You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૉની ડેપે માનહાનીનો કેસ જીત્યો, ઍમ્બર હર્ડે હવે ચૂકવવા પડશે આટલા કરોડ રૂપિયા
હોલીવૂડની ફિલ્મ 'પાઇરેટ્સ ઑફ કૅરિબિયન્સ' અને તેની સિરીઝમાં કામ કરી ચૂકેલા અને ત્રણ વખત ઑસ્કર માટે નૉમિનેટ થયેલા જાણીતા અભિનેતા જૉની ડેપે પૂર્વ પત્ની ઍમ્બર હર્ડ સામેનો માનહાનીનો કેસ જીતી લીધો છે.
કોર્ટે જૉની ડેપને માનહાનિના કારણે થયેલા નુકસાનના બદલે 15 મિલિયન ડૉલરની ચૂકવણી કરવાનો ઍૅમ્બર હર્ડને આદેશ આપ્યો છે. આમાં 10 મિલિયન ડૉલર વળતર તરીકે, જ્યારે પાંચ મિલિયન ડૉલર ઍમ્બર સજાના ભાગરૂપે તરીકે ચૂકવવા પડશે.
કોર્ટે ઍમ્બર હર્ડના બે કેસમાં માન્યું કે જૉની ડૅપે તેમની કોઈ માનહાનિ કરી નથી.
જોકે ત્રીજા કેસમાં અદાલતે નોંધ્યું કે જૉની ડેપે પોતાના વકીલ દ્વારા ઍમ્બર હર્ડ પર માનહાનિનો કેસ કર્યો છે, આના માટે અદાલતે તેમને માનહાનિ બદલ બે મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ કર્યો છે.
અદાલતના નિવેદન પછી ઍમ્બર હર્ડે પોતાના નિવેદનમાં કહ્યું છે, "હું મારી નિરાશા શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. મારું દિલ તૂટી ગયું છે. પહાડ જેવા પૂરાવા પણ મારા પૂર્વ પતિની તાકાત, પ્રતિષ્ઠા અને દબદબા સામે ટકી શક્યા નથી. "
"હું એટલે પણ નિરાશ છું કે આ નિર્ણયની અસર બીજી મહિલાઓ પર પણ પડશે. આ એક 'સેટબૅક' જેવું છે. મહિલાઓની સામે થયેલી હિંસાને ગંભીરતાથી લેવાની વાત માટે પણ આ સેટબૅક છે."
જ્યારે જૉની ડેપે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 'શરૂઆતથી જ કેસનો ઉદ્દેશ્ય સત્યને સામે લાવાનો હતો, પછી તેનું પરિણામ જે આવે તે. સત્યને ક્યારેય ભૂંસી શકાતું નથી.'
હોલીવૂડ અભિનેતા જૉની ડેપ અને તેમની પૂર્વ પત્ની ઍમ્બર હર્ડનો કોર્ટ કેસ ગત છ અઠવાડિયાથી ચર્ચામાં હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચુકાદાના દિવસે ઍમ્બર હર્ડે વર્જિનિયાની કોર્ટમાં હાજર હતાં જ્યારે જૉની ડેપ પોતાના કૉન્સર્ટને ટાંકીને કોર્ટથી દૂર રહ્યા હતા.
ઍમ્બર હર્ડે 2018માં એક આર્ટિકલમાં જૉની ડેપ સાથેના લગ્નજીવનમાં પોતે ઘરેલુ હિંસાનો ભોગ બન્યા હોવાનું લખ્યું હતું. જેને લઈને જૉની ડેપે 50 મિલિયન ડૉલરનો માનહાનિનો દાવો કર્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો