You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે હૈદરઅલીએ અંગ્રેજોને માત્ર 26 મિનિટમાં ધૂળ ચાટતા કરી દીધા
- લેેખક, ફૈસલ મોહમ્મદઅલી
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
- હૈદરઅલી અને એમના ઉત્તરાધિકારી ટીપુ સુલતાને બ્રિટિશરો સામે 30 વર્ષમાં 4 યુદ્ધ કર્યાં હતાં.
- કૅનેડાના એડમન્ટનથી બીસીસી સાથે ટેલિફોનિક વાત કરતાં ઇતિહાસકાર અમીન અહમદે કહ્યું કે એના બે સ્રોત જોવા મળે છે.
- બ્રિટિશ સૈન્યમાં લેફ્ટનન્ટ જનરલ ઍન્કાસ્ટરના ડ્યૂક પ્રેગ્રીન બર્ટીને પોતાના એક ઘોડાનું નામ (1765) હૈદરઅલી રાખ્યું હતું.
- હૈદરઅલી નામના ઘોડાના વંશજ બાબતે અમેરિકાના પોર્ટ્સમાઉથમાં છપાયેલા એક પૅમ્ફ્લેટનો ઉલ્લેખ અમીન અહમદે લખેલા એક લેખમાં મળે છે
આશરે બસો વર્ષ કરતાં પણ જૂની આ વાત છે. જ્યારે અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈમાં એક અમેરિકન યુદ્ધજહાજે પોતાના કરતાં ખૂબ મોટા બ્રિટિશ જહાજ જનરલ મોંકને માત્ર 26 મિનિટના યુદ્ધમાં હરાવીને સરેન્ડર થવા મજબૂર કરી દીધું હતું.
અમેરિકન જહાજનું નામ હતું - હૈદરઅલી. મૈસૂરના શાસક હૈદરઅલીના નામ પરથી. હા, થોડાક બદલાયેલા સ્વરૂપે.
અંગ્રેજી શબ્દ Allyનો અર્થ થાય છે - સાથી, મિત્ર.
8 એપ્રિલ, 1782ની સવારે થયેલા યુદ્ધની આ ઘટના અમેરિકન નૌસેનાના ઇતિહાસમાં નોંધાયેલી છે અને અમેરિકન નૌકાના કૅપ્ટન જોશુઆ બર્નીના ફૅમિલી ઍસોસિયેશન અનુસાર ડેલાવરની ખાડીમાં થયેલા આ યુદ્ધસંબંધિત પેન્ટિંગ યુએસ નેવલ અકૅડૅમીમાં પણ મુકાયું છે.
જેમ્સ ફેનિમોર કૂપરે તેને અમેરિકન નૌકાદળના ઇતિહાસમાં 'અમેરિકન ધ્વજ હેઠળની સૌથી પ્રભાવશાળી ઘટનાઓમાંની એક' તરીકે વર્ણવી છે, કદાચ કારણ એ હતું કે 'બ્રિટન પર અમેરિકન નૌકાદળની આટલી મોટી પ્રથમ જીત હતી'.
ભૂમિયુદ્ધમાં બ્રિટિશ જનરલ લૉર્ડ ચાર્લ્સ કૉર્નવૉલિસ પહેલાં જ, ઈ.સ. 1781માં અમેરિકન કમાન્ડર ઇન ચીફ જૉર્જ વૉશિંગ્ટનની સામે ઘૂંટણિયે પડી ગયા હતા.'
હૈદરઅલીનું નામ અમેરિકા કઈ રીતે પહોંચ્યું?
મૈસૂર વિશ્વવિદ્યાલયના ઇતિહાસ વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર સેબસ્ટિયન જૉસફે કહ્યું કે, "18મી સદીના મધ્યથી જ દક્ષિણ ભારતીય રાજ્ય મૈસૂરની વૈશ્વિક ઓળખ હતી."
બીબીસી સાથેની વાતચીતમાં પ્રોફેસર જૉસફે કહ્યું, "1757ના પ્લાસીના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉત્તર ભારતમાં એક ક્ષેત્રિય શક્તિ તરીકે ઊભરી હતી. પરંતુ હૈદરઅલી અને એમના ઉત્તરાધિકારી ટીપુ સુલતાને બ્રિટિશરો સામે 30 વર્ષમાં 4 યુદ્ધ કર્યાં અને એમને દક્ષિણના મોટા ક્ષેત્રથી દૂર રાખ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
""એ દરમિયાન 1783માં અમેરિકાનું સ્વતંત્રતા આંદોલન સમાપ્ત થઈ ગયું અને એક નવા દેશ અમેરિકાનો જન્મ થયો."
જોકે, ઇતિહાસકાર રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તક 'મૉડર્ન સાઉથ ઇન્ડિયાઃ એ હિસ્ટરી ફ્રૉમ ધ સેવન્ટિન સેન્ચુરી ટુ અવર ટાઇમ્સ'ના સંદર્ભમાં 'અરબ સાગર અને બંગાળની ખાડીના કારણે યુરોપીય દેશો જેવા કે, પોર્ટુગલ, હૉલૅન્ડ, ઇન્ગ્લૅન્ડ અને ફ્રાન્સના પ્રભાવ' અને એ સંબંધે એની સાથેના જોડાણની વાત કરી છે.
પરંતુ સવાલ એ છે કે હૈદરઅલીનું નામ ભારતથી સેંકડો માઈલ દૂરના દેશ અમેરિકા અને અમેરિકન સ્વાતંત્ર્યસૈનિકો સુધી કઈ રીતે પહોંચ્યું?
બ્રિટનમાં ટીપુ અને હૈદરનાં નામ શા માટે રાખવામાં આવતાં હતાં?
કૅનેડાના એડમન્ટનથી બીસીસી સાથે ટેલિફોનિક વાત કરતાં ઇતિહાસકાર અમીન અહમદે કહ્યું કે એના બે સ્રોત જોવા મળે છે. ફ્રાન્સના સૈનિક અધિકારીઓએ અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય આગેવાનોને લખેલી ચિઠ્ઠીઓ અને ઘોડા.
ઍન્કાસ્ટરના ડ્યૂક પ્રેગ્રીન બર્ટીને, જે બ્રિટિશ સૈન્યમાં જનરલ અને લેફ્ટનન્ટ જનરલ પણ હતા, ઘોડાની રેસના શોખીન હતા અને એમણે પોતાના એક ઘોડાનું નામ (1765) હૈદરઅલી રાખ્યું હતું.
થોડાં વરસો પહેલાં હૈદરઅલીએ પોતાને મૈસૂરના શાસક તરીકે સ્થાપિત કરી દીધા હતા અને એ દરમિયાન ત્રિવાદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને માતનો સામનો કરવો પડ્યો હતો. ટીપુ સુલતાને પણ નાની ઉંમરથી જ કંપનીનાં થાણાં પર હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.
એ દરમિયાન ઇંગ્લૅન્ડમાં રેસના ઘોડાના એક બ્રીડરે પોતાને ત્યાં જન્મેલા ઘોડાના એક વછેરાનું નામ ટીપુસાહેબ રાખી દીધું. પછીથી એ જ ઘોડાઓના વંશનો એક ઘોડો અમેરિકા મોકલવામાં આવ્યો અને ત્યાં પણ ઘોડાઓનું નામ મૈસૂરના શાસકના નામ પરથી રાખવાની પરંપરા થઈ ગઈ.
હૈદરઅલી નામના ઘોડાના વંશજ બાબતે અમેરિકાના પોર્ટ્સમાઉથમાં છપાયેલા એક પૅમ્ફ્લેટનો ઉલ્લેખ અમીન અહમદે લખેલા એક લેખમાં મળે છે, જે પૅમ્ફ્લેટની પ્રત અમેરિકન સંસદના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.
'બ્રેવ મુગલ પ્રિન્સ'
અમીન અહમદે કહ્યું કે એ યાદ રાખવાની જરૂર છે કે એક તરફ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને હૈદરઅલી, ટીપુ સુલતાન લાંબા સમય સુધી યુદ્ધો લડતાં રહ્યાં, તો બીજી તરફ બ્રિટિશરો સાથે હૈદરઅલીની વ્યાપારિક અને સૈન્ય સંધિઓ પણ હતી.
અને, બની શકે કે એ પણ એક કારણ હોય જેનાથી થોડાક બ્રિટિશરોએ પોતાનાં પ્રાણીઓ કે એવા પ્રકારની વસ્તુઓનાં નામ મૈસૂરના આ શાસકોનાં નામ પરથી રાખ્યાં હોય.
એમણે આ વાત બીબીસીના એ સવાલના જવાબમાં કહી જેમાં પૂછવામાં આવ્યું હતું કે આખરે બ્રિટિશરો પોતાના રેસના ઘોડાનાં નામ પોતાના દુશ્મનના નામ પર કેમ રાખતા હતા?
અમેરિકાની સ્વાતંત્ર્ય-સંગ્રામની ચળવળના મુખ્ય નાયકોને ચિઠ્ઠી લખાયાનો ઉલ્લેખ 1777નો મળે છે, જેમાં ફ્રાન્સની સેનાના લેફ્ટનન્ટ જનરલ કૉમતે ધ ત્રેસાને બેન્જામિન ફ્રેન્કલિનને મોકલેલા એક પત્રમાં 'બ્રેવ મુગલ પ્રિન્સ' કહ્યું છે અને કહ્યું છે કે તેઓ હૈદરઅલી સાથે કામ કરી રહેલા યુરોપવાસીઓ સાથે એમનો સંપર્ક કરાવી શકે છે.
અમેરિકન ચળવળના નાયકો જેવા કે, જૉન એડમ્સ (જે અમેરિકાના પહેલા ઉપ-રાષ્ટ્રપતિ બન્યા અને પછીથી રાષ્ટ્રપતિ)થી માંડીને અમેરિકાના છઠ્ઠા રાષ્ટ્રપતિ જૉન ક્વિન્સ એડમ્સ અને પછી ચોથા રાષ્ટ્રપતિ બનેલા જેમ્સ મૅડિસન સુધી દરેક ભારતના આંતરિક સંઘર્ષને ખૂબ ધ્યાનથી જોતા રહ્યા.
સામ્રાજ્યવાદી વિસ્તાર બાબતે બ્રિટન, ફ્રાંસ, સ્પેન, પોર્ટુગલ અને અન્ય યુરોપીય દેશો વચ્ચે ભારતીય ઉપ-મહાદ્વીપ માટે લાંબા સમય સુધી ખેંચતાણ અને યુદ્ધ ચાલુ રહ્યાં, જેમાં છેવટે ફ્રાન્સ અને બ્રિટનની વચ્ચે સૌથી લાંબો સંઘર્ષ રહ્યો અને છેવટે બ્રિટનની જીત થઈ.
અમેરિકન ક્રાંતિના કવિએ લખી હૈદરઅલીની ગાથા
પ્રોફેસર સેબસ્ટિયન જૉસફ અનુસાર, અમેરિકન સ્વાતંત્ર્ય ચળવળ અને મૈસૂરના આ બન્ને શાસકો વચ્ચે ફ્રાન્સ એક મોટો સેતુ હતો, જેમાં ફ્રાન્સની નાણાકીય અને સૈન્ય મદદના લીધે અમેરિકાની લડાઈ સંભવ થઈ શકી. બીજી તરફ, હૈદરઅલી અને ટીપુ સુલતાને લશ્કરી તાલીમ અને સૈન્ય તકનીક મેળવવા માટે ફ્રાન્સ સાથે ખૂબ નજીકના સંબંધો જાળવી રાખ્યા.
કદાચ આ ભાગીદારીની મૈત્રી અને એક જ દુશ્મન (બ્રિટન)ની અસર હતી કે ફિલિપ ફ્રેનો જેમને અમેરિકન ક્રાંતિના કવિ પણ કહેવામાં આવે છે, તેમણે હૈદરઅલીની ગાથા લખી, જેની કેટલીક પંક્તિઓ કંઈક આવી છે-
પૂરબ કે એક રાજકુમાર પર ઉસકા નામ હૈ
વો જિસને દિલ મેં આઝાદી કી મશાલ જલ રહી હૈ
ઉસને બ્રિતાની કો લજ્જિત કિયા હૈ
અપને દેશ કે સાથે કિએ ગયે અન્યાય કા બદલા લેકર
19 ઑક્ટોબર, 1781એ બ્રિટિશ સેનાની અમેરિકાના સૈનિકોના હાથે હાર થયા બાદ જ્યારે ન્યૂ જર્સીના ટ્રંટનમાં જીતનો ઉત્સવ ઊજવાયો ત્યારે એમાં જે 13 જામ પીવામાં આવ્યા એમાં એક હૈદરઅલીના નામનો પણ હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો