‘પઠાન’ ફિલ્મને લઈને વિવાદ વકર્યો, વિશ્વ હિંદુ પરિષદની ગુજરાત પાંખે શું કહ્યું?

પઠાન ફિલ્મ

ઇમેજ સ્રોત, YRF P

બોલીવૂડના ‘કિંગ ખાન’ કહેવાતા શાહરુખ ખાન પાછલા અમુક સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહોતા.

તાજેતરમાં તેમની આગામી ફિલ્મ ‘પઠાન’ને લઈને તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે.

‘પઠાન’ ફિલ્મના એક ગીત ‘બેશર્મ રંગ’ને લઈને હાલ વિવાદ સર્જાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ ગીતને ‘ધર્મ સાથે જોડીને’ તેને ‘હિંદુઓની ભાવનાઓને ઠેસ’ પહોંચાડનાર ગણાવી રહ્યા હતા.

જે બાદ ફિલ્મના બહિષ્કારની માગણી ઊઠવા લાગી હતી. અને સોશિયલ મીડિયા પર પણ ‘બૉયકૉટપઠાન’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

ગુરુવારે 28મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં ‘સોશિયલ મીડિયા અને સંકીર્ણતા’ મુદ્દે વાત કરીને ફરી શાહરુખ ખાન ફરી એક વાર ચર્ચામાં આવ્યા હતા. ઘણા તેમનાં આ નિવેદનોને સોશિયલ મીડિયા પર ‘પઠાન’ના બૉયકૉટ અંગે ચાલી રહેલ પ્રવૃત્તિઓના જવાબ સ્વરૂપે જોઈ રહ્યા છે.

આ સમારોહમાં જ અમિતાભ બચ્ચને પણ ‘અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય’ પર વાત કરી હતી જેની ચર્ચા થઈ રહી છે.

નોંધનીય છે કે અગાઉ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે જો ગીતનાં ‘દૃશ્યો અને વેશભૂષા ઠીક ન કરાયાં તો ફિલ્મને મધ્ય પ્રદેશમાં અનુમતિ અપાશે કે નહીં તે અંગે વિચાર કરાશે.’

આ સિવાય મધ્ય પ્રદેશ ઉલેમા બોર્ડે પણ ‘ફિલ્મનાં દૃશ્યો દ્વારા મુસ્લિમોની બદનક્ષી કરાઈ રહી’ હોવાનું જણાવી ‘ફિલ્મની રિલીઝ અટકાવાની’ વાત કરી હતી.

ગુજરાતના વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે ટ્વીટ કરીને ફિલ્મને ‘ગુજરાતમાં રિલીઝ’ ન થવા દેવાની વાત કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગ્રે લાઇન

શું છે વિવાદ?

પઠાન

ઇમેજ સ્રોત, ANI

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાનનું પ્રથમ ગીત ‘બેશર્મ રંગ’ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયું પરંતુ આ સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારની માગ ઊઠવા લાગી હતી.

ગીતમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન વચ્ચે કેમિસ્ટ્રી દેખાડાઈ છે અને એક જગ્યાએ દીપીકાએ ‘ભગવા રંગ’ની બિકિની પહેરી છે.

અમુક લોકો આ ગીતને બેહૂદું અને અશ્લીલ ગણાવી દીધું, તો અમુકે તેને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડનાર ગણાવ્યું છે.

ઘણા લોકોનું કહેવું છે કે દીપિકાનાં કપડાંનો રંગ ભગવો છે અને જે ગીતનું આ દૃશ્ય છે તેનું નામ ‘બેશર્મ રંગ’ છે. ભગવા રંગને સામાન્યપણે હિંદુ ધર્મ સાથે જોડવામાં આવે છે.

અમિતાભ અને શાહરુખનાં નિવેદનો અંગે સોશિયલ મીડિયામાં લોકો આગળ આવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગ્રે લાઇન

અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની ટિપ્પણી

28મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં અમિતાભે પણ હાજરી આપી હતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 28મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં અમિતાભે પણ હાજરી આપી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુરુવારે 28મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વાત કરતાં અમિતાભ બચ્ચને ભારતીય સિનેમામાં સેન્સરશિપનો મુદ્દો ઉઠાવતાં કહ્યું, “મને વિશ્વાસ છે કે મંચ પરના મારા સહયોગી એ વાતે સંમત થશે કે હજુ પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે.”

શાહરુખ ખાને કહ્યું કે ‘સોશિયલ મીડિયા વિચારોની સંકીર્ણતાના આશરે ચલાવાઈ રહ્યું છે.’

શાહરુખ ખાને કહ્યું કે સોશિયલ મીડિયાની નકારાત્મકતાથી વિભાજનકારી અને વિનાશકારી નૅરેટિવ તૈયાર થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે આવા સમેય સિનેમાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. શાહરુખે સિનેમાને તેનું કાઉન્ટર નૅરેટિવ ગણાવ્યું.

તેમણે કહ્યું કે, “સિનેમા અને હવે સોશિયલ મીડિયા માનવીય અનુભવ અને ભાવનાઓને વ્યક્ત કરવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે.”

“હવે આપણા સમયમાં સામૂહિક નૅરેટિવને સોશિયલ મીડિયા આકાર આપી રહ્યું છે. આ ધારણાની વિપરીત સોશિયલ મીડિયા સિનેમાને નકારાત્મક રીતે પ્રભાવિત કરશે, મારું માનવું છે કે સિનેમાને હજુ વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની રહેશે.”

તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા વિચારોની સંકીર્ણતાથી ચાલે છે જે માનવ સ્વભાવને તેના નીચલા સ્તર સુધી સીમિત રાખે છે.

શાહરુખે કહ્યું, “નકારાત્મકતા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે છે અને આ રીતે તેના વ્યાવસાયિક મૂલ્યને પણ.”

“આ કારણોને લીધે સામૂહિક નૅરેટિવને બળ મળ્યું છે, જે સોશિયલ મીડિયાને વિભાજનકારી અને વિનાશકારી બનાવે છે.”

તેમણે કહ્યું કે, “સિનેમા સરળ સ્વરૂપે કહાણીઓને દેખાડીને, માનવ સ્વભાવની કમજોરીઓને ઉજાગર કરે છે. તે આપણને એકબીજા સાથે સારી રીતે જાણવાની તક આપે છે. આવી રીતે સિનેમા દર્શકોના મોટા સમૂહ સાથે, એક કાઉન્ટર નૅરેટિવ બનાવી રાખવા માટે સૌથી સારી સ્થિતિમાં છે.”

બીબીસી ગુજરાતી

સોશિયલ મીડિયા પર આવી રહી છે પ્રતિક્રિયા

રોહિણી સિંહે ટ્વિટર પર લખ્યું, “કલ્પના કરો ફાસીવાદ અને અસંમતિ વ્યક્ત કરનારા લોકોને કચડવાની પ્રવૃત્તિ કેટલી હદે વધી ચૂકી છે અમિતાભ બચ્ચનને નાગરિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પર બોલવું પડ્યું.”

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નિધિ રઝદાને ટ્વિટર પર લખ્યું, “અમિતાભ બચ્ચને નાગરિક સ્વતંત્રતા પર દુર્લભ ટિપ્પણી કરી છે. શું બોલીવૂડે હવે પરિસ્થિતિનો સામનો કરવાની શરૂઆત કરી દીધી છે.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 3

શાહરુખના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં એક યૂઝરે લખ્યું, “સિનેમા વિરુદ્ધ નફરતથી પ્રેરિત અભિયાન ચાલી રહ્યાં હો તો શાહરુખ ખાન સિનેમાનો બચાવ કરી રહ્યા છે.”

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 4

એક યૂઝરે શાહરુખના આ નિવેદનની પ્રશંસા કરી.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 5

રેડ લાઇન
રેડ લાઇન