મ્યાનમાર ભૂકંપ: ભૂકંપને ઘાતક બનાવતાં સાત પરિબળો

ઇમેજ સ્રોત, Getty Images
મ્યાનમાર અને થાઇલૅન્ડમાં આવેલા તીવ્ર ભૂકંપને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. આ કુદરતી આપદાને કારણે ઓછામાં ઓછા એક હજાર 700 લોકો મૃત્યુ પામ્યાં છે અને સેંકડો ઘાયલ થયાं છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે ઇમારતો અને રસ્તાઓને ખૂબ નુકસાન થયું છે. થાઇલૅન્ડની રાજધાની બૅંગકોકમાં નિર્માણાધીન 30 માળની ઊંચી ઇમારત ધરાશાયી થઈ છે.


2019માં યુએસ રાજ્ય કૅલિફોર્નિયામાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમ છતાં ત્યાં કોઈનું મૃત્યુ થયું ન હતું કે ના તેનાથી કોઈ માળખાગત સુવિધાઓને મોટું નુકસાન થયું હતું.
મૃત્યુઆંક અને વિનાશના સંદર્ભમાં ભૂકંપ કેટલા ગંભીર છે તેને પ્રભાવિત કરતાं ઘણાं પરિબળો છે. તેમાનાં સાત પરિબળો સૌથી મહત્ત્વપૂર્ણ છે.

ઇમેજ સ્રોત, Reuters
ભૂકંપને મૉમેન્ટ મૅગ્નિટ્યૂડ સ્કેલ (Mw) નામના સ્કેલ પર માપવામાં આવે છે. આ માપવાની નવી પદ્ધતિએ જૂના અને જાણીતા રિક્ટર સ્કેલને બદલ્યો છે. જે હવે જૂનો અને ઓછો સચોટ સ્કેલ માનવામાં આવે છે.
ભૂકંપ માટે જવાબદાર આપવામાં આવતો આંકડો ફૉલ્ટ લાઇન કેટલી દૂર સુધી ખસી છે અને તેને કેટલી ઝડપથી ખસી છે તેને સંયોજિત કરીને દર્શાવે છે.
સામાન્ય રીતે 2.5 કે તેથી ઓછા તીવ્રતાનો ભૂકંપ અનુભવી શકાતો નથી, પરંતુ સાધનો દ્વારા તેને શોધીને માપી શકાય છે. પાંચ સુધીના ભૂકંપ અનુભવાય છે અને તેનાથી નજીવું નુકસાન થાય છે.
તિબેટમાં 7.1 ની તીવ્રતાથી આવેલો ભૂકંપ કે ફેબ્રુઆરી 2023 માં દક્ષિણ તુર્કી અને સીરિયામાં 7.8ની ગણતરી મોટા ધરતીકંપ તરીકે કરી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
8 થી મોટી તીવ્રતાના ભૂકંપને 'સૌથી મોટા ભૂકંપ'ની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ ભૂકંપ 'સૌથી વધુ વિનાશક' હોય છે અને તે મોટા પાયે વિનાશ નોંતરે છે.
તેની તીવ્રતાની સાથે ભૂકંપને કારણે થતી ધ્રુજારીનો સમયગાળો તેની વિનાશક શક્તિને મોટા પ્રમાણમાં અસર કરી શકે છે.
પેસિફિક નૉર્થવેસ્ટ સિસ્મિક નેટવર્કના જણાવ્યા પ્રમાણે, "જ્યારે નાના ભૂકંપની ધ્રુજારી સામાન્ય રીતે થોડીક સેકન્ડ સુધી ચાલે છે, ત્યારે 2004 ના સુમાત્રા ભૂકંપ જેવા મધ્યમથી મોટા ભૂકંપ દરમિયાન આ ધ્રુજારી બે મિનિટ સુધી ચાલી હતી."

ભૂકંપની તીવ્રતા જ એકમાત્ર મહત્ત્વપૂર્ણ પરિબળ નથી. ધરતીકંપ જ્યાંથી શરૂ થાય છે તે પૃથ્વીનું સ્થાન પણ મહત્વપૂર્ણ છે.
મોરોક્કોના ભૂકંપના કિસ્સામાં આ કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી લગભગ 18 કિમી નીચે હતું.
જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં લગભગ બમણું છે, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીય ધોરણો દ્વારા તેને ખૂબ ઊંડું ગણવામાં આવતું નથી.
પૉર્ટ્સમાઉથ યુનિવર્સિટીમાં કાર્યરત જ્વાળામુખીશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રી ડૉ. કાર્મેન સોલાનાએ બીબીસીને જણાવ્યા પ્રમાણે, "આ ભૂકંપ પ્રમાણમાં છીછરો હતો. તેનો અર્થ એ કે ઊર્જા અને આંચકાને દૂર કરવા માટે ટોચ પર ઓછી પૃથ્વીની જમીન ઓછી હતી. કંપન અને ધ્રુજારી ખૂબ જ ઊર્જાસભર રહ્યા હોત."
તેનાથી વિપરીત સપ્ટેમ્બર 2023માં ઇન્ડોનેશિયાના દૂરના ઉત્તર માલુકુ પ્રાંતમાં 6.2-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 168 કિમી હતી. તેમાં કોઈ મૃત્યુ નોંધાયા ન હતા.


ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય મોરોક્કોમાં સ્થાનિક સમય મુજબ 23.11 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. એક પરિબળ છે કે જે ભૂકંપ કેટલો ઘાતક હતો તેના પર નોંધપાત્ર અસર કરી શકે છે.
ડૉ. સોલાના કહે છે, "લોકો સૂતા હતા ત્યારે ઘણી ઇમારતો નાશ પામી હોત."
ભૂકંપ દરમિયાન મૃત્યુ પામેલા ઘણા લોકો ઇમારતો તૂટી પડવાથી મૃત્યુ પામે છે. ખરેખર ભૂકંપશાસ્ત્રીઓ એક સામાન્ય કહેવત કહેતા હોય છે કે "ભૂકંપ લોકોને નથી મારતો, પણ ઇમારતો મારે છે".
તેથી જે ભૂકંપ દિવસ દરમિયાન આવે છે જ્યારે ઓછા લોકો ઇમારતની અંદર હોય છે, ત્યારે સામાન્ય રીતે મૃત્યુઆંક ઓછો હોય છે.


તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવા ઘરો બનાવવા શક્ય છે જે સૌથી ગંભીર ભૂકંપ સિવાય બધાનો સામનો કરી શકે. આમ કરવા માટે ઇમારતોએ શક્ય તેટલી ભૂકંપીય ઊર્જા શોષી લેવી પડશે.
યુએસ જિયૉલૉજિકલ સર્વે (USGS) અનુસાર જાપાનએ વિશ્વનો 'સૌથી મોટો ભૂકંપગ્રસ્ત દેશ' છે. તેણે સ્થિતિસ્થાપક ઇમારતો બનાવવામાં પાયાનું કામ કર્યું છે.
ટોકિયો યુનિવર્સિટીના સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને ઍસોસિયેટ પ્રોફેસર જુન સાતો કહે છે, "જ્યારે ઇમારતનું માળખું (ભૂકંપમાંથી) બધી ઊર્જા શોષી શકે છે ત્યારે તે તૂટી નહીં પડે."
આવું મુખ્યત્વે સિસ્મિક આઇસોલેશન નામની પ્રક્રિયામાં થાય છે. ભૂકંપની ગતિનો પ્રતિકાર કરવા માટે ઇમારતો અથવા માળખાંમાં બેરિંગ અથવા શોક શોષકના સ્વરૂપમાં મૂકવામાં આવે છે. જે ક્યારેક 30-50 સેમી જાડા રબરના બ્લૉક્સ જેવા સરળ હોય છે.
પરંતુ આ પ્રકારનો બેઝ આઇસોલેશન ખર્ચાળ છે અને બાંધકામ બજેટ અને તેની સામગ્રી સમગ્ર વિશ્વમાં ખર્ચાળ છે.
મોરોક્કોના દૂરના ભાગમાં જ્યાં સૌથી વધુ નુકસાન થયું હતું, ત્યાં ઘણી ઇમારતો માટીની ઇંટોની બનેલી હતી. જે ભારે ભૂકંપનો સામનો કરવા સક્ષમ નથી હોતી.
વધુ વસ્તી ધરાવતી ઊંચી ઇમારતો ભૂકંપ દરમિયાન પડી જાય તો તેનો મૃત્યુઆંક વિનાશક બને છે.
ફેબ્રુઆરી 2023 ના ભૂકંપ દરમિયાન ઘણી બધી ઇમારતો તૂટી પડ્યા પછી ખાસ કરીને મકાન નિયમો લાગુ કરવામાં મળેલી નિષ્ફળતા પછી ઘણા ટર્કિશ લોકો મકાનો માટેનાં નબળાં ધોરણોની ટીકા કરી હતી.
ભૂકંપ શક્તિશાળી હોવા છતાં નિષ્ણાતો કહે છે કે યોગ્ય રીતે બાંધવામાં આવેલી ઇમારતો ટકી શકી હોત.
યુનિવર્સિટી કૉલેજ લંડનના કટોકટી આયોજન અને વ્યવસ્થાપનના નિષ્ણાત પ્રોફેસર ડેવિડ ઍલેક્ઝાન્ડર કહે છે, "આ ભૂકંપ માટે મહત્તમ તીવ્રતા ઘાતક હતી, પરંતુ સારી રીતે બાંધવામાં આવેલી ઇમારતોને પાડી દેવા માટે પૂરતી નહોતી."
"મોટાભાગના સ્થળોએ ધ્રુજારીનું સ્તર મહત્તમ કરતા ઓછું હતું. તેથી આપણે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે હજારો ઇમારતો ધરાશાયી થઈ છે તેમાંથી લગભગ બધી જ અપેક્ષિત ભૂકંપ બાંધકામ અંગેનાં માપદંડને અનુરૂપ નહતી."

જુલાઈ 2021 માં અલાસ્કા દ્વીપકલ્પ નજીક 8.2-તીવ્રતાનો વિશાળ ભૂકંપ આવ્યો હતો. પરંતુ શક્ય છે કે તમને આની કોઈ યાદ ન હોય.
ચિગ્નિક ભૂકંપને યુએસ ઇતિહાસમાં સાતમો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવે છે, પરંતુ તેમાં કોઈનું મૃત્યુ થયું નથી કે કોઈને ઈજા થઈ ન હતી, કારણ ? આ ભૂકંપ આવ્યો ત્યાં કોઈ વસતી જ નહતી. તે પણ મુખ્ય વસ્તી કેન્દ્રોથી ખૂબ દૂર પ્રમાણમાં ઊંડો ભૂકંપ હતો.
તેનાથી વિપરીત જાન્યુઆરી 2010 માં હૈતીમાં 7.0 ની તીવ્રતાનો ભૂકંપ મોટા પાયે મૃત્યુ અને વિનાશમાં પરિણમ્યો હતો. જેમાં 250,000 થી વધુ લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે અને લગભગ 300,000 લોકો ઘાયલ થયા હતા અને 1.5 મિલિયનથી વધુ લોકો બેઘર થયા હતા.
રાજધાની પૉર્ટ-ઓ-પ્રિન્સ ભૂકંપની તીવ્રતાનો ભોગ બન્યું હતું. તેની ખૂબ જ વસ્તી ગીચતા પણ ખૂબ વધારે હતી- પ્રતિ ચોરસ કિલોમીટર 27,000 થી વધુ લોકો. જે આટલા મોટું નુકસાન કઈ રીતે થયું તે આંશિક રીતે સમજાવે છે.

ભૂકંપથી બચવાની આપણી શક્યતાઓ આપણા પગ નીચેની જમીન કેટલી મજબૂત છે તેના પર પણ નિર્ભર છે.
USGS કહે છે કે જો જમીન તેના સ્તર પર અથવા તેની નજીક પાણી ભરાયેલા કાંપથી ઢીલી રીતે ભરેલી હોય તો તે સપાટી મજબૂત જમીનની ધ્રુજારીનો સામનો કરવા માટે ઓછી સક્ષમ હોય છે, જેના કારણે લિક્વિફેક્શન નામની અસર થાય છે.
આ ત્યારે થાય છે જ્યારે સામગ્રી જે સામાન્ય રીતે ઘન હોય છે તે પ્રવાહીની જેમ વર્તવાનું શરૂ કરે છે. જે જાપાનનાં નિગતામાં 1964 માં આવેલા ભૂકંપની જેમ વિનાશમાં ઘણો વધારો કરે છે.
તેનાથી વિપરીત તુર્કીમાં 2023 માં આવેલા ભૂકંપમાં 50,000 થી વધુ લોકો માર્યા ગયા હતા, પરંતુ એર્ઝિન શહેર જે કેન્દ્રબિંદુથી માત્ર 80 કિમી દૂર હતું તે વ્યવહારિક રીતે સહીસલામત બચી ગયું હતું.
શહેરમાંથી કોઈનું મોત થયું ન હતું અને એક પણ ઇમારત ધરાશાયી થઈ ન હતી, જ્યારે આસપાસના નગરો સાવ જમીનદોસ્ત થઈ ગયા હતા.
ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે એર્ઝિન શહેર પથ્થર અને કઠણ જમીનના રક્ષણાત્મક સ્તર પર હોવાથી બચી ગયું હતું, જે આંચકાના મોજાને શોષી લેવા માટે સક્ષમ હતું.


ઇમેજ સ્રોત, Getty Images
કુદરતી આપત્તિ માટેની તૈયારી જીવન બચાવનારું એક મુખ્ય પરિબળ બની શકે છે.
જાપાનની શાળાઓમાં વર્ષમાં બે વાર ભૂકંપ કવાયત યોજવી પડે છે અને બાળકોને શીખવવામાં આવે છે કે તેઓ ઘરે, બહાર અથવા વાહનમાં હોય ત્યારે કેવી રીતે પ્રતિક્રિયા આપવી.
તાઇવાન પ્રતિભાવ ટીમોની ક્ષમતા ચકાસવા માટે રાષ્ટ્રવ્યાપી ભૂકંપ કટોકટી કવાયતો કરે છે.
જોકે ઘણા અન્ય દેશોમાં આમ જોવા મળતું નથી. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં જ્વલ્લે જ આવી આફતોનો અનુભવ થાય છે.
કટોકટીનાં પ્રતિભાવની ગતિ અને કદ પણ મહત્ત્વપૂર્ણ હોય છે. તુર્કીના ભૂકંપના દસ દિવસ પછી પણ લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવી રહ્યા હતા.
ઘણા ઘાયલ અને ફસાયેલા લોકો આટલા સમય સુધી જીવતા ના રહી શકે.
આ કારણોસર પરિવહન માળખાગત સુવિધાઓ અને તેને પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા પ્રતિભાવ માટે મહત્ત્વપૂર્ણ છે.
2023 ના ભૂકંપથી પ્રભાવિત મોરોક્કોના દૂરના ભાગમાં ભૂસ્ખલન અને કાટમાળથી ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. વિવિધ ગામોએ ફરિયાદ કરી હતી કે તેમને કોઈ પ્રકારની મદદ મળી ન હતી.
મોરોક્કન સરકારની પણ ટીકા થઈ હતી. મોરોક્કન સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે થતી મદદની ઓફર બહુ જલ્દીથી સ્વીકારતી ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ભૂકંપ પછી ઇમારતો તૂટી પડવી એ મૃત્યુનું એકમાત્ર કારણ નથી.
દરિયાકાંઠા રહેતા લોકો તેમનાં વિસ્તારમાં આવતા ભૂકંપનો ભોગ બને છે. જે જીવલેણ સુનામીનું કારણ બની શકે છે.
2004 ના એશિયન સુનામી, સુમાત્રાના છેડે બાંદા આચેહ નજીક હિંદ મહાસાગરમાં 9.1 ની તીવ્રતાના ભૂકંપને કારણે આમ થયું હતું.
ભૂકંપ અને ત્યારબાદ આવેલા વિશાળ મોજાઓએ એક ડઝનથી વધુ દેશોમાં લગભગ 230,000 લોકોનો ભોગ લીધો હતો. આ મોજા એટલા શક્તિશાળી હતા કે તેના લીધે દૂર આફ્રિકામાં હિંદ મહાસાગરની બીજી બાજુ પણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પર્વતીય પ્રદેશોમાં ભૂકંપ ભૂસ્ખલનનું કારણ બને છે. જેના લીધે ઘરો દટાઈ જાય છે અને અને બચાવ પ્રયાસોને અવરોધે છે.
2015માં નેપાળમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે લગભગ 9,000 લોકો મૃત્યુ પામ્યા હતા.


ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે ભૂકંપના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં 3,000 થી વધુ ભૂસ્ખલન થયા હતા.
1906માં સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભૂકંપમાં માત્ર 20 થી 25 સેકન્ડ માટે જબરદસ્ત ધ્રુજારી અનુભવાઈ હતી, પરંતુ દરિયાનાં મોજાઓ શહેરના ગૅસ અને પાણીની પાઇપલાઇનોને તોડી નાખી હતી.
ગૅસ લીક થવાથી અનેક જગ્યાએ આગ લાગી અને પાણીની અછતને કારણે આગ પર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ બન્યો, જેના કારણે કુલ 3,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












