હિમાચલ: રાજ્યસભા ચૂંટણીમાં એવું શું થયું કે કૉંગ્રેસ સરકાર પર સંકટ આવ્યું?

ઇમેજ સ્રોત, @SUKHUSUKHVINDER
હિમાચલ પ્રદેશમાં મંગળવારે એક બેઠક માટે થયેલી રાજ્યસભા ચૂંટણી બાદ હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકાર સંકટમાં ઘેરાતી દેખાઈ રહી છે. કેટલાક કૉંગ્રેસી ધારાસભ્યોએ મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખુના નેતૃત્વ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
મંગળવારે કૉંગ્રેસના છ ધારાસભ્યોએ પાર્ટી લાઇનથી ઊલટું ભાજપના રાજ્યસભાના ઉમેદવાર હર્ષ મહાજનને મત આપ્યા, જેના કારણે કૉંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ચૂંટણી હારી ગયા.
આ ઘટના બાદ ભાજપ તરફથી સુક્ખુ સરકારના ભવિષ્ય પર સવાલ કરાયા. સુક્ખુ સરકાર દ્વારા આ આશંકાઓ પાયાવિહોણી ગણાવાઈ રહી છે.
પરંતુ આ દરમિયા સુક્ખુ સરકારમાં મંત્રી વિક્રમાદિત્યસિંહે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. પરંતુ સવાલ એ થાય છે કે રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ સુક્ખુ સરકાર પર સંકટનાં વાદળો કેમ છવાયાં છે?
સુક્ખુ સરકાર પર સંકટ
હિમાચલ પ્રદેશની રાજકીય સ્થિતિમાં સતત બદલાવ થતો જઈ રહ્યો છે. મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખુએ દાવો કર્યો છે કે સત્તા પડાવી લેવાના નિષ્ફળ પ્રયાસ થઈ રહ્યા છે.
આ દરમિયાન હિમાચલ પ્રદેશની વિધાનસભામાં 15 ધારાસભ્યો વિરુદ્ધ સસ્પેન્શનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર કુલદીપસિંહ પઠાણિયાએ જણાવ્યું કે, “આ મામલામાં સુનાવણી ચાલી રહી છે. બજેટ બિલ પસાર થયા બાદ થ્રી લાઇન વ્હિપ જાહેર કરાય છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોએ ફરજિયાતપણે ગૃહમાં હાજર રહેવાનું હોય છે, કારણ કે ધ્વનિ મત વડે મતદાન થતું હોય છે. પરંતુ એ છ સભ્યો હાજર નહોતા.”
“આ બાબત વ્હિપનું ઉલ્લંઘન છે, જે પક્ષપલટાવિરોધી કાયદા અંતર્ગત આવે છે. આવી સ્થિતિમાં તેમણે અરજી કરી. તે બાદ મારે સ્પીકર હોવાને કારણે એક ટ્રિબ્યૂનલ તરીકે નોટિસ જાહેર કરવાની હોય છે. મેં નોટિસ જાહેર કરી છે. પક્ષના વકીલો પર હાજર થયા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સસ્પેન્શન પ્રક્રિયાનો સામનો કરી રહેલા ધારાસભ્યોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા જયરામ ઠાકુર પણ સામેલ છે.
તેમણે કહ્યું, “હાલ ભાજપ પાસે 25 ધારાસભ્યો છે. રાજ્યસભા ચૂંટણી માટે થયેલા મતદાન બાદ અમારા ધારાસભ્યોની સંખ્યા 34 થઈ ચૂકી છે. તેના કારણે સરકાર પર સ્વાભાવિકપણે સંકટ આવી ગયું. બજેટસત્ર ચાલી રહ્યું હતું જે દરમિયાન જુદાં જુદાં નાણાકીય બિલો પર વોટિંગ થાય છે.”
“અમે જ્યારે વૉઇસ વોટની સાથોસાથ વોટના ડિવિઝનની માગણી કરી તો તેની પરવાનગી ન અપાઈ. તેમની પાસે પૂરતું સંખ્યાબળ નહોતં. તે બાદ તેમની સામે જો બજેટ પાસ ન થવાની સ્થિતિમાં સરકાર પડી જવાની સંભાવના પેદા થઈ. આના માટે એક જ રીત હતી. તે એ કે ગમે તે રીતે ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટાડાય. મારી સાથે કુલ 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા. જે માટે કોઈ કારણ પણ ન અપાયું.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાજ્યના રાજકીય ઘટનાક્રમને જોતાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દરસિંહ હુડ્ડા અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમારને સ્થિતિ કાબૂમાં લેવા માટે શિમલા મોકલ્યા છે.
ડી. કે. શિવકુમારે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આપી છે.
તેમણે લખ્યું, “કૉંગ્રેસ મોવડીમંડળના નિર્દેશ પર હું હિમાચલ પ્રદેશ જઈ રહ્યો છું. સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મને વિશ્વાસ છે કે કૉંગ્રેસના ધારાસભ્યો પાર્ટી પ્રત્યે વફાદાર છે અને તેઓ પાર્ટીને મળેલા જનાદેશ સાથે જળવાઈ રહેશે.”
ડી. કે. શિવકુમારે કહ્યું, “જોકે, અહીં ચિંતાજનક અને સવાલ ઉઠાવવા યોગ્ય વાત તો એ છે કે ભાજપ સત્તા માટે કઈ હદ સુધી જઈ શકે છે. એ જાણીજોઈને લોકશાહી અને જનાદેશને કચડવાનો પ્રયાસ કરી રહ્યો છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ પહેલાં વરિષ્ઠ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે કેટલાક ‘કઠોર’ નિર્ણય લેવા પડી શકે છે.
તેમણે કહ્યું, “હિમાચલમાં બધાની વાત સાંભળીને એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાશે અને એ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલાશે.”
જયરામ રમેશે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, “કૉંગ્રેસ અધ્યક્ષ આ રિપોર્ટના આધારે જે નિર્ણય લેવાનો હશે, એ જરૂર લેશે. બની શકે કે કેટલાક કઠોર નિર્ણય પણ લેવા પડી શકે. પરંતુ અમે એનાથી પાછા નહીં હઠીએ. સંગઠન સર્વોપરી છે, કૉંગ્રેસ પાર્ટી સર્વોપરી છે.”
“હિમાચલનો જનાદેશ કૉંગ્રેસને જનતાનો જનાદેશ છે. અમે તેની સાથે વિશ્વાસઘાત નહીં થવા દઈએ.”
આ પહેલાં બુધવારે જ સુક્ખુ કૅબિનેટના મંત્રી વિક્રમાદિત્યસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કોણ છે વિક્રમાદિત્ય અને પ્રતિભાસિંહ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિક્રમાદિત્યસિંહ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વીરભદ્રસિંહના પુત્ર છે.
વિક્રમાદિત્યસિંહનાં માતા પ્રતિભાસિંહ હિમાચલ પ્રદેશ કૉંગ્રેસનાં અધ્યક્ષ છે. કહેવાય છે કે પ્રતિભાસિંહ સીએમ બનવા માગતાં હતાં.
પરંતુ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ મોવડી મંડળે સુખવિંદરસિંહ સુક્ખુને સીએમ બનાવાયા હતા.
વિક્રમાદિત્યસિંહ સુક્ખુ સરકારમાં લોકનિર્માણ અને શહેરી વિકાસમંત્રી હતા. તેમજ તેમનાં માતા પ્રતિભાસિંહ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સાંસદ છે.
બુધવારે વિક્રમાદિત્યસિંહ મીડિયા સામે આવ્યા અને તેમણે કહ્યું, “હિમાચલની જનતાએ કૉંગ્રેસને બહુમતી આપી હતી અને અમે તેને સાચવી નથી શકી રહ્યા. પરંતુ અમારે આની પૃષ્ઠભૂમિમાં જવું પડશે. જે પરિસ્થિતિઓમાં કૉંગ્રેસની સરકાર રચાઈ એ વિશે હું કંઈક કહેવા માગું છું.”
“વર્ષ 2022માં જ્યારે હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડાઈ. સમગ્ર કૅમ્પેનમાં મુખ્ય મત્રી વીરભદ્રસિંહના નામનો ઉપયોગ કરાયો.”
વિક્રમાદિત્યસિંહે કહ્યું, “એવું કોઈ હૉર્ડિંગ નહોતું જેના પર વીરભદ્રસિંહની તસવીર ન હોય. મતદાનના એક દિવસ અગાઉ અખબારોમાં જાહેરાત આપીને વીરભદ્રસિંહની તસવીર સાથે કહેવાયું કે તેમને યાદ રાખજો. જેમણે અમને સમર્થન આપ્યું, તેમના પ્રત્યે અમારી જવાબદારી છે.”
“મારા માટે આ વિશ્વાસ વધુ મોટો છે, ના કે પદ. પરંતુ ગત એક વર્ષમાં ધારાસભ્યોની ઉપેક્ષા થઈ છે. ધારાસભ્યોના અવાજને દબાવવાના પ્રયાસ થયા. સતત આ વિષય પાર્ટીના મોવડી મંડળ સામે ઉઠાવાયો, છતા તેને ગંભીરતાપૂર્વક લેવાયો. આના કારણે જ અમે અહીં સુધી પહોંચી ગયા.”
ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં કૉંગ્રેસની સરકાર છે. જોકે, અહીં પણ પક્ષ સત્તા ગુમાવતો દેખાઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, ANI
લોકસભા ચૂંટણી પહેલાં 15 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણીને કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન માટે એક પરીક્ષા સ્વરૂપે જોવામા આવી રહી હતી.
હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશની 15 રાજ્યસભાની બેઠકો માટે મંગળવારે થયેલી ચૂંટણીનાં પરિણામ કૉંગ્રેસની મુશ્કેલી વધારનારાં પુરવાર થયાં.
‘ઇન્ડિયા’ ગઠબંધનમાં કૉંગ્રેસના સહયોગી પક્ષ સમાજવાદી પાર્ટીને પણ ઉત્તરપ્રદેશમાં એક બેઠક પર ફટકો પડ્યો.
કર્ણાટકમાં થયેલી ચાર બેઠકોની ચૂંટણીમાં ત્રણ કૉંગ્રેસ અને એક ભાજપના ખાતામાં ગઈ હતી.
કૉંગ્રેસ માટે સૌથી આશ્ચર્યજનક પરિણામ હિમાચલ પ્રદેશનાં રહ્યાં, જ્યાં સંખ્યાબળ હોવા છતાં કૉંગ્રેસના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો.
પરંતુ આવું કઈ રીતે શક્ય બન્યું? કેવી રાજ્યસભામાં ભાજપ 15માંથી દસ બેઠકો જીતવામાં સફળ રહ્યો.
હિમાચલ પ્રદેશમાં કેવી રીતે પલટાઈ બાજી?

ઇમેજ સ્રોત, @SUKHUSUKHVINDER
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર છે. કૉંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે. ભાજપ પાસે 25 ધારાસભ્યો છે. તેમજ ત્રણ અપક્ષ છે. એટલે કે કુલ 68 ધારાસભ્યો છે.
કૉંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હતા જ્યારે ભાજપે હર્ષ મહાજનને મેદાને ઉતાર્યા હતા. તેઓ વર્ષ 2022માં કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા.
મંગળવારે સવારે જ્યારે રાજ્યસભા ચૂંટણી માટે વોટિંગ શરૂ નહોતી થઈ, ત્યારે સીએમ સુખવિંદરસિંહ સૂક્ખુએ મીડિયા સામે આવીને કહેલું – જો કોઈ વેચાયું નહીં,તો તમામ 40 ધારાસભ્યો અમારી સાથે છે તેથી જીત અમારી જ થશે.
હિમાચલ સરકારમાં મત્રી વિક્રમાદિત્યસિંહ અને વરિષ્ઠ નેતા પ્રતિભાસિંહે પણ વોટિંગ પહેલાં ક્રૉસ વોટિંગની શક્યતા પર વાત કરી હતી.
આ ત્રણેય નેતાઓનાં નિવેદનોથી ક્રૉસ વોટિંગની અટકળો વધુ તીવ્ર બની.
અને આખરે ચૂંટણીપરિણામોએ ક્રૉસ વોટિંગની અટકળો સાચી પણ ઠેરવી.
હિમાચલ પ્રદેશમાં જ્યારે એક સીટ પર વોટિંગ થઈ ત્યારે કૉંગ્રેસના 40 ધારાસભ્યો પૈકી 34એ જ સિંઘવીના પક્ષમાં મતદાન કર્યું.
ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને કુલ 34 મત મળ્યા. એટલે કે ભાજપના 25 ધારાસભ્યો સિવાય ત્રણ અપક્ષ અને છ કૉંગ્રેસી ધારાસભ્યો પણ ભાજપના ઉમેદવારને મત આપ્યા.
25 ધારાસભ્યોવાળો ભાજપ 34 મેળવવામાં સફળ રહ્યો. કૉંગ્રેસ અને ભાજપ બંને પાસે 34-34 મત હતા. આવી સ્થિતિ પરિણામ અંગેનો નિર્ણય લૉટરી મારફતે થયો.
હિમાચલમાં જે ધારાસભ્યોએ ક્રૉસ વોટિંગ કર્યું તેના વિશે સિંઘવીએ કહ્યું કે આ લોકો રાત્રિ સુધી અમારી સાથે બેસીને ભોજન લઈ રહ્યા હતા. સવારે આમણે અમારી સાથે નાસ્તોય કર્યો... આવી સ્થિતિમાં આ વાત જણાવે છે કે અમે લોકોનું ચારિત્ર્ય ઓળખવા મામલે કેટલા ખરાબ છીએ.
મંગળવારના રોજ સુક્ખુએ દાવો કર્યો હતો કે સીઆરપીએફ અને હરિયાણા પોલીસ કૉંગ્રેસના છ ધારાસભ્યોની લઈ ગઈ છે.
હિમાચલમાં કયા ધારાસભ્યોએ ક્રૉસ વોટિંગ કરી?

ઇમેજ સ્રોત, ANI
ટ્રિબ્યૂન ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કૉંગ્રેસના જે છ ધારાસભ્યોએ ક્રૉસ વોટિંગ કરી તેમનાં નામ નીચે મુજબ છે :
- સુધીર શર્મા, ધર્મશાલા
- રાજેન્દ્ર રાણા, સુજાનપુર
- ઇન્દ્રદત્ત લખનપાલ, બડસર
- રવિ ઠાકુર, લાહૌલ સ્પીતિ
- ચૈતન્ય શર્મા, ગગરેટ
- દેવેન્ધ્ર ભુટ્ટો, કુટલેહડ
કૉંગ્રેસે આરોપ કર્યો હતો કે પાર્ટીના ધારાસભ્યોનું અપહરણ કરાયું હતું. ભાજપે આ આરોપો ખારિજ કરી દીધા અને કહ્યું છે કે તેઓ પોતાની મરજીથી સરકાર વિરુદ્ધ ગયા છે.
સીએમ સુક્ખુએ રાજ્યસભામાં થયેલા મતદાન બાદ કહ્યું હતું કે, “જ્યારે કોઈ પ્રામાણિક ન રહ્યું હોય તો તેના પર શું કહેવું. જો ધારાસભ્ય કૉંગ્રેસના ચૂંટણીચિહ્ન પર ચૂંટાઈ આવ્યા તેઓ ભાજપને પોતાનાં ક્ષેત્રોમાં હરાવીને આવ્યા છે.”
હિમાચલની એક બેઠક પર ભાજપ ખૂબ સક્રિય હતો. એટલો સક્રિય કે કૉંગ્રેસના ધારાસભ્ય સુદર્શન બબલુની તબિયત ખરાબ હતી, છતાં તેઓ સીએમના હેલિકૉપ્ટરનો ઉપયોગ કરીને વોટ આપવા પહોંચ્યા.
બબલુના વોટ પર ભાજપે આપત્તિ વ્યક્ત કરેલી અને ચૂંટણીપંચને દખલ આપવાની માગ કરી હતી.
કૉંગ્રેસનેતા અભિષેક મનુ સિંઘવીએ હાર બાદ કહ્યું કે, “ભાજપને હું એક વાત પૂછવા માગું છું કે તેઓ પોતાની અંદર ઝાંખીને જુએ અને આ અંગે વિચારે કે જ્યારે 25 સભ્યોવાળી પાર્ટી 43 બેઠકોવાળી પાર્ટી વિરુદ્ધ ઉમેદવાર ઊભો કરે તો, તેનો એક જ સંદેશ છે. એ એ કે અમે નિર્લજ્જ થઈને એ કરીશું, જેની કાયદો પરવાનગી નથી આપતો.”














