You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બનવાની રેસમાં કેટલા આગળ?
- લેેખક, ક્રિસ મેસન
- પદ, રાજકીય સંપાદક, બીબીસી ન્યૂઝ
- બ્રિટનમાં સત્તામાં ફરી એક વાર પરિવર્તન થઈ રહ્યું છે
- ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના પીએમ બનવાની રેસમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે
- બોરિસ જૉન્સન સારી રીતે સમજે છે કે પાર્ટી સાંસદોની મરજી વિના તેઓ આ રેસ જીતી જાય તો પણ કોઈ કામની નથી
- બ્રિટનમાં હાલમાં સતત વધતી મોંઘવારી અને નાણાકીય સ્થિતિ ચિંતાજનક બની છે
બ્રિટન ફરી એક વાર નવા વડા પ્રધાન ચૂંટવાની તૈયારી કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં વડા પ્રધાનપદની રેસમાં લિઝ ટ્રસ સામે હારેલા ભારતીય મૂળના ઋષિ સુનક હવે પીએમ બનવાની રેસમાં સૌથી મજબૂત દાવેદાર બની ગયા છે.
પૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન રેસમાંથી બહાર નીકળી ગયા હોવાથી હવે સુનક વડા પ્રધાન બને તેવી પૂરી શક્યતા છે.
હવે ઋષિ સુનક આ રેસમાં ત્યારે જ હારી શકે જ્યારે આ પદનાં અન્ય દાવેદાર પેની મોરડૉન્ટ લંચ ટાઇમ સુધી પોતાના સમર્થક સાંસદોની સંખ્યામાં અનેક ગણો વધારો કરે.
જો એમ નહીં થાય તો ઋષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટી લેવાશે અને તેઓ બ્રિટનના વડા પ્રધાન બની જશે.
એટલે કે આ અઠવાડિયાના અંત સુધીમાં બ્રિટનને એક નવા વડા પ્રધાન મળી જશે.
સાત અઠવાડિયાંમાં ત્રીજી વ્યક્તિ બ્રિટનના વડા પ્રધાન બનવા જઈ રહી છે.
અસ્થિરતા અને ચિંતાજનક માહોલ
આ એક અભૂતપૂર્વ અસ્થિરતાનો સમય છે અને આ અંગત વાતચીતમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મોટા ભાગના સભ્યો આ મામલે સહમત છે. પાર્ટીના સભ્યોને એ વાતની પણ ચિંતા છે કે આ વિચિત્ર સર્કસથી પાર્ટીની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
અમારામાંથી જે પત્રકારોને આ ઘટનાક્રમને કવર કરવાનો મોકો મળ્યો છે, એ બધા જાણે છે કે આ વીકેન્ડ રાજકીય રીતે કંઈક પરિચિત જેવો લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલી વાર નથી કે વેસ્ટમિંસ્ટરમાં લોકો પૂછી રહ્યા છે કે 'હવે બોરિસ જૉન્સન શું કરશે?'
બોરિસ જૉન્સન કૅરિબિયન પ્રદેશથી પાછા ફર્યા અને શનિવાર-રવિવારે ફોન કરીને સાંસદોનો મૂડ પારખવાની કોશિશ કરી. થોડાં અઠવાડિયાં પહેલાં જ આ સાંસદોએ બોરિસ જૉન્સનને રાજીનામું આપવા મજબૂર કર્યા હતા.
તેઓ જાણવા માગતા હતા કે બદલાયેલી સ્થિતિમાં તેમની પાર્ટીના સાંસદોની તેમના પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ છે કે નહીં.
બોરિસ જૉન્સનના પ્રયાસ
શનિવારે બપોરથી તેમની ટીમ જણાવતી હતી કે તેમની સાથે પૂરતી સંખ્યામાં સાંસદો છે. બ્રિટનના કૅબિનેટમંત્રી જૈકબ રીસ-મૉગે તો જાહેરમાં તેનો દાવો કર્યો હતો.
વધુ એક મંત્રી ક્રિસ હીટન-હૈરિસ તો તેમનાથી પણ આગળ વધી ગયા. તેમણે દાવો કર્યો કે બોરિસ જૉન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર બનવાની દાવેદારી માટે જરૂરી કાગળ કાર્યવાહી પૂરી કરીને તેને પાર્ટી સમક્ષ રાખી ચૂક્યા છે.
તેનો સ્પષ્ટ મતલબ હતો કે તેઓ પદની રેસમાં સામેલ છે.
જોકે આ બધું એક પ્રતિક્રિયા રૂપે હતું, કેમ કે જો બોરિસ જૉન્સન પાછા ફરે તો પણ તેઓ મુશ્કેલીમાં ફસાઈ શકે તેમ છે. સરળ ભાષામાં કહું તો આવા મુદ્દાઓની ભરમાર છે.
જોકે બોરિસ જૉન્સન સાથે ઊભેલા લોકો પણ તેમની કોઈ વાત પર વિશ્વાસ નથી કરતા.
આવા જ એક સાંસદે મને અંગત રીતે કહ્યું કે જો બોરિસ જૉન્સનને કોવિડ દરમિયાનની પાર્ટી મામલે સંસદમાં તપાસનો સામનો કરવાનો ન આવ્યો હોત તો સ્થિતિ બિલકુલ અલગ હોત.
સાંસદે મને જણાવ્યું કે જો તેમની સામે તપાસ ન થતી હોત તો તેઓ ફરી એક વાર વડા પ્રધાનની રેસમાં હોત.
પરંતુ હવે તેઓ આ રેસમાં સામેલ છે.
અને તેઓ આ રેસમાં માત્ર એટલા માટે નથી કે તેમની પાસે સંખ્યાબળ નથી. એવું લાગે છે કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના એક તૃતીયાંશ સાંસદોને પણ પોતાની સાથે ઊભા ન કરી શક્યા.
બોરિસ જૉન્સન આ વાતને બહુ સારી રીતે સમજે છે કે પાર્ટી સાંસદોની મરજી વિના તેઓ આ રેસ જીતી જાય તો પણ તેમની જીત બેઈમાની જેવી હશે. સંસદીય દળના સમર્થન વિના પીએમની જવાબદારી નિભાવવી કેટલી મુશ્કેલી છે એ તેમને ખબર છે.
વધુ એક પરિવર્તન
તો એટલા માટે બ્રિટનમાં સત્તામાં ફરી એક વાર પરિવર્તન થઈ રહ્યું છે.
મને ખબર મળ્યા છે કે બ્રિટનના સમ્રાટ કિંગ ચાર્લ્સ તૃતીય સોમવારે સાંજે લંડનમાં હશે. જો પાર્ટીમાં હરીફાઈ ન થઈ અને આજે બપોરે ઋષિ સુનકને ચૂંટી લેવાયા તો કદાચ તેઓ મંગળવાર સુધી વડા પ્રધાનપદ પર બેસવા માટે રાહ જોશે, જેથી તેઓ દિવસ દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ કરી શકે.
પરંતુ જોઈએ કે શું થાય છે. બની શકે કે હવે પાર્ટીમાં નેતાપદ માટે હરીફાઈ થાય.
જોકે એ પણ મહત્ત્વનું છે કે જીતનાર વ્યક્તિના ભાગમાં એ સમસ્યાઓ પણ આવશે જે પદ છોડી ચૂકેલાં લિઝ ટ્ર્સના ભાગે આવી હતી.
આ સમસ્યાઓ છે- ખરાબ રીતે વિભાજિત કન્ઝર્વેટિવ પાર્ટી, સતત વધતી મોંઘવારી, ચિંતાનજક નાણાકીય સ્થિતિ અને વિપક્ષના તાબડતોબ હુમલા.
પરંતુ એ પણ આશા છે કે કન્ઝર્વેટિવ પાર્ટીની દરેક તબાહીમાંથી ઊગરીને મજબૂત થવાની ભૂખ ફરીથી જાગી જશે.
જો આવું નહીં થાય તો આ મુશ્કેલ કામ જલદી અશક્ય થઈ જશે.
કેવી રીતે થાય છે દાવેદારી?
બ્રિટનમાં આ સમયે કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતિ છે. બોરિસ જૉન્સનના હટ્યા બાદ લિઝ ટ્રસ વડાં પ્રધાન બન્યાં હતાં.
હવે પાર્ટીએ ફરી નવા નેતા ચૂંટવાના છે. જે પાર્ટીના નેતા તરીકે ચૂંટાશે એ જ આગામી પીએમ પણ હશે.
કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતા બનવાની પસંદગી માટે 100 સાંસદના હસ્તાક્ષર જરૂરી હોય છે. આ પ્રક્રિયા સાર્વજનિક તો નથી, પણ પાર્ટીની '1922 કાર્યકારિણી' નવા નેતાની ચૂંટણી કરે છે.
આ પ્રક્રિયા કોઈ પ્રકાશિત ડૉક્યુમેન્ટમાં નથી. બીબીસી સંવાદદાતા હેલેન કેટે આ પ્રક્રિયા સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે વાત કરી.
કન્ઝર્વેટિવ પાર્ટીના બે સાંસદોએ ઉમેદવારના નામનો પ્રસ્તાવ રાખવાનો હોય છે. આ બંને સાંસદનાં નામ સાર્વજનિક કરાય છે. બાદમાં 98 અન્ય સાંસદો આ પ્રસ્તાવનું સમર્થન કરે છે. આ સાંસદો પોતાનું નામ ગુપ્ત રાખી શકે છે.
પદના ઉમેદવાર ફોન અને ઇમેલના માધ્યમથી સાંસદોના પ્રસ્તાવક બનવા માટે તૈયાર કરી રહ્યા છે, જેથી 1922 કાર્યકારિણીમાં પોતાનું ફૉર્મ જમા કરાવી શકે.
હેલેન કેટ અનુસાદ ત્યાર બાદ પાર્ટી એ ચેક કરશે કે જેમનું નામ ફૉર્મમાં પ્રસ્તાવક તરીકે છે, તેઓ ખરેખર ઉમેદવાર સાથે છે કે નહીં.
ભારતીય સમયાનુસાર નૉમિનેશન દાખલ કરવાની અવધિ આજે સાંજે સાડા છ વાગ્યે સમાપ્ત થઈ જશે. જો એકથી વધુ સાંસદ નૉમિનેશન દાખલ કરે તો રાતે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો