કારણ વગર પગ હલાવવાથી શું આપણને ફાયદો થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફાતિમા ફહરીન
- પદ, બીબીસી માટે
તમે ઘણી વખત જોયું હશે કે લોકો તણાવમાં પગ હલાવવા લાગે છે. ટેબલ પર આંગળીયોથી અવાજ કરવા લાગે છે. અથવા પોતે ડોલવા લાગે છે.
અને નાનપણમાં આપણામાંથી ખૂબ ઓછા લોકો એવા હશે જેમને બેસવા સાથે ડોલવાની, ખુરશી પર ઝૂલવાની અથવા કંઇક વિચારતી વખતે પેન્સિલના રબરને કોતરવાના કારણે પોતાના શિક્ષક, માતાપિતા અથવા ઘરનાં અન્ય સંબંધીઓએ ટોક્યાં હશે.
જેનું કારણ એ છે કે આનો અર્થ એવો કાઢવામાં આવતો હતો કે આપણું અભ્યાસ અથવા કોઈ કામમાં ધ્યાન નથી લાગતું. આપણા સ્વભાવમાં મુશ્કેલી છે અથવા બીજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે આવું કરી રહ્યા છીએ.
જોકે, આ રીતે પગ હલાવવા કે આ પ્રકારનું બીજી કોઈ પ્રવૃત્તિને અંગ્રેજીમાં ફિજેટિંગ કહેવાય છે.
ફિજેટિંગ અંગે પહેલાં અલગ મત રજૂ કરાતો હતો. પણ હવે તેને અલગ દૃષ્ટિકોણથી જોવું જોઈએ. કારણ કે ફિજેટિંગ પર થયેલાં નવાં સંશોધનથી એ ખબર પડી છે કે ફિજેટિંગ કે ચંચળતા અથવા અસ્વસ્થતામાં પોતાનું વજન યથાવત્ રાખવા, તણાવને ઓછો કરવા અને સંભવતઃ લાંબા સમય સુધી જીવતું રહેવામાં તે મદદરૂપ થઈ શકે છે.
લીડ્સ યુનિવર્સિટીમાં કામ કરતા પોષણ રોગ વિશેષજ્ઞ જૈનેટ કેડે બીબીસીના પ્રોગ્રામ ધ ઇનફાઇનાઇટ મંકી કેજના એક એપિસોડમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે "જો તમે એક જગ્યાએ સ્થિર બેસો તો તે તમારા માટે યોગ્ય નથી. પરંતુ બેસવા દરમિયાન બેચેની પણ છે તો ખરેખરમાં એ તમારા સ્વાસ્થ્યને થતા ખતરાને ઓછો કરવાનું કામ કરે છે."

ફિજેટિંગ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે ફિજેટિંગનો અર્થ થાય છે નર્વસ થઈને બેચેન રહેવું, પણ ઇપસેન ફાઉન્ડેશનના અધ્યક્ષ અને મેયો ક્લિનિકમાં મેડિસિનના પ્રોફેસર જેમ્સ લેવાઇનનું કહેવું છે કે આ શરીરના એક ભાગનું એક લયમાં જવાનું કાર્ય છે જે તમારા મગજથી નિયંત્રિત થાય છે.
ફોર્ટિસ હેલ્થકેરમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના ચેરમૅન ડૉક્ટર સમીર પારિખનું માનવું કંઇક અલગ છે. તેમના મુજબ ફિજેટિંગને સારા અથવા ખરાબ બૉક્સમાં રાખવું અલગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક કેસમાં ફિજેટિંગ તમારા પ્રદર્શનને ઓછું કરી શકે છે. જેમાં ભૂલ કરવાની આશંકા વધી જાય છે.
ડૉક્ટર પારિખ અનુસાર, આ એક શારીરિક બીમારીનું પણ લક્ષણ હોઈ શકે છે.
ડૉક્ટર પારિખ કહે છે, "કેટલાક લોકો માટે ફિજેટિંગ લાભપ્રદ પણ હોઈ શકે છે. પણ તેના આધારે આપણે કોઈ સામાન્ય વલણ ના બનાવી શકીએ કે ફિજેટિંગ તમારા માટે કોઈ બીમારીની જ નિશાની છે અથવા તમારા માટે લાભકારક જ છે."
મુંબઈનાં મનોરોગ ચિકિસ્તક ડૉક્ટર રુક્ષિદા સૈય્યદા પણ ફિજેટિંગને લઈને થયેલા સંશોધનથી પૂર્ણતઃ સહમત નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જે બાળકોને રમતગમત માટે સમય નથી મળતો અથવા રમત માટે યોગ્ય જગ્યા નથી તો તેમની ઍક્ટિવિટી ફિજેટિંગની દ્વારા દેખાશે.
તેમના અનુસાર ફિજેટિંગને ઘણા ભાગમાં વહેચી શકાય. એક કે તમારી સામાન્ય ટેવ હોઈ શકે છે. પણ તેની પણ આશંકા છે કે તમે કોઈ બીમારીનો શિકાર હોવ અને એ પણ શક્ય છે કે તમારી ફિજેટિંગ ઘણી પ્રોડક્ટિવ હોય. તેના માટે ફિજેટિંગને જવાબદાર ગણાવવું યોગ્ય નથી.

મેદસ્વીતા સામે લડાઈ અને ફિજેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વભરમાં 1975 બાદ અત્યાર સુધીમાં મેદસ્વી લોકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. તેનું એક કારણ એ છે આપણા કામ કરવાની પદ્ધતિ
કામ દરમિયાન આપણે કલાકો સુધી ખુરશી પર બેઠેલા રહીએ છીએ. જેનાથી આપણા શરીરનું મેટાબૉલિઝમ (પાચન) ધીમું થઈ જાય છે. જે આપણા શરીરના બ્લડશુગર અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવાની ક્ષમતા પર પણ અસર કરે છે. તે આપણા શરીરની ચરબીને ઓછી કરવામાં પણ અવરોધ ઊભો કરે છે.
પણ હવે એ વાતના પુરાવા મળી રહ્યા છે કે ફિજેટિંગથી આપણને વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. કારણ કે તે આપણને એક જગ્યાએ સ્થિર બેસવાની જગ્યાએ કોઈ કાર્ય કરવા માટે ઉકસાવે છે.
લેવાઇનના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ઑફિસમાં કામ કરનારા પાતળા લોકોમાં વધુ અસ્વસ્થતા અને ચંચળતા જોવા મળી. ઑફિસમાં મેદસ્વી લોકોની સરખામણીમાં પાતળા લોકો વધુ સમય સુધી ઊભા રહેતા હતા. અને રોજે અંદાજે બે કલાક પોતાની જગ્યાએથી આમતેમ ચાલતા હતા.
તેમણે ઊમેર્યું કે પગને હલાવવા જેવા ફિજેટિંગના સામાન્ય ઉદાહરણથી આપણને પોતાના શરીરની વધુ ઊર્જા બાળવામાં મદદ મળી શકે છે.
એક નાનકડા અભ્યાસમાં 24 લોકોની ફિજેટિંગ હરકતોમાં કેટલી ઊર્જા ખર્ચાઈ તેને માપવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે જે લોકો વગર હલન કરે સ્થિર રહે છે, તેમની સરખામણીમાં ફિજેટિંગ કરનારા લોકો પોતાના શરીરમાંથી 29 ટકા કૅલરી વધુ બર્ન કરે છે.
જેનાથી એ તો ખબર પડી ગઈ કે ફિજેટિંગથી શરીરની ઊર્જા સંતુલિત કરવામાં મદદ મળે છે. પણ તે પોતાને ફિટ રાખવા માટે એક કસરત કરવાનો કોઈ વિકલ્પ નથી.
આપણા વજનને નિયંત્રિત કરવા સિવાય ફિજેટિંગના અનેક ફાયદા પણ છે. જે આપણા મગજ માટે પણ જરૂરી હોઈ શકે છે.
ડૉક્ટર સૈયદા અનુસાર ફિજેટિંગથી મેદસ્વીપણું ઓછું થઈ શકે છે. કદાચ કોઈ પણ ડૉક્ટર તમને આવી સલાહ નહીં આપે.
તેમણે કહ્યું કે ફિજેટિંગ અને ફિઝિકલ ઍક્ટિવિટીમાં ઘણું અંતર છે. અને તેમાં આપણને કોઈ શંકા ન હોવી જોઈએ કે વર્કઆઉટ કરવાનો વિકલ્પ ફિજેટિંગ ન હોઈ શકે.

ફિજેટિંગથી ઉંમર વધે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, અત્યાર સુધીમાં આ વાતનું કોઈ સીધુ પ્રમાણ નથી મળ્યું કે ફિજેટિંગથી તમારી ઉંમર લાંબી થઈ જાય છે. પણ વિશેષજ્ઞોનું માનવું છે કે સતત થઈ રહેલા તણાવથી આપણું જીવન ઘટી શકે છે.
જાણકારો અનુસાર હંમેશા સ્થિર બેસી રહેવાથી તમને હૃદયની બિમારી થવાનો ખતરો બે ગણો વધી જાય છે. જેનાથી ડાયાબિટીસ, મેદસ્વીપણું, ડિપ્રેશન અને ઍન્જાયટી થવાનો પણ ખતરો રહે છે. ફિજેટિંગથી આપને મદદ મળી શકે છે.
ફિજેટિંગથી આપણે આપણને સ્ટ્રેસ લેવલને ઓછું કરવામાં મદદ મળે છે. એક અભ્યાસ કરાયો જેમાં 42 લોકોને એક તણાવપૂર્ણ સ્થિતિમાં રખાયા.
જેમને નોકરી માટે ઇન્ટરવ્યુ જેવી સ્થિતિમાં બેસાડવામાં આવ્યા અને ત્યાર બાદ તેમને બે લોકોની સામે સરવાળા બાદબાદીના કેટલાક ટાસ્ક અપાયા.
આ અભ્યાસ કરનારાઓને જાણવા મળ્યું કે જે લોકો ફિજેટિંગ બિહેવિયરનો ભોગ હતા, એટલે કે જે લોકો ખંજવાળતા હતા, પોતાના હોઠ કોતરતા હતા અથવા વારંવાર પોતાના ચહેરાને અડતા હતા તેમને આ બઘા જ ટાસ્ક ઓછા તણાવપૂર્ણ લાગ્યા હતા.
વધુ સમય સુધી બેઠા રહેવાથી શરીરને જે રીતે ખતરો થઈ શકે છે તેમને પણ ઓછું કરવામાં ફિજેટિંગથી મદદ મળી શકે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું કે બેસવા દરમિયાન પગને હલાવવાથી તમારા પગની ધમનીઓને રક્ષણ મળે છે. અને તેનાથી ધમનીઓની બિમારી રોકવામાં મદદ મળે છે.
ફિજેટિંગને પહેલા ગમે એટલું ખરાબ ગણાતું હોય પણ જો તમારું એ કાર્ય તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય તો તમારે એ ચાલુ રાખવું જોઈએ.
તેઓ તો એ પણ કહે છે કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ અને એક જ સ્થિતિમાં બેસી રહેવાનું ટાળવું જોઈએ. અને ફિજેટિંગ તમને તેનાથી રાહત આપે છે. જેનાથી તમારા શરીર પર ઘણી અસર થાય છે.
લેવાઇન કહે છે કે "જો તમે તમારા શરીરને સામાન્ય કાર્ય કરવાની પરવાનગી આપો છો તો એવી ઘણી શક્યતા છે કે તમે વધુ સ્વાસ્થ, ખુશ અને પાતળા રહેશો અને ખરેખર કહીએ તો તમે વધુ સમય જીવતા રહેશો."
ડૉક્ટર સમીર પારિખ અને ડૉક્ટર રુક્ષિદા સૈય્યદા આ બન્નેનું માનવું છે કે ફિજેટિંગથી તમને ફાયદો છે કે નહીં એ અંગે કંઈ પણ દાવા સાથે ન કહી શકાય પણ કોઈ વ્યક્તિ ફિજેટિંગ કરે છે તો તેને લઈને કોઈ વલણ બાંધી લેવું એ બિલકુલ અયોગ્ય છે.














