એ કસાઈ જે હવે બનાવે છે ગાયનાં પેઇન્ટિંગ

કોજો માર્ફો કસાઈનું કામ છોડીને કલાકાર બની ગયા છે. જેઓ પોતાની પેઇન્ટિંગ મારફતે વિશ્વને ગાયોનું મહત્ત્વ સમજાવવા માગે છે.

કોજો માર્ફો કહે છે, "ગાયથી સભ્યતા બને છે. ઘાનામાં અમે તેનાથી ખેતરમાં હળ ચલાવીએ છીએ અને જો તમારી પાસે બે-ત્રણ પશુ હોય તો વિવાહ કરવા માટે તમને એક સુંદર છોકરી પણ મળી શકે છે. ભારતના અનેક ભાગમાં ગાયોને ભગવાન તરીકે પૂજવામાં આવે છે."

ઘાનાના ગ્રામીણ પરિવેશમાં જન્મેલા કોજોનો ઉછેર તેમનાં માતા અને દાદીએ કર્યો છે. કામના કારણે ન્યૂયૉર્ક પહોંચેલા કોજો કસાઈ બની ગયા.

41 વર્ષીય કોજો કહે છે, "હું નિરાશ હતો, માંસ વિશે મારી જાણકારી ઘણી ઓછી હતી. દીવાલ પર નકશો બનેલો હતો જેમાં દર્શાવાયું હતું કે માંસને કઈ રીતે કાપવાનું છે. તેમ છતાં મારો બૉસ મને પકડી લેતો હતો."

કોજોએ ભલે ગાયનું માંસ વેચ્યું, પરંતુ તેમની પ્રેરણા તેમને કૅન્વાસ સુધી લઈ આવી. હવે તેમનું કામ વખણાઈ રહ્યું છે.

ગાય સિવાય કોજો મહિલા સશક્તીકરણનું પણ સમર્થન કરે છે. કોઈ બાળકના ઉછેરમાં માતા-પિતાની ભૂમિકાથી કોજો સારી રીતે પરિચિત છે. અને તે તેમની પેઇન્ટિંગમાં પણ દેખાઈ આવે છે.

કોજોનો જન્મ ભલે ઘાનામાં થયો પરંતુ તેમની પેઇન્ટિંગમાં અન્ય મહાદ્વીપોની ઝલક પણ જોવા મળે છે.

કોજો એક દાર્શનિક શૈલીમાં કહે છે, "આપણે એક એવા વાસણમાં રહીએ છીએ જે ઓગળી રહ્યું છે. જેમાં કેટલીક તિરાડો પણ છે. પરંતુ હું લોકોને જોડવા ઇચ્છું છું અને તમામની સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માગું છું."

પિકાસોથી પ્રેરણા મેળવી

કોજો જણાવે છે કે કઈ રીતે તેમણે શરૂઆતના દિવસો એક સ્થાનિક પુસ્તકાલયમાં પિકાસોની પેઇન્ટિંગ જોતાંજોતાં કાઢ્યા હતા.

તેઓ કહે છે, "મને લાગતું છે કે ડૉક્ટર બનવું જોઈએ અથવા એકાઉન્ટન્ટ બનવું જોઈએ. પરંતુ હું નદીકિનારે જઈને ત્યાંની માટીથી રંગો બનાવતો."

કોજોની શૈલી પણ અનોખી છે. તેઓ કહે છે, "હું પેપર વેસલિન લગાવું છું જેથી તેને ટ્રેસિંગ પેપરની જેવું બનાવી શકાય. પરંતુ જ્યાં સુધી હું ઘાનામાં રહ્યો, મારા કામને ગંભીરતાથી ન લેવાયું."

કોજોને ન્યૂયૉર્કથી લંડન જવાની તક મળી જ્યાં તેમણે પોતાના સંબંધીની કરિયાણાની દુકાન પર કામ કર્યું.

વર્ષ 2000 દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે કોજોનું મન પેઇન્ટિંગથી ભરાઈ ગયું પણ ફરીથી તેમને તેની પ્રેરણા મળી ગઈ.

તેઓ કહે છે, "હું બતાવવા માગતો હતો કે સિંગલ પેરેન્ટની જીવનશૈલી કેટલી સકારાત્મક હોઈ શકે છે."

કોજો કહે છે, "પહાડો પર મહિલાઓ સૌથી મહેનતું હોય છે. તેમણે જ મારો ઉછેર કર્યો છે. એક મહિલાવાદીએ મને કહ્યું હતું કે, જ્યાં પુરુષ કમાન સંભાળે છે, ત્યાં મહિલાઓએ પીડિત થવું પડે છે. પરંતુ જ્યાંથી હું આવું છું, ત્યાં કમાન હંમેશાં મહિલાઓના જ હાથમાં હોય છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો