ્સો અને રડવું તમારા પર હાવી થઈ જાય અને તમારી સાથે ચાલાકી કરે.
  • તમારા અંગત જીવન માટે જતું કરવું પડે ત્યારે સમજવું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

તમે આવી પરિસ્થિતિનો સામનો કરતા હો તો ક્રોધ વ્યવસ્થાપન વિશેના કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ વર્કશોપ્સમાં ભાગ લઈ શકો.

આવા નરમ લોકોને ઘરમાં કે સમાજમાં મોટા ભાગે કોઈ સમસ્યા નડતી નથી. તેમની સહનશક્તિની મર્યાદા પછી ખલેલ પહોંચાડવામાં આવે તો તેઓ ગુસ્સે થાય છે. તેઓ રબર બૅન્ડ જેવા હોય છે. એક હદથી વધુ ખેંચવામાં આવે તો તૂટી જાય છે. તેમને અંતિમ હદ સુધી ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેઓ શાંત રહે છે.

ત્રણ દિવસથી વધુ સમય તબિયત સારી ન હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તેમ મનોવિજ્ઞાનીઓ અને મનોચિકિત્સકો પાસે પણ જવું જોઈએ. માત્ર ગાંડા લોકો જ મનોચિકિત્સકો પાસે જતા હોય છે એ માન્યતા જરીપૂરાણી થઈ ગઈ.

શારીરિક સ્વાસ્થ્ય જેટલું જરૂરી માનસિક સ્વાસ્થ્ય છે. જીવતા મૂઆ જેવા ઘણા લોકોને આપણે જોયા છે ત્યારે માનસિક સ્વાસ્થ્યની અવગણના અર્થહીન છે અને તે મોટાભાગના હાર્ટ ઍટેક અને મૃત્યુનું કારણ બને છે.

માનસિક સ્વાસ્થ્ય સંબંધી સલાહ માટે સરકારી માનસિક સ્વાસ્થ્ય હૅલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે.

રેડ લાઇન
રેડ લાઇન