'મહિલાઓ રાખી શકે એકથી વધુ પતિ' દક્ષિણ આફ્રિકામાં વિવાદિત પ્રસ્તાવ પર હંગામો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ આફ્રિકામાં એક મહિલાને એકથી વધુ પુરુષો સાથે લગ્નનો કાયદેસર અધિકાર આપવાના પ્રસ્તાવ પર સરકારે લોકોનો મત માગ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં સરકાર એક પ્રસ્તાવ લાવી છે જેમાં મહિલાઓને એકથી વધુ પતિ રાખવાની કાયદેસર પરવાગની આપવાની વાત કહેવામાં આવી છે.

સરકારના આ પ્રસ્તાવ પર દક્ષિણ આફ્રિકામાં વિવાદ ઊભો થઈ ગયો છે.

રૂઢિચુસ્ત મનાતા લોકોએ સરકારના આ પ્રસ્તાવ સામે વિરોધ નોંધાવ્યો છે.

આ વિષય પર અભ્યાસ કરી ચૂકેલા પ્રોફેસર કૉલિસ માચોકો કહે છે કે ."આ નિયંત્રણનો પ્રશ્ન છે. આફ્રિકાનો સમાજ હજુ ખરા અર્થોમાં સમાનતા માટે તૈયાર નથી. આપણને ખબર નથી કે જે મહિલાઓ આપણા નિયંત્રણની બહાર છે તેમની સાથે શું કરવું."

દક્ષિણ આફ્રિકાનું બંધારણ દુનિયામાં સૌથી વધુ ઉદાર મનાતાં બંધારણોમાંથી એક છે. તેમાં સમલૈંગિક લગ્ન અને બહુપત્નીત્વને પણ માન્યતા મળેલી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વેપારી અને ટીવી સેલેબ્રિટી મૂસા મ્સેલેકુને ચાર પત્નીઓ છે પરંતુ તેઓ મહિલાઓ એકથી વધુ પતિ રાખે એ વાતની વિરુદ્ધ છે.

મૂસા મ્સેલેકુ પોતે દક્ષિણ આફ્રિકામાં પોતાનાં ચાર પત્નીઓવાળા પરિવાર પર આધારિત એક રિયાલિટી શોનો ભાગ છે.

તેઓ કહે છે, " આનાથી આફ્રિકાની સંસ્કૃતિ નષ્ટ થઈ જશે. આવાં લગ્નમાં પેદા થયેલાં બાળકોનું શું? એ લોકોની ઓળખ શું હશે?"

"મહિલાઓ પુરુષોનું સ્થાન ન લઈ શકે. આવું ક્યારેય નથી સાંભળ્યું. શું મહિલા લોબોલા (પરંપરા અનુસાર દુલહન માટે અપાતી રકમ) ચૂકવશે? શું પતિએ પત્નીની અટક અપનાવવી પડશે?"

line

છાનાંમાનાં લગ્ન

મ્સેલેકુ પોતાનાં ચાર પત્નીઓ સાથે

ઇમેજ સ્રોત, Musa Mseleku

ઇમેજ કૅપ્શન, મ્સેલેકુ પોતાનાં ચાર પત્નીઓ સાથે, તેમનાં લગ્ન પર એક રિયાલિટી ટીવી શો પણ ચાલે છે.

પ્રોફેસર માચોકો ઝિમ્બાબવેમાં પૉલીએન્ડ્રી (એકથી વધુ પતિ હોવા) પર સંશોધન કરી ચૂક્યા છે.

તેમણે 20 મહિલાઓ અને 45 કો- હસબન્ડ્સ સાથે વાત કરી જેઓ આવાં લગ્નમાં સામેલ હતાં. આવાં લગ્ન સમાજમાં સ્વીકાર્ય નથી અને તેમને માન્યતા પણ મળતી નથી.

"પૉલીએન્ડ્રીને સમાજમાં માન્યતા નથી મળતી એટલે લોકો છાનામાના આ પ્રકારનાં લગ્ન કરે છે. "

"જ્યારે આવાં લગ્ન વિશે કોઈ પૂછપરછ કરે કે શંકા કરે તો એ લોકો આ લગ્નને નકારી પણ દેતા હોય છે. સજા અને કાર્યવાહીના ડરથી આ લોકો આવાં લગ્ન છુપાવતા હોય છે."

પ્રોફેસર માચોકોના અભ્યાસમાં ભાગ લેનારા લોકો આવાં લગ્નનો ભાગ હતા અને એકબીજા સામે તેને સ્વીકાર પણ કરતા હતા.

"એક મહિલાએ મને જણાવ્યું કે જ્યારે તે છઠ્ઠા ધોરણમાં ભણતાં હતાં એટલે કે તે 12 વર્ષનાં હતાં ત્યારે તેમને મધપૂડામાં રહેતી રાણીના અનેક કો-હસબન્ડ વિશે જાણીને એકથી વધારે પતિઓ સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો. "

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

જ્યારે તેઓ વયસ્ક થયાં ત્યારે તેમણે અનેક પાર્ટનર્સ સાથે સેક્સનો સંબંધ બાંધ્યો અને તે બધાને એકબીજા વિશે ખબર હતી.

"તેમના નવ પતિઓમાંથી ચાર પતિ સૌથી પહેલા બનેલા તેમના બૉયફ્રેન્ડ્સમાંથી હતા."

પૉલીએન્ડ્રીમાં મહિલા સંબંધની શરૂઆત કરે છે અને પતિઓને આ લગ્નમાં જોડાવવાનું આમંત્રણ આપે છે.

કેટલાક પુરુષો પરંપરા અનુસાર દુલહન માટે રકમ ચૂકવે છે તો કેટલાક મહિલાને ગુજરાન ચલાવવામાં આર્થિક મદદ કરે છે.

મહિલાને જો એમ લાગે કે કોઈ પતિ લગ્નને ડગાવવાની કોશિશ કરી રહ્યો છે તો તેની પાસે પતિને હઠાવવાની શક્તિ હોય છે.

પ્રોફેસર માચોકો કહે છે કે જે પુરુષોનો તેમણે ઇન્ટરવ્યૂ કર્યો તેમણે જણાવ્યું કે તેમણે પ્રેમને કારણે જ આ પ્રકારના લગ્નમાં કો-હસબન્ડ બનવાનું સ્વીકાર કર્યું હતું. તેઓ પોતાનાં પત્નીને ગુમાવવા નહોતા માગતા.

કેટલાક પુરુષોએ કહ્યું કે તેઓ પત્નીને સેક્સનો સંતોષ નહોતા આપી શકતા એટલે તેઓ તલાક અથવા લગ્નેતર સંબંધથી બચવા માટે કો-હસબન્ડ બનવા માટે તૈયાર થયા હતા.

વંધ્યત્વ પણ એક કારણ હતું જેને લીધે પતિ પત્નીને અન્ય પુરુષો સાથે લગ્ન કરવા માટે ના પાડી શકતા ન હતા. આ રીતે આ પુરુષો સમાજમાં 'નિ:સંતાન હોવાના અપમાન'થી બચી ગયા.

વીડિયો કૅપ્શન, વાત એ પુરુષની જે પહેરે છે મહિલાઓનાં કપડાં અને ઘરેણાં
line

પાદરીઓ નારાજ થયા

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, મહિલા અધિકાર કાર્યકરો આ મુદ્દાને સમાનતા અને માનવાધિકાર સાથે પણ જોડી રહ્યા છે

પ્રોફેસર માચોકો કહે છે કે તેમને દક્ષિણ આફ્રિકામાં પૉલીએન્ડ્રીની જાણ હતી.

જેન્ડર રાઇટ્સ ઍક્ટિવિસ્ટોએ સરકાર પાસે આવાં લગ્નને કાયદેસર કરવાની માગ કરી હતી. તેમની દલીલ હતી કે વર્તમાનના કાયદા હેઠળ આ સમાનતા અને પસંદગીની બાબત બની જાય છે.

સરકારે આ અંગેનો પ્રસ્તાવ ગ્રીન પેપર નામના દસ્તાવેજના રૂપમાં લોકો સમક્ષ તેમનો મત જાણવા માટે મુક્યો છે.

1994 માં લઘુમતી શ્વેત સરકારનું શાસન ખતમ થયા પછી દક્ષિણ આફ્રિકામાં સરકાર લગ્નસંબંધી કાયદામાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે.

મહિલા અધિકારની વાત કરનાર સંસ્થા વિમૅન્સ લીગલ સેંટરનાં વકીલ શાર્લીન મે કહે છે, "એ યાદ રાખવું જરૂરી છે કે ગ્રીન પેપર માનવાધિકારને પણ ટેકો આપે છે. "

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તેઓ ઉમેરે છે, "કાયદામાં બદલાવનો આ પ્રસ્તાવ સમાજના પિતૃસત્તાક વિચારોને પડકાર આપે છે, માત્ર તે કારણે જ આપણે તેને નકારી ન શકીએ."

આ ગ્રીન પેપરમાં મુસ્લિમ, હિંદુ, યહૂદી અને રસ્તાફૅરિયન લગ્નને પણ કાયદાકીય મંજૂર આપવાની વાત કહેવામાં આવી છે.

કેટલાક લોકોએ સરકારના આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે પરંતુ સંસદમાં સ્થાન ધરાવતા પાદરીઓને આ પ્રસ્તાવ મંજૂર નથી.

વિપક્ષની આફ્રિકન ક્રિશ્ચિયન ડેમૉક્રેટ પાર્ટીના રેવરેન્ડ કૅનેથ મિશોએ કહ્યું કે "આનાથી સમાજ નષ્ટ થઈ જશે."

"એક સમય આવશે જ્યારે એક પતિ કહેશે કે પત્ની તેના કરતાં વધુ અન્ય પતિ સાથે સમય પસાર કરે છે. બંને પુરુષો વચ્ચે વિખવાદ ઊભો થશે."

ઇસ્લામિક અલ જમાહ પાર્ટીના નેતા ગનીફ હૅન્ડ્રિક્સે કહ્યું, "એ પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે જ્યારે એક બાળક પેદા થશે, ડીએનએ ટેસ્ટની સંખ્યા વધી જશે."

line

આવાં લગ્નમાં બાળકોનું શું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીકાકારો કહે છે કે આવાં લગ્નમાં બાળકો કોનાં છે એ જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે

મ્સેલુકુએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાના લોકોએ સમાનતાના સિદ્ધાંતને એક હદ સુધી જ માન્ય કરવો જોઈએ.

"જરૂરી નથી કે બંધારણમાં કંઈક કહેવામાં આવ્યું છે તો એ આપણા માટે સારું જ હશે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની ચાર પત્નીઓ છે તો પછી મહિલાઓ માટે નિયમ કેમ અલગ હોવો જોઈએ.

તેમણે કહ્યું, "મારે ચાર પત્નીઓ છે એટલે મને લોકો દંભી માણસ કહેતા આવ્યા છે. પણ હવે હું ચૂપ નહીં રહું. આ આફ્રિકાની સંસ્કૃતિની વિરુદ્ધ છે. આપણે જે છીએ એ બદલી ન શકીએ."

પ્રોફેસર માચોકો કહે છે કે પૉલીએન્ડ્રી કેન્યા, ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો અને નાઇજીરિયામાં ચલણમાં છે. અને ગૅબૉનમાં પણ કાયદેસર રીતે ચાલે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તેઓ ઉમેરે છે, " ખ્રિસ્તી ધર્મ અને સામ્રાજ્યવાદ આવવાથી મહિલાઓની ભૂમિકામાં ઘણો ફેરફાર આવ્યો. મહિલાઓ પ્રત્યે ભેદભાવ વધ્યો, તેમને સમાનતાની દૃષ્ટિએ નથી જોવામાં આવતાં. લગ્ન હવે અધિકારોનો ક્રમ નક્કી કરવાનું સાધન બની ગયાં છે."

પ્રોફેસર માચોકો કહે છે કે પૉલીએન્ડ્રીમાં પેદા થયેલાં બાળકો માટેની ચિંતા પણ પિતૃસત્તાક વિચારધારાનું પરિણામ છે.

"બાળકોનો પ્રશ્ન તો એકદમ સરળ છે.આવાં લગ્નમાં પેદા થયેલાં બાળકો પરિવારનાં સંતાનો હોય."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો