You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઋષિ સુનકને હરાવનારાં લિઝ ટ્રસનો બ્રિટનના રાજકારણમાં કેવો દબદબો છે?
યુનાઇટેડ કિંગડમમાં બોરિસ જોનસનની કૅબિનેટમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનકની ક્ષમતા અને લોકપ્રિયતા છતાં દેશના આગામી વડા પ્રધાનની પ્રતિષ્ઠિત હોદ્દાની રેસમાં તેમની હાર નિશ્ચિત હતી.
તેમનાં પ્રતિદ્વંદ્વી અને દેશનાં વિદેશમંત્રી લિઝ ટ્રસ ચૂંટણીમાં તેમના કરતાં ઘણાં આગળ રહ્યાં હતાં.
લિઝ ટ્રસને ભારતીય મૂળના ઋષિ સુનક સામેની સ્પર્ધામાં 80 હજાર કરતાં વધુ મત મળ્યા હતા. લિઝ ટ્રસને કુલ 81,326 અને સુનકને 60,399 મત મળ્યા હતા. કુલ મતદારો પૈકી 82.6 ટકાએ મતદાન કર્યું હતું.
આમ અંતે લિઝ ટ્રસ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીનાં લીડરની ચૂંટણી જીત્યાં હતાં.
તેઓ મંગળવારે બાલમોરલ ખાતે બ્રિટનનાં મહારાણી સાથેની મુલાકાત બાદ વડાં પ્રધાન બનશે.
પાર્ટીના સાંસદોના મતદાનના પાંચ રાઉન્ડમાં તેમણે પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને પાછળ છોડી દીધા ત્યારે જાણકારો તેમને વિજેતા તરીકે જોવા લાગ્યા હતા.
તેમણે અલગ-અલગ બેઠકોમાં ઘણા ઍસોસિયેશનો સાથે સારા સંબંધ બનાવ્યા છે.
ઘણા મામલામાં તેઓ એક કન્ઝર્વેટિવ પાર્ટીનાં પારંપરિક સાંસદ કરતાં અલગ રહ્યાં છે.
કારકિર્દીની પ્રથમ બે ચૂંટણીઓ હારી જનારાં મૅરી એલિઝાબેથ ટ્રસનો જન્મ 1975માં ઑક્સફર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતશાસ્ત્રી અને માતા નર્સ હતાં. ટ્રસ પ્રમાણે તેઓ 'ડાબેરી' હતાં.
ટ્રસના કેટલાક નિર્ણયોની આકરી ટીકા પણ થઈ ચૂકી છે. ત્યારે જાણીએ શા માટે યુકેની રાજનીતિમાં લિઝ ટ્રસનો દબદબો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો