'મારા પતિને સેક્સ સિવાયની કોઈ વાતમાં રસ નહોતો'

'યુવતી છો થોડું નમીને રહે' પહેલી વાર આ સાંભળ્યું તો ઘણું દુઃખ થયું.
પતિ સાથે થયેલા ઝઘડામાં પતિ સામે જ મને મારી સાસુએ મને વાત સંભળાવી દીધી હતી.
ત્યાર પછી મારે ઘણી વાર આ વાત સાંભળવી પડી.
મેં માતાપિતાની મરજીથી લગ્ન કર્યાં હતાં.

#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઈચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.

'પતિને કોઈ પરવાહ નહીં'

લગ્નના એક મહિના બાદ મને લાગવા માંડ્યું કે કંઈક ગડબડ છે.
પતિને સેક્સ સિવાય કોઈ અન્ય વાતમાં જ રસ જ નહોતો.
આ દરમિયાન મને 'સ્કિન ઇન્ફૅક્શન' થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે એવું કહેવામાં આવ્યું કે મારી ભૂલના કારણે આવું થયું છે.
એક સપ્તાહ સુધી મને ઘરેલું ઉપચાર કરવાની જ સલાહ આપવામાં આવી.
આથી સ્થિતિ વધુ વકરી રહી હતી, છતાં મારા પતિને કોઈ ચિંતા ન થઈ.
તેમણે એવું કહ્યું કે ઇન્ફૅક્શન દૂર ન થાય ત્યાં સુધી તેમનાથી દૂર રહું.
ગુસ્સાના કારણે બીજા દિવસે હું જાતે જ દવા લેવા ગઈ હતી. આ વિશે મેં કોઈને કંઈ ન કહ્યું.

પણ આઠ મહિના પછી એક રાત્રે વાત મારપીટ સુધી પહોંચી ગઈ, જેને પગલે અમારે અલગ થવું પડ્યું.
મારા લગ્નને એક વર્ષ પણ નહોતું થયું. તેમાં પણ એક મહિનો બાકી છે.
છેલ્લા ત્રણ મહિનાથી હું પતિથી અલગ રહું છું.
મારી સામે શરત મૂકવામાં આવી છે કે હું મારી નોકરી અને મારા ઘરવાળાને છોડીને સાસરીમાં રહું.
મને ત્યાં બે ટંકનુ ખાવાનું મળશે.

માતાપિતાનો ટેકો

શું મેં બે ટંકના જમવા માટે લગ્ન કર્યાં હતાં? મારું કામ મારી ઓળખ છે, ના કે મારા પતિનું નામ મારી ઓળખ છે.
મારા દરેક નિર્ણયની જેમ આજે પણ મારા માતાપિતા મારી પડખે છે, કેમ કે તેમને મારા પર સંપૂર્ણ વિશ્વાસ છે.
મારા પિતા મને હંમેશાં કહેતા હતા કે દીકરીઓના સપના પૂરા કરવા માટે હિંમત હોવી જોઈએ.
હવે સમજાય છે કે તેઓ કેટલું સાચું કહેતા.
(અમારી સિરીઝ #HerChoiceમાં અનેક મહિલા વાચકોએ કહ્યું કે તેઓ પોતાની આપવીતી શેર કરવા માગે છે. આ ક્રમમાં આ ત્રીજી આપવીતી છે, જે અમારા વાચક વંદનાએ મોકલી છે.)
(આ અહેવાલ બીબીસીની ખાસ સિરીઝ હેઠળ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













