મ્યાનમાર: ભૂકંપથી વિનાશક તબાહી, અત્યાર સુધીમાં 1600નાં મોત

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, થાઇલૅન્ડ, ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા 1600 લોકોનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ કરાઈ છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધી દેશમાં 1,670થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

આ જાણકારી મ્યાનમારના મિલિટરી કાઉન્સિલે આપી હતી.

અમુક કલાક પહેલાં મ્યાનમારના સૈન્યશાસન પ્રમુખ મિન ઑન્ગ હલ્યેંગે કહ્યું હતું કે મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.

શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7ના ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. મ્યાનમારની સાથે જ થાઇલૅન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપે બંને દેશોમાં તબાહી મચાવી દીધી હતી.

પ્રી-સ્કૂલની ઇમારત ધ્વસ્ત થતાં બાળકોનાં મૃત્યુ થયાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, થાઇલૅન્ડ, ભૂકંપ

ઇમેજ સ્રોત, MYANMAR RED CROSS SOCIETY FACEBOOK ACCOUNT / HANDOUT via Getty Images

યંગૂનથી બીબીસી બર્મીઝ સેવાએ આપેલી માહિતી અનુસાર મ્યાનમારના માંડલે વિસ્તારમાં એક પ્રી-સ્કૂલની ઇમારત ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ હતી જેમાં 12 બાળકો અને એક શિક્ષકનું મૃત્યુ થઈ ગયું હતું. બચાવકાર્યમાં જોડાયેલા કર્મચારીઓએ આની પુષ્ટિ કરી છે.

તેઓ કહે છે કે હજુ સુધી પ્રી-સ્કૂલનાં 12 બાળકો અને એક ટીચરનો મૃતદેહ મળ્યો છે. આ સંખ્યા વધવાની આશંકા છે કારણ કે એવું જણાવવામાં આવ્યું છે કે કાટમાળમાં હજુ ઘણા લોકો દબાયેલા હોઈ શકે છે.

બીબીસીની બર્મીઝ સેવા અનુસાર એવા પણ સમાચાર આવ્યા છે કે આ ઇમારત ધ્વસ્ત થયા બાદ 50 બાળકો અને છ શિક્ષકો લાપતા છે.

બચાવ દળના એક સભ્યે કહ્યું છે કે, અનુમાન અનુસાર શાળામાં લગભગ 50 લોકો હતા, પરંતુ અમારી પાસે એ લોકોની યાદી છે, જેમને અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે. અમને અત્યાર સુધી 13 મૃતદેહો જ મળ્યા છે.

બચાવકાર્યમાં ક્યૉકસે બાંધ પ્રબંધન, રેડ ક્રૉસ અને કેટલાંક અન્ય સામાજિક સહાયતા સમૂહ જોડાયેલા છે. ક્યૉકસે ટાઉનમાં કેટલાંક ઘર અને દુકાનો પણ ભૂકંપને કારણે પડી ગઈ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, મ્યાનમાર, થાઇલૅન્ડ, ભૂકંપ

ઇમેજ સ્રોત, Neha Sharma

મ્યાનમાર અને થાઇલૅન્ડ બંને દેશોમાં ભૂકંપ બાદથી તરત જ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે રાહત બચાવઅભિયાનની શરૂઆત કરી દેવાઈ હતી.

મ્યાનમારના માંડલેમાં ભૂકંપથી ભારે નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

શુક્રવારે રાત્રે બીબીસી વર્લ્ડ સર્વિસે માંડલેની આસપાસનાં ગામડાંમાં રાહત બચાવના કામમાં જોતરાયેલી એક સામાન્ય વ્યક્તિ સાથે વાત કરી હતી.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે તેમને ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે સાધનો અને મશીનરીની જરૂર છે.

તેમણે પોતાની મુશ્કેલી અંગે કહ્યું, "અમે લોકોને ખુલ્લા હાથે બચાવી રહ્યા છીએ. પરંતુ આ કાટમાળ નીચે દબાયેલા જીવતા લોકો અને લાશોને કાઢવા માટે પૂરતું નથી."

તેમણે આગળ કહ્યું કે, "લોકો બચાવો, બચાવોની બૂમો પાડી રહ્યા છે, હું ખૂબ જ નિરાશા અનુભવી રહ્યો છું."

બીબીસી ગુજરાતી, બૅંગ્કોક, ભૂકંપ, મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં પણ ભૂકંપ બાદ તબાહી મચી હતી

એજન્સી અનુસાર, થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોકમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા અને ત્યાંની ઇમારતો ખાલી કરાવાઈ હતી.

અમેરિકન જિયૉલૉજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 7.7 હોવાનું જણાવ્યું છે. જ્યારે ચીનની સરકારી ન્યૂઝ એજન્સી ન્યૂઝ શિન્હુઆએ ચીનના ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના હવાલાથી ભૂકંપની તીવ્રતા 7.9 જણાવી.

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલેમાં બચાવદળના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું કે ભૂકંપને કારણે ભારે તબાહી થઈ છે અને સેંકડો લોકોનાં મોતની આશંકા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બૅંગ્કોક, ભૂકંપ, મ્યાનમાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બૅંગ્કોકમાં ભૂકંપ બાદ બચાવઅભિયાન શરૂ થઈ ગયું છે

મ્યાનમારના એક મોટાભાગમાં ઇમર્જન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. અમેરિકન જિયોલૉજિકલ સરવે અનુસાર મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે ઍક્સ પર લખ્યું છે કે, "મ્યાનમાર અને થાઇલૅન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિથી ચિંતિત છું. બધાની સુરક્ષા અને ભલાઈ માટે હું પ્રાર્થના કરું છું. ભારત દર સંભવ સહાયતા આપવા માટે તૈયાર છે. આ સંબંધમાં, અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલૅન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા કહ્યું છે."

મ્યાનમારમાં ભૂકંપની બિહામણી તસવીરો સામે આવી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બૅંગ્કોક, ભૂકંપ, મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

એપિસેન્ટરથી 21 કિમી દૂર આવેલા મેન્ડેલામાં ભૂકંપની ભયાવહ તસવીરો સામે આવવા લાગી છે.

આ શહેર મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર છે.

તસવીરોમાં ઇમારતો પત્તાનાં મહેલની માફક ધરાશાયી થયેલી દેખાય છે.

મ્યાનમારમાં અનેક જગ્યાએ અંધારપટ છવાયેલો છે અને બે મુખ્ય ટેલિફોન કંપનીઓનું નેટવર્ક પણ ડાઉન છે.

જે વિસ્તારોમાં ફોનનું નેટવર્ક આવી રહ્યું છે ત્યાંથી નુકસાન ખૂબ મોટું થયું હોવાના સમાચારો મળી રહ્યા છે.

દક્ષિણ મ્યાનમારમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુઇલૌમે ડી અગારો કહે છે કે, "અમે માત્ર આશા જ રાખી રહ્યા છીએ. માત્ર એટલું જ અમે કરી શકીએ છીએ તેમ છીએ. અમને પરિસ્થિતિઓ નિયંત્રણમાં ન હોય તેવું લાગે છે."

ઇમારતોને થયું છે જબરદસ્ત નુકસાન

આ ભૂકંપે બૅંગકૉક અને મ્યાનમારમાં મચાવેલી તબાહીની ભયાવહ તસવીરો પણ હવે સામે આવવા લાગી છે.

જેમાં નિર્માણાધીન ઇમારતો ઢગલો થઈ ગયા સહિત રસ્તા પર પડેલી જબરદસ્ત તિરાડો તેમજ બચાવ અભિયાનની તસવીરો સામેલ છે.

ભૂકંપમાં બૅંગકૉકમાં એક મોટી ઇમારત જમીનદોસ્ત થઈ હતી. ભૂકંપ બાદ તરત સ્થાનિક તંત્ર દ્વારા રાહતબચાવ કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

મ્યાનમારમાં પણ જોરદાર ભૂંકપના આંચકાને કારણે ભારે નુકસાન થયું હોવાનો અંદાજ છે.

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર ભૂકંપના કારણે થાઇલૅન્ડના શૅરબજારમાં ટ્રેડિંગ મોકૂફ કરી દેવાયું હતું.

નોંધનીય છે કે મોટા ભૂકંપના આંચકા બાદ મ્યાનમારમાં આફરશૉક સ્વરૂપે નાના પરંતુ મજબૂત આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર જમીનમાં કેટલી અંદર હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બૅંગ્કોક, ભૂકંપ, મ્યાનમાર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકમાં ભૂકંપ બાદની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકન જિયોલૉજિકલ સરવે અનુસાર ભૂકંપનું કેન્દ્ર ધરતીમાં 10 કિલોમીટર નીચે હતું.

ભૂકંપના કેન્દ્ર બર્માના માંડલે શહેર પાસે હતું. તાજી તસવીરોમાં જોઈ શકાય છે કે ઇરાવજી નદી પર બનેલો એક વિશાળ પુલ તૂટી ગયો છે. એવા પણ સમાચાર છે કે મ્યાન્મારની રાજધાની નેપિડોમાં સડકોમાં તિરાડો આવી ગઈ છે.

જ્યારે થાઈલૅન્ડની રાજધાની બૅંગ્કૉકમાં ભૂકંપના ઝટકા પછી તૂટતી ઇમારતોથી લોકો દૂર ભાગતા જોઈ શકાય છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઇમારતના સ્વિમિંગ પુલના પાણીમાં ઊંચી લહેરો ઊઠતી દેખાય છે. સરકારે એક ઇમર્જન્સી મીટિંગ બોલાવી છે.

બૅંગ્કૉકમાં રહેતા બીબીસી પત્રકાર બુઈ થૂએ બીબીસી વર્લ્ડ સર્વિસને ન્યૂઝ ડે કાર્યક્રમમાં કહ્યું છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેઓ ઘરમાં રસોઈ કરતાં હતાં.

તેમણે કહ્યું કે, "હું બહુ ગભરાઈ ગઈ હતી. મને નહોતી ખબર કે શું થઈ રહ્યું હતું કારણ કે મને લાગતું હતું કે એક દાયકો થઈ ગયો છે જ્યારે બૅંગ્કૉકમાં આટલો જોરદાર ભૂકંપ આવ્યો હતો."

તેમણે કહ્યું કે, "મારા અપાર્ટમૅન્ટમાં મેં કેટલીક દીવાલોમાં તિરાડો જોઈ અને સ્વીમિંગ પુલથી પાણી છલકાઈ રહ્યું હતું, લોકો ચીસો પાડી રહ્યા હતા."

ભૂકંપના આફ્ટરશૉક પછી લોકો સડકો તરફ ભાગ્યો.

તેમણે કહ્યું કે, "અમારી આસપાસ શું થઈ રહ્યું છે, અમે હજુ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ."

"બૅંગ્કૉકમાં ઇમારતો ભૂકંપરોધી નથી બનાવાતી. મને લાગે છે કે એટલે નુકસાન વધારે થયું છે."

થાઈલૅન્ડમાં ભારતીય દૂતાવાસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, બૅંગ્કોક, ભૂકંપ, મ્યાનમાર

ઇમેજ સ્રોત, BBC BURMESE SERVICE

થાઈલૅન્ડમાં આવેલા ભૂકંપ પછી રાજધાની બૅંગકૉક સ્થિત ભારતીય દૂતાવાસે થાઈલૅન્ડમાં ભારતના લોકો માટે ઇમરજન્સી ફોન નંબર +66 618819218 પણ જાહેર કર્યો છે.

થાઇલૅન્ડ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "બૅંગકૉક અને થાઈલૅન્ડમાં અનેક ભાગમાં ભૂકંપના જબરદસ્ત ઝટકાઓ પછી દૂતાવાસ થાઈલૅન્ડના અધિકારીઓની સાથે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે."

ભારતીય દૂતાવાસ તરફથી પણ પછી જાણકારી આપવામાં આવી છે કે, "અત્યાર સુધીમાં ભારતીય નાગરિકો સાથે સંબંધિત કોઈ અપ્રિય સૂચના મળી નથી. કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં થાઈલૅન્ડમાં ભારતીય નાગરિકોને આપાતકાલીન નંબર +66 618819218 પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. "

એ પણ જણાવવામાં આવ્યું હતું કે બૅંગકૉકમાં ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઈ શહેરમાં વાણિજ્ય દૂતાવાસના તમામ સદસ્યો સુરક્ષિત છે.

બૅંગકૉકમાં તબાહી

બીબીસી ગુજરાતી, બૅંગ્કોક, ભૂકંપ, મ્યાનમાર

ઇમેજ સ્રોત, Getty Images

બૅંગ્કૉકમાં હાજર બીબીસીની ટીમે ઇમારતો હલતી દેખાઈ અને લોકો સડકો પર નીકળતા દેખાયા.

બીબીસી ટીમે કહ્યું છે કે, ભૂકંપનો ઝટકો ખૂબ જોરદાર હતો, એક ઊંચી ઇમારતના ઊપરના માળથી પાણી સડકો પર પડી રહ્યું હતું.

યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બર્માના સાગૅંગ શહેરથી 16 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં, માંડલે શહેર પાસે સ્થિત હતું. આ રાજધાનીથી લગભગ 100 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે.

રાજધાનીમાં હાજર એએફપીએ પત્રકારોએ કહ્યું કે ભૂકંપના ઝટકાને કારણે રસ્તાઓ તૂટી ગયા છે અને છતથી ટુકડો પડવા લાગ્યા.

ચાઇના ડેલી અનુસાર, ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરે કહ્યું કે ભૂકંપના કેન્દ્ર ધરતીની 30 કિલોમીટર અંદર હતું.

બીબીસી ગુજરાતી, બૅંગ્કોક, ભૂકંપ, મ્યાનમાર

ઇમેજ સ્રોત, EPA

ભૂંકપના જોરદાર ઝટકા દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંત સુધી અનુભવાયા હતા. કેટલીક તસવીરોમાં એક મોટો પુલ મ્યાન્મારની મુખ્ય નદી ઇર્રાવડ્ડીમાં પડતી દેખાય છે.

એવા પણ સમાચાર છે કે નેપિડોમાં કેટલાક રસ્તા તૂટી ગયા છે અથવા તેમાં તિરાડો આવી ગઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.