You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત ફરીથી વર્લ્ડકપ જીતી શકશે? કયા પડકારો સર કરવા પડશે?
- લેેખક, સુરેશ મેમન
- પદ, સ્પોર્ટ્સ પત્રકાર
શું ભારત આ વખતે વર્લ્ડ કપ જીતી શકે છે?
આ સવાલ સામાન્ય ભારતીય ક્રિકેટ પ્રેમીઓનાં મનમાં વર્લ્ડકપ શરૂ થવાના પહેલાંથી ચાલી રહ્યો છે.
તેનો જવાબ છે હા, ભારત ચોક્કસ આ વખતે વર્લ્ડકપ જીતી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલના સમયમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ છે. ટીમને ડૉમેસ્ટિક મેદાનો પર રમવાનો મોકો મળી રહ્યો છે. અને હાલમાં ટીમનું પ્રદર્શન પણ શાનદાન રહ્યું છે. તાજેતરમાં જ ભારતીય ટીમે એશિયા કપ જીત્યો છે.
પણ આપણે એ વાતનો પણ સ્વીકાર કરવો પડશે કે ભારત સિવાય અન્ય ટીમો પણ વર્લ્ડ ચૅમ્પિયન બનવાની ક્ષમતા રાખે છે.
જેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. જેમાંથી છેલ્લી બે ટીમો હજી સુધી વર્લ્ડ કપ નથી જીતી શકી.
જ્યારે એશિયા ખંડમાં યોજાયો વર્લ્ડકપ
1983માં પહેલીવાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ દર વખતે ક્રિકેટ વર્લ્ડકપમાં ફેવરિટ ટીમ બનીને રમવા ઊતરી છે.
1987માં ક્રિકેટ વર્લ્ડકપનું પહેલીવાર આયોજન એશિયા ખંડમાં થયું હતું. ત્યારે ટીમના વરિષ્ઠ ખેલાડીઓના પરંપરાગત વિચારો હતા. તે મુજબ ડૉમેસ્ટિક ગ્રાઉન્ડ પર રમવુંં એનો અર્થ એ હતો કે વધુ પડતા દબાવનો સામનો કરવો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે મોટાભાગના ખેલાડીઓનો એ જ વિચાર હતો કે સ્થાનિક સ્થિતિઓ અંગે જાણવાનો જે પણ ફાયદો છે તે દેશના દર્શકોની અનંત ચાહત સામે ક્યાંય નથી આવતો. 1987ના વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલથી બહાર થઈ ગયું.
પણ 2011માં સ્થિતિ એકદમ બદલાઈ ગઈ. ત્યારે દેશના દર્શકો સામે ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીના છગ્ગાથી વર્લ્ડકપ જીતી લીધો. 1983થી 2011 વચ્ચે ભારત 2003ના વર્લ્ડકપમાં ફાઇનલ સુધી પહોંચ્યું હતું પણ ઑસ્ટ્રેલિયાના પડકારો સામે જીતી નહોતું શક્યું.
હવે બાર વર્ષ બાદ ભારતીય ટીમ પાસેથી ફરી એક વાર ચૅમ્પિયન બનવાની આશા રખાઈ રહી છે. પણ ક્રિકેટ વર્લ્ડકપનો પોતાનો અલગ જ રોમાંચ છે.
જેમાં ટીમે એક બે નહીં પણ છથી પણ વધુ અઠવાડિયા સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવવાનું હોય છે. જેમાં વિશ્વની બધી જ દસ ટીમો એક બીજા વિરુદ્ધ રમે છે. જેમાં શરૂઆતની હારનું એટલું મહત્ત્વ નથી રહેતું.
સતત થતા ઊલટફેર
એવું આપણે 1992ના વર્લ્ડકપમાં જોયું છે. જ્યારે પાકિસ્તાનની ટીમ ટુર્નામેન્ટથી બહાર થવાની અણી પર આવી ગઈ હતી. પણ તે ત્યાંથી પરત ફરી અને ટીમ વર્લ્ડકપ પણ જીતીને આવી.
ટીમના તાત્કાલિક કૅપ્ટન ઇમરાન ખાને પોતાના ખેલાડીઓને હારેલા સિંહની માફક લડવાની અપીલ કરી હતી. અને ત્યાંથી ટીમ ચૅમ્પિયન બન્યા બાદ જ ઊભી રહી.
એવું પણ થયું છે જ્યારે ફાઇનલથી પહેલાં જ ટીમે જોરદાર પ્રદર્શન કરી બતાવ્યું. અને ત્યાર બાદ રમત ફિક્કી પડી ગઈ. ભારતીય ટીમની સાથે 2003ના વર્લ્ડકપમાં પણ આવું જ કંઈ થયું હતું.
ટીમની સામે સૌથી મોટો પડકાર પોતાના ખેલાડીઓને ફિટ રાખીને તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કઢાવવાનું હોય છે. ખેલાડીઓની પોતાની અલગ ગતિ હોય છે. એવામાં વર્લ્ડકપની તૈયારીઓ દરમિયાન એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે ખેલાડીઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન યોગ્ય સમયે નીકળે.
ભારતીય ટીમે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 350થી વધુ રન બનાવ્યા. ફાઇનલમાં શ્રીલંકાને 50 રનમાં ઑલ આઉટ કરી દીધી. આ શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમ પાસેથી ઘણી વધારે આશા છે.
ભારતના બે મહત્ત્વના ખેલાડીઓ ઘાયલ થયા બાદ શાનદાર રીતે પરત ફર્યા છે. જસપ્રીત બુમરાહ પોતાની ખાસ શૈલીથી શરૂઆતની ઓવરમાં વિકેટ ખેરવીને ટીમને જીત અપાવી રહ્યા છે.
એશિયા કપમાં પાકિસ્તાન સામેની મૅચમાં કે એલ રાહુલને છેલ્લી પાંચ મિનિટ પહેલાં કહેવાયું કે તેઓ પ્લૅઇંગ ઈલેવનનો ભાગ છે. ત્યાર બાદ કે એલ રાહુલે ન માત્ર શાનદાર સદી ફટકારી પણ સારી રીતે વિકેટકિપિંગ પણ કરી.
કયા પડકારો સર કરવા પડશે?
યુવા ખેલાડીઓનું પ્રદર્શન પણ જોરદાર રહ્યું છે. સામેના બૅટ્સમેન શુભમન ગિલ પોતાની જોરદાર બૅટિંગના કારણે વર્લ્ડ રૅન્કિંગમાં બાબર આઝમ બાદ બીજા ક્રમે પહોંચી ગયા છે.
ઈશાન કિશન વિશ્વના સૌથી સારા બૉલર્સ સામે શાનદાર બૅટિંગ કરી રહ્યા છે. જ્યારે 2011માં વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમી ચૂકેલા વિરાટ કોહલી એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ એક શાનદાર શતક લગાવી ચૂક્યા છે.
જોકે, ટીમના ટોચના બૅટ્સમૅનોમાં એવા કોઈ જ ખેલાડી નથી કે થોડી ઑવર બૉલિંગ કરી શકે અને ટુર્નામેન્ટમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે.
ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવે પોતાની બૉલિંગમાં ટેકનિકમાં સુધારો કર્યો છે. હવે તેઓ બૉલમાં સ્પીડ વધારી ચૂક્યા છે. તેનો તેમને ફાયદો મળી રહ્યો છે.
વર્લ્ડકપ જીતનારી મોટાભાગની ટીમો છ-સાત બૉલરની સાથે ઊતરે છે. (1996ના વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમ તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ હતી.) જેનાથી એ ખેલાડીની ભરપાઈ કરવામાં મદદ મળે છે જેમનું ફૉર્મ ગાયબ થઈ ગયું છે. અથવા તેઓ ઘાયલ થઈ ગયા છે.
આ વખતે ભારત ચૅમ્પિયન બને તે માટે બૅટ્સમૅન અને બધાં જ પાંચ બૉલર્સે સતત શાનદાર પ્રદર્શન કરવું પડશે.
એવામાં ટીમ પસંદગીની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. ટીમમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ભૂમિકા મહત્ત્વની હશે. તેમણે આખી ટુર્નામેન્ટમાં ફિટ રહેવું પડશે.
વેસ્ટ ઈન્ડિઝની રાજાશાહી અને 1975થી 1983ના વર્લ્ડકપ બાદ કોઈ પણ ટીમ યોગ્ય રીતે ફેવરિટ નહોતી મનાઈ. જોકે, ઑસ્ટ્રેલિયાની ટીમે સતત ત્રીજી વાર વર્લ્ડકપ જીતવાનો ચમત્કાર બતાવ્યો છે.
પણ વર્લ્ડ કપની સૌથી મોટી ખાસિયત એ જ છે કે છેલ્લા ત્રણ વર્લ્ડ કપ દરમિયાન અલગ-અલગ ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની છે.