#HerChoice : 'હું લૅસ્બિયન છું અને મારી માતાને પણ તેની ખબર છે'

હર ચૉઇસ ઇલસ્ટેશન

તને હું એ જણાવી દઉં કે જેટલી પણ વાર મારી નજર ટેબલ પર રહેલી તારી તસવીર પર જાય છે, મને તારી સાથે પ્રેમ થઈ જાય છે.

મારું જીવન મારે આ જ રીતે તને પ્રેમ કરીને પસાર કરવું છે. ઝાહિરાને લખેલો આ મારો આખરી પત્ર હતો.

line

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઈચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.

line
હર ચોઇસનું ઇલસ્ટ્રેશન
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હું તેને મેડિકલ કોલેજમાં મળી હતી અને ત્યાં જ અમે મિત્ર બન્યાં હતાં.

સમયની સાથે આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ન પડી.

મેં તેને જણાવી દીધું હતું કે મને પુરુષ નહીં પણ મહિલા પસંદ છે.

ઝાહિરાએ મારી વાતને ઘણી ગંભીરતાથી સમજી. અમે સારા મિત્ર રહ્યાં.

તમને આ પણ વાંચવું ગમશે

એક દિવસ હું ઝાહિરાનાં બૉયફ્રેન્ડને મળી, હોસ્ટેલમાં આવીને હું ઘણું રડી હતી.

એવું નથી કે મેં પુરુષો સાથે ડેટ કરવાની કોશિશ ન કરી.

line

'યુવક સાથે મારે સંબંધ હતો'

ઇલોસ્ટ્રેશન

એક યુવક સાથે મને સંબંધ હતો અને કદાય ત્યાર બાદ જ મને લાગ્યું કે હું કોઈ પુરુષ સાથે ક્યારેય કોઈ ભાવનાત્મક અથવા શારીરિક રીતે જોડાઈ નહીં શકીશ.

મારી માતાને ખબર નહીં કેવી રીતે પણ આ વાતની જાણ થઈ ગઈ.

મને કંઈ કહ્યું તો નહીં પણ અચાનક મારી સાથે લગ્નની વાતો કરવા લાગ્યાં.

માતાની ખુશી માટે મેં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પછી મને લાગ્યું કે હું મારી જાત સાથે કંઈક ખોટું કરી રહું છું.

આથી મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે હું કોઈ પણ યુવક સાથે લગ્ન નથી કરી શકતી. આજે મારી ઉંમર 26 વર્ષ છે.

મારા પિતાને અત્યાસ સુધી મારા સજાતિયપણા વિશે ખબર નથી.

ભવિષ્યમાં તેઓ પણ મારી પર લગ્ન કરી લેવાનું દબાણ કરશે.

(અમારી સિરીઝ #HerChoiceમાં અનેક મહિલા વાચકોએ કહ્યું કે તેઓ પોતાની આપવીતી શેર કરવા માગે છે. આ ક્રમમાં આ આપવીતી છે, તે દિલ્હીનાં એક ડૉક્ટરની આપવીતી છે, અમારા વાચક પ્રેરણાએ તે મોકલી છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો