પાકિસ્તાનમાં રાજકીય સંકટ : સુપ્રીમ કોર્ટમાં ઍસેમ્બ્લી ભંગ મામલાની સુનાવણી સોમવાર સુધી મુલતવી
પાકિસ્તાનમાં રાજકીય સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જઈ રહ્યું છે.
પાકિસ્તાનના ટોચની સમાચાર સંસ્થા ડોન ડોટ કૉમના એક અહેવાલ અનુસાર પાકિસ્તાનના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલે રવિવારે પાકિસ્તાનમાં હાલમાં જારી રાજકીય વાદવિવાદના મામલાની સુનાવણી બાદ કહ્યું હતું કે વડા પ્રધાન ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ ઍસેમ્બ્લીના વિસર્જન અંગેના હુકમ કોર્ટના હુકમને આધીન રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાનના સ્થાને પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં પ્રસ્તાવ ગેરબંધારણીય ઠેરવી દેવાયાના તરત બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઍસેમ્બ્લી ભંગ કરવાની ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી.
જોકે તેના થોડાક જ વખત બાદ સમાચાર મળ્યા કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે સ્વસંજ્ઞાન લીધું હતું. અને મામલાની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
આ સમગ્ર મામલાની સુનાવણી પાકિસ્તાનના ચીફ જસ્ટિસ બંદિયાલ, જસ્ટિસ ઇજાઝુલ અહેસાન અને જસ્ટિસ મોહમ્મદ અલી મઝહરની ખંડપીઠે કરી હતી.
બેન્ચે આગળની સુનાવણી આવતી કાલ સુધી મુલતવી રાખી છે.

રાષ્ટ્રપતિએ સંસદભંગ કરવાની મંજૂરી આપી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ વડા પ્રધાન ઇમરાન ખાનના પ્રસ્તાવ પર નેશનલ ઍસેમ્બલીને ભંગ કરવાની મંજૂરી આપી છે.
રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલી પ્રેસ-રિલીઝ અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ આ મંજૂરી બંધારણના અનુચ્છેદ 58 (1) અંતર્ગત આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન ખાન સરકાર સામેનો વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ મતદાન પહેલાં નેશનલ ઍસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધો છે.
આ સત્ર ઍસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમખાન સૂરીની અધ્યક્ષતામાં શરૂ થયું હતું.
તો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ કહ્યું કે સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે કહ્યું, "સંયુક્ત વિપક્ષ સંસદમાંથી નહીં જાય. અમારા વકીલ સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છે. અમે તમામ સંસ્થાનોને પાકિસ્તાનના બંધારણની પવિત્રતા જાળવી રાખવા અને તેની સુરક્ષા અને બચાવ કરવાની અપીલ કરીએ છીએ."

શું કહે છે અનુચ્છેદ 58?

પાકિસ્તાની બંધારણના અનુચ્છેદ 58 અનુસાર, જો વડા પ્રધાન રાષ્ટ્રપતિને નેશનલ ઍસેમ્બલી ભંગ કરવાની સલાહ આપે છે તો રાષ્ટ્રપતિએ આ સલાહ માનવી પડે છે.
રાષ્ટ્રપતિએ વડા પ્રધાન તરફથી સલાહ આપ્યાના 48 કલાક બાદ સંસદ ભંગ માનવામાં આવશે.
અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ ઇમરાન ખાને દેશને સંબોધિત કરતાં કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિને સંસદભંગ કરવા અને ફરીથી ચૂંટણી યોજવા ભલામણ કરી છે.
નેશનલ ઍસેમ્બલીમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે હવે લોકો ચૂંટણીની તૈયારી કરે. તેમણે સંસદભંગ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી છે.
તેમણે કહ્યું કે "દેશ કઈ રીતે ચાલશે, તે બહારના લોકો નહીં પરંતુ દેશના લોકો નક્કી કરશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ઇમરાન ખાને કહ્યું, "આજે સ્પીકરે જે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો છે, તેના માટે તમામ લોકોને અભિનંદન આપવા માગું છું. ગઈ કાલથી બધા હેરાન છે, મને પૂછી રહ્યા હતા. તેમને કહેવા માગું છું કે ગભરાવવાની જરૂર નથી."
તેમણે આગળ કહ્યું, "આજે સ્પીકરે જે રીતે બંધારણીય શક્તિનો ઉપયોગ કરીને જે નિર્ણય આપ્યો છે. ત્યાર બાદ મેં રાષ્ટ્રપતિને નિર્ણય સોંપ્યો છે કે તેઓ વિધાનસભાને ભંગ કરે."

અત્યાર સુધીમાં શું-શું થયું?

પાકિસ્તાનમાં પીએમ ઇમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલાં ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરાઈ દેવાઈ હતી.
પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા મરિયમ ઔરંગઝેબે 174 સાંસદોની યાદી જાહેર કરી હતી અને તેમનો દાવો છે કે આ સાંસદો ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવમાં તેમની સાથે છે.
ઇમરાન ખાન વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ થયા બાદ જમ્હૂરી વતન પાર્ટીએ સત્તારુઢ ગઠબંધનનો સાથ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ સંસદના નીચલા સદનનાં કુલ 342 સભ્યોમાં સત્તારુઢ ગઠબંધનના સભ્યોની સંખ્યા 178 થઈ ગઈ છે.
સત્તામાં રહેવા માટે ઇમરાન ખાનની સરકારને ઓછામાં ઓછા 172 સાંસદોનું સમર્થન જોઈશે. જ્યારે વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરાવવા માટે 172 સાંસદોના સમર્થનની જરૂર છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
વિપક્ષે નેશનલ ઍસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસર વિરુદ્ધ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
નિયમો અનુસાર, જો નેશનલ ઍસેમ્બલીના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાય તો તેઓ સત્ર બોલાવી કે સ્થગિત કરી શકતા નથી.
સુરક્ષા અધિકારીઓ પ્રમાણે ઇસ્લામાબાદ પોલીસ, પંજાબ પોલીસ, રેન્જર્સ અને ટ્રાફિક પોલીસ સમગ્ર શહેરમાં હાજર છે.
એક અધિકારીએ જણાવ્યું કે "અમને કહેવામાં આવ્યું છે કે લોકોના એકઠા થવા પર અને વિરોધપ્રદર્શનની મંજૂરી નથી."

પાકિસ્તાની મુસ્લિમ લીગ કાયદે-એ-આઝમ (પીએમએલ-ક્યૂ) અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટ (એમક્યૂએમ) ઇમરાન ખાન સરકારનાં મુખ્ય સહયોગી દળ છે.
બંને પાર્ટી પહેલાં જ સાર્વજનિક રીતે ઇમરાન સરકારની વિરુદ્ધ પોતાનો અસંતોષ પ્રકટ કરી ચૂકી હતી.
આ પહેલાં બીજી એપ્રિલે ઇમરાન ખાને ફરી એક વખત દેશના લોકોને સંબોધિત કર્યા હતા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
આ દરમિયાન ઇમરાન ખાને કહ્યું છે કે એ સાબિત થઈ ગયું છે કે વિપક્ષ સાથે મળીને વિદેશમાંથી તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે.
ઇમરાન ખાને કહ્યું, "હું તમને કહી રહ્યો છું, તે સત્તાવાર દસ્તાવેજ છે, જો તમે ઇમરાન ખાનને હઠાવશો તો અમેરિકાના તમારી સાથે સંબંધ સારા થશે. જેવા તમે ઇમરાન ખાનને હઠાવશો અમે તમને માફ કરી દઈશું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
આ સિવાય ઇમરાન ખાને સમગ્ર દેશને અને તેમાં પણ ખાસ કરીને યુવાઓને શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે રસ્તા પર ઊતરવા આહ્વાન કર્યું હતું.
શનિવારે રાત્રે કરેલા ટ્વીટમાં ઇમરાન ખાને લખ્યું કે "કરબલામાં ઇમામ હુસૈન, તેમના પરિજનો અને સમર્થકોએ દુનિયાને સત્ય અને અસત્યનો ફરક સમજાવવા માટે પોતાનાથી વધારે સંખ્યામાં રહેલા દુશ્મનોનો સામનો કરીને પોતાનો જીવ આપી દીધો હતો. આજે આપણે જુઠ્ઠાણાં અને ગદ્દારી વિરુદ્ધ સત્ય અને દેશ માટે લડી રહ્યા છીએ."

ઇમરાન ખાનને હઠાવવાના સતત પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
લાહોરમાં કેટલાંક અઠવાડિયાં પહેલાં મળેલી પીડીએમની એક બેઠકમાં પીડીએમના પ્રમુખ મૌલાના ફઝલુર્રહમાને એલાન કર્યું હતું કે, "પીડીએમ સાથે જોડાયેલી બધી પાર્ટીઓ વર્તમાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા અંગે સહમત થઈ ગઈ છે."
એમણે કહ્યું હતું કે, "એ માટે આપણે ગઠબંધન સરકારમાં સામેલ બધી પાર્ટીઓ સાથે સંપર્ક કરીશું. એમની વિનંતી કરીશું કે તેઓ જનતા પર દયા કરે અને સરકારને સમર્થન આપવાનું બંધ કરે."
બિલાવલ ભુટ્ટોએ ઇમરાન સરકારને હઠાવવા માટે કરાચીથી પીપલ્સ પાર્ટીની માર્ચ આરંભી અને દસ દિવસ પછી તેઓ ઇસ્લામાબાદ પહોંચ્યા. એમણે કહ્યું કે ઇમરાન ખાન સત્તા છોડી દે, નહીંતર એમને ગાદી પરથી ઉતારી દેવામાં આવશે.
પીડીએમએ 23 માર્ચે મોંઘવારી રેલીનું એલાન કર્યું જેથી ઇમરાન સરકાર પર સત્તા છોડવાનું દબાણ વધારી શકાય.
તે સમયે ઇમરાન ખાન સરકારનું કહેવું હતું કે વિપક્ષી દળોના એલાનની એમના પર કશી અસર નહીં થાય.

ઇમેજ સ્રોત, FB/IMRAN KHAN
માહિતીમંત્રી ફવાદ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ 13મી વાર છે કે વિપક્ષી પાર્ટીઓ ઇમરાન સરકારને હઠાવવાની કોશિશ કરી રહી છે.
જોકે વિપક્ષી દળોના એલાન પછી પીએમ ઇમરાન ખાન સમેત પીટીઆઇના નેતૃત્વએ પોતાનાં સહયોગી દળોને મળીને એમનું સમર્થન જાળવી રાખવાના પ્રયત્નો વધારી દીધા.
ઉપરાંત, એમણે આભને આંબતી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા માટે રાહત પૅકેજનું પણ એલાન કર્યું.
વડા પ્રધાને વીજળી અને પેટ્રોલ-ડીઝલની કિમત ઘટાડવાની જાહેરાત કરી અને સામાજિક કલ્યાણની પોતાની મુખ્ય યોજના 'અહેસાસ' અંતર્ગત વધારાની સબસિડી આપવાનો પણ વાયદો કર્યો.
વિપક્ષી નેતા શાહબાઝ શરીફ, આસિફ અલી ઝરદારી અને જેયુઆઈએફના પ્રમુખ અને પીડીએના અધ્યક્ષ મૌલાના ફઝલુર્રહમાને ઈસ્લામાબાદમાં એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને નેશનલ ઍસેમ્બલી (સંસદ)ના 172થી વધુ સભ્યોનું સમર્થન છે.
વિપક્ષી દળ 26 માર્ચે ઇસ્લામાબાદ પહોંચવાની વાત કરી, ત્યાં જ ઇમરાન ખાન પણ 27 માર્ચે ઇસ્લામાબાદમાં એક મોટી રેલી યોજવાની જાહેરાત કરી.

ઇમરાન સરકાર કોર્ટના શરણે

ઇમેજ સ્રોત, Reuters
દરમિયાન ઇમરાન સરકારે પોતાની વિરુદ્ધ નિવેદનો કરનારા સાંસદોને કારણદર્શક નોટિસ પાઠવી હતી.
સરકાર આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પણ ગઈ જ્યાં તેમણે 63(એ)ને લઈને સ્પષ્ટીકરણ માગ્યું છે કે શું સરકાર વિરુદ્ધ મતદાન કરવા પર આ સાંસદોને આજીવન ચૂંટણી લડવાથી રોકી શકાય?
પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશે આ મામલે કહ્યું કે જે ગુનો થયો જ નથી, તેના આધારે અમે કઈ રીતે કોઈને દોષી ઠેરવી શકીએ?
સાથે જ અદાલતે કહ્યું કે જો સાંસદોને મતદાન ન કરવા દેવામાં આવ્યું તો એ તેમની સાથે અન્યાય હશે. કોર્ટ પ્રમાણે સાંસદ વોટ નાખી પણ શકે અને સ્પીકર તેમના વોટની ગણતરી કરવા માટે બંધાયેલા છે.
નેશનલ ઍસેમ્બ્લીના સ્પીકરે વિપક્ષની માગણી મુજબ 25 માર્ચે સત્ર જાહેર કર્યું પરંતુ વિપક્ષી દળોએ આ નિર્ણયને એમ કહીને ગેરબંધારણીય ઠરાવ્યો કે અવિશ્વાસના પ્રસ્તાવ માટે નોટિસ આપ્યાના 14 દિવસમાં ઍસેમ્બ્લીનું સત્ર યોજવાનું હોય છે. વિપક્ષી દળે આ બાબતને કોર્ટમાં પડકારી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિપક્ષી ગઠબંધનના સભ્યોની કુલ સંખ્યા 162 છે. આમાં વિપક્ષી ગઠબંધનની સૌથી મોટી પાર્ટી મુસ્લિમ લીગ-એનના 84 સભ્યો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના 57 સભ્યો, મુત્તાહિદા મજલિસ-એ-અમલના 15, બીએનપીના ચાર અને અવામી નેશનલ પાર્ટીના એક સભ્યોનો સમાવેશ થાય છે. આ સિવાય બે અપક્ષ સાંસદો પણ આ વિપક્ષી ગઠબંધનનો હિસ્સો છે.
ઇમરાન ખાનની સરકાર પાસે 155 સાંસદ છે અને સહયોગી દળો સાથે મળીને કુલ 176 સાંસદ છે. 29 માર્ચના રોજ પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
ડેપ્યુટી સ્પીકરે જાહેરાત કરી કે 161 સાંસદોએ પ્રસ્તાવ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યો હોવાથી પ્રસ્તાવ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
બીબીસી ઉર્દૂ અનુસાર, જે સમયે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાઈ રહ્યો હતો, એ સમયે વિપક્ષના 161 સાંસદો હાજર હતા, પરંતુ ઇમરાન સરકારની સહયોગી પાર્ટીઓ હાજર નહોતી.

'છેલ્લા બૉલ સુધી રમીશ'

ઇમેજ સ્રોત, EPA/T. MUGHAL
27 માર્ચે ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. ઇમરાન ખાને પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની આ રેલીમાં એક ચિઠ્ઠી લહેરાવીને કહ્યું હતું કે કેટલીક વિદેશી તાકતો તેમની સરકાર ઊથલાવા માગે છે, જેના જવાબમાં 28 માર્યે વિપક્ષી દળોના ગઠબંધન દ્વારા રેલી યોજવાનું આયોજન કર્યું હતું.
ઇસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં પોતાના સમર્થકોની ભારે ભીડને સંબોધિત કરતી વખતે ઇમરાન ખાને એમ પણ કહ્યું કે તેમના વિરુદ્ધ બહારથી ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે અને તેઓ કોઈની પણ ગુલામી સ્વીકાર નહીં કરે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 31 માર્ચે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. જેમાં ઇમરાન ખાને કહ્યું હતું કે તેઓ અંત સુધી હાર નહીં માને. અટકળો હતી કે ઇમરાન ખાન રાજીનામું આપી શકે છે પરંતુ તેમણે કહ્યું કે તેઓ છેલ્લા બૉલ સુધી રમશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












