ગાયને આલિંગન કરવાથી માનસિક તણાવ દૂર થાય?

    • લેેખક, બીબીસી ટ્રાવેલ,
    • પદ, નેધરલૅન્ડ્ઝ
  • ગાયને આલિંગન કરવાને ડચ ભાષામાં કોવ ક્લુગેલેન કહે છે
  • માનસિક સ્વાસ્થ્યના સંદર્ભ તેનાથી અનેક લાભ થતા હોવાને કારણે આ પ્રથા વૈશ્વિક સ્તરે વધારેને વધારે સ્વીકાર્ય બની રહી છે
  • હવે નેધરલૅન્ડ્ઝની આ સેલ્ફ-કેર એટલે કે જાતની સંભાળ લેવાની રીત તેનો અમલ કરનારાઓને શાંતિ અને ખુશહાલીની ખાતરી આપી રહી છે
  • ગાયને આલિંગન કરવા જતા લોકો સામાન્ય રીતે ખેતરમાં જાય છે અને પછી ગાયની સામે એક-બે કે ત્રણ કલાક આરામ કરે છે
  • ગાયનાં શરીર પર હાથ ફેરવવો કે તેની સામે આરામ કરવો એ બધું ઉપચારાત્મક ક્રિયાનો એક હિસ્સો છે
  • ગાયને આલિંગન આપવાની આ નવી રીત, માણસ દ્વારા પ્રાણીને છાતી સરસું ચાંપવાના સહજ હીલિંગ ગુણધર્મો પર કેન્દ્રીત છે

ગાયને આલિંગન કરવું અથવા ડચ ભાષામાં જેને કોવ ક્લુગેલેન કહે છે તે સુખાકારીપૂર્ણ જીવનના વલણ કરતાં કંઈક વધુ છે.

માનસિક સ્વાસ્થ્યના સંદર્ભ તેનાથી અનેક લાભ થતા હોવાને કારણે આ પ્રથા વૈશ્વિક સ્તરે વધારેને વધારે સ્વીકાર્ય બની રહી છે.

ગોટ યોગ એટલે કે બકરી યોગથી માંડીને સાઉન્ડ બાથ સુધીના, મન તથા શરીરને શાંત કરવાના હેતુસરના વેલનેસ ટ્રૅન્ડ્ઝથી જગત છલકાઈ રહ્યું છે.

હવે નેધરલૅન્ડ્ઝની આ સેલ્ફ-કેર એટલે કે જાતની સંભાળ લેવાની રીત તેનો અમલ કરનારાઓને શાંતિ અને ખુશહાલીની ખાતરી આપી રહી છે.

ગાયના આલિંગનમાં સાજા કરવાના ગુણધર્મો?

ગાયને આલિંગન આપવાની આ નવી રીત, માણસ દ્વારા પ્રાણીને છાતી સરસું ચાંપવાના સહજ હીલિંગ ગુણધર્મો પર કેન્દ્રીત છે.

ગાયને આલિંગન કરવા જતા લોકો સામાન્ય રીતે ખેતરમાં જાય છે અને પછી ગાયની સામે એક-બે કે ત્રણ કલાક આરામ કરે છે.

ગાયનું ઉષ્ણતાભર્યું શરીર, ધીમા ધબકારા અને વિશાળ કદ તેમને ભેટવાનો અનુભવ આનંદદાયક બનાવી શકે છે.

ગાયનાં શરીર પર હાથ ફેરવવો કે તેની સામે આરામ કરવો એ બધું ઉપચારાત્મક ક્રિયાનો એક હિસ્સો છે.

ગાયને આલિંગનનો નેધરલેન્ડ્ઝમાં ટ્રૅન્ડ

ગાયને આલિંગન કરવાથી સકારાત્મકતાને પ્રોત્સાહન મળે છે અને સામાજિક મેળાપને કારણે માણસના શરીરમાં ઑક્સીટોસિન હૉર્મોનનું પ્રમાણ વધવાને કારણે માનસિક તણાવ ઘટે છે, એવું માનવામાં આવે છે.

પાળેલા પ્રાણીને આલિંગન કરવાથી શાતાનો અનુભવ થાય છે તેમ મોટાં સસ્તન પ્રાણીને આલિંગન કરવાથી વધારે શાંતિનો અનુભવ થતો હોય એવું લાગે છે.

ગાયને આલિંગન કરવાની આ આરોગ્યપ્રદ પ્રથા ગ્રામ્ય નેધરલૅન્ડ્ઝમાં એક દાયકા કરતાં પણ વધારે સમય પહેલાં શરૂ થઈ હતી અને હવે તે લોકોને પ્રકૃતિ તથા ગ્રામ્યજીવનની નજીક લાવવાના વ્યાપક ડચ અભિયાનનો એક હિસ્સો બની ગઈ છે.

આજે રોટરડેમ, સ્વિટઝર્લેન્ડ અને અમેરિકાના ખેતરોમાં ગાયને આલિંગન આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે અને માનસિક તાણને દૂર ભગાવતી આનંદપ્રેરક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આલિંગનનો આ અનુભવ પ્રાણીઓ માટે પણ આનંદપ્રદ હોય છે. એપ્લાઇડ એનિમલ બિહેવિયર સાયન્સ જર્નલમાં 2007માં પ્રકાશિત એક અભ્યાસનાં તારણ જણાવે છે કે ગાયની પીઠ અને ગળાના ચોક્કસ ભાગ પર હાથ ફેરવવામાં આવે, મસાજ કરવામાં આવે ત્યારે ગાય પણ અત્યંત હળવાશની અનુભૂતિના સંકેત આપે છે.

પ્રાણીઓ સાથેનો હૃદયપૂર્વકનો સંબંધ ખુશહાલ જીવનશૈલીનો એક ભાગ હશે એવું લાગે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો