સેક્સનો મૂડ કોઈ સિઝનમાં વધુ થાય ખરો, શિયાળાની ઠંડી એ પ્રેમ અને રોમાંસની ઋતુ છે?

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty

    • લેેખક, મૉલી ગૉર્મન
    • પદ, બીબીસી ફ્યૂચર

દર વર્ષે શિયાળો શરૂ થતાંની સાથે જ એક ખાસ ટ્રેન્ડ ચાલુ થાય છે, જેને આજની ડેટિંગ દુનિયામાં 'કફિંગ સિઝન' કહેવામાં આવે છે.

કફિંગ સિઝન એટલે એવી મોસમ, જ્યાં લોકો શિયાળામાં પ્રેમ શોધતા હોય. સવાલ એ છે કે આની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર છે?

હું પહેલાં જ જણાવી દઉં છું કે હું કોઈ પ્રકારના ખોટા વર્તનને પ્રોત્સાહિત કરતી નથી. હું માત્ર એ કલ્ચરની વાત કરું છે, જેને 'કફિંગ સિઝન' કહેવામાં આવે છે.

ઉનાળામાં સિંગલ લોકો બહુ આઝાદી અને મસ્તીમાં રહેતા હોય છે, પરંતુ નવેમ્બર-ડિસેમ્બર આવતાંની સાથે જ બધા એક પાર્ટનરની જરૂર અનુભવતા થઈ જાય છે.

કોઈ એવી વ્યક્તિ જે ઠંડી રાતોમાં સાથે રહે, જેની સાથે ચમકતી લાઇટ્સમાં ડાન્સ કરી શકાય કે પછી કોઈ પારિવારિક કાર્યક્રમમાં સાથે લઈ જઈ શકાય, જેથી તમે કશુંક ખાતા હો ત્યારે કોઈ સંબંધી તમારી ડેટિંગ લાઇફ વિશે પૂછપરછ કરીને તમારી વાનગીનો સ્વાદ ફિક્કો ન કરી નાખે અને તમને એકલતા ડંખે નહીં.

કફિંગ સિઝન એટલે શું?

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Serenity Strull/ Getty Images

આ મોસમમાં લોકો જાણીજોઈને રિલેશનશિપ શોધતા હોય છે.

તેને જ કફિંગ સિઝન કહેવામાં આવે છે. (અંગ્રેજીમાં હાથકડીને કફ કહેવામાં આવે છે) જેમ કે હાથમાં હાથકડી હોય અને ભાગવું મુશ્કેલ હોય. આ શબ્દ લગભગ 2009થી પ્રચલિત થયો છે. "હાથકડી લાગી ગઈ" એટલે હવે કમિટેડ રિલેશનશિપમાં બંધાઈ ગયા.

દર વર્ષે શિયાળો શરૂ થતાંની સાથે જ એક ખાસ ટ્રેન્ડ ચાલુ થાય છે, જેને આજની ડેટિંગની દુનિયામાં 'કફિંગ સિઝન' કહેવામાં આવે છે.

કફિંગ સીઝન એટલે એવી મોસમ, જ્યાં લોકો શિયાળામાં પ્રેમ શોધતા હોય. સવાલ એ છે કે આની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર છે?

દાખલા તરીકે, સેક્સ સંબંધી શબ્દો માટેની ઇન્ટરનેટ સર્ચના પ્રમાણ વિશેનો 2012નો અભ્યાસ. તેના પરિણામમાં છ મહિનાનું ચક્ર જોવા મળ્યું હતું, જેમાં શિયાળા અને ઉનાળામાં સર્ચ ઇન્ટરેસ્ટ ટોચ પર હોય છે.

સેક્સની સિઝન

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Serenity Strull/ Getty Images

ઇમેજ કૅપ્શન, નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન ડેટિંગ સાઇટ્સ ઉપર સ્વાઇપ્સ અને મૅસેજિસ વધી જતાં હોય છે

સેક્સ કરવાનો મૂડ પણ મોસમ સાથે બદલતો હોય છે કે કેમ તે શોધવાનો પ્રયાસ 90ના દાયકાના એક અન્ય સંશોધનમાં કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ માટે સંશોધકોએ ચાર બાબતોને ધ્યાનમાં લીધી હતી.

તેમાં લગ્નેતર સંબંધથી થતાં બાળકો, ગર્ભપાતના કિસ્સા, સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અને કૉન્ડોમ્સના વેચાણનો સમાવેશ થતો હતો.

તેમને જાણવા મળ્યું હતું કે ક્રિસમસ દરમિયાન જાતીય ગતિવિધિ અને અસલામત સેક્સમાં વૃદ્ધિ થાય છે. અલબત, એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કેમ એ જણાવી શકે તેવો કોઈ અભ્યાસ તાજેતરમાં થયો નથી.

તેમ છતાં ડેટિંગ ઍપ્સનો ડેટા સ્પષ્ટ દર્શાવે છે કે શિયાળામાં પાર્ટનર સાથે જોડાવાની શક્યતા સૌથી વધારે હોય છે. ડેટિંગ પ બમ્બલના એક અભ્યાસ મુજબ, સ્વાઇપ કરવાનો સૌથી વધુ સમય નવેમ્બરના અંતથી માંડીને ફેબ્રુઆરીના મધ્ય સુધીનો હોય છે, જે વૅલેન્ટાઇન ડે બ્રેકઅપ માટે બિલકુલ યોગ્ય સમય છે. આ ઍપ પર લોકો પોતાના માટે પાર્ટનર શોધતા હોય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંશોધકોના જણાવ્યા અનુસાર, "જે દિવસ અપેક્ષાઓ અને પરંપરાગત પ્રેશરથી ભરપૂર હોય છે, તે સંબંધને મજબૂત કરવાને બદલે તેના તૂટવાનું કારણ પણ બની શકે છે."

ઇન્ડિયાના યુનિવર્સિટી ખાતેના સેક્સુએલિટી અને રિલેશનશિપ્સ માટેના ઇન્ટરડિસિપ્લીનરી રિસર્ચ સેન્ટર ધ કિન્સે ઇન્સ્ટિટ્યૂટના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા 'ધ ન્ટિમેટ નિમલ'ના લેખક જસ્ટિન ગાર્સિયા કહે છે, "લોકો રોમાન્સ અને રજાઓને સમાન ગણતા હોવાનું આપણે જાણીએ છીએ."

જસ્ટિન ગાર્સિયા ડેટિંગ સાઇટ Match.com ના મુખ્ય સલાહકાર પણ છે.

તેઓ કહે છે, "ઑનલાઇન ડેટિંગ આખું વર્ષ ચાલ્યા કરે છે. તેમાં ઘણી ઍક્ટિવિટી થાય છે. રોજ લાખો સ્વાઇપ્સ અને મૅસેજીસ મોકલવામાં આવે છે, પરંતુ શિયાળાના મહિનાઓમાં તેમાં વાસ્તવિક વધારો જોવા મળે છે."

ખૈર, તેનું કારણ વિચારવું મુશ્કેલ નથીઃ તમે ઘરમાં બંધ છો અને બહાર ઠંડી છે, નવા લોકોને મળવાનો એકમાત્ર માર્ગ ફોન જ છે ત્યારે સ્વાઇપ કરતાં-કરતાં કોઈ મળી જ જાય છે.

ડેટિંગ મોસમી છે કે કેમ એ જાણવા માટે આપણે આપણી નજીકના પ્રાણીઓ પર નજર કરી શકીએ.

અનેક પ્રાણીઓ ઋતુના હિસાબે બચ્ચાંઓને જન્મ આપતાં હોય છે. શું માણસ પણ તેમના જેવો થઈ ગયો છે?

સમાગમની વર્તણૂક

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Serenity Strull/ Getty Images

પ્રતિષ્ઠિત યુનિવર્સિટી વિજ્ઞાની અને ઇન્ડિયાના યુનિવર્સિટીમાં બાયોલૉજીનાં સેવાનિવૃત્ત માનદ પ્રોફેસર એમેરિટા સૂ કાર્ટર કહે છે, "પ્રાણીઓની અમુક એવી પ્રજાતિઓ છે, જે એકદમ ચુસ્ત રીતે મોસમી ધોરણે જ પ્રજનન કરે છે. દાખલા તરીકે ગાય. તેનો ગર્ભ બહુ મોટો હોય છે. તેથી તે માત્ર વસંતમાં જ બચ્ચાંને જન્મ આપે છે, જેથી બચ્ચું આવે ત્યારે ચારેય તરફ તાજું હરિયાળું ઘાસ હોય."

પક્ષીઓ પણ આવું કરે છે, પરંતુ માણસ સુદ્ધાં આવું કરે છે?

સૂ કાર્ટર કહે છે, "જાતીય અને સામાજિક વર્તનની બાબતમાં મનુષ્યો તકવાદી હોય છે. આ મામલામાં આપણે મોસમી નથી, પણ સેક્સ કરવાની તક મળશે તો મોટાભાગના લોકો એ તક છોડશે નહીં."

જન્મદરમાંની મોસમી પરિવર્તનશીલતા આને સમર્થન આપે છે. અમેરિકામાં સૌથી વધારે બાળકો સપ્ટેમ્બરમાં જન્મે છે. વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીમાં ન્યૂરોલૉજિકલ રિસર્ચના પ્રોફેસર ચેયર રેંડી નેલ્સન કહે છે, "તે ક્રિસમસ-નવા વર્ષની રજાઓને આભારી હોય છે, એવું લોકો કહે છે."

પ્રોફેસર નેલ્સન કહે છે, "મનુષ્યોમાં એવી કોઈ બ્રીડિંગ સિઝન જોવા મળી નથી, જે માત્ર જીવવિજ્ઞાનને આભારી હોય. જે ઉછાળો આવે છે તે કાયમ સામાજિક કે સાંસ્કૃતિક કારણસરનો હોય છે."

અનેક આદિવાસી ખેડૂત સમુદાયમાં પાક લણણીના બરાબર નવ મહિના બાદ સૌથી વધુ બાળકો જન્મતાં હોય છે.

શિયાળાના ચમકારા

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સંશોધન જણાવે છે કે બ્રિટન જેવા ઠંડા હવામાનવાળા દેશોમાં શિયાળામાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય થોડું નબળું થઈ જાય છે. દિવસ નાનો થઈ જાય છે. સૂર્યપ્રકાશ બહુ ઓછો મળે છે. ઠંડી બહુ હોય છે. તેથી લોકો મોટાભાગે ઘરમાં જ રહે છે. તેનાથી એકલતા અને ઉદાસી વધી જાય છે. ઓછો સૂર્યપ્રકાશ મળવાથી આપણા દિમાગમાં ઓછું સેરોટોનિન બને છે.

સેરોટોનિન એક ખાસ ન્યૂરો ટ્રાન્સમિટર છે, જે આપણી સર્કેડિયન રિધમ (ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરતી આપણી આંતરિક શારીરિક ઘડિયાળ) તેમજ આપણા વર્તન તથા મૂડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મૂળભૂત રીતે સેરોટોનિનનું નીચું સ્તર આપણાં જૈવિક કાર્યોને અસર કરે છે.

નેલ્સન સરળ શબ્દોમાં સમજાવે છે, "વાસ્તવમાં પાનખર અને શિયાળામાં આપણે જાણે કે ગુફાઓમાં રહેતા હોઈએ છીએ. મોટાભાગના લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. તેઓ અંધારામાં જાગે છે, કૃત્રિમ પ્રકાશમાં કામ કરે છે અને સાંજે અંધારામાં ઘરે પાછા ફરે છે. આપણા હૉર્મોન લેવલ્સ તથા ન્યુરોટ્રાન્સમીટર વગેરે સહિતનાં બધાં જૈવિક કાર્યોને ઑપ્ટિમાઇઝ કરવા માટે આપણી શારીરિક ઘડિયાળને 24 કલાકની જરૂર હોય છે. એ માટે માણસે તેજસ્વી પ્રકાશના સંપર્કમાં રહેવું પડે છે, પરંતુ શિયાળામાં આપણને તેજસ્વી પ્રકાશ ક્યારેય જોવા મળતો નથી."

કદાચ આ કારણસર જાતને સારી અનુભૂતિ કરાવવાનો કોઈને કોઈ રસ્તો લોકો શોધી જ લે છે. લોકો શિયાળામાં રોમાન્સ શોધતા હોય છે તેનું કારણ આ છે.

પ્રોફેસર નેલ્સન કહે છે, "શરીરનો દૈનિક લય બગડવાથી પણ ઉદાસી જેવાં લક્ષણ પેદા થઈ શકે છે અને કેટલાક ખાસ હૉર્મોન્સની કમી સર્જાઈ શકે છે. તેમાં ઑક્સિટોસિનનો પણ સમાવેશ થાય છે. તેની સાથે દિમાગમાં ડોપામાઇન અને સેરોટોનિન સાથે જોડાયેલી ક્રિયા-પ્રતિક્રિયા પણ ઓછી થઈ જાય છે. તેથી મને લાગે છે કે શિયાળામાં તમારું એવું વિચારતું થઈ જાય છે કે મને થોડું ડોપામાઇન જોઈએ છે. મને થોડું ઑક્સિટોસિન જોઈએ છે. અને એ કદાચ કોઈ માણસ જ મને આપી શકશે."

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઑક્સિટોસિનને 'લવ હૉર્મોન' કહેવામાં આવે છે. ખાસ કરીને એટલા માટે કે તે માતૃત્વ પ્રજનન, સામાજિક બંધન વિકસાવવામાં અને તણાવને ઘટાડવામાં ખાસ ભૂમિકા ભજવે છે. તે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આપણી રક્તશિરાઓમાં મુક્ત થાય છે અને આપણને સકારાત્મકતાનો અનુભવ કરાવે છે.

સૂ કાર્ટર કહે છે, "મનુષ્ય બહુ વધારે સામાજિક જીવ છે. આપણે ગામ બનાવીએ છીએ. શહેર વસાવીએ છીએ. સભ્યતાનું નિર્માણ કરીએ છીએ. તેના માટે આપણા શરીરમાં ખાસ વ્યવસ્થા છે. ઑક્સિટોસિન આપણને એકમેકની નજીક લાવે છે અને પાસે પણ રાખે છે."

આલિંગન અને સંભોગ સહિતના શારીરિક સ્પર્શથી પણ ઑક્સિટોસિનનું સ્તર વધે છે. તેથી પહેલીવારનો પ્રેમ કે હનીમૂનનો તબક્કો આટલો સારો લાગે છે.

શરીરની ગરમીની પણ પોતાની ભૂમિકા હોય છે. ગરમી અને ઠંડીની અનુભૂતિની બાબતમાં પુરુષો તથા મહિલાઓ વચ્ચે જૈવિક તફાવત હોય છે. મહિલાઓમાં તેમની ત્વચા અને સ્નાયુઓ વચ્ચે વધારે ચરબી હોય છે, જે ગરમીને ત્વચા તથા હાથ,પગ તેમજ નાકની ટોચ સુધી પહોંચતી અટકાવે છે. તેમનો ચયાપચય દર પુરુષો કરતાં ધીમો હોય છે. તેનાથી ગરમીનું ઓછું ઉત્પાદન થાય છે.

નેલ્સન કહે છે, "શિયાળામાં મન વિચારે છે કે મારા હાથ-પગ ગરમ કરી દે તેવું મારું પોતાનું કોઈ હોવું જોઈએ. તે એક અર્ધજાગ્રત વિચાર પ્રક્રિયા હોઈ શકે, પરંતુ તે શક્ય જરૂર છે."

ચિંતનનો સમય

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગાર્સિયા કહે છે, "બીજું કંઈ નહીં તો કફિંગ સિઝન આપણને એ જરૂર શીખવાડે છે કે સંબંધીઓ સાથે આપણો પોતાનો સંબંધ કેવો છે. ખાસ કરીને તહેવારોમાં આપણે પરિવારજનો અને દોસ્તોથી ઘેરાયેલા હોઈએ ત્યારે થોડા થંભીને વિચારવાનો સમય મળે છે કે આગામી રજાઓમાં હું કોની સાથે ઘરે પાછો આવીશ? મને કેવી વ્યક્તિ જોઈએ છે?"

આપણા સમાગમ અને ડેટિંગમાં, આ ગ્રહ પરની કોઈપણ અન્ય પ્રજાતિઓ કરતાં આપણું કુટુંબ અને સંબંધીઓની દખલ વધારે હોય છે, એમ જણાવતાં ગાર્સિયા ઉમેરે છે, "ભલે સ્પષ્ટ દબાણ ન હોય, પરંતુ કૌટુંબિક દબાણ તો હોય જ છે. "

"આપણે આપણા લોકોની વચ્ચે હોઈએ છીએ ત્યારે વારંવાર યાદ કરાવવામાં આવે છે કે સમાજને આપણી પાસેથી પાર્ટનરની અને પોતાનો પરિવાર બનાવવાની આશા છે. આવું વિશુદ્ધ રીતે માત્ર માણસોમાં જ હોય છે.

ફરી સવાલ થાય કે કફિંગ સીઝન પાછળ કોઈ વિજ્ઞાન છે? મને પૂર્ણ ખાતરી નથી. નિષ્ણાતો જણાવે છે તેમ, સમાગમની માનવીય ઇચ્છા અને વર્તન મોસમી નથી. તેથી તે સામાજિક અને સાંસ્કૃતિક પેટર્ન જેવું લાગે છે, પરંતુ તમને અલગ રીતે અનુભૂતિ થતી હોય તે શક્ય છે.

આધુનિક ડેટિંગના સંદર્ભમાં જનરેશન ઝેડ અને મિલેનિયલ્સ, રોમેન્ટિક સંબંધોનો અર્થ તેમના માટે શું છે તેનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યા છે. ડેટિંગ ટ્રેન્ડ્સ આવે છે અને જાય છે. દાખલા તરીકે, ડેટિંગ એપ્લિકેશન્શની ઘટતી લોકપ્રિયતા તેના ફિક્કા પડવાનો પુરાવો છે.

રોમાન્સની મોસમ શિયાળો, ઠંડીમાં લવ રોમાન્સ અને સેક્સ, ક્રિસમસ અને તહેવાર દરમિયાન પરિવારની સાથે, રિલેશનશિપ કમ્પેનિયનશિપમાં રોમાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લોકલ એરિયામાં સેંકડો પ્રોફાઇલ્સ પર સ્વાઇપ કરવાનું અગાઉ રોમાંચક લાગતું હતું, પરંતુ હવે તેનો થાક લાગે છે.

2025ના ઉનાળામાં પ્રકાશિત ફોર્બ્સ હેલ્થના એક સર્વેનું તારણ જણાવે છે કે અમેરિકામાં ડેટિંગ ઍપના 78 ટકા યૂઝર્સ બર્નઆઉટનો સામનો કરી રહ્યા છે. તેઓ ક્યારેક-ક્યારેક કે કાયમ ભાવનાત્મક રીતે કે શારીરિક રીતે થાકની અનુભૂતિ કરી રહ્યા છે.

ડેટિંગ કલ્ચરમાં વ્યાપક પરિવર્તન થઈ રહ્યું છે. ગાર્સિયા કહે છે, "તેનું એક મોટું કારણ મને એ લાગે છે કે આજકાલ પોતાની ક્ષમતાના સંપૂર્ણ ઉપયોગ કરવા પર વધારે જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને યુવાઓ એવું વિચારે છે કે પહેલાં મારે મારી જાતને બહેતર બનાવવી પડશે. કારકિર્દી સેટ કરવી પડશે. માનસિક રીતે મજબૂત થવું પડશે. એ પછી હું રિલેશનશિપમાં આગળ વધીશ."

યાદ રાખો, માણસ સામાજિક પ્રાણી છે. ગાર્સિયા કહે છે, "તમે એક સંબંધમાં પરિપકવ થાઓ છો, તમે ભૂલો કરો છો, તમે શીખો છો અને તમને ખબર પડે છે કે તમે કોણ છો તથા તમે સંબંધમાંથી શું ઇચ્છો છો. તેના માટે રિલેશનશિપ એક માર્ગ છે."

આવું હોય તો મારે સ્વાઇપ કરવાનું શરૂ કરવું જોઈએ. વાસ્તવમાં હું બંધનમાં બંધાઉં એવી વ્યક્તિ પણ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન